________________
માટે માની લેવું કે બધાનો સાથ અને સથવારો મળે તો જ જીવનમાં આગળ વધી શકાય ?
જેણે આસપાસના માણસોના અભિપ્રાયો (Opinion) પૂછવામાં જ જીવન પૂરું કર્યું તેના જીવનમાં કદી પ્રગતિ થાય ?
સતત ચિંતન કરો, “મારામાં અનંત શક્તિઓ પડી છે, એને બહાર લાવવા માટે મારે પ્રયત્ન કરવાનો છે વિરોધનાં તત્ત્વો બળવાન હોય ત્યારે જ આગળ વધવામાં મઝા આવે છે. કામ કરો ત્યારે થોડાક લોકોનો ગણગણાટ હોય તો ચોક્કસ જાણજો કે તમારા કામમાં ભલીવાર છે. પતંગ સામી હવામાં ખૂબ જ ઉપર જાય.
માણસમાં કાંઈક છે તો સામે વિરોધ ઊભો થાય છે.
જેને જીવનનો પતંગ ઉપર ચઢાવવો છે, દૂર દૂર લઈ જવો છે એને પરિસ્થિતિનો સામો પવન જરૂર જોઈએ. તમારી સામે કોઈ કહેનાર ન હોય, ભૂલ કાઢનાર ન હોય તો તમે કોઈ કામ ભૂલ વિનાનું વ્યવસ્થિત કરી શકતા નથી.
તણાયા વિના તરી જાય તે જ દુનિયામાં પ્રેરણા બની જાય છે.
શરીરનો નહિ, આત્માનો વિચાર કરવાનો. મારા આત્મામાં અનંત શક્તિઓ પડી છે. શરીરને લઈ જનાર, વેગ આપનાર આખર તો આત્મા છે, અંદર બેઠેલી આત્મિક વિદ્યુત શક્તિ છે.
જે ઘડીએ મન થાકે છે, ત્યારે શરીર થાકી જ જાય છે.
તમને જમવા માટે બોલાવે, મનભાવતી વાનગીઓ પીરસે, કોળિયો હાથમાં લો અને તમારા યજમાન તમને અપમાનજનક શબ્દ કહે, પછી જુઓ જમવામાં કેટલી મજા આવે છે ?
થાળીમાં ભાવતી વસ્તુઓ છે પણ મનને આઘાત લાગ્યો પછી ભોજનમાં મજા નથી આવતી, ભોજન નીરસ થઈ જાય છે.
શરીર ત્યાં છે, જીભ ત્યાં છે, ખાનાર મોઢું ત્યાં છે, વાનગીઓ સામે જ પડી છે પણ અંદરનું તત્ત્વ બગડ્યું એટલે આ બધું જ નાપસંદ.
જીવનનો મોટો આધાર મન ઉપર છે, આત્મા ઉપર છે. આ વાત ભૂલીને લોકો ચોવીસે કલાક શરીર ઉપર જ ધ્યાન આપે છે.
પુનઃ વિચારવું ઘટે : હું શક્તિઓનો સ્વામી આવો નિર્બળ કેમ બની ગયો ? ધારું તે કરી શકું એવો અત્યારે હું દરેક બાબતમાં શંકા અને વહેમથી કેમ ઘેરાઈ ગયો ?
માણસનું મન કેટલું નિર્બળ બની ગયું છે ? રજાઓમાં ક્યાં જવું તે
૬૦ - માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org