________________
અંતિમ વ્યાખ્યાન
16
એકાએક ભયાવહ, પ્રાણઘાતક રોગથી ઘેરાઈ ગયેલા માનવી પાસે અતિશય અલ્પ આયુષ્ય બચ્યું હોય, ત્યારે એ શું કરે ?
સુખ અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચેલી જિંદગી પર એકાએક મોતનો કાસદ બારણે ટકોરા મારે, ત્યારે એ શું કરે ?
સંપત્તિ અને પ્રસિદ્ધિ પામ્યા પછી જીવનમાં જાહોજલાલીભર્યો સમય ઘરમાં પ્રવેશ કરતો હોય અને એની સાથોસાથ જીવનનો અંત સમય પણ ચોરીછૂપીથી ઘરમાં પ્રવેશતો હોય, ત્યારે શું થાય ?
૪૭ વર્ષના અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટીના કમ્યુટર સાયન્સ અને હ્યુમન કયૂટર ઇન્ટરેશન જેવાં ક્ષેત્રોના નિષ્ણાત પીએચ.ડી. પદવીધારી રેન્ડી પાઉશને એની કામગીરી માટે કેળવણી અને કમ્યુટર સાયન્સના કેટલાય રાષ્ટ્રીય એવોર્ડો પ્રાપ્ત થયા હતા. ‘કાર્લ રી કાર્લસ્ટ્રોમ
રેડી પાઉશ