________________
આમ બોલતાં બોલતાં એની ડાગળી જ ચસકી જાય ને ? રાજ્યાભિષેકની વાત દૂર રહે અને ગાંડાઓના દવાખાના ભેગા કરવાની ધમાલમાં ઊતરવું પડે ને ? કારણ કે આજે સૌને સત્તાની લાલસા જાગી છે. એ અન્યનું પડાવીને ભોગવવાની લાલસાવાળાને પહેલાં તો એ મળે નહિ, મળે તો ટકે નહિ અને ટકે તો ભોગવી શકે નહિ.
આજ જગતમાં જોશો તો થોડીશી સંપત્તિ માટે સગા ભાઈઓ કોર્ટે ચડે છે. વર્ષો સુધી લડે છે. વકીલો, સોલિસિટરો અને બૅરિસ્ટરોનાં ઘર ભરે છે, પોતે ફના થઈ જાય પણ નમતું જરાય ન આપે ! આનું કારણ એ જ કે સૌ પોતપોતાનો ધર્મ ભૂલ્યા છે.
ધર્મને આચરે તે પંડિત અને ધર્મને ચૂકે તે મૂર્ખ, શું ભરતને ભાષાનું નાટક ભજવતાં નહોતું આવડતું ? એ પ્રજાને એમ ન કહી શકત કે,
પ્રજાજનો ! હું શ્રી રામચંદ્રજીના વિયોગથી અતિ દુઃખી છું, મારે રાજ્યની કંઈ પડી નથી, પણ શું કરું ? મારી માતાએ આવી ફરજ પાડી છે, એટલે રાજ્યનો આ કાંટાળો મુગટ મારે અનિચ્છાએ પણ વહન કરવો પડે છે !”
આવી ભાષાની ભવાઈ શું ભરતજી ન કરી શકત ? અને રાજ્ય ન પચાવી શકત ? પણ ભરતજી ધૂર્ત નહોતા. ધૂર્ત હોય તે જ આવી રમતો રમે ! એક કવિએ કહ્યુ છે :
सुख्खं पद्मदलाकारं वाचा चंदनशीलता ।
हृदयं कर्तरीतुल्यं त्रिविधं धूर्तलक्षणम् ।। દંભીઓ કેવું નાટક ભજવે છે, તે આમાં કહ્યું છે. મોં કેવું ઠાવકું રાખે, તો કહે છે કે સૌમ્ય કમળ જેવું રાખે, અને વાણી તો ચંદનથીય શીતળ; પણ હૃદય ? હૃદય તો કહે છે કે કાતર જોઈ લો કાતર ! જ્યાં જાય ત્યાં ધીમે રહી કાપવાની જ વાત કરે. એકના બે કરે. બેના ચાર કરે અને ચારના આઠ કરે. ભાગલા સિવાય વાત જ નહિ. છતાં મોંથી તો સંપ અને એકતાની જ વાત કરતા હોય !
કોઈ સભામાં તમે ગયા હો તો તમને ખ્યાલ હશે કે સભાના પ્રમુખ કહે , “હું આ ઉચ્ચ સિંહાસન માટે લાયક નથી, પણ તમે મને આ જવાબદારીભર્યું સ્થાન સોંપ્યું છે તો મિત્રોના આગ્રહને હું કેમ નકારી શકું ?' આમ બોલનાર વ્યક્તિને એ સભાના પ્રમુખ ન બનાવ્યો હોય તો, એ સભાનું કેવું દુઃખદ પરિણામ આવે એ માટે કહેવાની જરૂરિયાત ખરી ? તમે જ કહો. તમે તો આવી ઘણી ઘણી સભાઓ જોઈ છે.
હવે તો જાગો ! * ૧૪૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org