________________
રહ્યો. બ્લોન્ડીન પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. આનું કારણ એ હતું કે આટલું બધું વજન ઊંચકીને ચાલવું ઘણું મુશ્કેલ હતું. ત્રણસો રતલ વજનના સિંહને માથા પરની ખુરશીમાં બેસાડીને અડધે સુધી તો પહોંચ્યા, પણ પછી એક એક ડગલું એક પહાડ ઓળંગવા જેવું હતું. દોરડું પણ વીસ ફૂટ જેટલું નીચે નમી ગયું હતું. આ ખેલ જોઈ રહેલા
દર્શકોનો શ્વાસ અધ્ધર પોતાની પુત્રી એડેલને સાથે દિલધડક ખેલ બતાવતો થઈ ગયો. બ્લોન્ડીન
બ્લોન્ડીનની ઊંચાઈ
પાંચ ફૂટ અને આઠ ઇંચની હતી અને આથી આટલું વજન ઊંચકીને ચાલતા એના પગે મોટો ગોટલો ચડી ગયો અને એને કબૂલવું પડ્યું કે હવે એ વધુ આગળ ચાલી શકશે નહીં.
બ્લોન્ડીન એ જમાનામાં ફૅશન મનાતી નીચે ઝૂકેલી મુછો રાખતો હતો અને એનો દેખાવ નવપરિણીત વરરાજા જેવો હતો. એના પિતા નેપોલિયન બોનાપાર્ટના ગ્રાન્ડ આર્મીમાં સૈનિક હતા અને તેઓ નેપોલિયનની ફોજ માં છેક રશિયાના મોસ્કો નગરના દરવાજા સુધી ગયા હતા.
મુઠ્ઠીમાં લીધું મોત • 129.