________________
છે. Unity is Strength. એક તાંતણો હોય તો તૂટી જાય; પણ તાંતણાનો સમુદાય હોય તો દોરડું બને, અને તે હાથીને પણ બાંધી શકે. એક ઈંટ હોય તો તૂટી-ફૂટી જાય, પણ ઈંટો સમુદાયમાં ગોઠવાય તો ભવ્ય મકાન બને, અને હજારોને આશ્રય આપી શકે. ઊનના એક દોરાથી શરીર ઢંકાતું નથી; પણ એકબીજામાં ગૂંથાય છે ત્યારે તે વસ્ત્ર બને છે, અને માનવીને ઢાંકે છે. શિશિરમાં પણ હૂંફ આપે છે.
આપ સૌ પણ આવી જાહેર પ્રવૃત્તિઓમાં એકબીજાની ત્રુટીઓ ધ્યાનમાં ન લેતાં ગુણોને ધ્યાનમાં લઈ સંપથી, સહકારથી કાર્ય કરશો, તો જરૂર પ્રગતિ સાધશો. અંતે આપ સૌને એક જ કહેવાનું છે કે અત્તરનું પૂમડું જેમ વાતાવરણને સુવાસથી ભરે છે, તેમ આપ પણ આપના જીવનને સત્કાર્યોની સુવાસથી ભરો એવી શુભેચ્છા.
૨૨૬ જ માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org