Book Title: Kumarpal Charitra Part 02
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Jain SMP Sangh

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકીય પરમ પૂજ્ય પરમેપકારી, શાસન પ્રભાવક, ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમત સુબોધસાગરસૂરીશ્વરજી મ. સા. ની સબ્રેરણાથી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મૂતિ પૂજક ટ્રસ્ટ તરફથી પરમ પૂજ્ય, અધ્યાત્મજ્ઞાન દિવાકર, શાસ્ત્રવિશારદ, યોગનિષ્ઠ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પરમ પૂજ્ય, કવિરત્ન, પ્રસિદ્ધ વક્તા, આચાર્ય ભગવંત શ્રીમદ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. વિરચિત અનેક સંસ્કૃત અને ગુજરાતી પ્રત્યે પ્રકાશીત કરવાનું નક્કી કર્યું. તદનુસાર ટુંક સમયમાં જ અમોએ ગુજરાતી ગ્રન્થ સુરસુંદરી ચરિત્ર ભાગ ૧, ૨, તથા સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧-૨-૩ તથા આંબાની આગ (ભીમસેન ચરિત્ર) તથા “અજિતસેન-શીલવતી સંસ્કૃત ગ્રન્થ વગેરે ગ્રન્થનું પ્રકાશન કાર્ય પૂર્ણ કર્યા પછી “કુમારપાળ ચરિત્ર' ભા. ૧-૨ ગુજરાતી ગ્રન્થ પ્રકાશીત કરી ધર્માનુરાગી જનતા સમક્ષ રજુ કરતાં અમે આજે અવર્ણનીય આનંદ ઉલાસ અને હર્ષ અનુભવીએ છીએ. કુમારપાળ ચરિત્ર ગ્રન્ય વીર રસ, કરૂણ રસ વૈરાગ્ય રસ વગેરે અનેક વિધ સાહિત્ય વિષયક રસોથી ભરપુર છે. વૈરાગ્ય રસ વગેરે અનેક વિધ રસોથી ભરપુર પ્રસ્તુત ગ્રન્થને ધર્મભાવના શીલ જનતા અવશ્ય બહોળા પ્રમાણમાં લાભ મેળવે અને અમારા સુ–પ્રયત્નને સફળ કરે એજ શુભેચ્છા. મહુડી (મધુપુરી) જન છે. મતિ. ટ્રસ્ટ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 384