________________
મારું કહેવું તો એટલું જ છે કે એને વશમાં રાખો. એ વશમાં નહિ હોય તો જીવનરથને વાસનાની ખીણમાં ખેંચી જશે. પછી નીકળવું મુશ્કેલ થશે. એ કાબૂમાં હશે તો જ કામ આપશે.
આપણી ઇન્દ્રિયો ને મન આખો દિવસ કઈ પ્રવૃત્તિમાં મગ્ન રહે છે ? પહેલાં એને સારું ગમે કે ખરાબ ? છાપામાં પણ કોઈ વિચારકનું પ્રવચન આવ્યું હશે તો તમે નહિ વાંચો. પણ કોઈ ખરાબ સમાચાર હશે, તો પહેલાં વાંચી કાઢશો, કોઈ પૂછે કે, “આ સુંદર પ્રવચન મૂકી આ ખરાબ સમાચાર પહેલાં કેમ વાંચો છો ?” તો તમે બચાવમાં ઉત્તર શું આપો ? “ખરાબ જાણી લીધું હોય તો આપણાથી ખરાબ થાય નહિ માટે !” પણ આ ઉત્તર સાચો છે ? એમ નથી કહેતો કે, મારું મન જ અધોગામી છે, એટલે એને આવી વાતો વધારે ગમે છે. આપણે જે બીજામાં જોવા પ્રયત્ન કરીએ તે આપણામાં છે. આપણે જે બીજાની નિંદા કરીએ છીએ, તે આપણા જીવનમાં જ બેઠું છે.” પ્રસિદ્ધ માનસશાસ્ત્રી નીલ કહે છે :
"We hate in others what we dislike in ourselves.” છાપાંઓમાં કે વાતોમાં માણસ તે જ શોધે છે, જે પોતાનામાં છે. જે માણસમાં સુંદર તત્ત્વો હોય તે સારી વસ્તુ તરફ જ આકર્ષાય. જેનામાં નિર્બળતાઓ છે, તે નિર્બળતાની વાતો જ વાંચવાનો. એને સારી વાતો કહેશો તોય નહિ ગમે, કારણ કે સુંદર ને સાત્વિક વસ્તુ પચાવવાની એનામાં શક્તિ જ નથી.
મનને વિચારનો ખોરાક જોઈએ છે. એ ભૂખ્યું કદી નહિ જ રહી શકે, એને કાંઈક તો જોઈશે જ. એ સ્વસ્થ હશે તો સુંદર ખોરાક લેશે. માંદલું હશે તો ખરાબ વિચારોનો ખોરાક લેશે. વાસનાનું ધુમ્મસ
મધરાતે કોઈ દિવસ તમે જાણો છો ? જાગો તો શું વિચાર કરો ? ઊંઘ કેમ આવતી નથી, એ જ ને ? જીવનનો વિચાર કદી આવે છે ? આ સુખની આહ્લાદક ચાંદની તો પંદર દિવસમાં પૂરી થશે, પછી શું ? જીવનમાં પ્રકાશ ટકી રહે એવું કાંઈ મેળવ્યું છે ? એવું જો કાંઈ ન જ મેળવ્યું હોય, તો આ જીવનનો અર્થ શું ? સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, પોતાનાં કર્તવ્યોની નિષ્ઠા – આમાંથી કાંઈ જ મેળવ્યું ન હોય તો શાશ્વત પ્રકાશ જીવનમાં કઈ રીતે આવશે? આવા વિચારો આપણને રાત્રે આવતા નથી. ઊંઘ ન આવે તો વિચારીએ કે ઊંઘ કેમ આવતી નથી ? આ તે કંઈ વિચાર છે ? પણ માણસને સદ્દવિચારો જલદી નથી આવતા, કારણ કે એની બુદ્ધિની આસપાસ વાસના, અને અજ્ઞાનનું ધુમ્મસ જામ્યું છે.
t
હવે તો જાગો ! - ૨૦૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org