________________
અદશ્ય છે એ શાશ્વત છે. દશ્ય આ દેહ છે, અદશ્ય ચેતના છે.
અદશ્ય વસ્તુઓનું રહસ્ય તમને સમજાય તો તમને લાગે કે વિચારોના તરંગો, ભાવનાનાં તત્ત્વો, અંદરથી ઊછળતી વૃત્તિઓ જીવ અને જગતને પહોંચ્યા વિના રહેતાં નથી.
જે બીજ વાવીએ છીએ એનાં ફળ અને ફૂલ જોવાં જ જોઈએ ? અરે ! કલ્પનાનો પણ આનંદ છે. વિચારોનો પણ આનંદ છે, બીજ વાવ્યાનો પણ આનંદ છે.
તમારે તમારા વિચારોના ક્યારામાં સુંદર વિચારને વાવવાનો છે. વિચાર વાવો છો અને કાર્ય બને છે તમારી દરેક ક્રિયા પાછળ ભાવ કામ કરે છે.
જેના વિચારો ખરાબ હોય પણ કાર્ય સારું દેખાતું હશે તો ત્યાં દંભ હશે, એ કામ બહુ લાંબુ નહીં ચાલે.
જે પ્રકારના તમે વિચાર કરો છો એ જ જીવન બને છે. પછી ભગવાન પાસે જાઓ, ગુરુ પાસે જાઓ કે યાત્રાઓએ જાઓ, ગમે ત્યાં જાઓ, તમારા વિચારો અંદર ઊગી જ રહ્યા છે.
collog 4231 sow an action and reap a habit.
માણસ મોટે ભાગે ટેવ પ્રમાણે જીવી રહ્યો છે. સારી ટેવો સારા માર્ગે લઈ જાય છે. ખરાબ ટેવને લીધે એ નકામો બને છે. નિયમિત ઊઠવાની, પ્રાર્થના કરવાની, સારા વિચારો કરવાની, સારું બોલવાની, સારું આચરણ લાવવાની ટેવ પાડવી હોય તો કાર્ય વાવો. સતત કરાતાં કાર્ય ટેવ બની જાય છે. પછી સહજ રીતે જ એમ જિવાય.
ઘણા પથારીમાંથી ઊઠે, શુદ્ધ થાય, હાથ જોડી પરમાત્માના પ્રકાશ સાથે એકતાર થઈ જાય, અંતર ખોલીને પ્રકાશને આવકારે. આ શું છે ? આ habit - ટેવ છે ?
કેટલાકને કહો : પ્રાર્થનામાં આવો. તો શું કહે ? “અરે, આ તો માથાના દુખાવા જેવી વાત છે. આજના આ આધુનિક જમાનામાં સમયની જ્યાં ખેંચ છે ત્યાં નકામી વાતો માટે સમય ક્યાં છે ? વખતની મારામારી હોય ત્યાં આંખો બંધ કરીને બેસવું ?”
એને માથું દુ:ખે છે, કારણ કે એને ટેવ નથી. થોડીક વારમાં જ એ બેચેન અને હેરાન થઈ જવાનો.
વિચારમાંથી કાર્ય ઊભું થાય અને કાર્યમાંથી ટેવ ઊભી થાય. ટેવથી કામ સહેલું થઈ જાય છે.
જેમણે સારી ટેવો પાડી છે એમના જીવનમાં ભલાઈ સહજ બની ગઈ
૪૨ પાનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org