________________
૨૭. તમારાં કંપનોનું રૂપાંતર
| મે કોઈ રેડિયો સ્ટેશન પર બોલવા ' જાવ, ત્યારે ત્યાં એક લાલબત્તી હોય શું છે, જે તમને એક સૂચન કરે છે કે તમે
હવે “આકાશવાણી' પર છો. પછી તમે જે 9 કાંઈ ત્યાં બોલો તે ચારે દિશામાં પ્રસરી
જાય અને લાખો લોકો તેને સાંભળી શકે છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન અને બીજી શોધોથી બસો વર્ષ પહેલાં જે
ચમત્કારરૂપ લાગતું હતું તેને વૈજ્ઞાનિકોએ - પુરવાર કર્યું છે કે શબ્દને કોઈ અવરોધ
નથી. શબ્દ સાગર પાર જઈ શકે છે, અને તમારા ધ્વનિનો પડઘો તમે પણ સાંભળી શકો છો. તમારી પ્રતિચ્છાયા ટેલિવિઝન મારફત અનેક માઈલો સુધી દૂર, વગર અવરોધે જઈ શકે છે, અને તમે પણ તે જોઈ શકો છો.
વિશ્વમાં જ્યાં જ્યાં શબ્દ અને ચિત્રને ગ્રહણ કરનાર રેડિયો-ટેલિવિઝન વગેરે
સાધનો હોય ત્યાં આ વ્યવહાર ચાલે છે. જે બંડ બોલાય તે સંભળાય છે. જે દેખાય તે
લાખ્ખો માઈલ દૂર જઈ શકે છે.
જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org