________________
ગોળીને લીધે અંદરનું અંધારું બહાર જતું નથી અને બહા૨નો પ્રકાશ અંદર આવી શકતો નથી.
ગર્વ ગળે તો પ્રકાશ મળે.
આ ગોળીને ગાળવા માટે આત્મામાં લઘુતા લાવવી, મહાપુરુષોને વંદન કરવું, એમની નિશ્રામાં રહેવું, એમના પ્રત્યે સદ્ભાવ બતાવવો; આ ગર્વને ગાળવાના ઉપાય છે.
માણસ સત્સંગ કરતો હોય, ગર્વને ગાળવા સતત પ્રયત્ન કરતો હોય તો એની વાણી કેવી હોય ? એવા માણસની વાણીમાં સત્ય હોય, પથ્ય હોય, અને મધુ હોય.
સત્ય એટલે પ્રકાશ આપનારી પથ્ય એટલે યોગ્યતા ભરેલી મધુ એટલે પ્રિયકારિણી.
આવી વાણીવાળો માનવી ધર્મરત્નને માટે ખરેખર પાત્ર ગણાય.
Jain Education International
૨૩૮ * માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org