________________
સમયે કર્મ અને આત્મા ભેગાં થયાં. ભેગાં જ હતાં એમ સ્વીકારીને આગળ વધવાનું છે.
તમે સોનાની ખાણ (goldmine)માં જાઓ તો ત્યાંથી નીકળતી ચમકતી ૨જ જોઈને તમને નહિ લાગે કે આ સોનું છે. સરસ છે. તમને તો એમ જ થાય કે ઘરે વાસણ માંજવા કામ લાગશે. અધિકારી કહેશે : “ભાઈ સાહેબ ! આ કાંઈ ધૂળ નથી. આ તો સોનું છે.” કઈ અવસ્થામાં છે ? ધૂળની અવસ્થામાં છે, gross elementની સાથે સોનું મળેલું છે. કોઈ પૂછે કે ક્યારે મળ્યું ? કેટલાં હજાર વર્ષ પહેલાં મળ્યું ? કોણે મેળવ્યું ? શા માટે મેળવ્યું ? તો શું ઉત્તર મળશે ? સોનું ધૂળની સાથે અનાદિકાળથી ભેગું હતું જ, જે સમયને મર્યાદા જ ન આપી શકાય. જેવી રીતે સોનું ધૂળની સાથે મળેલું છે એમ આત્મા કર્મની સાથે મળેલો છે.
કોઈ પૂછે કે ‘આત્માનો જન્મ ક્યારે થયો ? કેટલાં કરોડ વર્ષ પહેલાં થયો ?' એ બિચારાને ફિલસૂફીની કાંઈ ખબર જ નથી. વિજ્ઞાનનો આ એક સિદ્ધાંત છે : જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું જ. આપણે કહીએ છીએ કે આત્મા અમર છે તો પછી આત્માને જન્મ ક્યાંથી ? આત્માને કોઈએ બનાવ્યો નથી. જ્યાં બનાવ્યો એમ સ્વીકાર્યું ત્યાં એનો અંત સમજી જ લેવાનો. જેનું સર્જન થાય એનું વિસર્જન થવાનું જ. સર્જન વિસર્જન એ એક વસ્તુના બે છેડા છે. જે આત્માનો વિનાશ નથી એનું સર્જન કોણે કર્યું ?
construction =
અને
destruction
આ કર્મની અસરને લીધે માણસની વૃત્તિઓમાં ફેરફાર થાય છે. કર્મ નચાવત તેમ હી નાચત.”
=
-
આ instinct કોણ આપે છે ? વૃત્તિઓ કોણ ઊભી કરે છે ? ઇચ્છાઓ કેમ ઉત્પન્ન થાય છે ? આત્મા ૫૨ આઠ કર્મની અસર છે અને દરેક કર્મનું પરિણામ અને રૂપાન્તર (result અને manufestation) જુદાં જુદાં છે. દરેક કર્મ પોતાના ઉદય પ્રમાણે મનને નચાવે છે.
તમે કર્મના હાથમાં આવી ગયા પછી કર્મના ઇશારા પ્રમાણે જ તમારે નાચવું પડે છે. એક વાર તમે વાહનનું selection કર્યું, નક્કી કર્યું પછી વાહનના હાથમાં તમે આવી જાઓ છો.
ટ્રેનમાં બેસી ગયા અને અધવચ્ચે તરંગ આવે કે સ્ટેશન આવતાં પહેલાં જ મારે ઊતરી જવું છે તો તમે નહિ ઊતરી શકો, બીજા સ્ટેશન સુધી જવું જ પડશે. વચ્ચે ગાડી ઊભી ન ૨હે. તમે એમ કહો કે મારા મનમાં થયું કે લાવ, વગડામાં ઊતરી જાઉં, એટલે મેં સાંકળ ખેંચી. તો કાં દંડ ભરવાનું કહે,
Jain Education International
પૂર્ણાષ્ટક
૩૩૧
For Private & Personal Use Only
www.jainelibrary.org