________________
છોકરાંઓ પણ જોઈએ. આ બધું હોય પણ ગામમાં કોઈ જાણે નહિ કે પૂછે નહિ એટલે આ બધાની સાથે કીર્તિ પણ હોવી જોઈએ.
હવે વધારે આમાં કાંઈ ઉમેરી શકાય તેમ નથી. જીવનની અનિવાર્ય જરૂરિયાતો આટલી જ છે.
મનમાં વિચાર્યું : જીવન અંગે મારી સમજદારી કેવી સુંદર અને ઉચ્ચ છે, તે લાવ; હું મારા પિતાજીને બતાવું. પૂછું, હવે આમાં કાંઈ ઉમેરવા જેવું છે ?
લિસ્ટ લઈને છાતી ફુલાવતો ફુલાવતો પિતા પાસે આવ્યો. લિસ્ટ આપ્યું, પૂછ્યું : પિતાજી, દુનિયામાં આ સિવાય બીજી કોઈ વસ્તુ મેળવવાની બાકી છે ? પિતાજી લિસ્ટ જોઈ ગયા. બરાબર છે, પણ...!''
હોશિયાર દીકરો વિચાર કરવા લાગ્યો.
પિતાએ કહ્યું “બેટા, ધ્યાન રાખજે, હું જે કહું છું એ બે શબ્દો ન હોય તો આ બધું નકામું છે, આ ફેંકી દેવાનું છે.”
‘‘પિતાજી' એવી કઈ વસ્તુ છે ?''
એક જ વાક્ય લખ્યું : મનની શાંતિ !
‘મનમાં શાંતિ ન હોય તો ધનવાન અને બુદ્ધિમાન માણસો પણ હેરાન થઈને ફરતા હોય છે. મગજમાં શાંતિ ન હોય તો પ્રિયજન પણ ન ગમે. પૈસો હોય પણ શાંતિ ન હોય તો એ રઘવાયો થઈ ફર્યા કરે. શાંતિ વગરની આવડત પણ શું કામ આવે ?
“સત્તા ગમે તેટલી હોય પણ એની સામે એને ઉથલાવી પાડવાના પ્રપંચો ચાલતા હોય તો એ સત્તા, એ હોદ્દો એને શાંતિ આપે ખરાં ? આખી દુનિયામાં કીર્તિ હોય પણ મનમાં શાંતિ ન હોય તો વિશ્વવ્યાપી કીર્તિ પણ સુખ નથી આપતી !
“બેટા, તું દેશ અને પરદેશમાં ભણ્યો, હું નથી ભણ્યો, પણ આટલું કહેવા માગું છું બધું લખ પણ પહેલાં મનની શાંતિ (Peace of mind) લખ. બધું જોઈએ એ બરાબર પણ મનની શાંતિ જોઈએ. મનની શાંતિ હોય તો આ બધું કામ લાગે. એ ન હોય તો આ બધું કાંઈ જ કામ ન લાગે.” વાત સાચી છે, મુદ્દાની વાત જ રહી ગઈ.
સીવતાં પહેલાં ગાંઠ વાળવાનું ભૂલી જાય તો આખું સીવેલું નીકળી જ જાય. દરજીનો દીકરો પહેલાં શું શીખે ? પહેલાં ગાંઠ વાળે, પછી સીવે. એમ જીવનમાં બધું મળે પણ મનની શાંતિ ન હોય તો બધું હોવા છતાં પણ એ સુખેથી જીવી શકતો નથી.
Jain Education International
માનવતાનાં મૂલ્ય * ૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org