________________
હાર પહેર્યો હોય તો તમે લગ્નમાં ફરો પણ જીવ અંદર બળ્યા કરે, “આનો હાર કેવો ચળકે છે અને મારો હાર ?” - ભાગ્યયોગે પંગતમાં છેલ્લે બેસવું પડે ત્યારે તો થાય જ કે મારી પાસે દાગીના નહિ, પૈસા નહિ એટલે છેલ્લે જગ્યા મળી. એ બેઠો બેઠો ખાય ખરો પણ જીવ બળ્યા કરે, ડંખ લાગ્યા કરે, દુ:ખ થયા કરે.
આ દુ:ખ માત્ર દુ:ખીનું જ છે એવું નથી. વધારે સુખીનું પણ દુઃખ છે. તમારા સુખનું કોઈ ચોક્કસ ધોરણ નથી. એ માત્ર બીજા સાથેની સરખામણી જ છે. જેણે મૂલ્યો માત્ર સંપત્તિથી કર્યા છે એવો લાખોપતિ કરોડપતિ આગળ ફિક્કો લાગે. અને એવો કરોડપતિ અબજપતિ આગળ શિયાવિયાં થાય. ઝૂકીને કહે અમે શું હિસાબમાં ? કારણ કે એ આત્માની વાત જાણતો નથી.
ગામડામાં રહેતો લાખનો ધણી શહેરમાં આવે, મિલમાલિક જુએ અને દીન થઈ જાય. મિલમાલિક એના કરતાં વધુ ધનવાનને જુએ તો એની મિલ એને મિલડી લાગે. અને એ ધનવાન અમેરિકા જાય અને ત્યાં રૉકફેલર – Rockefeller – ને જુએ, એનું હેલિકોપ્ટર – helicopter – જુએ અને થાય કે આપણા જીવનમાં શું મજા છે ? શું સુખ છે ?
ધનવાન કહેવાતો આ જીવ દુ:ખી થઈ જાય. બાપડો બીજાનાં સુખ જોઈ જોઈને દુ:ખી થાય. એ દુ:ખમાં, એ તૃષ્ણામાં હેરાન થાય.
મરીનડ્રાઇવની પાળ ઉપર બેઠા બેઠા ઘણા જીવ બાળ્યા કરે, “આ હા હા ! મરીનડ્રાઇવ પર રહેનારા કેવા સુખી છે, મોટી લાઇટો દેખાય, બધું મોટું દેખાય.” પણ એ મોટા ઘરમાં નાની વસ્તુઓ માટે કેવો કજિયો થાય એ શું જાણે ?
ઘરમાં પાંચ ગાડી અને સાત મેમ્બરો. એકને બહાર જવા ગાડી ન મળે તો ધમાલ થાય, કજિયો થાય. શું કહે ? “તમે ગાડી લઈ જાઓ અને અમારે ટેક્સીમાં મરવાનું ?” ટૅક્સીમાં જાય પણ કહે કે મારવાનું !
જેને ગાડી જ નથી એ તો ચાલતા ચાલતા આવી ગયા, કોઈ ઝઘડો જ નહિ.
જ્યાં સુધી જ્ઞાન ન આવે, સમજ ન આવે ત્યાં સુધી દીનતારૂપી વીંછણના ઝીણા ઝીણા ડંખ વાગ્યા જ કરે.
સર્પ કરડે તો માણસને ઝેર ચઢે, મૂછ આવે, બેભાન થઈ જાય, બોલે નહિ. પછી વીંછી કરડે તો ધાંધલધમાલ કરી નાખે.
જેને તૃષ્ણા લાગી એ બધાનું હડપ કરવાનો વિચાર કરે, પણ જેને દિીનતારૂપી વીંછણ કરડે એ અંદરથી, નાની નાની વાત માટે જીવ બાળ્યા કરે.
પૂર્ણાષ્ટક - ૩૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org