________________
થાય તો એ
છે અને ચિત્ત શાંત થાય.
તમે બહારથી આવો તો કેટલાક આડાઅવળા વિચારો લઈને આવો, વાતો લઈને આવો, ચિંતા લઈને આવો. જરાક પ્રાર્થના કરો. મન ધોવાઈ જાય, વાતો અને વાસનાનો મળ નીકળી જાય અને ચિત્ત શાંત થાય.
જમીન સરખી થાય તો એના ઉપર સર્જન થાય. સમૂહપ્રાર્થના પછી મન શાંત થતાં આપણામાં એકાગ્રતા આવે. ચૈતન્ય તરફ, પરમજ્યોત તરફ, નજર નાખતાં ઉલ્લાસ આવે. આત્માનું દર્શન થાય.
આજે તમારાં મન અશાન્ત છે. મનમાં ભય છે. રાત્રે તમને ભયજનક સ્વપ્નો આવે છે. તમે તમને પાણીમાં ડૂબી મરતાં જુઓ. તમને જંગલનાં જનાવરો ખાઈ જતાં જુઓ – આ બધાં સ્વપ્નો કેમ ? મનમાં બેઠેલા ભય છે. ભયને કાઢી નાખો. પછી પાણીમાં તમે તમને ડૂબતાં નહિ તરતાં જોશો ને જંગલમાં જનાવરો તમને ખાતાં નહિ પ્રેમ કરતાં દેખાશે.
મનમાં આનંદમય સ્વરૂપનું અધિષ્ઠાન થતાં જ પ્રત્યેક પ્રસંગ તમને જુદી રીતે જ દેખાશે.
પરિસ્થિતિના સ્વામી બનશો કે દાસ ? પરિસ્થિતિના સ્વામીમાં તાકાત છે, એ હિંમતથી કહે છે : આ પરિસ્થિતિને હું કાબૂમાં (control) રાખીશ. પરિસ્થિતિનો દાસ શું કહે ? અરેરેરે ! મારાથી શું થાય ?
યુદ્ધ ખરાબ છે. હિંસા એ હિંસા જ છે. લોહિયાળ છે પણ આ વાત વખાણવા કરતાં વિચારવા જેવી છે.
બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનું લશ્કર જોઈને ઇંગ્લેન્ડના વડા પ્રમુખ ચેમ્બરલેઈનની છાતી બેસી ગઈ.
પાર્લમેન્ટમાં આવીને કહ્યું : “આપણે તો ખલાસ થઈ ગયા. હવે નહિ જીતી શકીએ, આપણું કાંઈ નહિ વળે.” એનું મન તૈયાર ન હતું, થાકી ગયો હતો.
સામેથી ચર્ચિલ ઊભો થયો “અરે, એમાં શું છે ? આપણે કાંઈ કમ છીએ ?'
જેમાં એક હાર જોઈ, બીજાએ એમાં જ જીત જોઈ.
ઘણાખરા પરિસ્થિતિના દાસ બનીને એને આધીન બનીને પરિસ્થિતિના પ્રવાહમાં તણાઈ રહ્યા છે.
જે તણાય છે એ નદીના પ્રવાહમાં તણાતો તણાતો મહાસાગરમાં ફેંકાઈ જાય છે. જે તરે છે, મહેનત કરે છે એ જ કિનારે પહોંચે છે.
પરિસ્થિતિમાં તણાયા જ કરીશું તો શોક, ચિંતા, દુઃખ અને દુર્ગતિમાં ફેંકાઈ જઈશું. પણ તરવાનો પ્રયત્ન કરીશું તો જરૂર પાર ઊતરીશું.
૫૦ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org