________________
સંસ્કારી બનાવે. કેટલાંક માબાપ, બાળકો મોટાં થયાં પછી એને સુધારવા જાય પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.
માણસને સગવડોએ નહિ, પણ સાધનાએ મહાન બનાવ્યો છે. સાધનાથી સબળ બનેલ મન ગમે એવા પ્રસંગોમાં અણનમ રહી શકે છે. સુષપ્ત મનમાં જેટલા પ્રમાણમાં સહન કરવાની શક્તિ વધે છે એટલા પ્રમાણમાં એ માણસ મહાન બને છે.
આપણું શિક્ષણ પણ કેવું છે ? મરવાના જ વિચારો આપે; નિર્બળતા પોષે, હું મરી જવાનો છું, મારાથી શું થવાનું ? માટીનો માણસ કરી કરીને શું કરી શકે તેમ છે ? આવા નબળા વિચારો જેના જીવનમાં છે તે ચિત્ત પ્રસન્નતાનાં આનંદભર્યા સ્વપ્નો પણ ક્યાંથી સેવી શકે ?
કેટલાંક ડાયલ દેખાવમાં સામાન્ય હોય પણ કામ સબળ રીતે કરે.
લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા ત્યારે ઘણા કહેતા કે આ શું કરશે ? એનું ડાયલ સામાન્ય દેખાતું હતું, પણ મશીન સરસ હતું. ગાંધીજી, સૉક્રેટિસ એ બધાં આવાં ડાયલ હતાં, પણ એમનાં મશીન એટલાં મજબૂત (sound) હતાં કે દુનિયાના ગમે એવા આંચકા લાગી ગયા છતાં એ બગડ્યાં નહોતાં.
પોતાને સુધારવાની વાત આવતાં ઘણાં કહે કે હવે પાકા ઘડે કંઈ નવા કાંઠા ચડી શકે ? આજના જમાનામાં હૃદય બદલી (heart transplanting) શકાય તો જૂના ઘડાને નવા કાંઠાનો શું વાંધો આવે ?
આ એક નબળી માનસિક વૃત્તિ છે. હવે અમારામાં કંઈ પરિવર્તન નહિ થાય. માની લીધું. માણસ પોતે જ્યાં પોતાને માટી માનતો થાય પછી એને સોનું કોણ બનાવી શકે ?
જીવનની છેલ્લી પળ સુધી સુધારાને અવકાશ છે. વિચારોને બદલવાની શક્તિ છે. જિંદગીની છેલ્લી પળ સુધી હું વિશ્વશાળાનો છાત્ર છું, અભ્યાસ કરવા માટે ઉત્સુક છું. આ સંકલ્પ કરી જુઓ, પછી જુઓ કે તમારું મન કેવું યુવાન છે, તમારી સ્મરણશક્તિ કેવી વધે છે !
પછી તમે માટીના કોડિયાને નહિ, તને જોતા થશો. જ્યોત પીળી કે કાળી નથી. જ્યોતને કોઈ રંગ નથી. દુનિયામાં ગમે ત્યાં જાઓ, દીવો સળગાવો પણ જ્યોતનો રંગ એક જ હશે. હિન્દુસ્તાનનો માણસ હોય કે આફ્રિકાનો; પણ બધા એક જ જ્યોત લઈને બેઠા છે. ચીમનીઓ જુદી જુદી હોઈ શકે છે. એ ચીમનીઓના રંગ જુદા હોઈ શકે છે.
જે જાતનું તેલ અંદર બળે છે એ જાતના રંગ ઉપર ચડતા જાય છે. આત્માનું આનંદ સ્વરૂપ કદી પાપ સ્વરૂપ નથી બની શકતું. પાપ સ્વરૂપ
૪૮ માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org