________________
૧૬
છે. તેઓ ગુપ્તદાનના સિદ્ધાંતમાં માને છે અને એ રીતે જરૂરવાળાએને અન્ન, ઔષધિ તથા વસ્ત્રાદિની સહાય કરે છે. સગાંસંબંધીઓને ધંધે લગાડવામાં પણ તેઓ સારી દિલચસ્પી ધરાવે છે.
તેઓ મિતીશા લાલબાગ ટ્રસ્ટ, શ્રી ગેડીઝ જૈન દહેરાસર અને ધર્માદા ખાતાઓ, ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટ, ઝવેરચંદ પ્રતાપચંદ ચેરીટેબલ ટ્રસ્ટ, શકુંતલા ગર્લ્સ હાઈસ્કૂલ, મુંબઈ શ્રેફ એસોસીએશન, મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસીએશન, શ્રી આત્મવલ્લભ સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ વગેરે મુંબઈની સંસ્થાઓના ટ્રસ્ટી છે, ઉપરાંત શ્રી વાસુપૂજ્ય જેના મંદિર-સુરત, આગમ મંદિર-સુરત, શ્રી મહાવીર હોસ્પિટલ-સુરત, સીમંધર સ્વામી જૈન મંદિર-મહેસાણા તથા શેઠ મોતીશા અમીચંદ સાકરચંદ ચેરીટેબલ ટ્રસ્ટ-પાલીતાણાના પણ ટ્રસ્ટી છે.
સને ૧૯૬૬ના મે માસની છઠ્ઠી તારીખે તેમનાં લગ્ન શ્રીમાન રતનચંદ ભાઈચંદ ઝવેરીના સુપુત્રી શ્રી વીણાબહેન સાથે થયાં. તેઓ પણ એક સુશિક્ષિત સંસ્કારી મહિલા છે અને તેમને સંસાર સુખી. બનાવી શક્યા છે. મિલન અને મનીષ નામના બે પુત્રરત્નથી તેમનું ગૃહ રળિયામણું બનેલું છે.
દેવ-ગુરુ-ધર્મ પર તેમને અનન્ય શ્રદ્ધા છે, તેથી જ તેમનું જીવન શ્રીમંતાઈમાં પણ સદાચાર માગે વહેતું રહ્યું છે અને અનેક મનુષ્યને પ્રભાવિત કરી રહ્યું છે. તેઓ સમારોહના અતિથિવિશેષા તરીકે પધારતાં અમે ગૌરવની ઊંડી લાગણી અનુભવીએ છીએ.