Book Title: Karma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Author(s): Mohanlal Mehta, Hiralal R Kapadia
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૧૬)
મુખપૃષ્ઠ પરના ચિત્રનો પરિચય
વલભીના મૈત્રક રાજા શીલાદિત્યની રાજસભામાં બૌદ્ધ વાદીને પરાજિત કરી ‘વાદી’નું બિરુદ પ્રાપ્ત કરનાર ક્ષમાશ્રમણ શ્રી મલ્લવાદીસૂરિના જીવનપ્રસંગો આ ચિત્રમાં વણી લેવામાં આવ્યા છે. શ્રી મલ્લવાદીસૂરિએ ‘દ્વાદશાદનયચક્ર’ નામક ન્યાયવિષયક અજોડ ગ્રંથની રચના કરી છે. તેમના સંસારી જીવનના મોટા ભાઈ મુનિ અજિતયશે ‘પ્રમાણ’ ગ્રંથ અને બીજા ભાઈ યક્ષમુનિએ ‘અષ્ટાંગ નિમિત્તે બોધિની’ નામક ગ્રંથની રચના કરી હતી. એક માતાના ત્રણ ત્રણ પુત્રોએ જૈન શાસનની સાધુતા, સાહિત્ય અને તત્ત્વચિંતન દ્વારા સેવા કરી હોય તેવો આ વિરલ દાખલો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org