________________
ગનિષ્ઠ આચાર્ય ભગવત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા. નું
જીવન ચરિત્ર જ્યાં શીલ અને સંયમના દિવ્ય તેજ ઝળહળી રહ્યાં છે, સત્ય અને સાધનાના સંગીત સદાય સર્વત્ર ગુંજી રહ્યા છે, ભાવના અને ઉપાસનાના ભવ્ય સ્ત્રોત ઉભરાય રહ્યા છે, એવી ગરવી ગૂર્જર દેશની ભૂમિના ભવ્ય લલાટ સમાન વિજાપુર (વિદ્યાપુર) નગર આજના દિવસે ધન્ય ધન્ય બન્યું છે.
પાટીદાર જ્ઞાતીય અગ્રગણ્ય સુસંસ્કાર સમ્પન્ન શિવાભાઈ પટેલના ઘરે સુશીલ અને સદાચાર સમ્પના સન્નારી અંબાબેને પવિત્રતાના. પંજ સમા પુણ્ય પનોતા પુત્રરત્નને જન્મ આપે. આ ધન્ય ઘડી અને ધન્ય પળ હતી વિ.સં. ૧૯૩૦ મહા વદ ૧૪ ની મધ્યરાત્રી. અગમના એંધાણ
મહામના શિવાભાઈ વંશ પરંપરાગત કૃષિને વ્યવસાય હતે. કુટુંબને નાને માટે સર્વ પરિવાર ખેતરના કામમાં મશગુલ હતે.
આંબાની ડાળીએ ડાળીએ કેરીના લુંબ ઝબુળી રહ્યા છે. ડાળીએ બાંધેલી નાની ઝોળીમાં નાનકડે બાળ પરમ શાંતિથી નિદ્રામાં પિઢી ગયે છે.
આ સમયે એક કાળે ભયંકર સર્ષ ત્યાં આવ્યો. વૃક્ષની ડાળીએ બાંધેલી ઝેળીમાં સૂતેલા બાળ-રાજાના મસ્તક પર સર્પે પોતાની ફણા પ્રસરાવીને છત્ર ધારણ કરી છાયા કરી.
એકાએક માતાની નજર બાળક ઉપર પડી. સર્પને બાળકના મસ્તક પર ફણા પ્રસરાવી સ્થિર થયેલે જોઈને માતાના મુખમાંથી ભયની કાળી ચીસ નીકળી પડી.
ઓ...બાપરે !” ચીસને ભયંકર અવાજ સાંભળીને સર્વ પરિવાર ભયભીત થઈ ગયે.