________________
સમતાનું સુખ, શાંતિનું સુખ, મનની અંદર રહેલા સંતોષનું સુખ. આ સુખ કોનું છે ? તમારું છે. - આંતરિક ગુણો જેમ જેમ આવતા જશે, અંદર ખીલતા જશે તેમ તેમ સ્વત્વના સુખથી પૂર્ણ બનતા જશો.
પછી ઇંદ્રની સમૃદ્ધિ જોવાથી પણ તમને મનમાં ન્યૂનતા નહિ લાગે. પછી થશે, ઇંદ્રની સંપત્તિ હોય તોપણ મારે શું ? હું તો મારી સંપત્તિમાં મસ્ત છું. પોતાના સુખમાં પૂર્ણ થાય પછી એને કોઈનીય સંપત્તિ અડતી નથી.
આત્માને પરમાત્માનો સ્પર્શ થતાં ક્રોધ, માન, અહંકાર અને તૃષ્ણામાં ઝંખતું શરીર પરમાત્મામાં લીન બની એવું એકરસ બને છે કે આત્મા જ પરમાત્મરૂપ સુવર્ણની શુદ્ધતા અનુભવે છે.
જેનું જીવન દિવ્યતાના સ્પર્શે સુવર્ણ બન્યું નથી એ રાજા હોવા છતાં ન્યૂનતા અનુભવે છે, જ્યારે સ્વના સુખમાં પૂર્ણ બનેલા આત્માને ક્યાંય ન્યૂનતા દેખાતી નથી.
તમારામાં જે ભગવંત સ્વરૂપ છે એનો અનુભવ કરો.
પારકી વસ્તુને પોતાની માનીને જે રાજા બન્યા છે તે રાજા બનવા છતાં તેમના મનમાં ઊણપ અને હૃદયમાં ભિક્ષુક વૃત્તિ છે. સુખી, પૂર્ણ સુખી તે જ છે જે સ્વસત્તામાં સ્વસ્થ છે.
પૂર્ણાષ્ટક * ૩૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org