Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 157
________________ આ વિકલાંગ વિઘાર્થીએ અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કર્યો અને એક દિવસ એ અમેરિકા જવા નીકળ્યો પણ ખરો ! એને પંથ અપાર આફતો પડી હતી. એણે અનેક કષ્ટ વેઠયાં, પણ જ્ઞાન મેળવવા માટે ઉત્સાહી આ જર્મન વિદ્યાર્થીએ બધાં કષ્ટો હસતાં હસતાં વેઠી લીધાં. એના દિલમાં તો એક જ વાતનું રટણ હતું કે ક્યારે અમેરિકા પહોંચે અને ક્યારે એ મહાન વિજ્ઞાનીને જોઉં ! એની વિધા અને સંશોધનવૃત્તિ પાસેથી પ્રેરણા પામું ! એના અથાગ પરિશ્રમ અને મૌલિક ચિંતનમાંથી કંઈ ભવિષ્યનું ભાથું મેળવું, એમાંય વળી આવા મહાન વિજ્ઞાનીના વિદ્યાર્થી બનવાનું મળે, તો તો જીવનનું પરમ સદ્ભાગ્ય ! આ જર્મન યુવાનના દિલમાં અપાર તાલાવેલી હતી. જ્યારે વિજ્ઞાનના આદર્શને મળું અને મારા જીવનની ઇચ્છા પૂર્ણ કરું. વિધિના પણ કેવા ખેલ ? એ મુસીબતો વેઠતો વેઠતો આખરે અમેરિકાના કિનારે પહોંચ્યો, ત્યારે એની સઘળી આશા પર પાણી ફરી વળ્યું. - ફાટેલાં અને ગંદાં કપડાં પહેરેલા આ અપંગ, બેડોળ અને મુફલિસ જર્મન વિદ્યાર્થીને અમેરિકાના અમલદારોએ અમેરિકામાં પ્રવેશવાનો ઇન્કાર કર્યો. પર્વતનું શિખર સામે હોય અને છતાં પહોંચી ન શકાય તેવી સ્થિતિ થઈ. એણે ઘણી આજીજી કરી, પોતાની જીવનની પરમ ઇચ્છાની વાત કરી, ગદ્ગદ્ કંઠે ઘણી કાકલૂદી કરી. પણ અમલદારોએ એની એક વાત ન માની. એની આંખમાં આંસુ આવી ગયાં. એણે જર્મનીના એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો એડિસનના મુખ્ય એન્જિનિયર પરનો ઓળખાણ પત્ર બતાવ્યો, પણ અમલદારો એકના બે ન થયા. આ વિકલાંગ વિદ્યાર્થી તદ્દન નિરાશ થઈ ગયો. પણ સદનસીબે એની કરુણ હાલત જોઈને એની જ સાથે પ્રવાસ કરતા એક માયાળુ અમેરિકનને દયા આવી. આ દયાળુ અમેરિકને બંદર પરના અમલદારોને ખૂબ સમજાવ્યા. અમલદારો આખરે પીગળ્યા અને આ વિકલાંગ વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી મળી. આ વિકલાંગ અને કદરૂપો વિદ્યાર્થી અમેરિકા પહોંચ્યો. અહીં વિજ્ઞાનનાં નવાં નવાં દ્વાર ખૂલતાં હતાં. વળી અમેરિકામાં સંશોધનની અપાર અનુકૂળતા સાંપડી. આ બાળક તે વિદ્યુત વિજ્ઞાનમાં ચમત્કારિક શોધો કરી માનવજાતનું જ્ઞાનજ્યોતિના અજવાળે • 149

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160