________________
તમારી જેમ બીજા કોઈને પૈસા મળી જાય તો તમને કેવું થાય ? હું થયો એવો એ કેમ થઈ ગયો ? હવે એનામાં અને મારામાં ફેર શું ?
ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થતાં ઈર્ષા અને પરસ્પર સૂક્ષ્મ તિરસ્કાર જાગે જ.
પર્યુષણમાં પ્રતિક્રમણ કરો, મિચ્છામિ દુક્કડ દો, પણ મનમાંથી કાંઈ નીકળતું નથી, મોઢામાંથી ઘણું નીકળે છે. મનમાંથી વિષ, ધિક્કાર અને તિરસ્કાર દૂર કરવા તો પૂર્ણતા જ કામ લાગે.
અંદરની પૂર્ણતા આવે છે ત્યારે બીજાએ શું કર્યું તે નથી જોવાતું પણ મેં શું કર્યું તે જોવાય છે.
થોડાં વર્ષો પહેલાં બે શંકરાચાર્યો મઠના અધિપતિ કોણ ? – એ માટે કોર્ટે ગયા. ન્યાયાધીશે પૂછયું : “આવી નાની અને તથ્ય વસ્તુ માટે શું કરવા લડો છો ?” કહે : “હક્કનો પ્રશ્ન છે.” પેલાએ હસીને કહ્યું : “એ તો આત્માની વસ્તુથી પર છે. આત્મા માટે કંઈ કરવું નથી અને ગાદી માટે લડવું છે ?”
છોડે તે જ્યાં બેસે ત્યાં ગાદી ઊભી થાય. તમને તમારામાં વિશ્વાસ હોય તો આવા સો મઠો ઊભા કરી શકો. પણ માણસને મોહ છે, કારણ કે માણસને પોતાનામાં વિશ્વાસ નથી. તમે તમારી ભૂલ શોધવાને બદલે વિચારો છો :
સામો માણસ કેમ ક્ષમા માગતો નથી ? એ કેમ સુધરતો નથી ? એ ભૂલ કેમ કબૂલ કરતો નથી ?” સામાને તો હજી ઉપદેશ ઊતર્યો નથી, સામો હજી સમજ્યો નથી, પણ તું તો સમજ્યો છે ને ! જે અપેક્ષા રાખે એના કરતાં તે જો સમજ્યો તો તું જ શરૂ કરે તો શું ખોટું ?”
છેલ્લે તમને એવું ન થાય કે જે વસ્તુને હું રાખવા માગતો હતો એ તો છોડવી પડે છે અને જે લેવાની હતી એ તો ભૂલી જ ગયો. લાંબી મુસાફરીએ જતી વખતે પેક કરેલા ડબ્બાઓમાંથી લઈ જવાનો રહી જાય અને રાખવાનો લઈ જવાય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય ? માર્ગમાં ભૂખ લાગે ત્યારે ડબ્બો ખોલો અને એમાંથી પૂરી, ખાખરાને બદલે દળાવવા માટે કાઢેલા ઘઉં નીકળે તો કેવી હાલત થાય ?
તેમ આ આત્મા પણ માત્ર પુણ્યના ઉદયે મળેલી આ ભૌતિક પૂર્ણતામાં જ રાચે અને રત્નની કાંતિ જેવી આત્મિક પૂર્ણતા પ્રાપ્ત ન કરે તો પરલોકમાં પસ્તાવું પડે ને ?
૩૦૨ = માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org