________________
“માટે કહું છું કે શોક કર્યા વિના કર્તવ્યના પંથે લાગી જા.”
આ વચનો સાંભળતાં શ્રી ભરતથી ન રહેવાયું. એમનો આત્મા મમતાથી દ્રવી ઊઠ્યો. એમણે કહ્યું, “ભાઈ ! આ વાત હું જાણું છું પણ માનવીનું મન એ નિર્મળતાના પરમાણુઓથી ઘડાયેલું છે. એટલે કોકવાર એ દ્રવી જાય છે, છતાં હું આપની આજ્ઞા શિરોવંદ્ય ગણું છું.
આપ મને રાજ્યધુરા વહન કરવાની આજ્ઞા કરો છો તો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે આ અયોધ્યાના મહાન સિંહાસન પર હું નહિ બેસું : પણ શ્રીરામની પવિત્ર પાદુકાઓ બિરાજશે. રાજ્યાભિષેક ભારતનો નહિ, પણ શ્રીરામના ચરણની ચાખડીઓનો થશે. આજથી ભારત એક રાજા તરીકે નહિ, પણ શ્રી રામના ચરણોની પાદુકાઓની આજ્ઞા ઉઠાવનાર સેવક તરીકે રહેશે.” એમ કહી આંસુ નીતરતી આંખે શ્રી ભરતે શ્રી રામના પગની ચાખડીઓ ખેંચી લીધી. (અહીં સભામાં તાળીઓના ગડગડાટ થતાં પ્રવચનકારે કહ્યું, તમે શાંત થાઓ. તાળીઓ ન પાડો. શાંતિથી સાંભળો. આ તો તમને લાગણીઓનો ઉછાળો આવ્યો છે, એટલે તમે તમારો હર્ષ વ્યક્ત કરો છો.
આ પ્રસંગ ઉપર તો તમારે તાળીઓ પાડવા કરતાં, ઊંડો વિચાર કરવાની જરૂર છે. આપણા જીવનમાં આવો ભ્રાતૃભાવ અને સાચો ત્યાગ આવી જાય તો આજ સંસાર જે સળગતો લાગે છે એને બદલે એ સ્વર્ગનું નંદનવન બની જાય.
કલહના અંગારા ઝરતા આ સંસારમાં પ્રેમધર્મનાં આવાં સુધાબિંદુઓ વર્ષવા માંડે તો સંસાર કેવો મધુર અને ભવ્ય લાગે ? પણ વિષય અને સત્તાના કીડાઓએ આ સંસારમાં અર્થ અને કામના અંગારા ભરીને આ સંસારને દાવાનળ જેવો બનાવી દીધો છે.
જીવનદ્રષ્ટાઓ કહે છે કે તમે આ સંસારમાં નંદનવન જોવા ઇચ્છતા હો તો આ સંસારને એક મુસાફરખાનું સમજીને જીવો. રહો ત્યાં સુધી તો સૌ મૈત્રી ને પ્રેમભર્યા સંબંધોથી રહો અને જવાની પળ આવે તો ગભરાઓ નહિ, અને મૃત્યુને પણ કહો – “દોસ્ત ! કંઈ જ વાંધો નથી. હું તૈયાર જ છું. ચાલો, હવે વિલંબ કરવાની કંઈ જ જરૂર નથી.”
બોલો, મૃત્યુ માટેની આવી તૈયારી છે ? નથી. કારણ ? કારણ કે માણસ જીવનનો ધર્મ સમજ્યો નથી. ધર્મ સમજ્યો હોય તો એ કહે કે, મરણ એ તો પ્રકૃતિ છે, અને જન્મ એ જ વિકૃતિ છે. મૃત્યુ કે જે પ્રકૃતિ છે, સ્વભાવ છે, એથી ગભરાવું શા માટે ? જે અનિવાર્ય છે તેથી ડરે શું વળે ? મૃત્યુ
હવે તો જાગો ! * ૧૪૫
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org