________________ નેમિનાથ રામતીનુ ચરીત્ર 0-6-0 (5) જેથી હું તે રાક્ષસને મારે સ્વાધીન કરૂં. તારા જેવા ઉત્તમ નરો અન્યને ઉપકાર કરવા માટે જ પૃથ્વી પર જન્મ પામે છે. - સજજને સ્વીકાર્યમાં પરાડમુખ રહી પરકાર્ય કરવામાં ઉઘમવંત રહે છે. આ ચંદ્ર ચાંદનીથી પોતાનું કલંક ( કાળાશ) દૂર ન કરતાં વિશ્વને ધવલ ( ઉજવળ ) કરે છે. દુઃખી જીવને જોઈ, તેનાં દુઃખ દૂર કરવાના સંબંધમાં શોચ કરતાં સંતપુરુષોને જે દુઃખ થાય છે તેટલું દુઃખ પોતાનાં દુઃખ દૂર કરવા માટે તેઓ સહન નથી કરતા. અન્ય છાનું ટાઢ; તાપથી રક્ષણ કરવાને માટે પીલાવું, પી જાવું, રેંટીયાથી કંતાવું અને કુર્ચથી તડિત થવું. વગેરે કેટલું બધું દુઃખ આકપાસે અંગીકાર કર્યું છે ? આ વૃક્ષે સૂર્યના તાપને સહન કરી અને છાયા આપે છે સૂર્ય આકાશમાં પર્યટન કરવાને ( ફરવાને) શ્રેમ કરે છે સમુદ્ર નાવ, જાહોજ વિગેરેના ક્ષોભને સહન કરે છે. કાચબો પૃથ્વીના ભારને સહન કરે છે. વરસાદ વરસવાને કલેશ સહે છે. પૃથ્વી સર્વ જીવોને આશ્રય આપે છે. શું આ સર્વને પર ઉપકાર કરવા સિવાય બીજું કાંઈ પણ કારણ છે ? નદીઓ શું પાણું પીએ છે ? વૃક્ષે શું ફળ ખાય છે ? વરસાદ શું ધાન્ય ભક્ષણ કરે છે ? કેવળ આ સને પરિશ્રમ પરોપકાર માટે જ છે. હે નરોત્તમ ! તારી મદદથી શહેર પાછુ પૂર્વની સ્થિતિમાં આવશે, પ્રજાને જીવિતવ્ય મળશે, મને રાજ્ય પ્રાપ્ત થશે, અને દુનિયામાં યશ વિસ્તરશે; આ સર્વનું કારણ તું પોતે થઈશ. 1 કાચબા ઉપર આ સર્વ પૃવી રહી છે, એવા અન્ય દર્શનકારની માન્યતાનો પરોપકારની પુષ્ટિ માટે ઉલ્લેખ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust