________________
તો હૃદયમાં સદા કોતરી રાખવા જેવો છે. “ભાઈ, માર્ગની બન્ને બાજુએ ઊભેલાં વૃક્ષો આપણા પૂર્વજોએ વાવ્યાં, તો એની છાયા અને એનાં ફળનો લાભ આપણને મળ્યો. હવે આજે આપણે વાવીને જઈશું તો એનો લાભ આવતી કાલની પેઢીને મળશે. આપણે ગઈકાલ પાસેથી કાંઈક લીધું હોય તો, આવતી કાલને આપણે કાંઈક આપવું જોઈએ. આમ કરવું એ માયા નથી, પણ માનવતા
આ પ્રસંગ આજના પ્રસંગને અનુરૂપ છે. સમાજનો આપણા ઉપર ઘણો ઉપકાર છે. આપણે જે કેળવણી લીધી છે, તેની પાછળ કેટલાય વૃદ્ધોનો શ્રમ છે, આત્મત્યાગ છે. હું જ્યારે વૃદ્ધોને જોઉં છું, ત્યારે આંબો વાવનાર વૃદ્ધ મને યાદ આવે છે.
આજે કેળવણી પામેલા, કેળવાયેલા આ કાર્યની પાછળ ત્યાગ આપનારાઓનો વિચાર કરી પોતે ભોગ ન આપે તો કેળવણી નહિ લાજે ?
ઇમારતનો આધાર એના રંગ-રોગાનથી નથી, પણ એના પાયામાં પુરાયેલા પથરા, ચૂના અને ઈંટોથી છે. ઇમારતની મજબૂતાઈ જેમ પાયાને આભારી છે, તેમ આપણી ઉન્નતિ, આજ સુધી આ પ્રવૃત્તિ પાછળ જેણે ભોગ આપ્યો છે, તેને આભારી છે. આંબો રોપનાર તેના ફળની આશા વિના તેની ભાવી પેઢીના ભલા માટે વાવે છે, તેમ આપણે પણ ભાવી પેઢીના ભલા માટે કંઈ કરવું જોઈએ; તો જ સમાજ ઉત્કર્ષને માર્ગે આગળ વધે. એક જ્યોતનો પ્રકાશ બીજાને આપતાં જવું, કે જેથી એ જ્યોતની પરંપરા અખંડ રહે.
આજે હું જોઈ રહ્યો છું કે, જ્ઞાતિમાં જ નહિ, પણ સમાજ, કે દેશમાં કે રાજ્યમાં – જ્યાં જુઓ ત્યાં વૃદ્ધો યુવાનોની અદાથી કામ કરી રહ્યા છે. ૫. જવાહરલાલજી અને શ્રી વિનોબાજી યુવાનોને શરમાવે એવા જુસ્સાથી આગળ વધી રહ્યા છે. યુવાનોએ એમાંથી પ્રોત્સાહન મેળવવું જોઈએ, એ જ રીતે જ્ઞાનની પરબમાંથી જેણે લાભ લીધો હોય, તેણે આ કાર્યને આગળ વધારવા પોતાનો હિસ્સો આપતાં આગળ વધવું જોઈએ. એનું નામ જ સાચો વારસો છે. સિંહ જોઈએ, ઘેટાં નહિ !
લોકો આજની કેળવણીને વખોડે છે, વિદ્યાપીઠોને ભાંડે છે, પણ ખરી રીતે એ કેળવણી ખરાબ નથી, પણ એમાં પેઠેલાં દૂષણોએ આ પરિસ્થિતિ ઊભી કરી છે. આ દૂષણોને ટાળવા યુવાનોએ કમ્મર કસવી જોઈએ; સંસ્કાર અને સંયમનું હવામાન ઊભું કરવું જોઈએ.
૨૨૨ માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org