________________
શંકા કર્યા વિના, પ્રશ્નો પૂછ્યા વિના, જાણ્યા વિના, ધર્મને સ્વીકારનાર શું સાચો ધર્મ છે ?
તેજાબમાં મૂક્યા વિના, કસોટી ઉપર ચઢાવ્યા વિના, બરાબર જોયા વિના જે સોનું લે છે તેને કોઈ પૂછે : આ સોનું છે ? એ ઉપરથી કદાચ “હા” કહેશે પણ તરત મનમાં શંકા ઊભી થવાની. “મેં બરાબર તપાસ તો કરાવી નથી, કદાચ રોલ્ડ ગોલ્ડ પણ હોય.”
પણ જે બરાબર તપાસ કરીને લે છે એ તો આત્મવિશ્વાસથી કહે છે : મેં બરાબર તપાસ કરીને લીધું છે, એમાં મને જરાય શંકા નથી.
પ્રશ્ન થાય કે જો હું આનંદમય છું, અમર છું તો આજે હું દુ:ખી કેમ છું અને મરણનો ભય કેમ છે ? એનું કારણ જડનો સંગ છે. પુગલની ભાગીદારી છે.
સોનાની ખાણમાં સોનું અને ધૂળ સાથે મળેલાં છે, અનાદિકાળથી સાથે જ છે. છતાં, સોનું સોનું છે અને ધૂળ ધૂળ છે. સાથે રહેવા છતાં પોતાના મૂળ સ્વભાવને ગુમાવ્યો નથી. બન્નેનું વ્યક્તિત્વ ભિન્ન છે.
હા, પુરુષાર્થથી ધૂળને ધોઈધોઈને શુદ્ધ કરતાં ધૂળ એક બાજુ જાય છે અને સોનું હાથમાં આવે છે. આ આખો એક પુરુષાર્થ, ક્રિયા-પ્રયોગ છે.
એવી રીતે આપણો આત્મા અનાદિકાળ Time Immemorialથી જડની સાથે, કર્મની સાથે, વાસના અને વૃત્તિઓની સાથે મળેલો છે છતાં તેણે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ નથી ગુમાવ્યું. એનામાં રહેલા ગુણો (Quality)ને બહાર કાઢવા હોય, એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું હોય તો પ્રયત્ન કરીને એની સાથેનું જડ તત્ત્વ દૂર કરવું પડશે.
શુદ્ધ કર્યા વિના ખાણમાંથી નીકળેલી ધૂળને સોનાના ભાવે વેચવા બેસે તો કોણ લે ?
માટે પુરુષાર્થ તો કરવો જ રહ્યો. એક ફિલસૂફે જીવનની ચાર ભૂમિકા આપી છે.
ભૂલ કરે તે માનવ, ભૂલ કરીને હસે તે દાનવ, ભૂલ કરીને પશ્ચાત્તાપ કરે તે સજ્જન અને ભૂલોમાંથી પ્રયત્નપૂર્વક કૂદકો મારી બહાર આવે તે મહામાનવ.
ભૂલ કરે એ માનવી છે. એ ગમે તેટલો સાવધાન હોય, જાગૃતિ રાખતો હોય, છતાં ક્યાંક તો અકસ્માત થવાનો.
એટલે જ વીમા કંપનીઓ આવી રહી છે. વીમા કંપનીઓ શું બતાવે છે? માણસનું ધ્યાન ગમે તેટલું હોવા છતાં પણ એ જીવનમાં ભૂલનો સંભવ છે.
૭૦ % માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org