________________
ગયાં પણ જો એ સુષુપ્ત (dormant) અવસ્થામાં હોય, હજુ એનો ઉદય ન થયો હોય તો તે અવસ્થાને અબાધાકાળ કહેવામાં આવે છે. એવી અવસ્થામાં તમે જો પ્રયત્ન કરો, જાગી જાઓ, પ્રબળ પુરુષાર્થ કરો તો એ પાપનો ઢગલો બળી પણ જાય.
ચીકણાં નહિ એવા કર્મને પુરુષાર્થથી ફેરવીને માનવી જીવન પલટાવી શકે છે.
અમેરિકામાં રૉકફેલર એક વાર માંદા પડ્યા. શરીરમાં ખૂબ સણકા મારે. નિષ્ણાતોને બોલાવ્યા. દવાઓ કરી, ઇંજક્શનો લીધાં પણ સણકા ઓછા ન થાય. ડૉક્ટરોનું માનવું હતું કે ઑપરેશન કરવાથી કદાચ આંખ ગુમાવવાનો વારો આવે.
આશ્વાસન આપવા સહુ આવે પણ દર્દમાં ભાગ કોણ પાડે ? એક રાત્રિએ જ્યારે સ્નેહીઓ અને સ્વજનો શાંતિથી ઊંઘી ગયા હતા ત્યારે રૉકફેલર દર્દથી ખૂબ પીડાતા હતા. એમને વિચાર આવ્યો :
“હું માનતો હતો કે ધનથી દુનિયાને ઝુકાવી શકાય છે, આખા વિશ્વને ચરણે નમાવી શકાય છે પણ એ જ ધન મારું શારીરિક દુ:ખ દૂર નથી કરી શકતું. સણકા મારે છે અને મારું માથું ફાટી જાય છે. હવે શું કરું ? સહન થતું નથી.
“જો મારું ધન મને આવા દુ:ખમાંથી બચાવી શકતું નથી તો ધન પાછળ મારે ઘેલા થઈ શાને મરવું ?
મનમાં સંકલ્પ કર્યો : જો હું સારો થાઉં તો ગરીબો માટે મોટામાં મોટી હૉસ્પિટલ ખોલું, હું ધનપતિ છું એટલે દવાઓ લઈ શકું છું, ઊંઘની ગોળીઓ ખરીદી શકું છું અને થોડા સમય માટે દર્દને વીસરી શકું છું, પણ જેમની પાસે કોઈ જ સાધન નથી એ કેવા તરફડતા હશે ?
પ્રાર્થના કરી અંદર રહેલી આત્મશક્તિને જાગૃત કરી, સબળ સંકલ્પ કર્યો અને જીવનમાં પલટો આવ્યો.
અંદરથી સંકલ્પનું ચક્ર ફરે અને આસપાસના વાતાવરણમાં પલટો આવી જાય, સંકલ્પવાળા પુરુષો મહાન બન્યા છે. એ દુનિયામાં અદ્ભુત પલટો લાવી શક્યા છે.
રૉકફેલરે સંકલ્પ કર્યો : હું સારો થાઉં અને લોકોની સેવા કરું, લોકો માટે પૈસા ખરચું, સંસ્થાઓ ખોલું.
સવાર પડી અને રૉકફેલરે સંકલ્પને સાકાર કર્યો વચ્ચે છૂટે હાથે દાન દેવાનું શરૂ કર્યું. એના નામે ચાલતી સંસ્થાઓ આજે વિશ્વવિખ્યાત છે.
Jain Education International
માનવતાનાં મૂલ્ય * ૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org