________________
(૧૪)
પહેલી વાચના (સવારે)
છે પણ વીરનિર્વાણથી ૯૮૦ (મતાંતરે ૯૩૩) વર્ષ વડનગરમાં [આનંદપુરામાં] આ કલ્પવાંચન છે
છે ચતુર્વિધ સંઘ સમક્ષ શરૂ થયું. ત્યારથી આ કલ્પસૂત્રના શ્રવણના અધિકારી શ્રાવક-શ્રાવિકાઓ પણ બન્યા. આ કલ્પસૂત્રની આ
- હવે આપણે ક્રમશઃ સાધુજીવનના દશ આચારોને જોઈએ. વાચનાઓ આ સાધુના દસ આચાર (કલ્પ)
સાધુ-સાધ્વીએ ગોચરી, વસ્ત્ર, વસતિ, વંદન, પ્રાયશ્ચિત્ત, પર્યુષણ, વિહાર વગેરે દસ બાબતો છે આ અંગે શું શું કરવું જોઈએ? તે અહીં દસ કલ્પરૂપે જણાવવામાં આવ્યું છે. જાણે કે આ દસ આચારોનું જ શાસ્ત્ર એ સાધુઓ માટેનું નાગરિક શાસ્ત્ર છે. (૧) આચેલક્ય-કપડાં સંબંધી આચાર
પહેલા તીર્થંકરથી ચોવીસમા તીર્થંકર સુધીના તમામ તીર્થકરોના આચારો એકસરખા હોય છે છે પણ તેમના શાસનના સાધુઓના આચારો એકસરખા નથી. પહેલા અને છેલ્લા તીર્થંકરદેવના શાસનના સાધુના આચારમાં સમાનતા છે; તે સિવાયના બાવીસ તીર્થંકરના શાસનના સાધુઓના આચારમાં સમાનતા છે. સમજવાની સરળતા ખાતર પહેલાં અને ચોવીસમાં તીર્થકરના સાધુઓનો આપણે નાનો પહેલો વિભાગ ગણીશું અને બાકીના બાવીસ તીર્થંકરોના સાધુઓ માટે મોટો બીજો