________________
શિકાર બનવાથી બચી શકો તો આવાં અશુભ ખંડનાત્મક આંદોલનોની ગુલામીમાંથી બચી શકો.
- હવે તમે તમારું કાર્ય અને જીવન તપાસો. તમારું કામ તનને પ્રસન્નતા આપે છે કે તમે તેનાથી થાકી જાઓ છો ? તમારી પ્રવૃત્તિઓ તમારા અનુભવોને વ્યાપક બનાવે છે કે તમે માત્ર પેટ ભરવા જીવો છો ? તમે આનંદથી જીવન જીવો છો કે માત્ર ટકી રહેવા બધી શક્તિ વેડફી નાંખો છો ?
- ઘણા લોકો કૃત્રિમ ઉત્તેજના મેળવવા નીકોટીન, કેફીન, પેપ પીલ્સ, ગાંજો-ચરસ, મેન્ડેક, દારૂ, વ્હીસ્કી વગેરે માદક પદાર્થો વ્યભિચાર-જુગાર જેવાં વ્યસનોનો આશ્રય લે છે. આ માટે તેમના પ્રત્યે ધૃણા કરવા જેવું પણ નથી. ગમે તેમ કરી જીવન જીવવા તેઓ આવું કરે છે. આ નશા વિના તેઓ જીવી શકે તેમ નથી, કારણ કે તેમને હંમેશા ખંડનાત્મક આંદોલનો જ મળ્યાં કરે છે. આપણામાંના દરેકે અંદર ઊંડા ઊતરી જોવું જોઈએ કે આવી વૃત્તિઓ આપણામાં પણ છે કે કેમ ? સાત્ત્વિક જીવન જીવવા સાત્ત્વિક આંદોલનો મેળવવાં અત્યંત જરૂરી છે, અને આ માટે જીવનમાં પરિવર્તન લાવવું પડશે.
આ પરિવર્તન કેવી રીતે લાવવું ?
(૧) વિશ્વમાં જે બનાવો સ્વતંત્ર રીતે બની રહ્યા છે, તેમાં તમારો શો ફાળો છે, તે બે વચ્ચેનો સંબંધ શોધી કાઢો.
(૨) બીજા પર દોષારોપણ – ધૃણા બંધ કરી, તમારી પરિસ્થિતિ માટે તમારી પોતાની જવાબદારી માન્ય કરો.
(૩) વર્તમાનનું સારું યા ખરાબ વર્તન પૂર્વેનાં કર્મોનાં કારણે છે. આ ભૂતકાળના મૃત પડછાયાથી હારો નહિ. વર્તમાનને જીવંત બનાવો. તમારું જીવન તમારા હાથમાં લઈ તેની અનંત સર્જનાત્મક શક્તિનો અનુભવ કરો.
પ્રથમ પગલામાં વિશ્વનું તંત્ર જોવાનું છે. તેના પોતાના પણ નિયમો છે, અને તે બરાબર કામ કરે છે, તેમાં કોઈ ભૂલ, પક્ષપાત યા મહેરબાની ચાલી શકતાં નથી. સૂર્યોદય અને સૂર્યાસ્ત, ભરતી અને ઓટ, ઋતુઓનાં પરિવર્તનની જેમ તે તંત્ર અતિ નિયમિત છે. આપણને જે અકસ્માતરૂપ લાગે છે તેની પાછળ કોઈ નિશ્ચિત કારણ છે. હકીકત એ છે કે અસંખ્ય ભવોમાં અજ્ઞાનદશામાં આ ચેતનાએ ઉત્ક્રાન્તિક્રમમાં અનેક શરીરો ગ્રહણ કર્યા અને મૂક્યાં. પછી એક સમય આવ્યો : જ્યારે આ પ્રક્રિયા જાગૃત દશામાં થવા માંડી, તે સમયે આપણી સમગ્ર બાહ્ય પરિસ્થિતિઓનું નિર્માણ આપણે પોતે કર્યું.
પ્રક્રિયા આ રીતે કામ કરે છે : રાગ અને દ્વેષની પળોમાં આપણે અશુભ ખંડનાત્મક અથવા શુભ સર્જનાત્મક આંદોલનો વિશ્વમાં ફેંકીએ છીએ, અને તેનાં
૨૭૪ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org