________________
અ
બિકી મા જગ થાય તે
આ દાવપેચ અને પૂર્વગ્રહની દીવાલો તોડવા એકાગ્ર થવાનું છે. એકાગ્રતાથી દીવાલો તોડવાની છે. કોઈ પણ વાતને વીંધવી હોય તો એમાં ઊંડે ઊતરવું પડે છે, એના ઉપર એકાગ્ર થવું પડે છે.
એકાગ્રતા જેટલી વધતી જાય એટલું બહારનું હાર્દ સમજાતું જાય. ઊંડાણમાં ઊતર્યા વિના ત્યાં સુધી નથી પહોંચાતું. The longest journey is the journey inwards. બધે પહોંચાય પણ અંતરની મુસાફરી સહુથી લાંબી છે. ત્યાં એકાગ્રતા અને એકચિત્ત વિના ન પહોંચાય.
આ અનુભૂતિનો વિષય છે, શબ્દોનો નહિ. જ્ઞાનસાર સાંભળતાં સાંભળતાં અનુભવવાનું છે, વિવેચન નથી કરવાનું. બહારનું બધું સમેટી લઈને અનુભવ કરીએ, ડૂબકી મારીએ તો જ તળિયે પહોંચાય અને મોતી પમાય.
શુક્લપક્ષનો ઉદય થાય તેમ અંધકાર ક્ષીણ થાય. પ્રકાશ સામે અંધારું ઊભું પણ રહી ન શકે. સમ્યકત્વના ઉદય સાથે મિથ્યાત્વ ક્ષીણ થાય. ધીરે ધીરે પ્રકાશ વધતો જ જાય.
આત્માનો માર્ગ ઉતાવળિયાઓનો નથી. એ માર્ગ બહુ શાંતિનો, બહુ ધીરજનો છે. આત્મજ્ઞાન પ્રશાન્ત સાગર છે.
કોઈ કહે કે આત્મજ્ઞાન એકદમ થઈ જાય તો એને કહેજો કે સૂર્ય પણ ધીમે ધીમે ઊગે છે. બાર વાગે જેટલો પ્રખર તાપ હોય છે એ સવારનો જો છ વાગે હોય તો પ્રકાશની તીવ્રતાથી લોકો આંધળા થઈ જાય.
દિવાળીનો દિવસ હતો. આખી રાત અંધકારમાં અને પ્રભુના નામસ્મરણમાં વિતાવી. વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા ગયા તો ત્યાં એટલી બધી ટ્યુબ લાઇટો ચાલુ કરેલી કે અમને તેનાં તમ્મર આવ્યાં અને આંખો કંઈ જ ન જુએ.
આત્મજ્ઞાનનો પ્રકાશ એકદમ થાય તો માણસ ગાંડો થઈ જાય, એ ઝીલી ન શકે.
ધીમે ધીમે એ પ્રકાશ આપવામાં આવે; શાંતિથી ઉદય પામે તો એ નાનકડા તણખામાંથી મહાન જ્યોતિ બને.
પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા ધીમે ધીમે ખીલતી જાય છે. બીજની કળા ખીલતી દેખાય છે, પણ એકમે કળા નથી એમ ન માનશો. કળા તો એકમે પણ છે, પણ એ કળા એટલી સૂક્ષ્મ છે કે લોકો જોઈ શકતા નથી અને બીજની કળા બધાને દેખાય છે.
પૂર્ણાષ્ટક + ૩૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org