________________
૯૮ વર્ષની અંતિમ સમયે ઇરેના સેન્ડલર છે. તમે મને ગેટોમાંથી બહાર કાઢ્યો હતો.'
ઇરેનાને આ બાળકો ‘જોલાન્ટાના હુલામણા નામે બોલાવતાં હતાં અને આવા તો અનેક દેશોમાંથી ઇરેના પર ફોન આવ્યા. જગત આખાએ એના પર સન્માનની વર્ષા કરી. પોલૅન્ડની રાષ્ટ્રીય વીરાંગના તરીકે ઓળખાઈ. શાળાઓનાં નામ એના નામ પરથી રાખવામાં આવ્યાં. એની અને એના સાથીદારોની પ્રતિકૃતિ અંકિત કરીને સિક્કાઓ બહાર પડ્યા. સમગ્ર યુરોપ અને અમેરિકામાં ‘ઇરેના સેન્ડલર દિવસ ની ઉજવણી કરવામાં આવી.
પોલૅન્ડની સેનેટે એને સન્માનિત કરી, ત્યારે ૯૭ વર્ષની ઇરેના નર્સિંગ હોમ છોડીને ત્યાં ઉપસ્થિત રહેવા અસમર્થ હતી, પરંતુ એના વતી ઇલઝાબિટા ફિ કોસ્ટાએ ઇરેનાએ આલેખેલી એના દિલની વાત અભિવ્યક્ત કરી. આ ઇલઝાબિટા ફિ કોસ્ટા માત્ર છ મહિનાની હતી, ત્યારે ઇરેના સેન્ડલરે એને વોર્મોના ગેટોમાંથી બચાવી હતી. ઇરેના વતી એ પત્રનું
12 • જીવી જાણનારા