________________
હવે આપણે આપણા આત્માનો અનુભવ કરીએ.
મેં સર્જન કરેલ મારા શરીરના કેન્દ્રમાં “સ્વ” છે. આ “સ્વ” એ શરીર, પુરુષ યા સ્ત્રી, લાગણી યા વિચાર, ભૂતકાળની યાદ મા ભાવિની યોજના, ક્ષણિક સુખ યા દુઃખ, રાગ યા દ્વેષનાં કંપનો નથી. માત્ર મારો આત્મા છે – જે સુખદાયી અને અમર છે.”
દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતા સતત ચાલે છે. તે જ રીતે આપણી જાતમાં જુઓ. બાહ્ય રૂ૫-આકાર બગડી જાય યા નાશ પામે પણ કેન્દ્રમાં એવું કોઈ તત્ત્વ છે જે પરિવર્તનીય છે. આ છે ચેતનાશક્તિ.
દર્પણમાં દેખાતો “હું” વાસ્તવિક નથી. તે તો બંધન છે. તમે આ અહિતકર સંયોગોને તમારા માની લીધા છે. હવે તેની પેલે પાર જઈ અહં વિનાના “સ્વ'ને ઓળખો.
સાચું ધ્યાન ત્યારે જ શરૂ થયું ગણાય જ્યારે તમને તમારા હૃદયના ઊંડાણમાં એમ બેસી જાય કે “આ ચેતનાશક્તિ એ જ “હું' છું, જેનો કદી વિનાશ કરી શકાતો નથી.”
આખું વિશ્વ ચેતનાશક્તિ માટે છે. આત્માના પ્રગટીકરણ માટે જ વિશ્વ કસોટી ક્ષેત્ર છે.
જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એક યા બીજી રીતે દરેક આત્માં રાગ થા દ્વેષનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા પ્રજ્ઞાના પ્રકાશમાં પોતાના બાહ્ય રૂપનું ઘડતર કરે છે. જન્મસ્થળ, કુટુંબ, શરીર વગેરે બાહ્ય સંયોગોનું સર્જન કરે છે.
જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૬૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org