________________
સંપાદકીય હું કેમ?
કપડવણજની ગૌરવગાથાના લેખક ડો. પિપટલાલ વૈદ્ય મારા બાળસહાધ્યાયી હતા, એથી અવારનવાર તેઓશ્રીને સંપર્ક રહેતે. એટલે કપડવણજને ઈતિહાસ એ આલેખવા માંગે છે, એવી વાતો થતી ત્યારે એ ઈતિહાસને માટે જોઈતા પુરાવાઓ લેવા મારે સહકાર સાધતા.
અત્રે મારે ઉલ્લેખ કરે આવશ્યક છે કે મારા ગુરુદેવ પ. પૂ. ધ્યાનસ્થ સ્વર્ગત આગદ્ધારક આચાર્ય શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી સંવત ૧૯૬માં મેં પ્રતિમાના લેખે, હસ્તપ્રતાની પ્રશસ્તિઓ વગેરે બધું લેવાનું કાર્ય શરૂ કરેલું. એથી મારી પાસે કપડવણજ અંગેના અનેક પુરાવાઓ હતા. મારું વનન પણ કપડવણજ એટલે મેં પણ જુદા જુદા ગ્રંથમાંથી મળતા કપડવણજના પુરાવા એકત્રિત કર્યા હતા. આથી તેમના તે સહકારમાં મારા ભેગા કરેલા પુરાવાઓમાંથી કપડવણજના બધા પુરાવાઓ જૈનેના મેં તેમને પૂરા પાડેલા. આવી રીતે મારે અને તેમને (લેખક ડો. પિપટલાલ વૈદ્યને) સંપર્ક ચાલતો. એટલે મેં તેમને સં. ૨૦૩૯ના માહમાં (ઈ. સ. ૧૯૮૩)માં ટપાલ લખી ત્યારે તેમના ચિરંજીવી દ્વારા જાણવા મળ્યું કે તેમના પિતાશ્રી તે અવસાન પામ્યા છે, એટલે મને થયું કે આ ઈતિહાસનું શું? આથી તેમના ચિરંજીવી ડો. અમિત અને શ્રી દિનેશભાઈ શખેશ્વર મુકામે મને મળ્યા ને વાતચીતને અંતે નક્કી કર્યું કે હવે આ સંપાદનકાર્ય માટે સંભાળવું. એટલી વાત બરાબર છે કે તેમના પુત્રોને એ છપાવવું હતું ને પ્રેસને છાપવા માટે આપ્યું હતુ ને ચાર ફર્મા છપાયા હતા. એટલે એ બધી છાપકામ અંગેની સામગ્રી મને સોંપી.
બધી સામગ્રી મળતાં જોયું કે આને ફરી છપાવવું જોઈએ, એટલે નવેસરથી ડેમીને બદલે ક્રાઉન આઠ પેઈજમાં છપાવવાનું શરૂ કર્યું. જેટલું છપાયું નહોતું તેની હસ્તપ્રત પરથી ટાઈપકેપી કરાવી અને સુધારીને છાપવાનું શરૂ કર્યું.
પ્રેસ અંગે : ન્યૂમેહન પ્રિન્ટિંગ પ્રેસવાળા ડો. પિોપટલાલ વૈદ્યના અત્યંત સ્નેહી હતા. આથી પહેલું તેમને કામ સેપેલું એટલે આ નવેસરનું કામ પણ તેમને ત્યાં જ કરાવવું એવું નકકી કર્યું. પણ ખરેખર ડો. અમિતના વિચારોથી એ પ્રેસને સોંપ્યું તે ભુલ જ થઈ છે અને એમાં જે અગવડ પડી તે શબ્દ દ્વારા રજુ કરવાથી કશે અર્થ નથી. મારી જીંદગીમાં અનેક પ્રેસને સંબંધ થયેલ છે અને પુસ્તકે સંસ્કૃત પાકૃત ગુજરાત છપાવ્યાં પણ આ પહેલો પ્રેસ છે કે જેને આવી અતીશય મુશ્કેલીમાં મને મુ.