________________
૩૨. પૂર્ણાષ્ટક (૫)
पूर्यन्ते येन-कृपणा स्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ।। : દીન ન બન. તારે દીન બનવાનું છે કોઈ કારણ નથી. તને ગરીબ, કંગાલ કે નિર્ધન કોણ કહી શકે ? તું તો ધનપતિનો પણ ધનપતિ છો; તું તો અદ્ભુત સંપત્તિનો સ્વામી છો; પણ તારી સંપત્તિનું તને ભાન નથી, તારી સંપત્તિ શું છે એ તું સમજ્યો નથી એટલે તને લાગે છે કે તારી પાસે કાંઈ નથી. પણ તને જો એ સંપત્તિનો ખ્યાલ આવી જાય તો તું કોઈની આગળ દીન કે રંક નહિ બને, મનમાં ઓછું નહિ આણે.
પુણ્યની પ્રકૃતિ કેવી વિવિધ છે !
શાળીભદ્રને ત્યાં રાજા શ્રેણિક આવે છે, નોકરોના ખંડમાં આરસની જળતરંગવાળી લાદીઓ જોતાં શ્રેણિકને સંશય પડ્યો : આ પાણી છે કે પથ્થર. એ જાણવા માટે એણે વીંટી મારી. વીંટી અથડાઈને પાછી આવી ત્યારે જાણ્યું કે આ
પૂર્ણાષ્ટક ૩૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org