________________
કપડવણજની ગૌરવ ગાથા ધર્મશાળા-ઉપાશ્રય” એ પ્રકરણ પાંચનું મથાળું છે. આ પ્રકરણ અગાઉના પ્રકરણનું અનુસંધાન છે. અહીં દરેક ધર્મ અને જ્ઞાતિની ધર્મશાળાઓ તથા કબ્રસ્તાનેને વિગતે પરિચય ઉપકારક બન્યા છે. પરંતુ પૃષ્ઠ ૧૦૪ પછીનું ભૌતિક દૃષ્ટિએ સીમાવિસ્તાર હવામાન, રસ્તાઓ, કુદરતી આકૃતિ, વસતી વગેરે બાબતોનું વર્ણન શરતચૂકથી સામેલ થયું જણાય છે. અહીં આ નિરૂપણ અપેક્ષિત ન હતું.
પ્રકરણ છ માં કેળવણી”નું સર્વગ્રાહી ચિત્ર સુંદર રીતે આપવાને લેખકે પ્રમાણિક પુરુષાર્થ કર્યો છે. ગામઠી શાળાથી આરંભી વર્તમાનમાં ઉપગ ટેકનિકલ કેળવણી સુધીના શિક્ષણ વિકાસને પ્રમાણભૂત રીતે આલેખે છે, જેમાં કન્યા કેળવણી, ધાર્મિક શિક્ષણ, શારીરિક શિક્ષણ, ગ્રંથાલયે, હસ્તલિખિત પ્રત્ર, સામયિકે, છાત્રાલયે, વિદ્યાર્થી ભવને, સભાગૃહ. છાપખાનાં, થિયેટર, ગરબા–ઉત્સવ જેવી વિગતે આમેજ (સામેલ) કરીને કેળવણીના વ્યાપક ફલકને પ્રસ્તુત કર્યું છે. આ પ્રકરણ મહત્ત્વનું ભાથું પૂરું પાડે છે અને નગરના સાંસ્કૃતિક ચિત્રને નિરૂપવામાં ઉપકરક થઈ પડે તેમ છે. આમ આ પ્રકરણની ઉપાદેયતા સ્વયમ સ્પષ્ટ છે.
પ્રકરણ સાતમાં “આરોગ્ય ને મુદો રજૂ કર્યો છે. આરોગ્યની સાથે જાહેર સ્વચ્છતા પાણી પ્રકાશ બાળબગીચા અગ્નિશામક કેન્દ્ર પરબડી વગેરે વિગતે પણ યથાશક્તિ * વર્ણવી છે.
પ્રકરણ આઠ અને નવ, પ્રકરણ ચાર અને પાંચના અનુસંધાન જેવાં છે. આ બે પ્રકરણેમાં લેખકે વિશેષરૂપે જૈન ધર્મ અને ઇસ્લામનું વિગતે અલગ નિરૂપણ આપવાનું ઉચિત માન્યું જણાય છે. પરંતુ આ વિશે કઈ સ્પષ્ટતા લેખક/સંપાદકે કરી નથી. જે કે વણનની ઉપયોગિતા અને માહિતીને સમાવેશ ઈતિહાસના નિરૂપણને, ઉપકારક નિવડે તેમ છે. જૈન શ્રેષ્ઠિઓને અને દાઉદી વહેરા કેમને આમેજ કરેલો પરિચય પ્રકરણને વિશિષ્ટ મહત્વ બક્ષે છે.
પ્રકરણ દશ–આ ગ્રંથનું મહત્વનું પ્રકરણ બન્યું છે. આ પ્રકરણમાં લેખકે કપડવજની પિળેને ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં સારો પરિચય કરાવ્યો છે. સમગ્ર ગ્રંથમાં આ વિસ્તત પ્રકરણ છે. કપડવણજના ઐતિહાસિક વિકાસને સમજવામાં અને તેનાં સાંસ્કૃતિક વલણોને ઓળખવામાં આ વિગતે ખૂબ ઉપગી સામગ્રી પૂરી પાડે છે. અહીં લેખકે પણ નિષ્ઠાથી વિભાગવાર, માર્ગવાર, વોર્ડવાર વિગતો આપવાનો પ્રયાસ કર્યો છે. જે પ્રશસ્ય છે. ભાવિ સંશોધકે માટે અને નગરના વિકાસના અલ્વેસ્ટીઓ માટે આ પ્રકરણ પાયાની ભૂમિકા પૂરી પાડે છે. એકાદ બે કિસ્સામાં વ્યક્તિ ચરિત્રોનું નિરૂપણ ઉપકારક નીવડયું છે,