________________
કરવા હું સમર્થ છું ખરો ? આજ હું નાગરિક છું, આવતી કાલે હું રાજા થઈશ, અને આખી અયોધ્યાની જવાબદારીનો બોજો મારા શિરે આવશે. તો આ વિશાળ જવાબદારીના ભારને ઉપાડવા હું સમર્થ છું ખરો ?
રાજ્યાભિષેકના આનંદભર્યા પ્રસંગે, ગંભીર બની શ્રીરામ વિચાર કરે છે, આવા પ્રસંગે પોતાની જવાબદારી ને લાયકાતનો વિચાર કર્યા વિના આજકાલ સત્તાની પડાપડી માટે લોકો જે દોડાદોડ કરે છે, એનું આ ક્લેશમય પરિણામ છે.
સૌને સત્તા જોઈએ છે, શક્તિનો કે સંયમનો વિચાર કોઈનેય કરવો નથી. જ્યાં સત્તાની જ ભૂખ જાગે ત્યાં કેવું કારમું પરિણામ આવે, તેનો જ અહીં વિચાર કરવાનો છે.
જે સમયે શ્રીરામ પોતાના કર્તવ્યની વિચારણા કરી રહ્યા છે, તે જ પ્રસંગે કેકેથી પોતાના તુચ્છ સ્વાર્થનો વિચાર કરે છે.
શ્રી દશરથજી પણ આજે આનંદમાં છે, પોતાના લાયક પુત્રનો રાજ્યાભિષેક થવાનો છે, પોતે આજ દિવસ સુધી ઉપાડેલી રાજ્યધરા પોતાના યોગ્ય ઉત્તરાધિકારીને ખાંધે મુકાય છે. એની ખુશાલીમાં એ મનમાં મલકાય છે. પોતે મુક્ત બને છે અને યોગ્યના હાથમાં રાજ્યનો દોર સોંપાય છે. રાજ્યની દૃષ્ટિએ જીવનનો આ છેલ્લો પ્રસંગ શાત્તિથી પતી જાય, તો પોતે હવે જીવનના ઉત્તરાર્ધમાં પૂર્ણ આત્મસાધના કરી શકે, એમ એ માને છે.
શ્રી દશરથજી સુંદર વસ્ત્ર પહેરી મહેલમાંથી બહાર નીકળવા જાય છે, ત્યાં બારણામાં જ કૈકેયી આવી ઊભાં રહ્યાં. આ ચતુર સ્ત્રીએ આજે સોળે શણગાર સજ્યા છે. માણસને મત્ત બનાવી દે એવો એનો શૃંગાર છે. સ્વાર્થની મદિરાથી એની મસ્ત આંખો ઘૂમી રહી છે; સૌંદર્યનું આકર્ષણ વૃદ્ધ ઉપર પણ શું કામ કરે છે તે તમે વિચારી જોજો.
જ્ઞાનીઓ કહે છે કે, પ્રલોભનકારી પદાર્થોથી દૂર રહો, એનો મારકણો સ્વભાવ જતો નથી. ઝેર તે ઝેર છે. તે વૃદ્ધનેય મારે ને યુવાનનેય મારે, ભણેલાઓને મારે અને અભણનેય મારે. જે ખાય તે મરે ! ઘણા કહે છે ને, કે અમે તો હવે વૃદ્ધ થયા. અમારી ઇન્દ્રિયો શિથિલ થઈ, હવે અમને વિષયની ભૂખ ન જાગે. અમે તો હવે અનાસક્ત છીએ – પણ હું કહું છું કે, જવા દો એ દંભને ! તમે કેવા અનાસક્ત છો તે જ્ઞાનીઓ અને માનસશાસ્ત્રીઓથી અજાણ્યું નથી. પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો અને બસો ને બાવન વિકારોમાં મગ્ન રહેવું અને પછી અનાસક્તિની વાતો કરવી !
કેટલાક વૃદ્ધો માટે કહેવાય છે કે, શારીરિક શિથિલતાને લીધે બાહ્ય
હવે તો જાગો ! « ૧૩૭
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org