________________
સમારેહના અતિથિવિશેષ શ્રીમાન ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી ધર્મપરાયણતા, ઉચ્ચ સંસ્કાર અને સૌજન્યથી માનવજીવનમાં અનેરી સૌરભ પ્રકટે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે. શ્રીમાન ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી માત્ર ચેત્રીશ વર્ષની ઉમરમાં સમાજનું અનેરું આકર્ષણ કરી શક્યા, તેની પાછળ પણ આવાં જ કારણો રહેલાં છે.
સુરત વીશાઓસવાલ જ્ઞાતિના લબ્ધપ્રતિષ્ઠિત શેઠશ્રી જીવણભાઈ નગીનભાઈ ઝવેરીને ત્યાં ધર્મપરાયણ માતા પદ્માવતીની કુક્ષિએ સને ૧૯૪૪ના માર્ચ માસની ૨૪મી તારીખે તેમનો જન્મ થયો. કુટુંબનું વાતાવરણ એકંદર ધાર્મિક હોવાથી શ્રી ચંદ્રસેનને ઉછેર ધાર્મિક વાતાવરણમાં થયે અને પરંપરાગત ખાનદાનીને લીધે તેમનામાં ઉદારતા, નિખાલસતા તથા સૌજન્યાદિ ગુણો વિકાસ પામ્યા.
તેમનું પ્રારંભિક તથા માધ્યમિક શિક્ષણ મુંબઈમાં જ થયું. ત્યારબાદ તેમણે પિતાના કુટુંબગત ઝવેરાતના ધંધામાં ઝંપલાવ્યું. કુશાગ્ર બુદ્ધિ, ખંત તથા નિયમિત અભ્યાસ (Practice)ને લીધે થોડા જ વખતમાં સારી પ્રગતિ કરી. આગળ વધવાના અદમ્ય ઉત્સાહને લીધે થોડાં વર્ષો પહેલાં તેમણે પોતાના નામથી ઝવેરાતને ધંધે શરૂ કર્યો અને તેમાં ઝડપી પ્રગતિ કરી. આજે તેઓ મુંબઈના અગ્રગણ્ય ઝવેરીઓની હરોળમાં બિરાજે છે. તેમણે અનેક વાર વિદેશયાત્રા કરી પોતાના ધંધાકીય જ્ઞાનને ઓપ આપે છે.
શ્રી ચંદ્રસેનભાઈ વ્યાપાર ઉપરાંત ધાર્મિક અને સામાજિક સેવાનાં ક્ષેત્રોમાં પણ સારે રસ લે છે અને તેમાં ઉદાર ફાળો આપે