________________
અંજાતો નહિ ! કોઈની શે'માં તણાતો નહિ ! જા ! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિદ્ધાન્તોને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહાકાર્યમાં લાગી જા.
પણ યાદ રાખજે ! નૈતિક સંયમથી કમ્મર બરાબર કસીને જ આ માર્ગે પ્રયાણ કરજે, સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગૃતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપંથે વિહરજે !
વીજળીના ઝબકારા થાય કે વિપત્તિના વંટોળિયા વાય; બ્રહ્માંડના કાન ફોડી નાંખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગર્જનાઓ થાય; તોય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ, નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતાં પહેલાં એક ડગલું પણ માર્ગથી ખસવું એ મહાપાપ છે, એ દિવ્ય સંદેશને ભૂલતો નહિ ! વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે ! દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી, જે તને તારા માર્ગથી ભ્રષ્ટ કરે ! તારી ઉગ્ર તમન્ના જોઈ, પહાડ પણ તારા માર્ગમાંથી ખસી જશે ! તારી વિરાટ શક્તિ જોઈ, સાગર પણ તને માર્ગ આપશે ! તારો દઢ સંકલ્પ જોઈ, સિંહ જેવા રાજાધિરાજો પણ ચરણમાં આળોટશે ને તારા અંગરક્ષક બનશે. આ કલ્પના નથી, વાક્પટુતા કે લેખનકળા નથી; પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે ! આવું બન્યું છે, બને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે ! વિજયશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે !
આ માર્ગમાં કાંટા પણ છે અને કીચડ પણ છે. કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખેંચી ન જવાય તે માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા આત્માની અનંત વિરાટ શક્તિઓને ! તારી વીર-ગર્જનાથી વિપત્તિઓ કંપી ઊઠશે, ઇન્દ્રિયો ધ્રુજી ઊઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અન્ધકાર નાશ પામશે, અનન્ત પ્રકાશથી ઝળહળતો દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી, તારું સુસ્વાગતમ્ કરશે !
પ્યારા અમૃતના ભોક્તા આત્માનું ! અધિક તને શું કહું ? હવે તારું વિરાટરૂપ વિશ્વને દેખાડ જોઈએ ! વહાલા શક્તિઓના ભંડાર આત્મન્ ! તારા શક્તિઓના ભંડારમાંનું એક અમૂલ્ય રત્ન વિશ્વના ચોગાનમાં મૂક જોઈએ ! પ્રિય પ્રકાશમાં વિહરનાર આત્મન્ ! તારા શાશ્વત પ્રકાશનું એક કપાકિરણ આ વિશ્વ પર ફેંક જોઈએ ! વિશ્વ, તારા જ્વલંત પ્રકાશ માટે ઝંખી રહ્યું છે, વીરનો સપૂત આ કામ નહિ કરે તો પછી કોણ કરશે ?
માટે આજે જ દીપાવલીના પતિતપાવન દિવસે અણનમ નિશ્ચયપૂર્વક ભર કદમ વિજયકૂચ ભણી !
૩૬૮ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org