________________
કલહભર્યાં સ્વભાવથી જ્યાં જ્યાં જાય ત્યાં વાતાવરણને ચિંતામય અને બળતરાભર્યું પણ બનાવી શકે.
આ કામ કોણ કરે છે ? ભાગ્યન! ઉ૫૨ દોષ ન દેશો, કોઈક મને કરાવી રહ્યું છે એમ પણ ન કહેશો. એમ કરનાર માણસ પોતે જ છે. શા માટે મને આવકાર નથી મળતાં એ વિચારી માણસે પોતે પોતાની શક્તિઓને વિકસાવવી જોઈએ, પોતાના ચારિત્રને સુંદર બનાવવું જોઈએ અને જીવનમાં કોયલની મધુરતા લાવવી જોઈએ.
:
ઘણાખરા માણસો જૂની ટેવ પ્રમાણે જ કહેતા હોય છે હવે શું ફેરફાર થવાનો છે ? જેમ ચાલ્યું તેમ ચાલવા દો. હવે નવી વસ્તુ આવી શકે તેમ નથી અને જૂની મારાથી કંઈ છૂટે એમ નથી. ઘણું જીવન વહી ગયું ને થોડું રહ્યું છે તે પણ એમ ને એમ પૂરું થઈ જવા દો.
સૂકા લાકડાને ગંદો મારો તો સુંવાળું ન થાય ? પૉલિશ કરો તો એનામાં ચકચકાટ ન આવે ? અને એનું સુંદર ફર્નિચર ન બને ? આપણું જીવન શું સૂકા લાકડાથી પણ ગયું ?
એને વિચારનો અને ચિંતનનો રંદો મારે તો જીવનમાં પરિવર્તન કેમ ન આવે ? અંદરની શક્તિઓનો આવિષ્કાર કેમ ન થાય ?
આ શક્તિઓ અંદર બિરાજમાન છે, બહારથી આવેલી કે લાદેલી નથી, આત્માનો મૂળ સ્વભાવ છે. એના અસ્તિત્વમાં આ શક્તિઓનું અસ્તિત્વ છે.
Jain Education International
માનવતાનાં મૂલ્ય * ૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org