Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 13
________________ માતા પિતાએ તેજસ્વી બાળકની નામકરણ–ઉત્સવ ઘણા જ ધામધુમથી ઉજળે. નામ રાખ્યું “બહેચર મનની ઉદાસી એને જોતાં જ ઊડી જાય, બેલાવવાનું પરાણે પરાણે પણ મન થઈ જાય, દેડી દેડીને તેડીને વહાલ કરવાનું મન થઈ જાય, એ સૌને વહાલે લાગતે નાનકડે બાલુડે બહેચર ઘૂંટણીએ પડીને દેડતે, હસતે, રમતે ખીલખીલાટ કરતે સહુના ઘરમાં ઘુસી જતે, ને એક દિવસ તે મહોલ્લામાં, શેરીમાં અને પછી તો ગામને પાદરે મિત્ર મંડળી સાથે ગીલ્લી દંડા, પકડદાવ, સાત-તાળી, આંબલી– પીપળી, સંતાકુકડી વગેરે બાળવય સુલભ રમત રમતો, ખેલતે. બાળનેતા બન્યા. અગમ્ય ઘટના ગામની બહાર મિત્રોની સાથે રમતા બહેચરની નજર સામ સામે શીંગડા ભરાવીને લડતી ભેસો પર પડી. બીજી જ પળે બહેચરે સારાએ વિશ્વને અહિંસાના પરમ પવિત્ર પયગામ પહોંચાડનાર, અત્તરના પરમ ઉત્કૃષ્ટ ભાવે અહિંસાનું પાલન કરી પવિત્ર જીવન જીવનાશ બે જૈન સાધુઓ (પૂજ્ય શ્રી રવિસાગરજી મ. તથા પૂ. શ્રી સુખસાગરજી મ.) જોયા. બહાદુર બહેચર એક પણ ક્ષણને વિલંબ કર્યા વિના વિદ્યુતવેગે ત્યાં પહોંચી ગયે. લાકડીને એક જોરદાર ફટકો લગાવીને લડતા બને પશુઓને જુદા કર્યા. अहिंसा परमो धर्म: અહિંસાની સાક્ષાત્ મૂતિ સમા સને અભયને આહલેક જગાવ્યું. મુંગા અબલા જીવને ત્રાસ આપવે, એ માનવીય કૃત્ય નથી. પિતાના પ્રાણના ભેગે પણ જીવ માત્રનું રક્ષણ કરવું, એ માનવતાનું પ્રથમ પગથીયું છે. સન્તના શબ્દોએ બાળક બહેચરના મન ઉપર ભારેમાં ભારે અસર કરી. પ્રાણી માત્રના રક્ષણ કાજે પોતાના પ્રાણની પણ પરવા ન કરનારા સને શું આજે પણ આ વિશ્વ પર વિદ્યમાન છે?

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 384