________________
,
,
છા
અત્યાર સુધી જમણા હાથે લખતા આવ્યા છો, હવે ડાબા હાથે લખવાની જરૂરિયાત ઊભી થાય તો શું થાય ? અક્ષર જલદી પડતા નથી અને પડે તો અક્ષરો સીધા આવતા નથી.
એમ અત્યાર સુધીની ભરવાની, સંઘરવાની ટેવ, રસ્તામાં ડબલું પડ્યું હોય તોય કો'કવાર કામ લાગશે સમજીને વીણવાની ટેવ છે એને છોડવી પડશે. સંગ્રહની વૃત્તિમાંથી નીકળવું પડશે.
આત્મા જેમ જેમ વૃત્તિઓ, વિષયો અને વાસનાઓથી ભરાતો જાય તેમ તેમ એ પોતાના સ્વભાવને ઓછો કરતો જાય છે. વાસના, વૃત્તિઓ, વિચારોથી ખાલી થાય તો જ અંદરથી ભરાય.
ખાલી આત્મા ભરાઈ જાય છે અને ભરાયેલો આત્મા ખાલી થાય છે.
દુનિયાના દરેક ધર્મમાં, ભાષામાં સારા માણસો થયા છે. સારા માણસો ન હોય તો એ દેશ, એ પ્રજા જીવી જ ન શકે.
અંદરની પૂર્ણતા બહારના વૈભવના ભભકાનો ઉપહાસ કરે છે. માનવી એવી કક્ષાએ પહોંચે છે ત્યારે સોનું પણ એમની આગળ શરમાઈ જાય છે. પ્રભુના ચરણોમાં સોનું પણ આળોટતું હતું, કહે : “મારા ઉપર પગ મૂકો તો હું પણ ધન્ય થઈ જાઉં.”
જેણે બધું છોડ્યું એના ચરણ આગળ કમળ પણ સોનાનાં થઈ ગયાં. આત્માની આ ભૂમિકા છે. આ ભૂમિકાનો સ્પર્શ થતાં સોના પ્રત્યેની મૂછ, મમતા નીકળતાં વાર નહિ લાગે.
- ભરત મહારાજે ભરાવેલી સુવર્ણ અને રત્નની પ્રતિમાઓને ગુફામાં મૂકવી પડી. શા માટે ? લોકોનાં મન ભગવાનને જોવાને બદલે રત્ન અને સોનાને જોવા લાગ્યાં. ભગવાનને જ લોકો વેચી ખાવા તૈયાર થયા.
લોકોમાં અક્કલ નથી. ફરી પાછા સોના-ચાંદીના ભગવાન બનાવવા લાગ્યા. પૈસા અધ્ધરના આવે એટલે બુદ્ધિ પણ સધ્ધર થવાને બદલે અધ્ધર થાય. દેરાસરમાં ચોરોનો વધારો કરે.
પછી છાપામાં આવે કે ભગવાન ચોરાઈ ગયા. ભગવાન નથી ચોરાયા, સોનું અને ચાંદી ચોરાયાં છે. ભગવાન તે કદી ચોરાતા હશે ? ભગવાનને ચોરનારો તો તરી જાય. પણ એ તો સોના-ચાંદીનો ચોર છે.
અરબસ્તાનમાં રાબિયા નામની સજ્જનબાઈને પરમાત્મામાં ખૂબ વિશ્વાસ. એનો નિયમ કે રોજનું જોઈએ એટલું રાખે, બાકીનું આપી દે; સંગ્રહ નહિ, સંગ્રહ કરે તો લેવાવાળા આવે. જ્યાં સંગ્રહ ત્યાં કીડીઓ.
૩૩૮ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org