________________
મારાં લગ્ન થવાનાં હતાં. ભાવિનાં મધુર સ્વપ્ન મને ખેંચી રહ્યાં હતાં. બીજી બાજુ મારા ભાઈનું નિરાધાર કુટુંબ હતું. મારે શું કરવું ? હું લગ્ન કરું તો મને મળતા સો રૂપિયા મારા સંસારમાં જ પૂરા થાય. ભાભી અને બાળકોનું શું ? જે ભાઈએ મને પરસેવો પાડીને, ભૂખે રહીને, દુ:ખની શિલા હૈયા પર લઈને ભણાવ્યો, એની ગેરહાજરીમાં એનાં બાળકો રઝળે, ભૂખે મરે, શિક્ષણ વિના રહે ? અને એ હું જોયા કરું ? હું લગ્ન કરીને આનંદ માણું ને મારા ભાઈનું કુટુંબ ભીખ માંગે તો મારી માનવતા ન લાજે ? જેણે મને પોપ્યો અને શિક્ષણ આપ્યું, એના કુટુંબને પોષવું અને શિક્ષણ આપવું એ શું મારો ધર્મ ન હતો ? પણ એ ક્યારે બને ? હું લગ્ન ન કરું તો !
મેં તરત જ નિર્ણય લીધો. ગુરુ પાસે જઈને પ્રભુની સાક્ષીએ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. આપના જેવાના આશીર્વાદથી આજ સુધી તો નિયમ પળાયો છે, અને હવે તો બહોત ગઈ, થોડી રહી.
“મારા ભાઈનું કુટુંબ મારી સાથે જ છે. મોટી દીકરીને તો પરણાવી. મારા ભાઈનો મોટો દીકરો એમ. એ.માં છે. એ મારા વચનને દેવતલ્ય ગણી મારી સેવા કરે છે. એવી સેવા અને એવી ભક્તિ તો હું જોઉં છું કે સગો પુત્ર પણ પિતાની નથી કરતો. મેં નિષ્ઠાથી કર્તવ્યપાલન કર્યું તો એનો બદલો મને સો ગણો મળ્યો છે. આજ હું કેટલો બધો સુખી છું ! મને થાય છે, બીજું કોઈ મહાન કાર્ય ભલે મેં નથી કર્યું, પણ કર્તવ્યપાલન તો જરૂર કર્યું છે.” લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર
જે માણસ કર્તવ્યની કેડી પર ચાલે છે તેનું જીવન ફૂલ જેવું સુવાસિત, સુવિકસિત તેમજ પ્રફુલ્લ હોય છે. પણ જે કર્તવ્યને બરાબર સમજતો નથી તેનું જીવન કેવું હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ.
શિયાળે યોગીને પૂછ્યું : “તો આ મડદાનું માથું ખાઉં ?'
યોગીએ કહ્યું, “ના, ભાઈ, ના ! આ માણસનું માથું પણ ખાવા લાયક નથી. કારણ કે ગર્વે તું શિT: | ગર્વથી આનું માથું સદા ઊંચું જ રહ્યું છે, એ ક્યાંયે નમ્યું નથી. હા, અધિકારીઓ આગળ એણે માથું ઘસ્યું હશે, ધનવાનોને નમન પણ કર્યાં હશે, પણ દેવ આગળ, ગુરુ આગળ અને ધર્મ આગળ તો એ અક્કડ જ રહ્યું છે. પોતાને ઘેર આવનારની સામે એ નમ્રતાથી કદી ગયો નથી. પોતાને ત્યાં આવેલા અતિથિઓનો એણે નમ્રતાપૂર્વક સત્કાર પણ કર્યો નથી, અને પોતાના ગુરુજનો આગળ પણ એ અકસ્ડ થઈને ચાલ્યો છે.”
લઘુતામાં કેસ કર્તવ્યની
પણ જે કર્તવ્ય
૧૯૨ માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org