________________
આવકાર
૧૭.
આ મેળા–ઉત્સવો પ્રકરણ અગિયારનું શીર્ષક છે. લેખકે આ માહિતી રસપ્રદ વર્ણનથી પીરસી છે. નગરના સાંસ્કારિક ચિત્રને સમજવામાં આ પ્રકરણ ઉપયોગી બને છે. પૂર્વકાલ અને સમકાલની વીગતો નિરૂપી અનુબંધને ઠીક ઠીક પરિચય કરાવ્યું છે. બધા ધર્મના ઉત્સ-તહેવારે અને વ્યક્તિચિત્રો ઈતિહાસ નિરૂપણ માટે ઠીક ઠીક ભાથું પૂરું પાડે છે,
સમગ્ર ગ્રંથને ઉપસંહારથી મઢવાનું કાર્ય ચૂકાઈ ગયું જણાય છે.
આમ કપડવણજની ગૌરવગાથા” ગ્રંથ એક સારો સંગ્રહ બન્યા છે. હવે પછી આ નગર વિશે પદ્ધતિસર સંશોધન કરનારને માટે આ નિરૂપિત સામગ્રી ઉપકારક અને હાથવગી બની રહેશે. લેખફ અને સંપાદક ઉભયની નિષ્ઠા અને ઇતિહાસરુચિ આ નિરૂપણમાં સ્પષ્ટ વર્તાય છે. જો કે ગ્રંથનું સમગ્ર આયોજન સંતુલિત કરવાની જરૂર હતી.
પરત ભાષાશુદ્ધતાને છેક જ અભાવ, રજુઆતની નબળી કડી, પદ્ધતિની ઉણપ. પ્રકરણશીર્ષકને વણ્ય વિષય સાથે કયાંક એ છે મેળ, સંદર્ભો અને પાદધની લગભગ અનુપસ્થિતિ, સંદર્ભે આપ્યા છે ત્યાં પદ્ધતિ અને વ્યવસ્થાની ખાત્રી, બિનજરૂરી વિશેષણોનું બાહ, કાલ અને યુગ વિશેની અસ્પષ્ટતા, ઈતિહાસદૃષ્ટિને ઓછો અણુસાર આ ગ્રંથને સારો સર્વસંગ્રહ બનાવવા મથે છે પણ શેધગ્રંથને આકાર બક્ષી શક્તાં નથી. પરિણામ જ્ઞાનકોષ પણ થઈ શકવામાં ઉણું ઉતરે છે.
લેખકની પ્રસ્તાવના અને સંપાદકીય સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તેમણે બંનેએ મળ સાધને શક્યતા જોયાં છે, તપાસ્યાં છે; સાધનપ્રાપ્તિ માટે પરિશ્રમ પણ કર્યો છે. સ્થળ તપાસને પુરુષાર્થ કર્યો છે અને પ્રત્યક્ષ મુલાકાત પણ લીધી છે. પરંતુ પદ્ધતિના અભાવે કરીને અને પ્રાપ્ત નિરૂપિત વિગતે અર્થઘટિત ન થવાથી ઈતિહાસ-સંશાધનની જ્ઞાત પરિપાટીમાં ગ્રંથ સ્થાન મેળવી શકતો નથી.
સંચયન અને શકયતઃ સંશોધનની દષ્ટિએ આ નિરૂપણ સારું છે અને ઉપકારક નીવડયું છે. સંકલન ક્યાંક ઠીક ઉપસ્યું છે પરંતુ સંકલિત ચિત્ર વિગતેનું ઉપસતું નથી. વિગતે, હકીકત, સામગી, નિરૂપણુ બધું પ્રચુર માત્રામાં હોવા છતાં તે સંદર્શનને તાકી શકયું નથી. અર્થાત આ ગ્રંથ સંદર્શનની દષ્ટિએ પાછો પડે છે. અહીં લેખન ઘણું થયું છે પણ તે સંલેખનની સપાટીએ પહોંચ્યું નથી. બીજી આવૃત્તિ સમયે આશા છે કે આ બધી ઊણપ સંતુલિત કરીને ઈતિહાસના ચતુરંગી જ્ઞાનને પંચાંગમાગી બનાવી લેવાશે.