Book Title: Jivi Jananara
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
Catalog link: https://jainqq.org/explore/034424/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવી જાણનારા કુમારપાળ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ જીવી જાણનારા કુમારપાળ દેસાઈ પ્રાપ્તિસ્થાન ગૂર્જર સાહિત્ય ભવન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ 380001 ફોન : 079-22144663, 22149660 e-mail: goorjar@yahoo.com. web : gurjarbooksonline.com ગૂર્જર સાહિત્ય પ્રકાશન 102, લૅન્ડમાર્ક બિલ્ડિંગ, ટાઇટેનિયમ, સિટી સેન્ટર પાસે, સીમા હૉલ સામે, 100 ફૂટ રોડ, પ્રહ્લાદનગર, અમદાવાદ 380015 ફોન : 26934340, 98252 68759 – gurjarprakashan@gmail.com Page #3 -------------------------------------------------------------------------- ________________ કિંમત : રૂ. 150 | પહેલી આવૃત્તિ : 2016 Jive Jannara by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 0 કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 8*152 ISBN : 978-93-5162-360-I નકલ : 1000 પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 22144663, e-mail: goorjar @ yahoo.com તe+ + મુદ્રક : ભગવતી ઓફસેટ સી૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદ્યવાદ-380 004 Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જીવનમાં હૂંફ અને હિંમત આપનાર આગવા ખમીરથી અને આગવી છટાથી કુટુંબવત્સલ અને સેવાભાવી શ્રી રસિકભાઈ દોશી તથા અવિરતધારે સ્નેહથી ભીંજવનાર શ્રી કાંતિભાઈ દોશીને અર્પણ Page #5 -------------------------------------------------------------------------- ________________ આરંભે પરિસ્થિતિને લાચાર બનીને વશ થવાને બદલે પરિસ્થિતિને વશ કરીને પ્રગતિનો પંથ કંડારનાર માનવીઓની આ કથા છે. એમણે સંજોગો સામે લાચાર બનીને એને મૂંગે મોંએ સ્વીકારી લેવાને બદલે એમાંથી બહાર આવીને એક સાહસવીરની માફક અથાગ પુરુષાર્થ કર્યો. એમની સામે પારાવાર મુશ્કેલીઓ હતી, પરંતુ કોઈ પણ સંજોગોમાં ધ્યેયસિદ્ધિ વગર એમને સહેજે જંપવું નહોતું. ‘નહીં માફ નીચું નિશાન'ના નિર્ધાર સાથે ‘ઊંચું તાક નિશાન'ના માર્ગે ચાલીને આ માનવીઓએ સિદ્ધિ હાંસલ કરી. પોતાનો આગવો ચીલો ચાતરનારા આ માનવીઓએ ગરીબી સામે અથવા તો કોઈ જીવલેણ રોગ સામે ઝઝૂમીને નવીન કાર્ય કર્યું છે. શારીરિક મર્યાદાઓને પાર કરીને કે પછી જેલમાં સબડતાં બાળકોની મુક્તિ માટે એમણે ક્રૂર સત્તાધીશો સામે જંગ ખેડ્યો છે. ‘ગુજરાત સમાચાર'ના ‘ઈંટ અને ઇમારત કૉલમમાં આલેખાયેલા આ પ્રસંગો અહીં વધુ વિગત અને વધુ તસવીરો સાથે રજૂ કર્યા છે. આ ઘટનાઓને વર્તમાન યુગના વાચકો એને સહજ રીતે આત્મસાત્ કરી શકશે. આ પુસ્તકના પ્રકાશન માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહનો આભારી છું. આશા રાખું છું કે આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિને માનવીઓની વાસ્તવિક સંઘર્ષ-કથાનો હૃદયસ્પર્શી ખ્યાલ આપશે અને એનામાં પોતાના અંતરના અવાજને અનુસરવાનું સાહસ જ ગાવશે. ૨-૧૦-૨૦૧૬ કુમારપાળ દેસાઈ અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. બરણીમાં જીવન ૨. એકલવીર માંઝી ૩. અર્ધા માનવીનો અર્ધી કિંમતનો સ્ટોર ૪. સાગરનો સાવજ ૫. પુષ્કાનાં ‘બટરફ્લાય' ૯. લોહીના લાલ રંગ વચ્ચે ૭. એક હાથ શ્વેત બીજો હાથ શ્યામ ૮. સાગરના પેટાળમાંથી મોતીની ખોજ ૯. ઊંચું તાક નિશાન ૧૦. રાયન રેલેકની જલયાત્રા ૧૧. હું એનો હાથ, એ મારી આંખ ૧૨. શૂરાને પહેલી સલામ ૧૩. માયકાંગલામાંથી મર્દ ૧૪. શિક્ષણની નવી તરાહ ૧૫. મુઠ્ઠીમાં લીધું મોત ૧૬. અંતિમ વ્યાખ્યાન ૧૭. જ્ઞાનજ્યોતિના અજવાળે Page #7 -------------------------------------------------------------------------- ________________ a કુમારપાળ દેસાઈ ? સાહિત્યસર્જન વિવેચન : શબ્દસંનિધિ * ભાવન-વિભાવન * શબ્દસમીપ સાહિત્યિક નિસબત ચરિત્ર : લાલ ગુલાબ * મહામાનવ શાસ્ત્રી કે અપંગનાં ઓજસ * વીર રામમૂર્તિ * સી. કે. નાયડુ * ફિરાક ગોરખપુરી * લોખંડી દાદાજી * લાલા અમરનાથ * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર * માનવતાની મહેંક * જીવતરની વાટે, અક્ષરનો દીવો જતન અપંગ, મન અડિખમ * માટીએ ઘડ્યા માનવી કે જીવી જાણનારા પત્રકારત્વ : અખબારી લેખન અનુવાદઃ નવવધૂ (આફ્રિકન લેખક ઑસ્ટિન બુકન્યાની નાટ્યકૃતિનો અનુવાદ) નવલિકાસંગ્રહ : એકાંતે કોલાહલ ચિંતન : ઝાકળ ભીનાં મોતી ૧-૨-૩ * મોતીની ખેતી * માનવતાની મહેક * તૃષા અને તૃપ્તિ * શ્રદ્ધાંજલિ * જીવનનું અમૃત * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો * મહેંક માનવતાની * ઝાકળ બન્યું મોતી * ક્ષણનો સાક્ષાત્કાર * ફૂલની આંખે, ઝાકળ મોતી જ ક્ષણનો ઉત્સવ * પ્રસન્નતાનાં પુષ્પો * શ્રદ્ધાનાં સુમન જ જીવનનું જવાહિર * મનની મિરાત * શીલની સંપદા બાળસાહિત્ય : વતન, તારાં રતન * ડાહ્યો ડમરો * કેડે કટારી, ખભે ઢાલ * બિરાદરી * મોતને હાથ તાળી * ઝબક દીવડી * હૈયું નાનું, હિંમત મોટી નાની ઉંમર, મોટું કામ * ભીમ * ચાલો, પશુઓની દુનિયામાં ૧-૨-૩ * વહેતી વાતો * મોતીની માળા * વાતોનાં વાળુ " ઢોલ વાગે ઢમાઢમ * સાચના સિપાહી * કથરોટમાં ગંગા સંપાદન : સાહિત્ય અને પત્રકારત્વ * નર્મદ: આજના સંદર્ભમાં જ બાળસાહિત્ય સંગોષ્ઠિ * એકવીસમી સદીનું બાળસાહિત્ય * અદાવત વિનાની અદાલતે * એ કે દિવસની મહારામી * હું પોતે (નારાયણ હેમચંદ્ર) * The unknown life of Jesus Christ * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભા. ૧ થી ૫ હિંદી પુસ્તકો : ૩ પfફન તન, મન * આનંવધન 1990 yards : Jainism: The Cosmic Vision. The Brave Heart * A Pinnacle of Spirituality Our life in the context of five Anuvrat and Anekantwad Influence of Jainism on Mahatma Gandhi Tirthankara Mahavir Glory of Jainism * Non-violence: A way of life * Stories from Jainism. (તથા સંશોધન, સંપાદન તેમજ હિંદી અને અંગ્રેજીમાં અન્ય ત્રીસ પુસ્તકો) Page #8 -------------------------------------------------------------------------- ________________ જીવી જાણનારા કુમારપાળ દેસાઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ બરણીમાં જીવન જીવનકથા પરથી રચાતું નાટક અતીતના કોઈ અનોખા જીવનમાં અનુભવાયેલા ભીતરના ભાવોનું હૃદયસ્પર્શી સ્મરણ કરાવે છે. આવું ભૂતકાળની જીવનકથા પરથી આધારિત નાટક ‘લાઇફ ઇન એ જાર' આજે દુનિયા આખીમાં દાનવતા વિરુદ્ધ માનવતાની મહેક પ્રસરાવે છે. વિશ્વભરનાં નાટ્યગૃહોમાં ભજવાનું અને સાથોસાથ વિશ્વખ્યાત ટીવી ચેનલો પરથી પ્રસ્તુતિ પામતું ઇરેના સેન્ડલરના જીવન વિશેનું આ નાટક છે. જેણે મનુષ્યજાતિના કૂરતા અને હત્યાના વિનાશક તાંડવના સમયે ઇતિહાસમાં અજોડ ગણાય એવું માનવસેવાનું કામ કર્યું. એ સમયગાળો હતો મનુષ્યજાતિના સૌથી વધુ વિનાશક અને નિર્દયી માનવસંહારનો. એ તાંડવનો મહાનાયકે હતો જર્મનીનો હિટલર, નાઝી પક્ષના નેતા ઈરેના સેન્ડલર Page #10 -------------------------------------------------------------------------- ________________ અને જર્મનીના ‘ક્યુરર' (સમ્રાટ) તરીકે પહેલાં એણે અમર્યાદિત સત્તા હાંસલ કરી. હજારો વિરોધીઓને કારાવાસમાં ગોંધી રાખ્યા અથવા તો સદાને માટે એમનો અવાજ ખામોશ થઈ જાય તે માટે ક્રૂરતાથી હત્યા કરી. દેશમાં ચારે તરફ ‘હેર હિટલર'('હિટલરનો જય')ના નારાઓ ગુંજવા લાગ્યા, જર્મન પ્રજા એને તારણહાર માનતી હતી અને હિટલર જાતિવાદને આગળ ધરીને પ્રજાને ઉકરવા લાગ્યો કે દુનિયાભરમાં માત્ર જર્મના જ શુદ્ધ લોહીવાળા, શક્તિશાળી અને શ્રેષ્ઠ આર્યો છે. આ જ ર્મનો તો દુનિયા પર રાજ્ય કરવા સર્જાયેલા છે. એમને કોઈ હરાવી શકે નહીં કે ગુલામ બનાવી શકે નહીં. અપરાજેય છે આ પ્રજા! બીજી બાજુ હિટલરને યહૂદીઓ તરફ ભારે નફરત હતી. એણે કહ્યું કે યહૂદીઓ હલકા લોહીવાળા, ડરપોક, પૈસાના લાલચુ અને જર્મનીનું શોષણ કરનાર છે. એ કહેતો કે જર્મનો અને બીજી લડાયક જાતિની શુદ્ધતા, શૂરવીરતા અને શ્રેષ્ઠતા ટકાવવા માટે યહૂદીઓનો નાશ કરવો અનિવાર્ય છે. ચોતરફ યહૂદી પ્રજાની સામૂહિક હત્યા કરવા એણે ‘કૉન્સનટ્રેશન કૅમ્પ’ ખોલ્યા. જર્મનીનાં એ કેન્દ્રોમાં અને યુરોપના અન્ય દેશોમાં સાઈઠ લાખ યહૂદીઓને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. એનું જાતિવાદનું ઝનૂન એવું હતું કે પૂર્વ યુરોપની સ્લાવ વગેરે જાતિઓને પણ એ હલકા લોહીની ગણતો અને એને મારી નાખવાની એણે ઝુંબેશ ચલાવી. પોતાના સૈનિકોને હિટલરનો હુકમ હતો કે “કોઈ પણ જાતની દયા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો.” અને યહૂદી સિવાયની અન્ય જાતિઓના પણ પચાસ લાખ લોકોને હિટલરના હુકમથી મારી નાખવામાં આવ્યા. માનવ ઇતિહાસનો આ એક નિર્દય અને ક્રૂર સમયગાળો હતો. સાપના દાંતમાં કે વીંછીના પુચ્છમાં ઝેર હોય, પણ હિટલરના અંગેઅંગમાં યહુદી કોમ તરફ હળાહળ ઝેર વ્યાપેલું હતું. ૧૯૪પના મે મહિના સુધીમાં તો જર્મનીના નાઝીઓએ બેરહેમીથી સાઠ લાખ યહૂદીઓની કતલ કરી હતી અને એમાં પાંચ લાખ જેટલાં માસૂમ બાળકો હતાં. આ બનાવ ‘હોલોકોસ્ટ' તરીકે ઓળખાય છે. ગ્રીક ભાષાના આ શબ્દનો મૂળ અર્થ થાય છે ‘અગ્નિની આહુતિ'. પરંતુ અહીં એ અગ્નિને નિર્દોષો અને લાચાર માનવીઓની જીવતી આહુતિ આપવામાં આવી. બળીને ભસ્મીભૂત 2 • જીવી જાણનારા Page #11 -------------------------------------------------------------------------- ________________ થયેલાં હાડપિંજરો, શૈતાનોના કોલસારૂપ અમાનુષી ત્રાસદાયક અનુભવો, સૈનિકોનું નિર્દય દમન, જાસૂસોની ગુપ્ત રમત, મૃત્યુની છાવણીઓ, સામૂહિક કબરો, ગૅસ ચેમ્બરની ચીમનીમાંથી નીકળતા ગોટેગોટાઓ ધુમાડાના એ ૧૯૩૩ના વર્ષની વાસ્તવિક તસવીરો હતી. જ્યાં જમીન દુશ્મન બની હતી, જમાનો દુશ્મન બન્યો હતો. એની ઇરેના સેન્ડલર સામે જજબાતથી બોલનાર દુશ્મન ગણાતો હતો. મોત એ જિંદગીનો શ્વાસ હતો. ૧૯૩૩માં યુરોપના ૨૧ દેશોમાં લગભગ નવ મિલિયન યહૂદીઓ વસતા હતા અને ૧૯૪૫માં ત્રણ યુરોપિયન યહૂદીમાંથી બે યહૂદીઓની નાઝીઓએ કતલ કરી હતી. આમાં યહૂદીઓ, જિપ્સી અને વિકલાંગ બાળકોનો પણ સમાવેશ થતો હતો. મોતના આ ભયાનક તાંડવને જોઈને ઇરેના સેન્ડલરનું હૈયું કંપી ઊઠ્યું. પોતે યહૂદી નહોતી, પણ એને માટે તમામ યહૂદીઓ એના માનવબંધુ હતા. પોલૅન્ડના ઑટવૉક શહેરમાં ૧૯૧૦ની ૧૫મી ફેબ્રુઆરીએ જન્મેલી ઇરેના સેન્ડલરને એના પિતા પાસેથી ગળથૂથીમાં માનવસેવાના પાઠ મળ્યા હતા. સાચો માનવ એ કે જે કોઈના પર જોહુકમી ચલાવે નહીં અને પોતે કોઈની જોહુકમી સાંખે નહીં. એના પિતા પોલૅન્ડના પ્રસિદ્ધ સમાજશાસ્ત્રી અને ચિકિત્સક હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંટવાંક ગામમાં તીવ્ર ચેપી તાવ ચોતરફ ફેલાઈ ગયો હતો, ત્યારે એના પિતાએ આ રોગપીડિત યહૂદી લોકોની સારવાર કરી હતી. બરણીમાં જીવન - 3 Page #12 -------------------------------------------------------------------------- ________________ જાતિવાદનું ઝેર એટલું બધું પ્રસરેલું હતું કે એના પિતાના સહકર્મચારીઓએ એમની સાથે કામ કરવાનો ઇન્કાર કર્યો. પોતાનાથી ‘હલકા’ ગણાતા યહૂદીઓની સારવાર કરવાની ન હોય. તેમને તો મોતને હવાલે કરવાના હોય. બન્યું એવું કે યહૂદી રોગીઓની સારવાર કરતાં કરતાં ઇરેનાના પિતા ખુદ આ ચેપી રોગના શિકાર બન્યા. ઇરેનાએ માત્ર સાત વર્ષની વયે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. પોતાની માતા સાથે ઇરેના વોર્સો આવી. અહીં યહૂદી અને ખ્રિસ્તી વચ્ચે એ જ ભેદભાવ જોયો. શાળામાં યહૂદી બાળકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા હતા. અસ્પૃશ્ય હોય તેમ એમને અલાયદી જગામાં બેસવું પડતું હતું. ઇરેનાને આ રીતે બીજી અલાયદી જગાએ બેસવું પસંદ નહોતું, તેમ છતાં શિક્ષકો શિસ્તને નામે એમને અલગ બેસાડતા હતા. ઇરેનાની આંખમાં એ દૃશ્ય હતું કે એના પિતાએ કશાય ભેદભાવ વિના બીમાર યહૂદીઓની સારવાર કરી હતી, તો આવાં યહૂદી બાળકો તરફ ભેદભાવ શા માટે? દરેક બાળક ઈશ્વરનું સંતાન હોય છે, તો પછી એમની વચ્ચે આવો ભેદભાવ શા માટે ? વળી એના પિતાએ શીખવ્યું હતું કે દરેક વ્યક્તિને માનવ તરીકે આદર આપવો જોઈએ. એનું માન સાચવવું જોઈએ અને એના સ્વાભિમાનને રક્ષવું જોઈએ. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના પાઠ શીખવ્યા હતા. આથી ઇરેનાએ નિશાળમાં યહૂદી બાળકો પ્રત્યેની અસ્પૃશ્યતાના નિયમનો પ્રખર વિરોધ કર્યો. પોતાના મિત્રો જેવા યહૂદી સહાધ્યાયીઓથી અલગ બેસવાનો ધરાર ઇન્કાર કર્યો. નિશાળનું તંત્ર ચોંકી ઊઠ્યું. સરકારી ફરમાનનું ઉલ્લંઘન એ તો વિદ્રોહ ગણાય. ઇરેનાના વિરોધના સૂરમાં સંચાલકોને બળવાની આગ જોવા મળી. ઇરેનાને ત્રણ વર્ષ માટે શાળામાંથી બરતરફ કરવામાં આવી. આ સમય દરમિયાન એને કહેવામાં આવ્યું કે એ પોતાનું વલણ બદલે તો નિશાળમાં પુનઃ પ્રવેશ મેળવી શકશે, પણ ઇરેના મનુષ્યતા ખોઈને વિદ્વત્તા મેળવવા ચાહતી નહોતી. એણે સ્પષ્ટ ઇન્કાર કર્યો. એ પછી એણે પૂરી મહેનતથી અભ્યાસ કર્યો અને બીજા વિશ્વયુદ્ધ પૂર્વે સ્નાતકની પદવી પણ મેળવી. હિટલરના જર્મનીનો નાઝી પ્રભાવ પોલૅન્ડ પર પથરાતો હતો. 4 * જીવી જાણનારો Page #13 -------------------------------------------------------------------------- ________________ યહુદીઓને અન્ય જાતિઓથી અલગ પાડતા કાયદાઓનો પગપેસારો થવા લાગ્યો. યહૂદીઓને અસ્પૃશ્ય બનાવવા માટે વોસ શહેરના ‘ગટો' (વાડો) નામે ઓળખાતા અલાયદા વિભાગમાં એમને રહેવા માટે મજબૂર કરવામાં આવ્યા. જાતિદ્વેષને કારણે માનવ દાનવ બન્યો હતો. અલાયદા વાડામાં વસતા યહૂદીઓ પર હિંસક ત્રાસ આપવાનું મોકળું મેદાન મળી ગયું. એમને સ્વાથ્યની સામાન્ય સગવડોથી વંચિત રાખવામાં આવ્યા, રોગચાળો ફેલાવા લાગ્યો. બે ટંક ભોજન મેળવવા માટે વલખાં મારવાં પડતાં હતાં. વસતીને જીવવું દોહ્યલું બન્યું. ઇરેનાને એના પિતા પાસેથી લોહીમાં સેવાભાવના અને હૃદયમાં માનવતા મળી હતી. એણે યહૂદીઓની સલામતીની ચિંતા કરી. એમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાનના જોખમે ઝઝૂમીને વ્યવસ્થા કરવા લાગી. નિરાધાર કુટુંબોને આશ્રય આપ્યો. કેટલાકને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડી. બીજી બાજુ યહૂદીઓ વધુ ને વધુ બેહાલ બનતા હતા. માનવ તરીકેનો અધિકાર અને જીવવાના સઘળા હક્ક લગભગ છીનવાઈ ગયા હતા. આ સમયે ઇરેના સમાજસેવાને નામે લાચાર યહૂદીઓને મદદ કરતી હતી. એક સમયે એણે સરકારી નેજા હેઠળ સેવાકાર્યો કર્યાં. નાઝીવાદ આવ્યો ત્યારે નવા કાયદા અમલમાં આવ્યા. આવે સમયે ગુપ્ત રીતે એણે નિઃસહાય યહુદીઓની સહાય કરવાનું ચાલુ રાખ્યું. વખત આવ્યે યહૂદીઓ પર દમન કરવાના નવા કાયદાનું ઉલ્લંઘન કરીને પણ એણે એની કામગીરી જારી રાખી. આ સમયે ઇરેના સરકારી સેનિટેશન ઇજનેર તરીકે કામ કરતી હતી. આ એનું સરકારી ચોપડે નોંધાયેલું કામ હતું, પણ એના દિલના ચોપડે તો બેસહારાઓને તમામ પ્રકારે સહારો બનવાનો માનવતાનો લેખ લખાયો હતો. યહૂદીઓના આ ગેટોમાં ઇરોના દરરોજ સેનિટેશન ટ્રક લઈને જતી હતી. નાઝીઓને આમાં કશો વાંધો નહોતો. વિચારતા કે કોણ આવી વસ્તીમાં ટ્રક લઈને સાફ-સફાઈનું કામ સંભાળે ? વળી એમને એવો ભય પણ હતો કે ગેટોમાં ફેલાયેલો રોગચાળો એની દીવાલ કૂદીને એમના વિસ્તારમાં આવશે, તો ભારે થશે ! આવા ભયને કારણે ઇરેનાનું કામ કશીય રોકટોક વિના ચાલ્યું. બરણીમાં જીવન • 5 Page #14 -------------------------------------------------------------------------- ________________ એ કોઈ ને કોઈ બહાના હેઠળ આ વિસ્તારમાં ઘૂમવા લાગતી. ક્યારેક નકામી પડી રહેલી પાઇપો આમતેમ ગોઠવતી અને એમ કરતાં કરતાં આસપાસની પરિસ્થિતિની જાત-તપાસ કરી લેતી. યહૂદીઓની હાલતનો અંદાજ કાઢીને એ મુજબ એમની જરૂરિયાતો પૂરી પાડવા પ્રયાસ કરતી હતી. ૧૯૩૯નો એ સમય હતો. હિટલરે જર્મન ભાષા બોલતા બધા વિસ્તારો પર વિજય હાંસલ કરવાની ઘોષણા કરી. એણે હું કાર કર્યો કે જર્મની અજેય છે અને સમગ્ર યુરોપ કે જગત પર રાજ્ય કરવાની એનામાં તાકાત છે. સરકારી નોકરીઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ, વિવિધ વ્યવસાયો અને મૅનેજરના હોદાઓ પરથી યહૂદીઓને હાંકી કાઢ્યા. લાખો યહૂદીઓને પકડીને એમની નિર્દય હત્યા કરવાની વ્યવસ્થિત યોજના અમલમાં મૂકી. હિટલર એક પછી એક પ્રદેશોની માગણી કરતો હતો અને ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન જેવા એને સાંખી લેતા હતા. ૧૯૩૯ની પહેલી સપ્ટેમ્બરના દિવસે હિટલરે પોલૅન્ડ પર ચડાઈ કરી. નાઝીઓની ક્રૂરતાએ આખા રાષ્ટ્રને કંપાવી મૂક્યું. યહુદીઓની સ્થિતિ ભારે કપરી બની. યહૂદીઓનો વાડો ‘સીલ કરવામાં આવ્યો અને એ વાડાની દીવાલની પાછળ મોતની ઇંતેજારી કરતા યહુદીઓ નરેકથી પણ બદતર, જીવન જીવી રહ્યા હતા. આવે સમયે ઇરેના ‘વોર્સે સોશિયલ વેલ્ફર ડિપાર્ટમેન્ટની વ્યવસ્થાપક હતી. જિલ્લાના દરેક શહેરમાં આ ડિપાર્ટમેન્ટ દ્વારા કેન્ટીનોનું સંચાલન થતું હતું. આ કંન્ટીનો દ્વારા અનાથો, વૃદ્ધો, ગરીબો અને નિરાધારોને આર્થિક સહાય, ભોજન અને બીજી આરોગ્ય-સેવાઓ આપવામાં આવતી હતી. ઇરેનાને યહૂદીઓને સહાય કરવાની તીવ્ર ઇચ્છા હતી, પણ કઈ રીતે કરી શકે ? જ્યાં યહૂદીઓને તત્કાળ મોતને ઘાટ ઉતારવાના હોય, ત્યાં ત્વરિત મદદની વાત કઈ રીતે થઈ શકે ? જો સરકારી તવાઈ ઊતરે તો પળવારમાં અપાર યાતના અને અંતિમ શ્વાસ મળે તેમ હતા. પણ ઇરેના ડગલું પાછું ભરે તેવી નહોતી. એણે ખોટાં ખ્રિસ્તી નામો હેઠળ લાચાર યહૂદીઓની નોંધણી કરી અને કેન્ટીન દ્વારા યહૂદીઓને વસ્ત્રો, દવાઓ અને પૈસા પૂરાં પાડ્યાં. સાથોસાથ સત્તાધીશો આ વિસ્તાર તરફ નજર ન કરે, તે માટે ઇરેના એવી ખબર પણ 6 • જીવી જાણનારા Page #15 -------------------------------------------------------------------------- ________________ ફેલાવતી કે યહૂદી કુટુંબીઓ ચેપી ગણાતા વિષમ જ્વર અને ક્ષય રોગથી પીડાય છે. ચેપી રોગના ભયને કારણે વેરભર્યા વિકૃત માનસ ધરાવનારાઓ દૂર રહેતા હતા. ધીરે ધીરે હિટલરનો પંજો ફેલાતો જતો હતો. હિટલરે પોલૅન્ડને જીતી લીધું અને એ પછી ૧૯૪૦ની વસંતઋતુમાં એણે ડેન્માર્ક, નૉર્વે, નેધરલૅન્ડ, બેલ્જિયમ અને લક્સમબર્ગ પણ જીતી લીધા અને ૧૯૪૦ની ૨૨મી જૂને ફ્રાંસે પણ નાઝીઓ સામે પરાજય સ્વીકાર્યો. કુશળ નર્સ તરીકે હિટલરની વિજયયાત્રા જુદા જુદા દેશના યહૂદીઓને માટે જીવતા મોતની મુસાફરી બનતી હતી. ઇરેના સેન્ડલર વાડામાં જીવતા યહૂદીઓની મદદ કરવા માટે પોલૅન્ડમાં રચાયેલી અને ભૂગર્ભમાં રહીને પ્રતિકાર રૂપે આંદોલન કરતી ઝેગોટા’ સંસ્થામાં જોડાઈ. આ સંસ્થા માસૂમ યહૂદી બાળકોને મોતના પંજામાંથી મુક્ત કરાવવા માટે ઝઝૂમતી હતી. ઇરેનાને માટે આ સ્થિતિ અત્યંત હૃદયદ્રાવક હતી. જીવનભર જેમના હિતને માટે ઝઝૂમતી રહી, એવા યહૂદીઓનાં માસૂમ બાળકોને તડફડીને મૃત્યુ પામતાં જોવા એ તૈયાર નહોતી અને તેથી નાઝીઓના લોખંડી શાસન સામે પડકાર કરવાનો નિર્ધાર કર્યો. એક યુવતીને માટે આ ઘણું કપરું કામ હતું. એણે ગોંધી રાખવામાં આવેલા યહૂદીઓની મુલાકાત અને સંભાળ લેવાની એક ઉમદા તક ખોળી કાઢી. સેનિટેશન ઇન્સ્પેક્ટર તરીકે એણે વોર્સોના યહૂદીઓથી ભરેલા ખીચોખીચ ગેટો(વાડો)માં આવવા-જવાની પરવાનગી મેળવી લીધી. એ રજાચિઠ્ઠીના સહારે એ રોજ ગેટોની મુલાકાત લેતી. એ કરુણાભીની આંખે રોગગ્રસ્ત અને યાતનાગ્રસ્ત યહૂદીઓની સ્થિતિ નિહાળતી, કેદમાં પુરાયેલા બરણીમાં જીવન * 7 Page #16 -------------------------------------------------------------------------- ________________ સેંકડો યહૂદીઓનો એણે સંપર્ક કેળવ્યો. એમની પાસે ઉપર આકાશ કે નીચે ધરતી નહોતી, માત્ર સામે ઊભેલા મૃત્યુની યાદ આપતી જેલની ઊંચી તોતિંગ દીવાલો હતી, ઇરેના સેન્ડલર આ કારાવાસમાં ઘૂમવા લાગી. એનું કામ ચેપી રોગોથી પીડિત લોકોને સહાય કરવાનું હતું અને પોલૅન્ડ પર આધિપત્ય મેળવનારા જર્મનોને ચિંતા હતી કે આ ગેટની દીવાલોમાંથી પેલો ચેપી રોગ જો કૂદીને બહાર આવશે, તો એમને માટે જીવલેણ આત બનશે! ઇરેનાએ જેલની મુલાકાત લઈને કારાવાસમાં સબડતા એ લોકો માટે ખોરાક, દવા અને કપડાંની વ્યવસ્થા કરી. એમની જે દશા જોઈ, એનાથી ઇરેના કમકમી ઊઠી. દર મહિને ગેટોમાં પાંચ હજાર જેટલા લોકો ભૂખમરા અને રોગોથી પીડાઈને મૃત્યુને ભેટતા હતા. કેટલાંય નાનાં યહૂદી બાળકો આ નરકાગારમાં સબડતાં હતાં. કોઈની પાસે ખાવા માટે બ્રેડ નહોતી, તો કોઈની પાસે જીવ બચાવવા માટે દવા નહોતી. ઇરેનાની સામે મોટો પડકાર ખડો થયો, જોકે એ આ યહુદીઓ તરફ સહેજ પણ હમદર્દી બતાવે અને હિટલરના જાસૂસી તંત્રને એની જાણ થાય, તો બીજી જ ક્ષણે એને બંદૂકની ગોળીથી ઉડાડી દેવામાં આવે. મોતને મુઠ્ઠીમાં રાખીને એણે સેવાકાર્ય કરવાનું હતું. એ ગેટોની ઊંચી દીવાલોમાંથી યહૂદી બાળકોને બહાર કાઢતી હતી. એ બહાર નીકળેલાં બાળકોને આશરો આપનારાં બહુ થોડાં કુટુંબો હતાં. ઇરેના અને એના સેનિટેશન ઇન્સ્પેક્ટરોની ટુકડી રોજ ગેટોમાં પ્રવેશતી. એમની પાસે સેનિટેશન ટ્રક હતી અને એની તેઓ લાકડાની પટ્ટી નીચે છુપાવીને બાળકોને બહાર કાઢતા હતા. ઇરેના વિવિધ ‘કિટ' અને પુરવઠા માટેની ગૂણીઓ પણ લઈ જતી હતી. નાનાં બાળકોને આમાં છુપાવીને એ જીવતા નરકમાંથી બહાર કાઢતી હતી. વળી એ બહાર નીકળતી, ત્યારે છુપાવેલાં બાળકોનો અવાજ નાઝી સૈનિકો સાંભળે નહીં, તે કામ એનો પાળેલો કૂતરો કરતો હતો. એણે આ કુતરાને એવી રીતે કેળવ્યો હતો કે કોઈ નાઝી સૈનિકને જુએ એટલે તરત જ ભસવા લાગે. કૂતરાના ભસવાના અવાજ માં ગૂણીઓમાં સંતાડેલાં એ ૨ડતાં બાળકોનો 8 • જીવી જાણનારા Page #17 -------------------------------------------------------------------------- ________________ અવાજ સૈનિકોને સંભળાતો નહોતો. ઇરેના પાસે હોદ્દો હતો. એને યહૂદીઓના ગેટોમાં ચારે બાજુ ઘૂમવાનો અધિકાર હતો, કોઈ જાતની રોકટોક થાય એવી ઝાઝી શક્યતા નહોતી અને આથી ધીરે ધીરે બાળકોને અંમ્બુલન્સમાં છાનામાના રવાના કરવા લાગી. પોતાના સોશિયલ વૅલ્ફેર ડિપાર્ટમેન્ટનાં દસેય કેન્દ્રોમાં એણે એવા લોકોની ભરતી કરી કે જે લોકો એની સૂચના પ્રમાણે આ માનવતાના કાર્યમાં સાથ આપે. એમની મદદથી ઇરેનાઐ સેંકડો બનાવટી સહીવાળા ખોટા દસ્તાવેજો બનાવ્યા અને એ રીતે અઢી હજાર જેટલાં યહૂદી બાળકોને સલામતી આપી. એમને કામચલાઉ નવી ઓળખ આપી. ચોતરફ જર્મન સિપાહીઓનો પહેરો હતો, બંધ બારણે થતી વાત ભીંત પણ સાંભળતી હતી. હિટલરનું જાસૂસીતંત્ર એવું હતું કે સહેજ નાની શંકા આવે, તો પછી એની પકડમાંથી બચવું મુશ્કેલ હતું, ગેટોમાં વસતાં માતા-પિતા પોતાનાં માસૂમ બાળકોને ગેટોની બહાર મોકલવા માંડ માંડ તૈયાર થતાં. એ ઇરેના સેન્ડલરને પૂછતાં પણ ખરાં કે, ‘તમે આ બાળકોને અહીંથી બહાર લઈ જાઓ છો, પરંતુ તમને ખાતરી છે કે એ બહાર જીવી શકશે, હિટલરના હાથે મોતના હવાલે નહીં થાય ને ?' ઇરેના ઉત્તર આપતી, ‘જુઓ ! આ ગેટોમાં રહેશે તો મોત નિશ્ચિત છે, બહાર નીકળીને બચી શકશે એવી શક્યતા છે, તો તમે જ પસંદ કરો નિશ્ચિત મૃત્યુને કે જીવનની સંભાવનાને.' માતા-પિતા પોતાનાં માસૂમ બાળકોને ઇરેનાને સોંપતી વખતે ધ્રૂસકે ને ધ્રૂસકે રડતાં હતાં. બાળકો પણ માતા-પિતાથી વિખૂટાં પડતાં આક્રંદ કરતાં હતાં. ઇરેના રાત્રે સૂતી, ત્યારે સ્વપ્નમાં પણ આ આક્રંદ અને રુદન એને સંભળાતાં હતાં. ક્યારેક આખી રાત બેચેનીભરી જતી, તો ક્યારેક ઊંઘમાં સ્વપ્નો એનો પીછો છોડતાં નહીં. ઇરેના કેટલાક બાળકોને કંતાનના કોથળામાં કે થેલાઓમાં છુપાવીને બહાર લઈ ગઈ, કેટલાકને સામાનની નીચે સંતાડીને બહાર લઈ ગઈ. એની સાથેનો એક મિકેનિક એક બાળકીને પોતાનાં સાધનોની પેટીમાં બરણીમાં જીવન • 9 Page #18 -------------------------------------------------------------------------- ________________ છુપાવીને બહાર લઈ ગયો. કેટલાંકને બે દરવાજાવાળા ચર્ચમાં ઘુસાડી દીધાં, એક દરવાજે આ બાળકે યહુદી તરીકે પ્રવેશ પામે અને એને બીજે દરવાજે ખ્રિસ્તીના વેશમાં બહાર નીકળે ! આફતના આ કાળમાં કોણ મદદ કરશે ? કોણ આ બાળકોને સાચવશે ? આ સમયે ચર્ચે મદદ કરી અને એણે મોટાભાગનાં બાળકોને ધાર્મિક સંસ્થાઓમાં મોકલી આપ્યાં. ચર્ચની જે ‘સિસ્ટ'ને એણે આ બાળકો આપ્યાં, તેમના સહકારની નોંધ કરી. ઇરેનાએ જોયું કે કોઈએ એ બાળકને સ્વીકારવાની ક્યારેય અનિચ્છા દાખવી નહીં. આ યહૂદી બાળકોને ખોટી ઓળખ આપી અનાથાશ્રમ, કોન્વેન્ટ અથવા તો માનવસેવાની સંસ્થાઓને મોકલી આપવામાં આવ્યાં. ઇરેનાએ સંભાળપૂર્વક ખાસ સંજ્ઞાઓના સ્વરૂપે આ બાળકોનાં સાચાં નામની ઓળખની યાદી બનાવી. એ યાદી એણે જાર(બરણી)માં મૂકીને તેને જર્મન બેરેકની શેરી પાસે આવેલા સફરજનના ઝાડ નીચે છુપાવી દીધી હતી. બસ, એને એક આશા હતી કે ક્યારેક આ મહાતાંડવ શમી જ છે. ક્યારેક આ વિશ્વયુદ્ધ પૂરું થશે અને આવું થશે તો એ બરણીને જમીનમાંથી ખોદી કાઢી બાળકોને એમના સાચા ભૂતકાળથી વાકેફ કરી શકશે, એની આ બરણીમાં અઢી હજાર બાળકોનાં નામની યાદી સચવાયેલી હતી. મોતને સાથે રાખી જીવતી ઇરેના સેન્ડલર સામે મોત આવીને ઊભું રહ્યું. નાઝીઓને એની ગુપ્ત પ્રવૃત્તિની ભાળ મળી. ૧૯૪૩ની ૨૦મી ઑક્ટોબરે ઇરેનાની ધરપકડ કરવામાં આવી. એને જેલમાં પૂરવામાં આવી, એના પર યાતનાઓનો વરસાદ વરસાવવામાં આવ્યો. ધમકી, અપશબ્દો અને ડંડામાર થવા લાગ્યો. ઇરેના પોતાની પ્રવૃત્તિ વિશે એક શબ્દ પણ બોલતી નહોતી. જર્મન છૂપી પોલીસે એના હાથ અને પગ પર લાઠીનો પ્રહાર શરૂ કર્યો. નિર્દય રીતે માર મારીને એના હાથ-પગ તોડી નાખ્યા. બધાને હતું કે આ યાતનાઓને કારણે ઇરેનાનો અંત આવી જશે અને જો ઇરેના મૃત્યુ પામે, તો આ યહૂદી બાળકોની સાચી ઓળખ સદાને માટે અજ્ઞાત બની રહેશે ? 10 * જીવી જાણનારા Page #19 -------------------------------------------------------------------------- ________________ જર્મન છૂપી પોલીસે ઇરેનાનું મોં ખોલાવવા માટે અનેક ઉપાયો અજમાવ્યા. ક્યારેક પ્રલોભન આપીને તો ક્યારેક સિતમ આપીને એની પાસેથી સાચી વાત કઢાવવા કોશિશ કરી, પણ ઇરેનાએ ન તો પોતાના સાથીદારોનાં નામ આપ્યો કે ન તો પોતે છુપાવેલાં બાળકો અંગે કોઈ અણસાર આપ્યો, પરંતુ જર્મન પોલીસના આ સિતમને કારણે ઇરેના સદાને માટે પાંગળી અને વિકલાંગ બની ગઈ, પણ એનો જુસ્સો તો એટલો ને એટલો જ રહ્યો. યાતનાથી ન મરે તેને ફાંસી આપવી એવો રિવાજ હતો. ઇરેના યાતના સામે ઝૂકી નહીં એટલે એને મોતની સજા ફરમાવવામાં આવી. ફાંસી આપવાનો દિવસ આવી પહોંચ્યો. ઇરેનાની એ આખરી ઘડી હતી, પરંતુ એ ભૂગર્ભમાં ચાલતી પ્રતિકાર સંસ્થા “ઝેગોટા’ સાથે પહેલેથી જોડાયેલી હતી. આ ઝેગોટાના સભ્યોએ જર્મન પોલીસને લાંચ આપી. આ લાંચને પરિણામે ઇરેનાની ફાંસી અટકી ગઈ. એક દિવસ એણે જેલમાંથી નાસી છૂટવાનું આયોજન કર્યું. ચોતરફ જાનનું જોખમ હતું. નાઝી સૈનિકોની ક્રૂર નિર્દયતા હતી અને એ સમયે આવો પ્રયત્ન કરવો, એ અત્યંત જોખમી હતો, પરંતુ ઇરેનાનો જુસ્સો એટલો જ હતો. એણે જેલમાંથી નાસી છૂટવા કોશિશ કરી અને એ સફળ થઈ. જર્મન પોલીસ જાગી ઊઠી, એનું ગુપ્તચર તંત્ર સાબદું થઈ ગયું, આમ છતાં યુદ્ધની સમાપ્તિ સુધી નાઝીઓ ઇરેનાની તપાસ કરતા રહ્યા અને ઇરેના પકડાઈ નહીં. આખરે હિટલરનાં વળતાં પાણી થયાં. એક પછી એક પરાજય સહેવા પડ્યા અને યુદ્ધ પૂરું થતાં જ ઇરેનાએ પોતે સંતાડેલી બરણી શોધી કાઢી. એ બરણીમાં એણે એ યહૂદી બાળકોની સાચી ઓળખ લખી હતી. ઇરેનાએ એને આધારે આખા યુરોપમાં ફેલાયેલા એમના કુટુંબીજનોને શોધી કાઢયા અને એ બાળકોને એમની પાસે પહોંચાડ્યાં. કેટલાંકનાં માતાપિતા હિટલરના ‘હૉલોકાસ્ટ'માં સળગીને ખાખ થઈ ગયાં હતાં. ઇરેનાએ એ બાળકોની સંભાળ લેવાની વ્યવસ્થા કરી અને થોડા સમયમાં તો વિશ્વભરમાં ઇરેનાની કામગીરી જાણીતી થઈ, અખબારોમાં એની તસવીર જોઈને એક પેઇન્ટરે એને ફોન કર્યો, ‘જોલાન્ટા, મને તમારો ચહેરો યાદ બરણીમાં જીવન - 11 Page #20 -------------------------------------------------------------------------- ________________ ૯૮ વર્ષની અંતિમ સમયે ઇરેના સેન્ડલર છે. તમે મને ગેટોમાંથી બહાર કાઢ્યો હતો.' ઇરેનાને આ બાળકો ‘જોલાન્ટાના હુલામણા નામે બોલાવતાં હતાં અને આવા તો અનેક દેશોમાંથી ઇરેના પર ફોન આવ્યા. જગત આખાએ એના પર સન્માનની વર્ષા કરી. પોલૅન્ડની રાષ્ટ્રીય વીરાંગના તરીકે ઓળખાઈ. શાળાઓનાં નામ એના નામ પરથી રાખવામાં આવ્યાં. એની અને એના સાથીદારોની પ્રતિકૃતિ અંકિત કરીને સિક્કાઓ બહાર પડ્યા. સમગ્ર યુરોપ અને અમેરિકામાં ‘ઇરેના સેન્ડલર દિવસ ની ઉજવણી કરવામાં આવી. પોલૅન્ડની સેનેટે એને સન્માનિત કરી, ત્યારે ૯૭ વર્ષની ઇરેના નર્સિંગ હોમ છોડીને ત્યાં ઉપસ્થિત રહેવા અસમર્થ હતી, પરંતુ એના વતી ઇલઝાબિટા ફિ કોસ્ટાએ ઇરેનાએ આલેખેલી એના દિલની વાત અભિવ્યક્ત કરી. આ ઇલઝાબિટા ફિ કોસ્ટા માત્ર છ મહિનાની હતી, ત્યારે ઇરેના સેન્ડલરે એને વોર્મોના ગેટોમાંથી બચાવી હતી. ઇરેના વતી એ પત્રનું 12 • જીવી જાણનારા Page #21 -------------------------------------------------------------------------- ________________ વાંચન કરતાં એણે કહ્યું, ‘મારી મદદથી જે બાળકો બચ્યાં તે પૃથ્વી પરના મારા અસ્તિત્વનું પ્રમાણ છે, નહીં કે કોઈ ખિતાબ કે ભવ્યતાનું. મને હજી અફસોસ છે કે હું વધુ બાળકોને બચાવી શકી નહીં.” ઇરેના માનતી કે ભલાઈ કરવી તે માનવજાતનો મૂળ ધર્મ છે આથી જો એણે આ કાર્ય કર્યું ન હોત તો મૃત્યુ સુધી એને એનો રંજ રહેત. જીવનભર માનવતા કાજે સંઘર્ષ ખેલનારી ઇરેના સેન્ડલરનું ૯૮ વર્ષની વયે ૨૦૧૨ની બારમી મેએ અવસાન થયું. એના જીવન પરથી તૈયાર થયેલું નાટક ‘લાઇફ ઇન એ જાર' આજે યુરોપનાં થિયેટર અને ટેલિવિઝન પર અપાર ચાહના પામી રહ્યું છે. બરણીમાં જીવન • 13 Page #22 -------------------------------------------------------------------------- ________________ સામાં ન ટ65 25 ₹3sode, એકલવીર માંઝી માનવીના ચિત્તમાં ઊઠતા તરંગને કોઈ વય, જાતિ કે વર્ણ હોતાં નથી ! એ સામાન્ય માનવીના મનમાંય જાગે. કોઈ વિચારકના ચિત્તમાંય રમે. તરંગ એ માનવમનનો લીલોછમ મનમોજી રંગ છે ! એક સીધાસાદા ગરીબ માનવીના મનમાં એવો મોટો તરંગ જાગ્યો કે ચાલ, એકલે હાથે આ ઊંચી ટેકરીને તોડી નાખું. કોદાળી-પાવડાથી એને ખોદી નાખું ! એવો મોટો રસ્તો બનાવું કે સહુ કોઈ આસાનીથી એની પાર જઈ શકે ! માણસ પણ જાય ને વાહનેય જાય ! કારણ આ ઊંચી ટેકરી એ મારા જીવનની સૌથી મોટી આફત છે ! મજૂરી માટેય એને રોજ ઓળંગવી પડે ! પાણી માટેય એને પાર કરવી પડે ! ડગલે ને પગલે આ આફત સામે જ મળે ! દશરથ માંઝી Page #23 -------------------------------------------------------------------------- ________________ આ ટેકરી તોડીને રસ્તો બનાવું, જેથી મારી પત્નીને રોજ પહાડ ચડીને બીજે ગામ પાણી ભરવા જવું પડે છે, તે આસાન બની જાય, વાત પણ સાચી હતી કે આ દેશમાંના અનેક વિસ્તારોમાં આજે પાણી અત્યંત દુર્લભ છે અને ભોજન એ અતિ દુર્લભ છે ! દશરથની પત્ની ફગુની દેવીને રોજ સવારે ગેહલુર ટેકરી પાર કરીને પાણી ભરવા માટે છેક બાજુના ગામ સુધી જવું પડતું હતું. વળી દશરથ માંઝીના મનમાં તરંગ જાગે કે આ દુનિયા તો મારાથી રૂઠેલી છે, પણ દેવ પણ રૂઠેલા લાગે છે ! એણે સાંભળ્યું હતું કે સતયુગ, દ્વાપરયુગ અને ત્રેતાયુગમાં આ પહાડ પર પવિત્ર દેવો નિવાસ કરતા હતા. એ ભલાભોળા મનથી વિચારતો કે આટલા આટલા યુગના યુગ પસાર થયા, પણ કોઈ દેવે કેમ આ ટેકરીની વચ્ચેથી જવાનો રસ્તો ન બનાવ્યો ? માનવ પર દયા અને કૃપા વરસાવવા કોઈ દયાળુ દેવને કેમ આટલી સીધી-સાદી વાત નહીં સમજાઈ હોય ? દશરથ માંઝીના મનમાં આ પ્રશ્નાર્થ રોજ મોટો ને મોટો થતો રહે. વળી એક દિવસ એના મનમાં એવો તરંગ જાગ્યો કે કદાચ દેવોએ જાણી જોઈને આ કામ કર્યું નહીં હોય. આ કામ એમણે પોતાને માટે બાકી રાખ્યું હશે ! ૧૯૩૪માં જન્મેલો દશરથ માંઝી અનુસૂચિત જાતિ તરીકે ઓળખાતી મુસહર જાતિનો હતો. દુનિયા ભલે ૨૧મી સદીમાં જીવતી હોય, પરંતુ બિહારની આ જાતિ અત્યંત ગરીબ અને અતિ પછાત દશામાં જિદગી બસર કરે છે ! એને પાણી માટે મરવું પડે છે અને ભોજન માટે જીવ નિચોવવો પડે છે ! અસ્પૃશ્યતા નિવારણની ભલે ગમે તેટલી મોટી મોટી વાતો થાય, તોપણ આ જાતિને બિહારના કેટલાક ભાગોમાં અસ્પૃશ્ય જ માનવામાં આવે છે. આ જાતિના લોકો જંગલમાં ઠેરઠેર ભટકીને મધમાખીના મધપૂડામાંથી મધ એકઠું કરે છે અને પછી વેચવા નીકળે. તો કોઈ જંગલમાં જઈને વૃક્ષોનાં પાંદડાં એકઠાં કરી પતરાળાં જેવાં થાળી-વાડકા બનાવીને નજીવી આવક પર જિંદગી ગુજારે ! આ જાતિને આર્ય કે વનવાસી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, પણ એ આ સમાજ માં હોવા છતાં સમાજ થી એકદમ અળગી રહે છે, તેઓ મોટેભાગે દલિતોની વસાહતોમાં વસે છે, પણ આશ્ચર્યની વાત એ છે કે વસાહતમાં રહેનાર દલિત લોકો પણ આ મુસહર જાતિને અડકે નહીં ! આ જાતિ મોટેભાગે એકલવીર માંઝી * 15 Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જડ અને ખરાબાની જમીન પર ઝૂંપડાં બાંધીને રહે છે અથવા તો ગામથી ખૂબ દૂર એવા કોઈ તળાવના કિનારે એનાં ઝૂંપડાં હોય છે. જ્ઞાનની ભૂખ મિટાવનારા શિક્ષણની વાત ક્યાં કરવી, જ્યાં પેટની ભૂખ શાંત કરવા માટે વલખાં મારવાં પડે છે. આજીવિકા મેળવવાની ચિંતામાં ને ચિંતામાં આખું જીવન ઘસાઈ જાય છે. દશરથ એ સરકારી યોજનાઓની વાત સાંભળે છે, પણ એ યોજના એમના સુધી આવતી નથી. પોલીસો એમને માટે જુલમી રાવણ સમાન છે, એમનાથી એ સદાય ફફડતા રહે છે અને એમના બેરહમ અત્યાચારો મૂંગે મોંએ સહન કરે છે. ભદ્ર સમાજ એને ધુત્કારવાની સાથે અણગમા અને સુગની નજરે જુએ છે. દુર્ગધ મારતી સડેલી લાશ ફેંકી દેવાની હોય અથવા તો સરકારી શૌચાલયોને સાફ રાખવાનાં હોય, ત્યારે એમને ધમકી આપીને કે લાઠી ખેડાવીને એમની પાસે કામ કરાવવામાં આવે છે. અન્નના એક એક દાણા માટે તરસતા આ લોકોને ક્યારેક તો પેટની પ્રચંડ આગને ઠારવા માટે જીવતા ઉંદરોને આરોગવા પડે છે. આવા સમાજનો દશરથ માંઝી ટેકરીઓ અને ખડ કોની આસપાસ વસેલા ગેહલુર ગામમાં વસતો હતો. મજૂરી કરતા દશરથને આ ટેકરી પાર કરીને બીજી બાજુ જવું પડતું હતું. ઘરની કોઈ નાની ચીજ-વસ્તુ ખરીદવી હોય, તો પણ ટેકરી ઓળંગીને લાંબો રસ્તો કાપવો પડતો. એ દૂર દૂર આવેલાં ખેતરોમાં મજૂરીએ જતો હતો અને એ જે ખેતરમાં કામ કરતો હોય, ત્યાં એની પત્ની ફગુની દેવી એ ટેકરીઓ પાર કરીને એને માટે ભોજન અને પાણી લઈને આવતી. એક દિવસ ટેકરીઓને પાર ખેતરમાં કામ કરતા દશરથને પાણી માટે વલખાં મારવાં પડ્યાં. તરસથી એનો કંઠ રૂંધાતો હતો. શું કરવું એનો વિચાર કરતો હતો, અસ્પૃશ્ય હોવાને કારણે કોઈ પાણી નું પણ આપે; આથી રસ્તા પર દૂર સુધી નજર માંડીને એની પત્ની ફગુની દેવીની રાહ જોતો હતો, ઘણો સમય પસાર થઈ ગયો. દશરથને પાણીનો એટલો સોસ પડ્યો કે જાણે કંઠે પ્રાણ આવી ગયો, આખરે દૂરથી ફગુની દેવી આવતી દેખાઈ, પરંતુ એને માથે પાણીનો ઘડો નહોતો. દશરથ અકળાઈ ઊડ્યો, પણ પત્નીની તનતોડ 16 • જીવી જાણનારા Page #25 -------------------------------------------------------------------------- ________________ ટેકરીઓ તોડતા દશરથ માંઝા મહેનતને જાણતો હોવાથી એણે હળવેથી પૂછ્યું, ‘કેમ પાણીના ઘડા વિના આવી છે ? મને ભારે તરસ લાગી છે.’ ફગુની દેવીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. એણે કહ્યું, ‘માથે ઘડો મૂકીને હું ટેકરી ઊતરતી હતી, ત્યારે રસ્તા પર પગ સહેજ લપસી પડતાં નીચે ગબડી પડી. શરીરે મૂઢ માર વાગ્યો, ઢીંચણ છોલાઈ ગયા અને મારો ઘડો તૂટી ગયો. ફગુની દેવીની આ નિઃસહાયતા અને પારાવાર વેદના જોઈને દશરથ માંઝીનું હૃદય વલોવાઈ ગયું. એ કેટલાય દિવસ સુધી ઊંધી શક્યો નહીં. ઝૂંપડામાંથી બહાર નીકળે અને પળે પળે એને સામેની ઊંચી ટેકરી દેખાય. ૩૬૦ ફૂટ ઊંચી ટેકરીમાં અને ક્યારેક જીવનભક્ષક દૈત્ય દેખાતો હતો, તો ક્યારેક આંખની સામે સદાકાળ ઊભેલો અંધકાર જણાતો હતો. વળી એના મનમાં તરંગ જાગ્યો, આ ટેકરી પર ભલે ભૂતકાળમાં દેવતાઓ વાસ કરતા હોય, પરંતુ અમારે માટે તો આ ટેકરી વરદાન નહીં, પણ અભિશાપ છે. એકલવીર માંઝી • 17 Page #26 -------------------------------------------------------------------------- ________________ પેઢીઓની પેઢીઓ સુધી આ ટેકરી અમારા લોકોને માટે યાતનાનો પહાડ બની રહી છે. પાણી અને ભોજન જેવી બાબતોને નિર્દયતાથી આ ટેકરી છીનવી લે છે. હવે કરવું શું ? મનમાં એ તરંગ તો પડ્યો હતો કે દેવતાએ એને આ ટેકરી તોડવા માટે જ જન્મ આપ્યો છે. એમાં એની પત્નીના પગ ભાંગી જતાં એણે મનોમન નક્કી કર્યું કે મારે આ ટેકરી તોડવી છે. પચ્ચીસ ઝૂંપડાંઓના ગેહલુર ગામના લોકોએ દશરથને તરંગી ગયો. કોઈએ કહ્યું કે પત્નીના પગ ભાંગી ગયા એટલે એ આની પાછળ ગાંડો થઈ ગયો છે, નહીં તો આવું કોઈ વિચારે ? ગામલોકો તો ઠીક, પરંતુ દશરથનાં માતા-પિતા અને પત્ની પણ એની વાતને મજાક માનીને ઉડાવી દેવા લાગ્યાં. સહુ સવાલ કરતાં કે તમે એકલે હાથે ક્યાંથી આ ટેકરી તોડી શકશો ? પણ દશરથ જાણતો હતો કે આ કામ એકલે હાથે જ કરવું પડશે. આમાં સરકાર કે કોઈ ધારાસભ્યની સહાય મળે તેવું નથી. જો ટેકરીની વચ્ચેથી રસ્તો થાય તો એની પેલે પાર આવેલા વઝિરગંજ ગામ સુધી સરળતાથી પહોંચી શકાય અને આવું બને તો પાણીને માટે ટેકરીના ચઢાણઉતરાણમાંથી મુક્તિ મળે. સામે પાર આવેલાં ખેતરોમાં મજૂરી કરવા માટે સરળતાથી પહોંચી જવાય. દશરથ હથોડા, છીણી, પાવડા અને દોરડાં લઈ આવ્યો અને આ એકલા પાગલ માનવીએ પહાડ તોડીને રસ્તો બનાવવાનું નક્કી કર્યું. સાધનો લાવવા માટે એણે એની બકરીઓ વેચી દીધી. વળી ગામના ઝૂંપડામાંથી છેક ટેકરી સુધી આવતાં એને ઘણો સમય લાગતો હતો. સાંજ પડ્યું કામ બંધ કરવું પડતું. હતું. વહેલી સવારથી મોડી રાત સુધી કામ ચાલે એ માટે ટેકરીની નજીક ઝૂંપડું બાંધીને રહેવા લાગ્યો. એકલે હાથે ટેકરી તોડીને રસ્તો બનાવવો એ ભગીરથ કામ હતું. ક્યારેક જોરથી આંધી ફૂંકાતી, તો ક્યારેક મુશળધાર વરસાદ વરસતો, છતાં દશરથ એના સંકલ્પમાંથી સહેજે ડગ્યો નહીં. એને પહાડ તોડતો જોઈને કેટલાક પાગલ ગણી મજાક કરતા, તો કેટલાક તરંગી કહીને બેવકૂફ પુરવાર કરતા હતા. કોઈ એના તરફ નજર નાખીને ચાલ્યો જતા અને એકાદ ૨ડ્યો-ખડ્યો માનવી એના કામમાં થોડી વાર 18 * જીવી જાણનારા Page #27 -------------------------------------------------------------------------- ________________ સાથ આપતો. દિવસો એવા આવ્યા કે દશરથ માંઝીને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. લોકોએ જોયું કે ધીરે ધીરે ટેકરીનો રંગ બદલાતો જતો હતો. ટેકરીની વચ્ચેની ફાંટ વધવા લાગી. પરિણામે લોકોને માટે ટેકરી ચડવી આસાન બની ગઈ. ૧૯૮૨માં સતત ૨૨ વર્ષ સુધી એકલે હાથે ટે કરીમાંથી રસ્તો બનાવનારા દશરથના સંકલ્પ સામે વિધાતાને નમતું જોખવું પડયું. એ ટેકરી તોડતો જાય અને રસ્તો બનાવતો જાય. ટેકરી તોડીને એણે ૧૬ ફૂટનો વિશાળ રસ્તો બનાવ્યો. ટેકરીની પેલે પાર જવું સરળ બન્યું અને અનેક લોકોના જીવનમાં નવી રોશની સર્જાઈ. ગેહલુરથી નિશાળે પહોંચવા માટે બાળકોને ટેકરી પાર કરીને ૮ કિ.મી નો રસ્તો પાર કરવો પડતો હતો, હવે માત્ર ૩ કિ.મી.નો રસ્તો પસાર કરીને સમયસર શાળાએ પહોંચી જાય છે. હોસ્પિટલ પહોંચવા માટેનું પપ કિ.મી. અંતર હવે માત્ર ૧૫ કિ.મી. રહ્યું છે. આ રસ્તો પ્રેમ અને પુરુષાર્થની ગાથા સંભળાવે છે. પત્ની પ્રત્યેના પ્રેમમાંથી આ કબીરપંથી અક્કડ અને ફક્કડ એવા માણસને પહાડમાં રસ્તો બનાવવાનું મન થયું અને એણે એકલે હાથે પહાડના સીનાને ચીરીને બતાવ્યો. હવે ગામના લોકો સરળતાથી દૂરનાં ખેતરોમાં મજૂરી કરવા જઈ શકે છે અને આસાનીથી ચીજ-વસ્તુઓ ખરીદી લાવે છે. એનું આ સાહસ સિદ્ધિને વરે તે જોવા માટે એની પત્ની ફગુની દેવી જીવતી રહી નહીં, પરંતુ ૩૬૦ ફૂટ લાંબો ૩00 ફૂટ પહોળો અને ૨૫ ફૂટની ઊંચાઈ ધરાવતો આ રસ્તો સંત કબીરના અઢી અક્ષર પ્રેમના' દર્શાવતો માર્ગ બની રહ્યો. એક ગણતરી કરીએ તો દશરથ માંઝીએ કરેલું કામ વીસ-બાવીસ લાખ રૂપિયાનું ગણાય. કોઈ કૉન્ટ્રાક્ટર ડાઇનામાઇટ લગાવીને આવો રસ્તો બનાવી શક્યો શ્વેત, પરંતુ બાવીસ વર્ષ સુધી એકલે હાથે આ કામ કરનારો દશરથ માંઝી. કૅન્સર સાથે લાંબું યુદ્ધ ખેલ્યા બાદ એંશી વર્ષની ઉંમરે ૧૭ ઑગસ્ટ, ૨૦૦૭ના રોજ અવસાન પામ્યો, માંઝી ‘માઉન્ટેન મેન' તરીકે જાણીતો થયો. એના અવસાન પૂર્વે ૨૦૦૭ની ૧૯ જાન્યુઆરીએ બિહારના એ સમયના નાયબ મુખ્ય પ્રધાન એસ. કે. મોદીએ પ્રગટ કરેલા પુસ્તકમાં ‘બિહારી ઉલ્લાસનું પ્રતીક : દશરથ માંઝી' એવો લેખ પ્રગટ કરવામાં આવ્યો, મનીષ જહાએ એકલવીર માંઝી • 19. Page #28 -------------------------------------------------------------------------- ________________ કેતન મહેતાના દિગ્દર્શન હેઠળ ‘માંઝી ધ માઉન્ટેન મૅન' નામે ફિલ્મ બનાવી. ‘સત્યમેવ જયતે'નો એક શો આ માનવીને અર્પણ કરવામાં આવ્યો. દશરથ માંઝી માનવીની અમાપ શક્તિનું પ્રતીક બની રહ્યો. અનુસૂચિત જાતિનો આ માનવી અનેક અવરોધો પાર કરીને એક આદર્શ માનવી બન્યો. બિહાર રાજ્યે એની અંતિમ વિધિ રાજ્ય તરફથી કરવાની જાહેરાત કરી. બહુ વિરલ વ્યક્તિઓને આવું સન્માન આપવામાં આવે છે. માંઝીના દેહને તિરંગામાં વીંટાળવામાં આવ્યો અને એની અંતિમ ક્રિયા થઈ. દશરથ માંઝીએ સાબિત કરી આપ્યું કે માણસ ધારે તો પર્વતને પણ ખસેડી શકે છે. ઈસુ ખ્રિસ્તના એ વિધાનને જાણે સાકાર કરી આપ્યું. જરા એક ક્ષણ થોભીને આપણે દશરથ માંઝીને સ્થાને આપણી જાતની કલ્પના કરીએ તો સામે દેખાતા ઊંચા પહાડ તરફ હથોડા અને છીણી લઈને જઈએ તો એક દિવસમાં કેટલા ખડક તોડી શકીએ. દશરથ માંઝીએ રોજેરોજ આવું કર્યું. દિવસોના દિવસો વીત્યા, અઠવાડિયાંઓ પસાર થયાં, વર્ષો વહી ગયાં અને બાવીસ વર્ષ સુધી સામેના પર્વતના અવરોધને હટાવવા માટે એ સતત ઝઝૂમતો રહ્યો. સરકારે એને કરજણી ગામમાં પાંચ એકર જમીન આપી. જાહેરાત તો ઘણી મોટી થઈ, પણ એ હકીકત બની નહીં. એ જમીન પર એ કબજો મેળવી શક્યો નહીં. ચોતરફ આ ‘માઉન્ટેન મૅન’ની પ્રશંસા થતી હતી, ત્યારે એણે તો એટલું જ કહ્યું, ‘મેં તો ક્યારેય વિચાર્યું ન હતું કે હું જે કામ કરું છું તેને માટે સમાજે મારું સન્માન કરવું જોઈએ. મારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે કે ‘સામાન્ય માનવીને તે સુવિધા મળે જેના માટે તે હકદાર છે.' 20 * જીવી જાણનારા Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્ધા માનવીનો અર્ધી કિંમતનો સ્ટોર પારાવાર પીડા, અકથ્ય વેદના, મૃત્યુનો ભય અને નિષ્ફળતાની પૂર્ણ શક્યતા સામે દેખાતી હોય, ત્યારે એના તરફ નજર સુધ્ધાં ઠેરવ્યા વિના માનવી એના પ્રયત્નો કર્યો જાય, તો તે કઈ સિદ્ધિ પામી શકે ? જીવનમાં આવેલા મહાદુર્ભાગ્યના વિચારો અળગા રાખીને, માત્ર સદ્ભાગ્ય સર્જવાનો વિચાર કરે, ત્યારે માનવીના પુરુષાર્થ આગળ પીડા પરાજય પામે છે, નિષ્ફળતા બાજુ એ ખસી જાય છે અને ખુદ મૃત્યુ પણ નિકટ આવતાં ગભરાય છે. ચીનના હુનન રાજ્યમાં જન્મેલ પેન્ગ શુઇલીન ૧૯૯૫માં શેનઝેનના રસ્તે પસાર થતો હતો, ત્યારે સામેથી પુષ્કળ સામાન ભરેલી ટ્રક એના પર ધસી આવી અને એના શરીરના અર્ધથી બે ટુકડા કરી નાખ્યા. એના શરીરનો નીચેનો ભાગ અને એના બંને પગ એવા કપાઈ ગયા કે જેને કોઈ રીતે સાંધી પેગ શુઈલીન Page #30 -------------------------------------------------------------------------- ________________ શકાય તેમ નહોતા, આથી સર્જનોને માટે એના પેટ નીચેના ભાગને સીવી લેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. પેન્ગ શુઇલીને શેનઝેનની હૉસ્પિટલમાં પૂરાં બે વર્ષ પસાર કર્યો. એના શરીરની પ્રક્રિયા વ્યવસ્થિત અને નિયમિત ચાલે, તે માટે એના પર વારંવાર ઑપરેશન કરવામાં આવ્યાં. પગ નહોતા, પેટની નીચેનો કોઈ ભાગ નહોતો. માત્ર જે માં ચૈતન્ય હતું એવા બે હાથ જ હતા, પણ એ હાથ પણ અતિ દુર્બળ હતા. બીજો માનવી મૂંગે મોંએ મોતને શરણે જાય ત્યારે પેન્ગ શુઇલીન જિંદગીના જોમ, જોશ અને મોજનો વિચાર કરતો હતો. એણે જોયું કે એના શરીરમાં કોઈ ચેતનવંતાં અંગો રહ્યાં હોય, તો માત્ર બે હાથ જ છે. એ હાથ એને માટે જીવન જીવવાનો એકમાત્ર આધાર હતા. પ્રારંભે એણે હાથને મજબૂત બનાવવા માટે વ્યાયામ શરૂ કર્યો, જેથી એ જાતે બ્રશ લઈને દાંત સાફ કરી શકે અને પોતાના ચહેરાને પાણીથી ધોઈ શકે. આ માટે પ્રત્યેક ક્ષણે એણે અપ્રતિમ પડકાર ઝીલવાનો હતો, પરંતુ એ પડકારની ભીષણતાનો વિચાર કરવાને બદલે પુરુષાર્થથી હસતે મુખે એક એક અવરોધ પાર કરવા લાગ્યો અને બે હાથના સહારે પેન્ગ શુઇલીન જીવતો રહ્યો. એની ઊંચાઈ માપીએ તો માત્ર ૭૮ સેન્ટિમીટર થાય, પણ એની કિંમતની ઊંચાઈનું માપ મેળવવું શક્ય ન હતું. એની જીવવાની શક્યતા માત્ર ત્રીસ ટકા હતી, પણ પેન્ગ શુઇલીન તો સોએ સો ટકા જીવવાના મિજાજ સાથે જીવતો હતો. એના પર કેટલાંય પરેશનો થયાં. પારાવાર વેદના વેઠી, પરંતુ એની જિજીવિષા આગળ આ બધી બાબતો સાવ ગૌણ બની રહી. અકસ્માતના એક દાયકા પછી ડૉક્ટરોએ એ પુનઃ ચાલી શકે તેવા પ્રયત્નો શરૂ કર્યા. ચીનના બેજિંગમાં આવેલા ‘ચાઇના રિહેબિલિટેશન રિસર્ચ સેન્ટરના ડૉક્ટરોએ કમરથી નીચેનો દેહ નહીં ધરાવતા આ માનવી માટે ઘણી મથામણ કરીને પગનું સર્જન કર્યું. આને માટે એક નરમ, સુંવાળું બીબું બનાવ્યું અને એની સાથે કૃત્રિમ પગોનું જોડાણ કર્યું. દર્દીની માફક ડૉક્ટરોની પણ કસોટી થઈ. ડૉક્ટરોએ ખૂબ ઝીણવટથી માપ લીધું. નિષ્ણાત ટેક્નિશિયનો 22 • જીવી જાણનારા Page #31 -------------------------------------------------------------------------- ________________ ચીનની રિહેબિલિટેશન રિસર્ચ સેન્ટરમાં શરીરનું માપ આપતો પેન્ગ શુઇલીન આ માનવીને માટે કૃત્રિમ પગ બનાવવાના કામે લાગી ગયા. એ બીબાં સાથે પગને જોડીને બે પગ વિનાના માનવીને ઊભા રહેતાં શીખવ્યું. ભાંખોડિયાંભેર ચાલતું બાળક ઊભા થવા માટે દીવાલનો ટેકો લઈ શકે, પરંતુ પેન્ગને માટે આ અશક્ય હતું. એના પગમાં સામાન્ય માનવીના પગ જેવી ક્ષમતા કે શક્તિ નહોતી, પરંતુ એના અસામાન્ય નિર્ધારે એની મર્યાદાઓને બાજુએ હટાવી દીધી. ડૉક્ટરોએ એ ચાલી શકે તે માટે સક્ષમ પગો આપ્યા અને એ પહેલી વાર કોરિડોરના પાઇપને પકડીને નાના બાળકની માફક પા પા પગલી પાડવા લાગ્યો. એ પછી ઘોડીના સહારે ચાલતો થયો અને ત્યાર બાદ પેન્ટ અને બૂટ પહેરીને એ છટાથી ફરતો થયો. અર્ધા માનવીનો અર્ધી કીંમતનો સ્ટોર • 23 Page #32 -------------------------------------------------------------------------- ________________ કૃત્રિમ પગ દ્વારા ચાલતો થયેલો પેન્ગ શુઇલીન ડોલના જેવા આકારના સોકેટની સાથે ડૉક્ટરોએ એના બંને પગ જોડી દીધા. એ પગ સાથે એવા બે કેબલ જોડ્યા કે જેને પરિણામે એનો એક પગ આગળ જાય, તો બીજા પગને પાછળ રાખે. ધીરે ધીરે આપણે ચાલીએ છીએ તેમ તે ચાલવા લાગ્યો. વળી આ પગની રચના એવી કરી કે જેથી એના પર શરીરનો ભાર આવે નહીં અને એ વાળી શકાય. એને ચાલતા જોઈને હૉસ્પિટલના વાઇસ-પ્રેસિડેન્ટ તો બોલી ઊઠ્યા, ‘અરે ! એ તો એની ઉંમરના મોટા ભાગના માણસો જેટલો સક્ષમ છે.' ચાલવા લાગેલો પેન્ગ શુઇલીન એમ કંઈ બેસી રહે ખરો ? એણો તો અર્ધા માનવીનો અર્ધી કિંમતનો સ્ટોર' શરૂ કર્યો અને ૩૭ વર્ષનો પેન્ગ આજે કુશળ વેપારી બની ગયો છે. અત્યારે એની ઊંચાઈ ૨ ફૂટ અને ૭ ઇંચ છે. જેમણે અવયવો ગુમાવ્યા છે અને કૃત્રિમ અવયવોને સહારે જીવે છે એવા 24 • જીવી જાણનારા Page #33 -------------------------------------------------------------------------- ________________ વિકલાંગ લોકોને એ વહીલચેર પર બેસીને હસતો હસતો પ્રવચન આપવા જાય છે અને એની જિંદગી જોઈને ઘણી વ્યક્તિઓ ક્ષુલ્લક અને દુઃખદાયી બાબતો પર રોંદણાં રોવાનું બંધ કરી દે છે. આખા ચીનમાં એણે પોતાના સ્ટોર્સ શરૂ કર્યા. અહીં દરેક ચીજ અડધી કિંમતે મળે છે અને આવા સ્ટોર્સની શૃંખલા સર્જી. આજે પેન્ગનું નામ ચીનના લાખોપતિ વેપારીઓની યાદીમાં મુકાયું છે. એ મોજથી પોતાનું કામ કરે છે અને કહે છે કે ‘તમારી વિચારધારા બદલશો તો જિંદગી બદલાઈ જશે.” આજે પેન્ગ શુઇલીન પારાવાર વિપદા પર વિજયો મેળવનારા માનવીનું જીવંત દૃષ્ટાંત બની રહ્યો છે. અર્ધા માનવીનો અર્ધી કીંમતનો સ્ટોર • 25 Page #34 -------------------------------------------------------------------------- ________________ સાગરનો સાવજ ફ્રાન્સિસ ચિશેસ્ટરે જુવાન જેવા જોશીલા અવાજે કહ્યું, ખબરદાર, મને બુઢો ધાર્યો છે તો ! ભલે મારી ઉમર ચોસઠ વર્ષની હોય, પણ તેથી હું કાંઈ ઘરડો થઈ ગયો નથી. કેટલાક લોકો આટલી ઉંમરે નિવૃત્તિમય જીવન ગાળવાનું પસંદ કરે છે, પણ મારે તો નિવૃત્તિના સમયને હજી ઘણાં ઘણાં વર્ષોની વાર છે. જેના જીવનમાં ઉત્સાહ ન હોય, કશુંય કરવાનાં અરમાન ન હોય અને જે આળસુ બનીને ભાગ્યના ભરોસે કપાળે હાથ મૂકીને બેસી રહે એ બુઢો કહેવાય.” પણ તમે તો ઘણી સિદ્ધિ મેળવી ચૂક્યા છો. જગતમાં સાહસવીર તરીકે પંકાઈ ચૂક્યા છો. હવે વળી તમારે કઈ નવી સિદ્ધિ મેળવવાની બાકી રહી છે ?” એક આતુર ફ્રાન્સિસ ચિશેટર યુવાને પૂછવું. Page #35 -------------------------------------------------------------------------- ________________ ચિશેસ્ટરે કહ્યું, “સાહસ કર્યો છે ખરાં, સિદ્ધિ મેળવી છે ખરી, પણ એ સિદ્ધિને વાગોળ્યા કરીને જીવનાર માનવી હું નથી. મારે માટે તો દરેક સિદ્ધિ એક નવા સાહસનો પડકાર લઈને આવે છે.” આતુર યુવકે પૂછ્યું, “તો હવે તમારે વળી કઈ સિદ્ધિ મેળવવાની બાકી છે ?" ચિશેસ્ટરના મુખ પર એક ચમકારો આવી ગયો. એમનું કરચલીવાળું મોં જરા તંગ બન્યું. એમની આંખોમાં ઉત્સાહનું તેજ પ્રગટયું. એમણે કહ્યું, “મારે તો હજી જીવનમાં ઘણાં અરમાન બાકી છે. હજુ તો નૌકામાં બેસીને આખી દુનિયાની સફર ખેડવી છે. એકલે હાથે મોતના મુખમાં જઈને તોફાની મહાસાગરોનો મુકાબલો કરવો છે. આજથી ચારસો વર્ષ પહેલાં બ્રિટનના સાગરસફરીઓના સાહસની મહાસાગર પર આણ વરતાતી હતી. આજે દુનિયાને મારા દેશના સાહસવીરોનો પરિચય કરાવવો છે. આ ઓળખાણ મીઠી મીઠી વાતોથી આપવી નથી, પરંતુ હું ખુદ અજોડ સાહસ કરીને એક વાર સાગરના સાહસવીરોનો દેશ કહેવાતા બ્રિટનનો પ્રત્યક્ષ પરિચય કરવા માંગું પણ ચિશેસ્ટરકાકા, તમને મોતનો ભય લાગતો નથી ?” ચોસઠ વર્ષના ચિશેસ્ટર ખડખડાટ હસી પડ્યા. એમણે કહ્યું, “અલ્યા, તું મને મોતનો ડર બતાવે છે ? પણ તને ખબર છે ? મોત મારાથી ડરે છે ! જો સાંભળ એક વાત. ઈ. સ. ૧૯૫૭ના એપ્રિલ મહિનામાં લંડનના એક વિખ્યાત સર્જનને મારી તબિયત બતાવી. એણે શારીરિક તપાસ કરીને કહ્યું કે તમને કૅન્સરનો જીવલેણ વ્યાધિ લાગુ પડ્યો છે. મેં દાક્તરને ફરી તપાસવા કહ્યું. ફરીથી મારી શારીરિક તપાસ થઈ અને દાક્તરે એ જ નિદાન કર્યું. એણે એમ પણ કહ્યું કે આ વ્યાધિ એટલો બધો ફેલાઈ ગયો છે કે તમારાં ફેફસાં ખવાઈ ગયાં છે ! ઑપરેશન કરીએ તોપણ બચવાની કશી આશા નથી. છેલ્લે દાક્તરે તો ગંભીર અવાજે એવો ફેંસલો આપ્યો કે હવે તો તમે માંડ ત્રણ-ચાર અઠવાડિયાના મહેમાન છો. પણ જુઓ, આજે મારામાં કેટલો બધો જુસ્સો અને તાકાત છે ! ત્રણચાર અઠવાડિયાની વાતને આજે તો નવ વર્ષ થઈ ગયાં. પ્રભુશ્રદ્ધા અને હિંમતથી એટલી જ મોજ થી આજેય જીવી રહ્યો છું. અરે ! ખુદ સાગરનો સાવજ 27 Page #36 -------------------------------------------------------------------------- ________________ કૅન્સરનું દર્દ મારી હિંમતથી હારીને આગળ વધતું અટકી ગયું છે.” પેલા જુવાનના મનમાં વળી એક પ્રશ્ન થયો. એણે કહ્યું, “એકલે હાથે નૌકામાં સફર કરવી એ કોઈ આસાન વાત નથી. કદાચ આખી દુનિયાની સફર કરવા જતાં આ દુનિયા છોડીને બીજી દુનિયાની સફર કરવી પડે, તો શું ? કૅન્સરના મોતમાંથી બચ્યા, પણ એથી શું? આવું જોખમી સાહસ કરીને મોતને સામે પગલે મળવા જવાતું હશે ?” ચિશેજીરે હસતાં હસતાં કહ્યું, “તને મોતનો ભય સતાવે છે, પણ સાહસ કરનારા તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરતા હોય છે. ઈ. સ. ૧૯૩૧માં એકલે હાથે વિમાન ચલાવીને ન્યૂઝીલૅન્ડથી જાપાન અને કૅનેડા થઈને વિશ્વયાત્રા કરવાનું મેં નક્કી કર્યું. એ સમયે આજના જેવાં આધુનિક યંત્રસામગ્રીવાળાં વિમાનો ન હતાં. કોઈ માનવીએ એકલે હાથે આવી સફર ખેડી ન હતી. ન્યૂઝીલૅન્ડથી હવાઈ જહાજ મારફતે છેક જાપાન સુધી પહોંચ્યો. પરંતુ જાપાનના યોકોહામા નજીકના કાત્સુરા બંદર પરનાં ટેલિફોનનાં દોરડાં સાથે મારું વિમાન અથડાયું. હું ગંભીર રીતે ઘાયલ થયો. પહેલાં તો મેં વિચાર્યું કે હું કદાચ બચી શકીશ નહીં, પણ હું ઊગરી ગયો ને એ પછી તો મેં અનેક સાહસભરી સિદ્ધિ નોંધાવી.” આવા હિંમતબાજ ચિશેસ્ટરે પોતાના જીવનનો આરંભ એક સાહસી વિમાની તરીકે કર્યો હતો. ઈ. સ. ૧૯૨૯ની ૨૮મી ઑગસ્ટે ચિશેસ્ટરે પાઇલટ તરીકેનું લાઇસન્સ મેળવ્યું અને વીસમી ડિસેમ્બરે તો એમણે એક નવો વિક્રમ સ્થાપવાનો વિચાર કર્યો. હવાઈ જહાજ મારફતે એકલા, બ્રિટનથી ઑસ્ટ્રેલિયા પહોંચવાનો નિર્ધાર કર્યો. એમને અનેક વાર વિમાન ઉતારવું પડ્યું, પણ આખરે તેઓ સિડની પહોંચ્યા ખરા. ૧૮૦.૫ કલાક હવાઈ જહાજ ચલાવીને આ સિદ્ધિ મેળવી, સિડનીના હવાઈમથકે ઓ સાહસિકને આવકારવા હજારો માનવીનો ભેગા થયા હતા. પણ નમ્ર ચિશેસ્ટર તો આટલા બધા માનવીઓને જોઈને આશ્ચર્ય પામ્યા. આવી અનેરી સિદ્ધિ ચિશેસ્ટરને તો તદ્દન સામાન્ય લાગતી હતી. આનું કારણ એ હતું કે આવી સિદ્ધિ મેળવનારા એ બીજા માનવી હતા. ચિશેસ્ટરને તો એવી સિદ્ધિ મેળવવી હતી કે જે કોઈ સાહસવીરે હાંસલ કરી ન હોય ! 28 • જીવી જાણનારા Page #37 -------------------------------------------------------------------------- ________________ એ ન્યૂઝીલૅન્ડ પાછા ફર્યા. ઈ. સ. ૧૯૩૧માં ‘ટાસ્માન' સમુદ્ર પર પૂર્વથી પશ્ચિમ દિશામાં ઉડ્ડયન કરવાનું અનોખું સાહસ હાથ ધર્યું. આશ્ચર્યની બાબત એ હતી કે એમનું ‘જિપ્સી માંથ’ આટલી લાંબી સફર માટે પૂરતું બળતણ સંગ્રહી શકે તેમ ન હતું. આથી ‘જિસી મોંથ ' વિમાનને દરિયા પર ઉતારી શકાય એવા દરિયાઈ વિમાનમાં પલટી નાખ્યું. ચિશેસ્ટરે પોતાની સફરના રસ્તામાં આવતા બે ટાપુઓના બારામાં ઊતરીને બળતણ ભરી લેવાનું નક્કી કર્યું. જો આ સફરમાં તેઓ આ નાનકડા ટાપુને શોધવામાં નિષ્ફળ જાય તો ચિશેસ્ટરનો અંજામ એક જ હતો અને તે મોત ! આ ઉડ્ડયનમાં એમને વિલંબ થયો. આ સમયે તેમનું વિમાન લૉર્ડ હોવે ટાપુ પાસેના બારામાં પવનના તોફાનના કારણે ખૂંપી ગયું. સદ્ભાગ્યે ટાપુવાસીઓએ વિમાન બહાર કાઢીને એના સમારકામમાં મદદ કરી. આટલું થયા પછી ચિશેસ્ટરના મગજમાં એવી ધૂન સવાર થઈ કે હવે તો વિમાનમાં બેસીને આખા વિશ્વની જ સફર ખેડવી. પરંતુ જાપાન સુધી પહોંચ્યા બાદ એમના વિમાનને ગંભીર અકસ્માત થયો અને ચિશેસ્ટરને ગંભીર ઈજા. થઈ. પહેલાં તો એવું લાગ્યું કે ચિશેસ્ટર બચશે પણ નહીં, પરંતુ થોડા સમયમાં જ એ સાહસવીર અવનવી સાહસની દુનિયામાં ફરી હાજ૨ થઈ ગયા. નબળી આંખોવાળા ચિશેસ્ટરને વિશ્વયુદ્ધમાં ભાગ લેવાની તક ન મળી, પણ એમણે કેટલીક આગવી પદ્ધતિઓ શોધી કાઢી કે જેનાથી યુદ્ધ સમયે વિમાનચાલકોને લાભ થાય. ચિશેસ્ટર ઉંમરની અડધી સદી વટાવી ગયા ત્યારે વળી એમને એક નવો શોખ જાગ્યો. ઈ. સ. ૧૯૫૨માં નૌકા ચલાવવાનું શીખવા માંડ્યું અને ૧૯૬૦માં તો કાબેલ ખલાસીની માફક એકલા એટલાન્ટિક પાર કરવાની નૌકાસ્પર્ધામાં ઊતર્યા. પોતાની નૌકાનું નામ રાખ્યું : ‘જિપ્સી મૉથ.' આ ‘જિપ્સી માંથ'ને આયર્લેન્ડમાં તૈયાર કરી. સામાન્ય સંજોગોમાં આવી ઘણા સઢવાળી નૌકાને ચલાવવા છ-સાત માણસની જરૂર પડે, પણ અહીં તો ચિશેસ્ટર એકલે હાથે નૌકામાં દરિયો ખેડવાના હતા. નૌકાની લંબાઈ ઓગણચાલીસ ફૂટ અને વજન તેર ટન હતું. નવાઈની વાત તો એ હતી કે આ અગાઉ ચિશેસ્ટરે કદી બાર ફૂટથી વધુ લાંબી નૌકા ચલાવી ન હતી ! સાગરનો સાવજ - 19 Page #38 -------------------------------------------------------------------------- ________________ ઍટલાંટિક મહાસાગરની અધવચ્ચે તો એકસો માઈલની ઝડપે વાવાઝોડું ફૂંકાતું હોય, આવા ગાંડાતૂર સાગરમાં નૌકા તો દડાની જેમ ઊછળે. વધુ ઊછળે તો ઊંધી વળી જવાનોય ભય. ઘણા અનુભવી નાવિકો તો આવી ખતરનાક સ્પર્ધાથી ડરીને દૂર જ રહ્યા. કોઈ રમતલેખકે તો આને અશક્ય અને ઘેલછાભરી નૌકાસ્પર્ધા કહી. પણ છપ્પન વર્ષના ચિશેસ્ટરે ઍટલાર્દિક મહાસાગરને પાર કરવા માટે ઝુકાવ્યું. ઈ. સ. ૧૯૬૦ની અગિયારમી જૂનની વહેલી સવારે ચિશેસ્ટરે બ્રિટનના પ્લાયમથ બંદરેથી વિશ્વની સૌથી કપરી અને ખતરનાક સ્પર્ધાનો આરંભ કર્યો. ચિશેસ્ટરની સાથે બીજા ચાર હરીફોએ ભાગ લીધો હતો. આ બધામાં ચિશેસ્ટર સૌથી મોટી ઉંમરના હતા. ઇંગ્લેન્ડના પ્લાયમથ બંદરેથી ન્યૂયૉર્ક સુધી પહોંચવાના દરિયાઈ માર્ગની લંબાઈ છે પૂરા ત્રણ હજાર માઈલ. સાગરના અફાટ ખોળે પોતાની ઘણા સઢવાળી નૌકાને ફાંસિસ ચિશેસ્ટર શક્ય તેટલી ઝડપથી હંકારતા હતા. સફરને પંદરમે દિવસે - બરાબર છવ્વીસમી જૂનના દિવસે - દરિયામાં ભયાનક તોફાન જાગ્યું. પવનના સપાટા સાથે ઊછળી આવતાં ઊંચાં ઝડપી મજા નૌકા સાથે અથડાવા લાગ્યાં. ઓગણચાળીસ ફૂટની ‘જિસી મોથ’ ધ્રૂજી ઊઠી. એનાં પાટિયંપાટિયાં ડોલી ઊઠ્યાં. નૌકાની કૅબિનમાં આરામ કરતા ચિશેસ્ટર એકાએક એમની પથારીમાંથી ઊછળી પડ્યા. માંડ માંડ ઊભા થવા ગયા અને ફરી પછડાયા. આખરે લથડતે પગે સૂતક સુધી પહોંચ્યા, ‘જિણી મૉથ ' પણ ચિશેસ્ટરની માફક જ લથડિયાં ખાતી ડોલી રહી હતી. તૂતક પર ગરજતાં મોજાંના પાણીના ફુવારા ઊડતા હતા. સઢ એવો ભયાનક ફફડાટ કરતા હતા. કે જાણે હમણાં જ એનો અવાજ કાન ફાડી નાખશે. નૌકાનાં પાટિયાં અને દોરડાં તો ક્યારે તૂટશે એ કહી શકાય તેમ ન હતું. ચિશેસ્ટરની આંખો પરનાં ચશમા પર પાણીની એટલી છાલકો વાગી હતી કે એમને કશું દેખાતું જ ન હતું. માંડ માંડ સમતોલન જાળવવા એ પ્રયત્ન કરતા હતા, જ્યારે ક તો ઘૂઘવાતા મહાસાગરના મુખમાં સહેજ માં જ ધકેલાઈ જતાં બચી જતા. કોઈ વાર પાટિયું, કોઈ વાર દોરડું તો કોઈ વાર થાંભલો પકડીને પોતાની જાતને જાળવી રાખતા. સઢ ઉતારવા માટે ચિશેસ્ટરે પાંચ 30 * જીવી જાણનારા Page #39 -------------------------------------------------------------------------- ________________ સાગર સફરી ફ્રાન્સિસ ચિશેસ્ટર કલાક સુધી ભગીરથ પ્રયત્ન કર્યો. એ તોફાન, એ એકલતા અને એ ગાંડોતૂર સાગર પોલાદી હૈયાને ભાંગી નાંખે તેવાં હતાં. એમણે દાંત ભીંસીને સુકાન સંભાળ્યું. એમના સતત ઘૂમતા હાથ થાકી ગયા. હવે માત્ર જીવતા ટકી રહેવાનો જ વિચાર કર્યો. પણ આખરે દરિયાલાલને આ બહાદુર બુટ્ટા સામે નમતું જોખવું પડ્યું. તોફાન શાંત થયું. આ ભયંકર તોફાનવેળાએ પણ આ સાહિત્યના શોખીન શેક્સપિયરનું વિખ્યાત નાટક ‘ટેમ્પેસ્ટ’ વાંચતા હતા ! ‘જિપ્સી મોથ' શાંત ગતિએ આગળ ધપવા લાગી. એકવીસમી જુલાઈના મધ્યાહ્ન ચિશેસ્ટર ન્યૂયૉર્ક પહોંચી ગયા. ઍટલાંટિક મહાસાગરની આ પ્રથમ નૌકાસ્પર્ધામાં ચિશેસ્ટર પ્રથમ આવ્યા. ચાળીસ દિવસની હિંમતભરી સફર ખેડી. એમના આવ્યા બાદ છેક આઠ દિવસ પછી એમની પછીના હરીફની નૌકા ન્યૂયૉર્ક પહોંચી. ૧૯૬૧માં ચિશેસ્ટરને વર્ષના શ્રેષ્ઠ નૌકાસુકાનીનો ખિતાબ મળ્યો. ચિશેસ્ટરને માટે દરેક સિદ્ધિ નવો પડકાર લઈને આવતી હતી. ૧૯૬૨માં એમણે ફરી વાર ઍટલાંટિક પાર કર્યો. આ સમયે ચાળીસ દિવસને બદલે તેત્રીસ દિવસમાં આ સિદ્ધિ મેળવી. ચિશેસ્ટરની તમન્ના તો ત્રીસ દિવસમાં ઍટલાંટિક પાર કરવાની હતી. જ્યાં સુધી આ સિદ્ધિ સાંપડે નહીં, સાગરનો સાવજ - 31 Page #40 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી પગ વાળીને બેસવાની વાત કેવી ? ઈ. સ. ૧૯૬૪ના મે મહિનામાં એમણે ત્રીજી વાર ઍટલાંટિક સ્પર્ધામાં ઝુકાવ્યું. એ ત્રીસ દિવસમાં આ સિદ્ધિ મેળવવા માગતા હતા. ત્રીસ દિવસમાં માત્ર ત્રણ મિનિટ બાકી હતી અને એમણે આ સિદ્ધિ મેળવી ! સાગરનો લલકાર ચિશેસ્ટરના ખમીરને પોકાર કરતો હતો. ચોસઠ વર્ષના ચિશેસ્ટરે એક ખતરનાક દરિયાઈ સાહસ હાથ ધર્યું. એમણે નૌકા દ્વારા પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનો નિર્ધાર કર્યો. ઈ. સ. ૧૯૬૭ના ઑગસ્ટ માસમાં ઇંગ્લેન્ડના પ્લાયમથ બંદરેથી એમણે પોતાની યાત્રાનો આરંભ કર્યો. ઘણાએ ચિશેસ્ટરને ના પાડી હતી. એ જે મહાસાગરમાંથી પસાર થવાના હતા તે વિશ્વનો સૌથી વધુ તોફાની સાગર હતો. ચિશેસ્ટરને મોતનો ભય ન હતો. ચોસઠ વર્ષે માનવી પથારીમાં સૂવાનું પસંદ કરે, ત્યારે આ ચિશેસ્ટર તો ત્રીસ હજાર માઈલની સાગર સફર ખેડીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું મન કરીને બેઠા હતા. સત્તાવીસ હજાર રૂપિયાની ‘જિપ્સી મોંથ 'માં એમણે પોતાની મહાયાત્રા શરૂ કરી. એમની આ સાગરસફર બે ભાગમાં વહેંચાયેલી હતી. પહેલામાં તો ઇંગ્લેન્ડના પ્લાયમથથી ઓસ્ટ્રેલિયાના સિડની સુધીનું તેર હજાર માઈલનું અંતર કાપવાનું હતું. પણ એ પાર કરતાં અગાઉ હજારો આપત્તિઓનો સામનો કરવાનો હતો. આ સમયે એકમાત્ર રેડિયોસેટ જ જગત સાથેના સંપર્કનું એમને માટેનું સાધન હતો. ૧૯૬૯ની ૨૭મી ઓગસ્ટે માનવધર્યની પરમ કસોટી સમી વિશ્વની સૌથી કપરી નૌકાયાત્રાનો આરંભ કર્યો. તોફાની દરિયા સામે નાનકડી નૌકામાં બેસીને એમને એકલે હાથે આપત્તિ સામે ઝઝૂમવાનું હતું. એમણે ધારી હતી એવી નૌકા તૈયાર થઈ ન હતી. દરિયાઈ બીમારી અને પગમાં થતી વેદના ચિશેસ્ટરને પરેશાન કરતાં હતાં. એમાંય વળી એક વાર તો મધરાતે ચિશેસ્ટરની નૌકા એક સ્ટીમર સાથે અથડાતાં માંડ માંડ બચી. ત્રણ અઠવાડિયાં પસાર થઈ ગયાં. ચિશેસ્ટરે પોતાનો ૬૪મા વર્ષનો જન્મદિન દરિયો પર શાંતિથી પસાર કર્યો. એમણે પોતાની ડાયરીમાં લખ્યું, હું માનતો નથી કે ઉમરની અસરમાંથી હું બચી શકું. પણ એનાથી ચિંતાગ્રસ્ત થવું શા માટે ? આપણી જિંદગીનો હેતુ તો જે ક્ષેત્રમાં હોઈએ તેમાં 32 • જીવી જાણનારા Page #41 -------------------------------------------------------------------------- ________________ સાગર સફરી ફ્રાન્સિસ ચિશેસ્ટર શ્રેષ્ઠ કામગીરી બજાવવાનો છે અને એમાં જ સાચો આત્મસંતોષ રહેલો છે.” જન્મદિવસ તો પસાર થઈ ગયો. ચિશેસ્ટર હજી એની મોજ અને નશાની અસરમાં ચકચૂર બનીને નૌકાના પાટિયા પર સૂતા હતા, એવામાં એક અણધારી આફત આવી, ‘જિણી મૉથ” એકાએક દરિયાઈ તોફાનમાં ફસાઈ ગઈ. આખી હોડી એક બાજુ નમી ગઈ. તેનો સઢ દરિયા ભેગો થાય તેમ હતો. જો આ સમયે એ નૌકાને સીધી ન કરે તો સ્થિતિ એવી હતી કે એમાં પાણી પેસી જાય અને નૌકાની સાથોસાથ પોતાને પણ જલસમાધિ લેવી પડે. નિરાંતે આરામ કરતા ચિશેસ્ટર પાસે કપડાં પહેરવાનો પણ વખત ન હતો. એમણે ખૂબ મહેનત કરી, સઢને હોડીમાં સરખો ગોઠવી દીધો અને ધીરે ધીરે નૌકા સીધી થઈ ગઈ. વૃદ્ધ ચિશેસ્ટરની સફર આગળ ચાલી. નૌકામાં એમણે તીખી ભાજી વાવી હતી. એનો પહેલો ફાલ ઊતર્યો ત્યારે એ ઝાપટી જવામાં આ એકલવાયા સાગરવીરને ભારે મઝા પડી. સફર આગળ ધપતી હતી. સમય પસાર થતો સાગરનો સાવજ • 33 Page #42 -------------------------------------------------------------------------- ________________ હતો. સિડની પહોંચવાનું અંતર ઓછું થતું જતું હતું. એકાએક એક મોટી મુશ્કેલી ચિશેસ્ટરને ઘેરી વળી. ‘જિપ્સી માંથ’નું સ્વયંસંચાલિત દિશાચક્ર (સ્ટિયરિંગ) બગડી ગયું. આ યંત્ર એમની યોજના પ્રમાણે તૈયાર થયું ન હતું. એ વધારે પડતું વજનદાર બન્યું હતું. ચિશેસ્ટરને સુધારાવધારા કરેલા યંત્રથી કામ લેવું પડ્યું. દક્ષિણના દરિયામાં ‘ગર્જતા ચાળીસ અક્ષાંસ'નો વિસ્તાર ઘણો ખતરનાક હોય છે. આ અક્ષાંસ વર્ષોથી સાગરખેડુઓને મૂંઝવતો આવ્યો છે. ચિશેસ્ટરે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. કશીય ચેતવણી વગર હવામાન અશાંત બની ગયું. ખૂબ ઝડપથી પવનના સુસવાટા બોલવા લાગ્યા. આ સમયે સૌથી નજીકનો કિનારો પણ ચિશેસ્ટરની નૌકાથી ૩૦૦ માઈલ દૂર હતો. આથી જો નૌકા તોફાનમાં ઊંધી વળે તો બચવાની કોઈ આશા ન હતી. મોજાં ૬૦ ફૂટ જેટલે ઊંચે ઊછળતાં હતાં. મોજાંના પ્રવાહમાં તણાઈ જતાં બચવા માટે ઘણી વાર તો ચિશેસ્ટરને કૂવાથંભ સાથે દોરડાથી પોતાની જાતને બાંધી રાખવી પડતી. આ અક્ષાંસ પર જ માનવીને આકરો લાગે તેવો એક ખાસ પ્રકારનો અવાજ સંભળાતો હતો. ૧૫મી નવેમ્બર ને ગુરુવારે સ્વયંસંચાલિત દિશાચક્ર (સ્ટિયરિંગ) તૂટી ગયું. એને સમું કરવાના કે નવું જ બનાવી કાઢવાના ચિશેસ્ટરે ઘણા પ્રયત્નો કર્યા, પણ એના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. નૌકાની ગતિ ધીમી થઈ ગઈ. એકસો દિવસમાં સિડની પહોંચવાની એમની યોજના ભાંગી પડી. એટલું તો ઠીક, પણ હવે ક્યાંય રોકાયા વિના સિડની પહોંચવાની એમની નેમ સફળ થાય તેમ લાગી નહીં. આથી તો ચિશેસ્ટરે પોતાની પત્નીને સિડનીને બદલે ઑસ્ટ્રેલિયાની પશ્ચિમે આવેલા ફ્રીમેન્ટલ બંદરે આવવાનો સંદેશો આપ્યો. એમણે નૌકાની દિશા પણ બદલી. પરંતુ ૧૭મી તારીખે ચિશેસ્ટરનું મન પલટાયું. એમણે નક્કી કર્યું કે ગમે તેવી આપત્તિ સહન એ કરશે, પરંતુ હાર કબૂલ કરશે નહીં. ફરી પોતાની પત્નીને સિડની આવવાનો સંદેશો મોકલ્યો. હવામાન ખરાબ હતું. દિશાસંચાલનની મુશ્કેલી હતી. મુખ્ય માર્ગ પર વાહનોની અથડામણમાંથી બચીને નૌકાને હંકારવાની હતી. આવી ઝીંક ઝીલતાં ઝીલતાં પણ ‘જિપ્સી માંથ’ તરતી રહી. એની નેમ સાધતી રહી. 34 * જીવી જાણનારા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૨મી ડિસેમ્બરે એ વિજયી બનીને સિડનીના બારામાં દાખલ થઈ. ઇંગ્લૅન્ડથી ‘કૅપ ઑફ ગુડ હોપ’ની ભૂશિરને ફરીને એક્સો દિવસમાં ઑસ્ટ્રેલિયાના સિડની બંદરે પહોંચવાનો નિર્ધાર કરનાર ચિશેસ્ટર ચૌદ હજાર ને એકસો માઈલની સફર ખેડીને આવ્યા, પણ નૌકાની યાંત્રિક મુશ્કેલીને લીધે સાત દિવસ વધુ લાગ્યા. સિડનીમાં આ સાહસવીરનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. બસોથી પણ વધારે જહાજોએ સાયરન વગાડીને આ બહાદુર બુઢ્ઢાને સલામ આપી. કેટલીય આપત્તિઓ સહન કરીને ચિશેસ્ટરે આ સિદ્ધિ મેળવી હતી, પરંતુ એ જ્યારે સિડનીના બંદરે ઊતર્યા ત્યારે સ્વસ્થ અને સ્ફૂર્તિવાળા જણાતા હતા. સિડનીમાં થોડો આરામ લઈને ફરી પાછા ચિશેસ્ટર પોતાની નૌકા પર હાજર થઈ ગયા. એમાં ઘણા ફેરફાર કર્યા. લોખંડની પટ્ટીઓ જડીને એના પાયાનો મોભ લાંબો કરાવ્યો. આ સમયે ઇંગ્લૅન્ડનાં રાણીએ ચિશેસ્ટરને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો. હવે ફ્રાંસિસ ચિશેસ્ટર સામે એક મહાન પડકાર ખડો હતો. ‘કૅપ હૉર્ન ભૂશિરના કપરા રસ્તેથી વળતી મુસાફરી કરવાની હતી. આ વિસ્તારમાં વિશ્વના સહુથી વધુ ઝંઝાવાતી અને ખતરનાક સાગર આવેલા છે. ઊંચાં મોજાં, સખત વાવાઝોડાં અને બરફના પર્વતોનો વારંવાર સામનો કરવો પડે. આવી નૌકા માટે તો આ રસ્તો ઘણો જ ખતરનાક કહેવાય. આ અગાઉ આ તોફાની વિસ્તારમાં આઠ નૌકાઓએ પોતાની તાકાત બતાવવા ઝુકાવ્યું હતું, પણ આમાંની છ નૌકા તો મોજાંઓના તોફાનને કારણે સાવ ઊંધી વળી ગઈ હતી. ૬૫ વર્ષના ચિશેસ્ટરને સહુએ બાકીની સફર પડતી મૂકવાની સલાહ આપી, પરંતુ આ માનવીએ કદી મુસીબતો મૂંઝવી શકી ન હતી. એમણે કહ્યું, “ભલે મરી જવું પડે, પણ ‘કૅપ હૉર્ન’ તો જઈશ જ.” સાત અઠવાડિયાંના આરામ પછી ૧૯૬૭ની ૨૯મી જાન્યુઆરીએ સિડનીથી વળતી સફરની શરૂઆત કરી. બીજે દિવસે મધરાત પછી એક અણધાર્યું મોજું જોશથી ચિશેસ્ટરની નૌકાને અફળાયું. ચિશેસ્ટર હોડીના એક છેડા તરફ ફેંકાઈ ગયા. સઢ દરિયામાં નમી ગયા. કૂવાથંભ આડો થઈ ગયો. માંડ માંડ ‘જિપ્સી માંથ' સરખી થઈ. કૅબિનમાં પડેલી બધી વસ્તુઓ સાગરનો સાવજ • 35 Page #44 -------------------------------------------------------------------------- ________________ આડીઅવળી ફેંકાઈ ગઈ હતી. બાકીની મુસાફરીનો અર્થો સમય તો આ વસ્તુઓને ફરી જુદી પાડવામાં ગયો ! સફરની શરૂઆતમાં જ આવી દશા થઈ. અઠવાડિયાં સુધી એમની નૌકા દક્ષિણ પૅસિફિકનાં તોફાની મોજાંઓનો માર ઝીલતી રહી, વારંવાર દરિયો તદ્દન શાંત પડી જતો. નૌકા સાવ સ્થિર થઈ જતી. સઢ ઢીલા પડી જતા અને દરિયાનો માર્ગ સહેજ કાપી શકતા નહીં. સહુએ ન્યૂઝીલેન્ડની દક્ષિણે થઈને જવાની સલાહ આપી હતી, પણ એવી સલામતીનો વિચાર કરે તો ચિશેઅર શાના ? એમણે તો ન્યૂઝીલૅન્ડની ઉત્તરે થઈને જ નૌકા હંકારી. વળી ફરીથી પેલા ‘ગર્જતા ચાળીસ અક્ષાંસ’ તરફ રસ્તો કાઢ્યો. સિડનીથી નીકળ્યા પછી બાવનમે દિવસે એમણે ‘કંપ હૉન’ ભૂશિરનો વળાંક લીધો. ભલભલા સાહસિકોને માત કરે એવો તોફાની દરિયો હતો. આ ભૂશિર પસાર કરતી વખતે ચિશેસ્ટરને પોતાની દરિયાની સફરનો સૌથી કપરો અનુભવ થયો. એમની નાનકડી નૌકાને જંગી મોજાં દડાની માફક આમતેમ ઉછાળતાં હતાં. એકમાત્ર રેડિયો દ્વારા તેઓ દુનિયા સાથે સંપર્ક ધરાવતા હતા. એમણે એ સમયે રેડિયો સંદેશામાં જણાવ્યું, હું ખૂબ જ ગભરાઈ ગયો છું.” સફર પૂરી થયા પછી પત્રકારોને મુલાકાત આપતી વખતે એમણે એ જ કપરા સમયને યાદ કરતાં કહ્યું હતું, “એ સમયની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે કૅબિનની અંદર ગબડી ન પડાય તે માટે મારે સતત કશુંક પકડી રાખવું પડતું. આ સમયે હું બચ્યો તે માત્ર મારા ભાગ્યબળે. મારી આ સફર સફળ થવા કરતાં નિષ્ફળ થવાની ત્રણગણી શક્યતા ધરાવતી હતી.” આખરે હિંમત, નસીબ અને દેઢ ઇચ્છાશક્તિને પરિણામે ચિશેસ્ટરે સફળતા મેળવી. ૧૯૬૭ની ૨૮મી મેની રાત્રે સિડનીથી ૧૧૯ દિવસની સફર ખેડીને ચિશેસ્ટર ઇંગ્લેન્ડના પ્લાયમથ બંદરે ઊતર્યા, ત્યારે બે લાખથી પણ વધુ માનવોની મેદનીએ ચિશેસ્ટરને ગગનભેદી હર્ષનાદ કરીને વધાવી લીધા. બ્રિટનના શાંતિકાળના ઇતિહાસમાં કોઈને આવું ભવ્ય માન કે આટલો બધો લોકાદર મળ્યો ન હતો. ચશ્માંધારી ચિશેસ્ટર પોતાની નૌકામાંથી બહાર નીકળ્યા ત્યારે એમનું સ્વાગત કરવા આવનારાઓએ પોતાનો હાથ લંબાવીને એ હાથ પકડીને બહાર આવવા કહ્યું. જવાંમર્દ ચિશેસ્ટરે નમ્રતાથી એનો 36 * જીવી જાણનારા Page #45 -------------------------------------------------------------------------- ________________ અસ્વીકાર કર્યો. એકલે હાથે આખું જગત ખેડનારો કોઈનો સહેજે સહારો લે ખરો ! આટલી લાંબી સફર ખેડી હોવા છતાં ચિશેસ્ટરના મુખ પર અનેરી સ્કૂર્તિ હતી. એમણે પ્લાયમથ બંદરે ઊતર્યા પછી સ્વાગત માટે આવનાર નામાંકિત પુરુષો સાથે હસતે મુખે હાથ મેળવ્યા. એમના પગમાં સહેજે થાક જણાતો ન હતો. એમના મુખ પર સહેજે કંટાળો દેખાતો ન હતો. લાંબી સફર ખેડીને આવેલા ચિશેસ્ટરને એક પત્રકારે પૂછ્યું, “અરે ! તમે તો સાવ તાજા-માજા લાગો છો. તમે હવે ફરી વાર આવી લાંબી સાગરયાત્રા કરી શકો ખરા?” ચિશેસ્ટરે જવાબ આપ્યો : “હા, જરૂર કરી શકું પણ એક અઠવાડિયા પછી.” આવો છે ચિશેસ્ટરનો હિંમતભર્યો અડગ દિમાગ. ૬૫મે વર્ષે સાડાનવ મહિના સુધી ચાલનારી ત્રીસ હજાર માઈલની પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા ચિશેસ્ટરે કેટલીયે સિદ્ધિઓ મેળવી, એ નાનકડી નૌકામાં કોઈ પણ નૌકાયાત્રી કરતાં બમણી ઝડપે પૃથ્વીની પ્રદક્ષિણા કરનારા પ્રથમ માનવી બન્યા. કોઈ પણ બંદરે રોકાયા વિના સૌથી લાંબામાં લાંબું અંતર કાપનારા ચિશેસ્ટર જ , એકલે હાથે સાગર ખેડનારા કોઈ પણ માનવી કરતાં ચિશેસ્ટરે બમણી સફર ખેડી. આવી જ રીતે આવી નૌકામાં એક અઠવાડિયા સુધી સતત એકસો માઈલથી પણ વધુ અંતર કાપવાનો વિક્રમ એમણે બે વાર તોડ્યો. પોતાની સફરમાં ઊપડતી વખતે અને વળતી વખતે એકલે હાથે લાંબામાં લાંબું અંતર કાપવાનો વિક્રમ ચિશેઅરે બે વાર તોડ્યો. આવા અનેક વિક્રમો સર્જનારી ચિશેસ્ટરની લાંબી, ખતરનાક અને સાહસિક સાગરયાત્રા વીસમી સદીની એક રોમાંચક સાહસસિદ્ધિ ગણાઈ. ચિશેસ્ટર તો મોટી ઉમરને અસલી કામ કરવાનો સમય માને છે. આ સમયે માનવી પોતાના વિશાળ અનુભવ, ઊંડા જ્ઞાન અને વિચારપ્રૌઢતાનો સાચો લાભ સમાજ ને અને દેશને આપી શકે છે. તેઓ કહે છે : “ જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો હોય છે, ત્યાં સુધી તેને માટે કોઈ ને કોઈ કામ કરવાની તક રહેલી હોય છે. દરે ક મનુષ્યમાં આગળ ધપવા માટે અને સફળતા મેળવવા માટે સાગરનો સાવજે • 37 Page #46 -------------------------------------------------------------------------- ________________ સાહસ હોવું જરૂરી છે. અંતિમ લક્ષ તો મરતાં મરતાં પણ મળ્યા વિના રહેતું નથી.’ માનવીનું અદમ્ય ખમીર, એની સાહસવૃત્તિ અને મોતને પડકારવાની એની હિંમતનું ચિશેસ્ટર જીવંત ઉદાહરણ બની ગયા. દૂબળું શરીર, કમજોર આંખો, મોટી ઉંમર અને કૅન્સરના વ્યાધિ સાથે સાગરની સફરના ઇતિહાસમાં અનેરી સિદ્ધિ નોંધાવનારા સાહસવીર તરીકે ચિશેસ્ટર અમર બની ગયા છે. 38 • જીવી જાણનારા Page #47 -------------------------------------------------------------------------- ________________ પુષ્પાનાં ‘બટરફ્લાય” જગત જીવે છે સ્વપ્નદ્રષ્ટાઓથી ! પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે એ કોઈ કંટકછાય, દુર્ગમ રાહ પસંદ કરે છે. એ રાહ પર ચાલતાં વારંવાર ઠોકરો ખાય છે, પછડાય છે, અથડાય છે, પણ વળી પાછાં ટટ્ટાર ખડા થઈને આગળ વધે છે. એમને દુન્યવી સુખમાં સહેજેય રસ નથી, વૈભવી ઝાકમઝાળ પર મીટ માંડતાં નથી. એ તો પોતાના સ્વપ્નની સિદ્ધિ કાજે સર્વસ્વ ન્યોછાવર કરી જીવે છે ! સામાન્ય માનવી સંપત્તિ અને સમૃદ્ધિ પાછળ દોડ લગાવે છે, જ્યારે આ સ્વપ્નસેવીઓ સ્વપ્નસિદ્ધિ કાજે દિવસે દોડે છે, ને રાતોની રાતો ઉજાગરા કરે છે. અણગમતાને ગમતું કરે છે, આતને આનંદ માને છે અને સ્વપ્ન સિદ્ધ થાય નહીં, ત્યાં સુધી પલાંઠી વાળીને બેસતાં નથી. આજથી આઠ વર્ષ પૂર્વે નેપાળની પુષ્પા બાઝનેટ Page #48 -------------------------------------------------------------------------- ________________ એકવીસ વર્ષની પુષ્કા બાઝનેટને ભીતરમાંથી એક અવાજ સંભળાયો. દુનિયા બહારના કોલાહલમાં ડૂબેલી હોય છે ! કોઈ વિરલા પાસે જ ભીતરનો અવાજ સાંભળવાના કાન અને હૃદય હોય છે ! પુષ્પો બાઝનેટ કાઠમંડુની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કરતી હતી. એણે સ્નાતક કક્ષાએ સોશ્યલ વર્કનો વિષય લીધો હતો. આ વિષયનો જેમ જેમ એ અભ્યાસ કરતી ગઈ, તેમ તેમ એને એની આસપાસના સમાજને જોવાની દિલચસ્પી જાગી. પુસ્તકોની દુનિયામાંથી એ પોતાની ચોપાસની દુનિયામાં ઘૂમવા લાગી, કારાવાસ ભોગવતા જુદા જુદા સામાજિક વર્ગના લોકોનું જીવન, એમનો સંઘર્ષ અને એમની વર્તમાન સ્થિતિની પ્રત્યક્ષ જાણકારી મેળવવા લાગી. અભ્યાસની કેડીએ ચાલતી આ એકવીસ વર્ષની છોકરી છે કે કાઠમંડુની જેલ સુધી પહોંચી ગઈ અને જેલમાં ફરતાં એણે એક હૃદયદ્રાવક અનુભવ કર્યો. આ જેલમાં મરવાને વાંકે જીવતાં હોય તેવાં શિશુઓ જોયાં. સુસ્તીથી એક ખૂણામાં પડી રહેલાં બાળકો જોયાં. મેલાંઘેલાં અને ફાટેલાં કપડાં પહેરેલાં એ બાળકોની પાસે વાંચવાનાં પુસ્તક તો ક્યાંથી હોય ! ખાવાના સાંસા હતા ! કશાય વાંકગુના વિના આ નિષ્પાપ, નિર્દોષ શિશુઓને જેલના સળિયાઓની પાછળ જીવવું પડતું હતું. અંધારી દુનિયાનો અભિશાપ વેઠવો પડતો હતો ! વાંક-ગુના વિના જન્મતાંની જ સાથે આજીવન કારાવાસની સજા ! ઊછળકૂદને બદલે જેલની ખોલીમાં જીવવાની સજા ! વળી ચોપાસ વાતાવરણ પણ કેવું ભયાવહ ! ક્યાંક અપશબ્દોની ઝડી વરસતી હોય. કેદીઓ વચ્ચે વારંવાર નાના-મોટા ઝઘડા થતા હોય ! ક્યાંક પોલીસોનો ત્રાસ જોવા મળતો હોય, તો ક્યાંક ગુનાના બોજથી મૃત્યુની રાહ જોતા ગુનેગારો લમણે હાથ દઈને કે ટૂંટિયું વાળીને બેઠા હોય. અહીં નાનાં બાળકોને જોઈને પુષ્પાના મનમાં એવો વિચાર જાગ્યો કે પોતે કેટલી નસીબદાર હતી કે બાળપણમાં અપાર સુખની વચ્ચે એનો ઉછેર થયો. પાણી માગ્યું તો દૂધ મળ્યું. મોંધી કિંમતનાં ઢીંગલા-ઢીંગલી મળ્યાં. રમકડાંનો તો પાર નહીં. ધીરે ધીરે ઘરમાં પુસ્તકોનો ઢગ પણ ખડકાવા લાગ્યો. આમ આ એકવીસ વર્ષની યુવતી કારાવાસમાં કાળી જિંદગી જીવતાં બાળકોને જોઈને પોતાના સુખી બાળપણની સ્મૃતિમાં સરી પડી ! માનવીનું મન કઈ ક્ષણે 40 * જીવી જાણનારા Page #49 -------------------------------------------------------------------------- ________________ જેલના કેદીઓનાં બાળકો સાથે પુષ્પા બાઝનેટ શું અનુભવશે, એનો તાગ તો કોણ પામી શકે? પુષ્મા પોતાની બાલ્યાવસ્થાનાં મુગ્ધ સ્મરણોમાંથી બહાર આવી કે તરત એણે જેલના સળિયા પાછળ જીવતાં, સબડતાં શિશુઓને જોયાં. એમનું જન્મસ્થળ કારાવાસની કોટડી હતું. આ માસૂમ બાળકોનો શો ગુનો ? એમનો વાંક એટલો કે એમણે કોઈ રૂપાળા ઘરને બદલે બિહામણી જેલમાં જન્મ લીધો ! એક નાની બાળકીએ પુષ્માની શાલ પકડી લીધી. જાણે શાલ ખેંચીને એ હસતી હસતી પોતાની પાસે બોલાવતી હોય એમ લાગ્યું. એના ચહેરા પરનું હાસ્ય પુષ્કાની સ્મૃતિમાં જડાઈ ગયું. પુષ્પા ઘેર પાછી ફરી. પોતાના પિતાને થયેલા વિલક્ષણ અનુભવની વાત કરી. કોણ જાણે કેમ, પણ શાલનો છેડો પકડતી પેલી બાળકીનું હાસ્ય પુષ્પાના મનને આકર્ષી રહ્યું. એનાં માતાપિતાએ એને કહ્યું કે જીવનમાં કોઈ નવી કે અણધારી ઘટના બને, ત્યારે એ બે-ચાર દિવસ સવિશેષ યાદ રહે છે, પાંચમા દિવસે તો તારા ચિત્તમાં સ્મરણની એક રેખાય નહીં જડે. પુષ્પાએ માતાની વાત સ્વીકારી તો ખરી, પરંતુ પેલી બાળકીનું હાસ્ય એને સતત આકર્ષતું અને પોતાના ભણી ખેંચતું લાગતું હતું. એવામાં એના ભીતરમાંથી અવાજ સંભળાયો, | ‘પુષ્પા, જેલમાં પાછી જા. એ મારી બાળકીને લઈ આવ.” પુષ્પાનાં ‘બટરફ્લાય’ • 41 Page #50 -------------------------------------------------------------------------- ________________ ભીતરમાંથી જાગેલો આ અવાજ પુષ્માના મનમાં પ્રતિધ્વનિત થયો. એણે ફરી પોતાની માતાને પૂછવું કે ઘણા પ્રયત્ન પણ એ પેલી હસમુખી છોકરીને ભૂલી શકતી નથી. હવે એ લાખ પ્રયત્ન કરીને પણ એ છોકરીને જેલની તોતિંગ દીવાલોમાંથી ખુલ્લી હવામાં લાવશે. એનાં માતાપિતાએ એની આ વાતને હસી કાઢી. જેલમાં રહેલી બાળકી સાથે કંઈ આવાં હદયનાં બંધન હોય ? ભૂલી જવાની વાતને આમ પકડીને બેસી જવાય ? અંધારી દુનિયામાં જીવનાર સદા જીવનના અંધારામાં જ વસતાં હોય છે. એમનું નસીબ એ પ્રકારનું હોય છે. અજવાળું એમને ગમતુંય નથી અને ફાવતુંય નથી. માતાપિતાએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પુષ્મા એમની વાતને સ્વીકારી શકી નહીં. એના મિત્રોને એણે અંતરના અવાજની વાત કરી, તો સહુને એને પાગલ ગણીને હસી કાઢી. માતાપિતાએ સમજાવ્યું કે જેલમાં રહેલી એ બાળકીને બહાર લાવીને તે શું કરીશ ? તને કદાચ એનું હાસ્ય મળે, પણ એનું બહારની દુનિયામાં પાલનપોષણ કરવાની તારામાં હિંમત કે ક્ષમતા છે ખરી ? એક તો તું હજી કૉલેજમાં અભ્યાસ કરે છે, કોઈ નોકરી-ધંધો કરતી નથી અને આર્થિક ઉપાર્જનના બીજા કોઈ સ્ત્રોત પણ નથી, તો પછી એ બાળકની જવાબદારી કઈ રીતે સંભાળી શકીશ ? પુષ્માએ કહ્યું કે મન હોય તો માળવે જવાય. એના મકસદમાં એ મક્કમ હતી. એ જાણતી હતી કે દુનિયાના અત્યંત ગરીબ દેશોમાં એના માદરેવતન નેપાળની ગણના થાય છે. એની અડધા ઉપરાંતની વસ્તી આંતરરાષ્ટ્રીય ગરીબીરેખા હેઠળ રોટલાના ટુકડા માટે ઓશિયાળું જીવે છે. આવી ગરીબીમાં કોઈએ ગુનો કર્યો હોય કે પછી જાણીબૂજીને અપરાધ કર્યો હોય, પણ તેને કારણે આ નાનાં હસતાં ફૂલ જેવાં નિર્દોષ બાળકોને જેલની સજા શા માટે ? જેલની પરિસ્થિતિનો તલસ્પર્શી અભ્યાસ કરવા માટે પુષ્પાએ જેલની મુલાકાતો લેવાનું શરૂ કર્યું. એને ખ્યાલ આવ્યો કે કારાવાસ ભોગવતાં માતાપિતાનાં સંતાનોની સંભાળ લેવા માટે બહારની દુનિયાનો કોઈ માણસ તૈયાર નથી, આવાં બાળકોને કાં તો નસીબને આધારે શેરીમાં રખડતાં છોડી દેવાં પડે અથવા તો જેલના સળિયાની પાછળ એમનાં માતાપિતા સાથે રાખવા 42 * જીવી જાણનારા Page #51 -------------------------------------------------------------------------- ________________ પડે. આ સિવાય એમનો બીજો કોઈ આરો કે ઓવારો નહોતો. પુષ્પાએ નેપાળના જેલવિભાગમાં તપાસ કરી, તો ખ્યાલ આવ્યો કે નેપાળનાં જુદાં જુદાં સ્થળોની જેલોમાં એંસી જેટલાં નિર્દોષ બાળકો કારાવાસ ભોગવે છે, એને પેલો ભીતરનો અવાજ પજવતો હતો, એનું ભીતર કહેતું હતું કે ગમે તે થાય, તોપણ તું એવો પ્રયત્ન કર કે એકે નિર્દોષ બાળકને એનું મુગ્ધ, મોજીલું અને રમતિયાળ બાળપણ જેલના સળિયાની પાછળ વિતાવવું પડે નહીં. એણે વિચાર્યું કે મારે આ અભાવગ્રસ્ત બાળકોની જિંદગી સુધારવા માટે કશુંક કરવું જોઈએ. જો આ કાર્ય ન કરે, તો એની સોશ્યલ વર્કની કેળવણીને યોગ્ય ન્યાય નહીં આપી શકે અને એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે સમાજનો દ્રોહ કર્યો ગણાય. કોઈ પણ ભોગે આ બાળકોને જેલની બહાર લાવવાં છે. વળી આ બાળકો બહારની દુનિયાથી તદ્દન અજ્ઞાત હતાં. એમને ખ્યાલ પણ નહોતો કે બહાર એક એવી દુનિયા છે કે જ્યાં તમે મુક્ત રીતે હરીફરી શકો છો, જ્યાં તમે દોસ્તો સાથે બગીચામાં લટાર મારી શકો છો, જ્યાં તમે નિશાળમાં જઈને ગોઠિયાઓ સાથે અભ્યાસ કરી શકો છો. પુષ્પા બાઝનેટે જેલવાસી બાળકોની મનઃસૃષ્ટિનો અભ્યાસ કર્યો. પુષ્પા બાઝનેટ જેમ જેમ આ બાળકોની માનસમૃષ્ટિનો અભ્યાસ કરતી ગઈ, તેમ તેમ એના હૃદયમાં વધુ ને વધુ પીડા જાગવા લાગી. એણે નક્કી કર્યું કે આ બાળકોને જેલની તોતિંગ દીવાલોમાંથી અને કારાવાસની બંધિયાર ખોલીમાંથી હું જરૂર મુક્ત કરીશ. પુષ્પાનો વિચાર ઉમદા, આવશ્યક અને ઊંચેરો હતો, પણ એને સાકાર કરવામાં સામે પારાવાર મુશ્કેલીઓ હતી. જેલમાં જઈને એ આ બાળકોની માતાઓને મળી અને એમને સમજાવ્યું કે તમે તમારાં બાળકોને મારી સાથે બહાર મોકલો. હું એમને ઉછેરીશ. હું એમનું સંપૂર્ણ ધ્યાન રાખીશ. ગુનાની અંધારી આલમમાં જીવતી આ સ્ત્રીઓના મનમાં દહેશત જાગી કે યુવતી આ એનાં લાચાર, નિઃસહાય બાળકોને જેલમાંથી બહાર લઈ જઈને કોઈ અંધારી દુનિયામાં તો ધકેલી નહીં દે ને! પુષ્કાનાં ‘બટરફ્લાય’ • 43 Page #52 -------------------------------------------------------------------------- ________________ આ કૉલેજિયન યુવતી બાળકોની માતાઓને ઘણું સમજાવતી, પણ એમના મનમાં આ વાત બેસતી નહોતી. એક તો આ યુવાન સ્ત્રી છે, એને વળી બાળકોના લાલન-પાલનની શી ખબર પડે ! વળી એ અભ્યાસમાં પ્રગતિ કરે કે દામ્પત્યજીવનમાં ઝંપલાવે, તો પોતાનાં બાળકોનું શું ? એ તો સાવ રસ્તા પર રખડતાં નિરાધાર બની જાય ! એમનું વેચાણ પણ કરી નાખે અથવા એમની પાસે રસ્તા પર ભીખ મંગાવે ! પુષ્પાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ એમાં એને સફળતા મળતી નહોતી. એવામાં યુવાન પુષ્કાની ધગશ જોઈને જેલરને એના વિચારમાં રસ પડ્યો. એણે પુષ્માને સહાયરૂપ થવાનું નક્કી કર્યું અને જેલરે જાતે જઈને કારાગૃહમાં બંદીવાન મહિલાઓને પુષ્યાની વાત સમજાવી. જેલના સત્તાવાળાઓ પાસેથી બાળકોને બહાર લઈ જવાની મંજૂરી મેળવવી એ પણ એક કપરું કામ હતું. એથીય વધુ મુશ્કેલ કામ આ બાળકોને રાખવાનું હતું. એણે કાઠમંડુમાં ‘અર્લી ચાઇલ્ડહૂડ ડેવલપમેન્ટ સેન્ટર' નામનું બિનસરકારી સંગઠન રચ્યું. એણે પોતાના મિત્રોને વાત કરી. જેલમાં યાતના ભોગવતાં શિશુઓની હાલતની કરુણ કથની સાંભળીને એના મિત્રો પણ સહાયભૂત બન્યા અને એમણે દાન રૂપે પુષ્પા બાઝનેટને આર્થિક સહાય કરી. એણે જેલના શિશુઓ માટે એક ઘર ભાડે લીધું. એમાં રાચરચીલું ગોઠવ્યું.. ઘર તો તૈયાર થયું, પણ બાળકોને જેલની બહાર લાવવાં કઈ રીતે ? વારંવાર નિષ્ફળ ગયેલી પુષ્મા બાઝનેટે જેલરની સહાયથી પ્રયત્ન કર્યો. ઘણી મહેનતે પાંચ બાળકોની માતાઓએ એમનાં શિશુઓની સોંપણી કરી. પાંચ ભૂલકાંથી કામ શરૂ થયું. એ પછી પુષ્પા રોજ સવારે કાઠમંડુની જેલમાં જતી, બાળકોને જેલની બહાર લઈ આવતી. જેલની તોતિંગ દીવાલો વચ્ચે બંધિયાર જગતમાં જીવતાં બાળકોને એક નવું જગત જોવા મળ્યું. પુષ્પા એમને રમતના મેદાન પર જઈને જુદા જુદા ખેલ શીખવવા લાગી. પુસ્તકો આપીને એમને ભણાવવા લાગી. અને સાંજે એ નાનાં બાળકોને પુષ્કા બાઝનેટ જેલના દરવાજે લઈ જતી અને પોતાના શિશુની રાહ જોતી માતાઓ એમને અંદર લઈ જતી. જેલવાસી માતાઓ પોતાનાં સંતાનોની પ્રસન્નતા જોઈને સ્વયં પ્રસન્ન થઈ જતી. પુષ્કા બાઝનેટ સાથે ગાળેલા દિવસની વાતો સાંભળી એમનું મન 44 * જીવી જાણનારા Page #53 -------------------------------------------------------------------------- ________________ જેલના કેદીના શિશુ સાથે આનંદિત બની જતું. અંધારી કોટડીમાં જીવતી માતાઓને સ્વપ્નેય એવી કલ્પના નહોતી કે બહારના જગતમાંથી કોઈ આવીને એમનાં બાળકોની સંભાળ લેશે. ધીરે ધીરે એ સ્ત્રીઓને પણ લાગ્યું કે આને કારણે એમનાં બાળકોનું ભવિષ્ય વધુ સારું થશે. કેટલાક મહિના કે વર્ષોથી જેલમાં જીવનારાં આ બાળકોને પુષ્પા એના ઘેર લઈ આવતી, ત્યારે શરૂઆતમાં થોડાં અસહજ લાગતાં હતાં. સામાન્ય બાળકો કરતાં જુદી વર્તણૂક કરતાં હતાં. એમનાં ભાષા, વિચાર અને વર્તન પણ સામાન્ય બાળકો જેવાં નહોતાં. શરૂઆતમાં કેટલાંક બાળકો સાવ અતડાં રહેતાં હતાં, પણ થોડા દિવસમાં એ પુષ્પા સાથે હળીમળી ગયાં. સવારે એ શિશુઓને જેલમાંથી બહાર લાવીને સાંજે પાછી મૂકી જતી. એ પછી એણે કાઠમંડુમાં ભાડાનું ઘર છોડીને બાળકોની સંભાળ રાખવા માટે એક ઘર ખરીદ્યું. ઘરનું નામ રાખ્યું ‘બટરફ્લાય’. આ બટરફ્લાયમાં શિશુઓ એમની મસ્તીથી ઊડતાં રહે ! રંગબેરંગી દુનિયામાં રાચતાં રહે ! આમતેમ મનમોજથી ફરતાં રહે ! બાળકોની સંભાળ લેવા માટે એના એક સહકાર્યકરે એને સેવાકાર્યમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. અહીં પુષ્પા આ શિશુઓ માટે પુષ્પાનાં ‘બટરફ્લાય’ + 45 Page #54 -------------------------------------------------------------------------- ________________ રસોઈ કરે. એ બાળકોનાં કપડાં ધુએ અને એમને માટે જુદી જુદી ખરીદી પણ કરવા બજારમાં જાય. શરૂઆતમાં તો આટલાં બધાં બાળકોની સંભાળ લેવાનો મોટો બોજ પુષ્પા પર આવી ગયો. છ વર્ષથી નાનાં શિશુઓને સવારથી સાંજ સુધી ‘ડે કેર માં સાચવે ! એથી મોટી વયનાં બાળકોને માટે એણે એક ઘર ખરીધું. અહીં એમને શિક્ષણ, ભોજન અને આરોગ્યસુવિધાની સગવડ ઊભી કરી. એમને સામાન્ય જિંદગી જીવવાની તક આપવાનો સાચા દિલથી પ્રયત્ન કર્યો. એના સાથીઓ વિચારતા કે સામાન્ય રીતે એક-બે બાળકોની સંભાળ લેવી પણ કુટુંબને મુશ્કેલ લાગતી હોય છે, ત્યારે પુષ્પા એની આ બાળકોની ફોજને કઈ રીતે સંભાળી શકશે ? વળી જેલમાંથી લવાયેલાં આ બાળકો જુદા જુદા સામાજિક સ્તરમાંથી આવ્યાં હતાં, તેથી વાસ્તવિક દુનિયા સાથે એમનો મેળ બેસવો મુશ્કેલ હતો. એમની બોલચાલની ભાષા સાવ જુ દી હતી અને એમનું વર્તન વિચિત્ર પણ હતું, પરંતુ પુષ્પા બાઝનેટ કહે છે, | આ સઘળું કામ કરતાં કદી થાકતી નથી. આ બાળકો જ મને તાકાત બક્ષે છે અને એમનું હાસ્ય મને પ્રોત્સાહિત કરે છે.' પુષ્મા સ્વપ્ન સેવે છે, પણ સાથે એને સાકાર કરવા વિશે ગંભીર ચિંતન પણ કરે છે. ‘બટરફ્લાય'માં એણે એવી રચના કરી કે મોટી વયનાં બાળકો નાનાં બાળકોની સ્નેહભરી સંભાળ લે. એમની વચ્ચે મોટા ભાઈ-નાના ભાઈ કે મોટી બહેન-નાની બહેન જેવો સ્નેહ જાગે. વળી એની સાથોસાથ એણે એવું પણ કર્યું કે દરેક બાળક એના પોતાના આ ઘરનું કોઈ નાનું-મોટું કામ કરે. પતંગિયાંથી બેસી કઈ રીતે રહેવાય ? આ ‘બટરફ્લાય’માં પુષ્કાએ વાંચનખંડ અને નાનું ગ્રંથાલય પણ ઊભાં કર્યો. આને પરિણામે બાળકોને આ ઘર પોતીકું લાગવા માંડ્યું અને બધાં બાળકો પુષ્કાને ‘મામુ’ અર્થાત્ મમ્મી તરીકે સંબોધે છે. પણ આ ‘મમ્મી' એવી છે કે જેને આખા વર્ષમાં એક પણ દિવસ રજા મળતી નથી. સતત બાળકોની સંભાળ લેવાની, એમની સાથે રમવાનું, એમની સાથે જ ભોજન કરવાનું અને એમના અભ્યાસની ચિંતા અને વ્યવસ્થા કરવાની. પોતાને રજા મળતી નથી તેનો પુષ્કાને લેશમાત્ર અફસોસ નથી. એ તો 46 * જીવી જાણનારા Page #55 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે “આ બાળકો જો મારી આજુબાજુ ન હોય, તો મારે માટે જીવવું આકરું થઈ પડે. એમની સાથે હું પારાવાર પ્રસન્નતાનો અનુભવ કરું છું.” પુષ્પા આ બાળકોને અહીં સુખેથી રાખે છે ખરી, પરંતુ સાથોસાથ એ બાળકોનો એમનાં માતાપિતા સાથેનો સંબંધતંતુ જોડાયેલો રહે તેવું પણ ઇચ્છે છે, આથી આ બાળકોને ઘણી વાર દિવસે માતા-પિતા સાથે નિરાંતે રહેવા મોકલે છે, પરંતુ પોતાનાં મારાં પતંગિયાંને મમ્મી એમ ને એમ મોકલી દેતી નથી ! આ બાળકો કારાવાસમાં રહેવા જાય, ત્યારે પુષ્પા એમની સાથે એમનું ભોજન, કપડાં અને તાજું પાણી આપે છે. વળી એનો ખ્યાલ એવો પણ છે કે આ બાળકોનાં માતાપિતા ભલે જેલમાં હોય, પરંતુ એ બહારના અન્ય કુટુંબીજનો સાથે કૌટુંબિક સંબંધે જોડાયેલાં રહે તો સારું, જેથી તેમનામાં જગત પ્રત્યે કટુતા ન આવે. આ રીતે એનાં સાઈઠ જેટલાં બાળકો પોતાના કુટુંબીજનો સાથે સંકળાયેલાં છે. આ બાળકોમાં લાચારી ન આવે એ માટે ૨૦૦૯માં પુષ્કાએ એક નવું આયોજન કર્યું. એણે કારાવાસ ભોગવતાં આ બાળકોનાં માતાપિતાને હસ્તકલા શીખવવાનું શરૂ કર્યું. તેઓ હસ્તકલાની ચીજવસ્તુઓ તૈયાર કરે, તેનું વેચાણ કરીને પુષ્પા એમાંથી બાળકોના સાર-સંભાળના ખર્ચ માટે પૈસા એકઠા કરવા લાગી, આથી માતાપિતા ભલે જેલમાં હોય, તોપણ તેઓ પોતાનાં બાળકોની સંભાળ લે છે અને તે માટે સ્વાશ્રય કરે છે, એવો ભાવ એમનામાં જાગે છે. બાળકો પણ કોઈ લાચારીથી જીવતાં નથી એવું બળ અનુભવે છે. - પુષ્પાની દીર્ઘદૃષ્ટિ તો એ કે જેલમાં રહીને હસ્તકલાના નમૂનાઓ બનાવનારાં આ માતાપિતા જ્યારે જેલમાંથી બહાર નીકળે, ત્યારે એમની આ કુશળતા એમને ટેકારૂપ બને છે, એટલું જ નહીં, પણ એમની આ ક્ષમતા એમને પોતાનાં સંતાનો સાથે જોડાયેલાં રાખે છે. આની પાછળ પુખાનો એક વિશેષ હેતુ પણ હતો. એણે જોયું કે કારાવાસ વેઠતાં માતાપિતામાં દીનતા અને હીનતાનો ભાવ આવી જાય છે. એમને એમ લાગે છે કે એમનું જીવન સાવ વ્યર્થ છે. બીજાને તો ઠીક, પણ પોતાનાં પેટનાં જયાંને પણ મદદરૂપ થઈ શકતાં નથી. સાવ નક્કામાં બની ગયાં છે ! આવે સમયે પુષ્પો એમને અહેસાસ કરાવે છે કે તેનો ભલે જેલમાં પુષ્પાનાં બટરફ્લાય’ • 47 Page #56 -------------------------------------------------------------------------- ________________ હોય, પણ જેલની બહાર વસતાં માતાપિતા જેવી જ બાળકો પ્રત્યે ફરજ બજાવે છે. જિ દગી પરિશ્રમથી રચાય છે, એ વિચાર પુષ્કા બાળકો પાસે ગ્રિટિંગ્સ કાર્ડ તૈયાર કરીને એમના ગળે ઉતરાવે છે. પોતાના હસ્તઉદ્યોગના વ્યવસાયના એક ભાગ રૂપે બાળકોનાં ગ્રિટિંગ્સ કાર્ડનું વેચાણ કરે છે. આ બાળકોનું ભાવિ એને ઊજળું કરવું છે. કારાવાસની અંધારી કોટડીમાંથી બાળકોને ઉજાશમાં તો લઈ આવી, પણ હવે એમના જીવનને અજવાળવું છે. આને માટે એણે બેંકમાં એક અલાયદું ખાતું ખોલાવ્યું છે. આમાં જે કંઈ રકમ ભેગી થાય, તે દ્વારા એ બાળકોને વધુ ઉચ્ચ અભ્યાસમાં મદદ કરવા ચાહે છે. ભૂતકાળમાં એણે આર્થિક ભીંસને કારણે પોતાનાં સ્વપ્નને સાકાર કરવા પોતાનાં ઘરેણાં અને મિલકત વેચી હતી. આનું કારણ એ કે એના મનમાં અહર્નિશ બાળકોના સુખનો વિચાર ઘૂમ્યા કરે પુષ્પાને જાણ થાય કે નેપાળના કોઈ દૂરના ગામડાની જેલમાં બંદી માતાપિતા સાથે એમનું બાળક પણ છે, તો એ તરત ત્યાં પહોંચી જાય છે અને એ બાળકનાં માતાપિતાને સમજાવીને બાળકને પોતાની પાસે લઈ આવે છે. આજ સુધીમાં પુષ્કાએ એ કસો જેટલાં બાળકોને જેલના સળિયામાંથી બહાર કાઢીને જીવનની કેળવણી આપી છે. પુષ્કાના ‘બટરફ્લાય'ની તો વાત જ અનેરી છે ! એના આ બે માળના ઘરમાં એને અગણિત કામો કરવા માટે વહેલા જાગવા માટે એલાર્મની જરૂર પડતી નથી. વહેલી સવારે જ બાળકોના કોલાહલથી એ ઊઠી જાય છે. પછી બાળકોને નાસ્તો કરાવી, યુનિફોર્મ પહેરાવીને, નિશાળે વિદાય કરે છે ! ચૌદ વર્ષની લક્ષ્મી કહે છે કે “પુષ્પા મમ્મી વગર મારી જિંદગી અંધકારમાં સબડતી હોત. હું અતિ દુ:ખભરી જિંદગી જીવી હોત, પરંતુ મામુ (મમ્મી) છે, તો મારું જીવન ટકી રહ્યું છે.' તમંગે નામની મહિલા છેલ્લાં સાત વર્ષથી કઠમંડુની સ્ત્રીઓની જેલમાં છે. એના પર ડ્રગ વેચવાનો આરોપ છે. એ જ્યારે જેલમાં આવી ત્યારે એની બે નાની દીકરીઓને જેલમાં રાખવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો 48 • જીવી જાણનારા Page #57 -------------------------------------------------------------------------- ________________ HERO YEAR * * છે. ‘રો ઑફ ધ ઇયરની ટ્રોફી સાથે પુષ્પા બાઝનેટ નહોતો. પરંતુ એને પુષ્પા મામુ મળી ગયાં. પોતાની બંને પુત્રીઓને એમની સાથે મોકલી. આજે એ કહે છે કે “આ મામુ ન હોત તો મારી બાળકીઓ શેરીમાં ભટકતી હોત, મામુ, એક માતાની જેમ જ સહુને સાચવે છે.' જ્યારે આ મહિલાની મોટી દીકરી તો કહે છે કે “પુષ્પા વગરનું જીવન એ કલ્પી શકતી જ નથી.' નેપાળ જેવા અત્યંત ગરીબ દેશમાં પુષ્કા એકસો બાળકોની યશોદા માતા બની છે. બાળકોને એણે જીવનમુક્તિનો અનુભવ આપ્યો છે અને માતાના લાગણીભર્યા સ્નેહની પહેચાન આપી છે. પુષ્પા બાઝનેટ કહે છે કે કોઈ માતાની સજા પૂરી થતાં એ જેલમાંથી નીકળીને એના સંતાનને લેવા માટે ‘બટરફ્લાયમાં આવે છે અને પોતાના સંતાનને સાથે લઈ જાય છે. પણ આ રીતે એક શિશુ પણ ‘બટરફ્લાય ’માંથી એનાથી વિખૂટું પડે, તો પુષ્કાને અત્યંત દુઃખ થાય છે. એ સમયે એને માત્ર આનંદ એ વાતનો હોય છે કે એ શિશુ પોતાનાં માતા-પિતા સાથે પોતાના ઘેર જઈ રહ્યું છે ! પુષ્પાનાં ‘બટરફ્લાય” 49 Page #58 -------------------------------------------------------------------------- ________________ લોહીના લાલ રંગ વચ્ચે મારું કામ છે સતત જ્ઞાનની મશાલ જલતી રાખવાનું, પણ હા આ મશાલમાં કોઈ સ્નિગ્ધ તેલ રેડવાનું નથી, પરંતુ દેહનું ધગધગતું લોહી સિંચવાનું છે.” અફઘાનિસ્તાનમાં આવી મશાલ જલાવનારને જિંદગીની મહેરબાની મળતી નથી, પરંતુ જિંદા જલાવી દેવાનો ખોફ મળે છે. જે વ્યક્તિ સ્ત્રીઓ માટે શિક્ષણની મશાલનો પ્રકાશ ફેલાવે, એને ધોળે દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. યુદ્ધગ્રસ્ત અને રૂઢિગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આવી જ્ઞાનની મશાલ જલાવનારી જિંદાદિલ રઝિયા જાનને માત્ર વિદ્યાપિપાસુ વિદ્યાર્થિનીઓ કે શાળાના સંચાલનની સમસ્યાઓનો જ સામનો કરવાનો નથી, પરંતુ આસપાસની આખી સૃષ્ટિએ એની સામે ખડી કરેલી અપાર આફતોનો ડર્યા વિના, રઝિયા જાન Page #59 -------------------------------------------------------------------------- ________________ મૂંઝાયા વિના કે ભય વિના મુકાબલો કરવાનો છે. શા માટે રઝિયા જાન પોતાની હથેળીમાં જાન લઈને ખેલી રહી છે? એનું કારણ એ છે કે એને પોતાની આસપાસની નિરક્ષર માસૂમ બાળાઓ, અનપઢ યુવતીઓ અને ‘કાળા અક્ષર ભેંસ બરાબર’ હોય તેવી વૃદ્ધાઓની ચિંતા સતાવે છે. એમનું અજ્ઞાન રઝિયાને પીડા આપે છે. એમની નિરક્ષરતા એના દિલને સતત વીંધી નાખે છે. એણે જોયું તો માસૂમ છોકરીને શાળાએ જવાના રસ્તા પર હંમેશાં ભયના ઓથાર હેઠળ ચાલવું પડે છે. એ છોકરીએ આખા શરીરને ઢાંકી રાખવાનું, મસ્તકને નીચું રાખવાનું અને એને ભયભરેલા અવાજે જલદીથી ચાલી જવાનું કહેવામાં આવે છે. કારણ એટલું જ કે અફઘાનિસ્તાનમાં સૌથી મોટા સશસ્ત્ર હુમલાઓ મહિલાઓને શિક્ષણ આપતી શાળાઓ પર થાય છે. આ શાળાઓ પર હિંસક હુમલા થતાં કેટલીક બાળાઓને વિકલાંગ બનીને બાકીની જિંદગી બસર કરવી પડે છે. નિશાળની રિસેસમાં પાણી પીતી વખતે પણ મનમાં ભય હોય છે કે કોઈએ પાણીમાં ઝેર તો ભેળવી દીધું નથી ને ! ખુદ રઝિયા જાનની શાળાની નજીક જ બીજી શાળા પર એક એવો ભયાનક હિંસક હુમલો થયો કે જેમાં એકસો જેટલાં બાળકો માર્યાં ગયાં. તાલિબાનોના કાનૂન પ્રમાણે મહિલાઓ માટે શાળાએ જવાની મનાઈ છે અને તેથી એ કાયદાનો ભંગ કરનારને એની મોતના કાસદ જેવી વાસ્તવિકતાનો સામનો કરવા હરઘડી તૈયાર રહેવું પડે છે. એ વાસ્તવિકતા એટલે ખૂન કે મોત. ત્રીજો કોઈ વિકલ્પ નહીં. આવા આક્રમક, ઝનૂની હુમલાઓથી રક્ષણ મેળવવા માટે શાળાની આજુબાજુ પથ્થરની ઊંચી ઊંચી દીવાલો ચણવામાં આવે છે ! શાળાનું રક્ષણ કરે એવા રક્ષકો અને ચોકીદારોને ખડે પગે હાજર રાખવા પડે છે. શાળાના પ્રારંભ પૂર્વે એનાં આચાર્યા અને ચોકીદાર પ્રતિદિન પીવાના પાણીની ચકાસણી કરે છે. ચોકીદાર કૂવામાંથી પાણી કાઢે છે અને આચાર્યાની સાથે એ ચાખે છે અને પછી જ એ પાણી લાવીને વર્ગના કૂલરમાં ભરાય છે. શાળાની માસૂમ બાળાઓ જ્યારે બાથરૂમમાં જાય, ત્યારે સીધેસીધું નળમાંથી પાણી ન પીએ, તે માટે શિક્ષિકાઓ તેની સાથે જાય છે. લોહીના લાલ રંગ વચ્ચે • 51 Page #60 -------------------------------------------------------------------------- ________________ રઝિયા જાનના મનમાં સૌથી મોટો ભય એ છે કે શાળાવિરોધીઓ એની શાળામાં ઝેરી ગૅસ ફેલાવશે તો શું થશે ? એ ઝેરી ગૅસથી મોટી સંખ્યામાં બાલિકાઓ ગૂંગળાઈને મૃત્યુ પામશે ! આને કારણે આ શાળાના ચોકીદારો રોજ સવારે વહેલા આવીને નિશાળનાં બારી-બારણાં ખોલી નાખે છે. એના એક-એક વર્ગખંડમાં જાય છે, જેથી કોઈએ એમાં ઝેરી ગૅસ ફેલાવ્યો હોય, તો જાણી શકાય. એ પછી હવાની ગુણવત્તા તપાસવામાં આવે છે અને આ બધું સમુસૂતરું ઊતરે પછી જ માસૂમ બાળાઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. કન્યાકેળવણીનો એટલો આંધળા ઝનૂન સાથે વિરોધ થાય છે કે પળે પળે સાવચેતીનાં અને ૨ક્ષણનાં પગલાં લેવાં પડે છે. ૧૯૪૦માં અફઘાનિસ્તાનમાં જન્મેલી રઝિયાએ અમેરિકા જઈને અભ્યાસ કર્યો. ૧૯૭૦માં એ કૉલેજમાં અભ્યાસ કરતી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં વસતા એના મોટાભાગના કુટુંબજનોની હત્યા થઈ હતી અને બાકીના રશિયાના આક્રમણ સમયે અફઘાનિસ્તાનથી નાસી ગયા હતા. અમેરિકામાં રહીને રઝિયાએ ભારે જતનથી પોતાના દીકરાને ઉછેર્યો અને ૧૯૯૦માં એ અમેરિકાની નાગરિક બની. ૨૦૦૨માં પોતાના વતન અફઘાનિસ્તાનની મુલાકાતે ગઈ, વિદેશી આક્રમણો અને આંધળા ધર્મઝનૂને પ્રજાને બેહાલ બનાવી દીધી હતી. વતનની આવી પરિસ્થિતિ જોઈને રઝિયા જાનને થયું કે ભલે વતનની ધરતી પર ચોમેર ફેલાયેલા આતંકને કારણે જાન ગુમાવવો પડે, તોપણ આ રઝિયા એની હમવતનની બાળાઓને માટે જીવનની કુરબાની આપવા તૈયાર છે. એણે જોયું તો નાની બાળકી હોય, યુવાનીમાં આવેલી નારી હોય કે પછી વૃદ્ધા હોય - એ બધાં જ ભયાનક ગુલામી અને નિરક્ષરતાના ઘોર અંધકાર વચ્ચે જીવતાં હતાં, નારી એટલે જૂતી. એને પગમાં પહેરાય, જરૂર પડે નવી લવાય અથવા તો એને ફેંકી પણ દેવાય ! સ્ત્રીઓ ઉપર બેફામ જુલમ ચાલતો હતો. એના પુસ્તકમાં કોઈ મહિલાની વાતો મળે નહીં. સ્ત્રીઓ વિરોધનો એક હરફ ઉચ્ચારી શકે એવી સ્થિતિ ન હોય, ત્યાં મહિલા અધિકારની વાત શી કરવી ? અમેરિકામાં વસવાટ કરનારી રઝિયાએ એની અપાર સમૃદ્ધિ જાણી અને 52 • જીવી જાણનારા Page #61 -------------------------------------------------------------------------- ________________ અફઘાનિસ્તાનની શાળામાં બાળકો સાથે રઝિયા જાન માણી હતી. લોકશાહીના ઈમાનની ઇજ્જતને જાણતી હતી, નારીના ઊંચા દરજ્જાને જોતી હતી, પરંતુ એણે મનોમન વિચાર્યું કે આ ચમકદમકભરી દુનિયામાં અને સુખ-સંપત્તિથી સમૃદ્ધ સ્ત્રીઓ વચ્ચે એનાથી એના વતનની બેહાલી અને નારીની દુર્દશા ભુલાતી નહોતી. પોતાના સુખની ખેવના નહોતી, બીજાના દુઃખની પરવા હતી. એ પારકી પીડા વહોરવા નીકળી, વતનની નિરક્ષર, મજ બૂર અને મોતના ઓથાર હેઠળ જીવતી સ્ત્રીઓની ચિંતા કોરી ખાતી હતી. અમેરિકાની આઝાદ સ્ત્રીઓને જોતી ત્યારે એના હૃદયમાં કાંટા ભોંકાતા હતા. મનોમન થતું કે મારી જન્મભૂમિની સ્ત્રીઓને ન પોતીકો અવાજ છે, ન એમની પાસે શિક્ષણ છે, ન બોલવાનું કોઈ સ્વાતંત્ર્ય છે, ન નોકરી છે, ન ટકી રહેવાની કોઈ ખુમારી છે. મેસેચુએટ્સના ડક્સબરીમાં ટેલરિંગના બિઝનેસની આ માલિક રઝિયા જાન પોતાના શહેરની રોટરી ક્લબની પ્રમુખ બની. અમેરિકાની સમાજસેવાની સંસ્થાઓ સાથે જોડાવા લાગી. જોર્ડન હૉસ્પિટલના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની સંભ્ય બની. ૨૦૦૧ની ૧૧મી સપ્ટેમ્બરના આતંકવાદી હુમલા પછી એણે પોતાની આસપાસના લોકોને એકઠા કરીને ગ્રાઉન્ડ ઝીરોમાં અર્થાત્ આતંકવાદી લોહીના લાલ રંગ વચ્ચે • 53 Page #62 -------------------------------------------------------------------------- ________________ હુમલાથી ધરાશાયી થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો કાટમાળ ખસેડતા કામદારોને ચારસો જેટલાં બ્લેન્કેટનું વિતરણ કર્યું. પોતાના વતનના બાળકોને કડકડતી ઠંડીમાં કે બળબળતી ગરમીમાં પગમાં પહેરવાનાં ચંપલ મળતાં નથી, એને કારણે આ બાળકોના પગે ફોલ્લા પડ્યા હોય છે. ચામડી બની ગઈ હોય છે. ધીરે ધીરે પગના રોગોથી એ ઘેરાઈ જાય છે. જ્યાં પાઈ પાઈ મેળવવા માટે આકરો પસીનો પાડવો પડે એવા અફઘાનિસ્તાનમાં એમને પગ માંડીને ચાલતાં વેદના ભોગવવી પડતી હોય છે. રઝિયા જાને અમેરિકામાં ‘પરેશન શુ ફ્લાય’ નામના કાર્યક્રમનો પ્રારંભ કર્યો. સામાન્ય રીતે વિરોધી પર હુમલો કરવા માટે ‘ઑપરેશન’ શબ્દ પ્રયોજાતો હતો. અહીં જૂતાં એકઠાં કરવાને માટે એણે ‘ઑપરેશન’ શબ્દ પ્રયોજ્યો અને ‘ઑપરેશન શુ ફ્લાય” દ્વારા અફઘાનનિસ્તાનનાં ગરીબ, બેહાલ અને જરૂરિયાતવાળાં બાળકોને માટે ત્રીસ હજાર જેટલી પગરખાંની જોડી એકઠી કરી અને પોતાના વતનમાં મોકલી આપી. એ પછી રઝિયાએ વિચાર કર્યો કે મારે સતત યુદ્ધથી ખુવાર થયેલા અફઘાનિસ્તાનમાં માસૂમ બાળાઓ માટે એક શાળા સ્થાપવી છે. આ વિચાર જ સ્વયં ખતરનાક અને ભયાવહ હતો, કારણ કે આ બાળાઓ અને શાળાઓ બંને ઘણી વાર હિંસક હુમલાનું નિશાન બનતાં હતાં. એ બાળાઓ અભ્યાસ કરે નહીં, તે માટે એમનાં વહેલા લગ્ન કરી નાખવામાં આવતાં હતાં. આથી શાળાએ ભણવા જતી વખતે મોત ભમતું રહેતું. રઝિયાએ કમાલ કરી. એણે ૨O૮માં અફઘાનિસ્તાનમાં છોકરીઓ માટે શાળા ખોલવાનું નક્કી કર્યું. એણે જોયું તો પોતાની આસપાસ મોટાભાગનાં સ્ત્રી-પુરુષો નિરક્ષર હતાં. એમને વાંચતાં-લખતાં કશું આવડતું નહીં, પણ એમના મનમાં એક ભાવ હતો. પોતાની હાલત ગમે તે થઈ હોય, પરંતુ પોતાની દીકરીને ભણાવવી છે. સમગ્ર અફઘાનસ્તિનામાં માત્ર છ ટકા સ્ત્રીઓએ અને તેમાં પણ મોટે ભાગે મહાનગરોમાં વસતી થોડીક વૃદ્ધાએ જ ઔપચારિક શિક્ષણ મેળવ્યું હતું. હિંસાના વાતાવરણ વચ્ચે આશાનું એક કિરણ પ્રગટાવવાનો રઝિયા જાનનો મક્કમ નિર્ધાર હતો. હિંસાની ધમકી હોવા છતાં રઝિયાએ શાળા 54 * જીવી જાણનારા Page #63 -------------------------------------------------------------------------- ________________ ખોલવાનું નક્કી કર્યું. ૨૦૦૮માં એણે શાળાનો પ્રારંભ કર્યો, તે પહેલાં એક સાંજે ચાર વ્યક્તિઓએ શાળાની મુલાકાત લીધી. એમના અવાજ માં સત્તાનો તોર હતો અને સાથોસાથ સ્પષ્ટ ધમકી હતી. એમણે રઝિયાને હ્યું, ‘અમે આ તને છેલ્લી તક આપવા આવ્યા છીએ. તું શા માટે છોકરીઓની સ્કૂલ ખોલી રહી છે ? આ નિશાળને છોકરાઓ માટેની નિશાળ બનાવ, કારણ કે અફઘાનિસ્તાનની કરોડરજ્જુ તો એના યુવાનો છે.' સામે સશસ્ત્ર ચાર યુવાનો હોવા છતાં રઝિયા સહેજે ડરી નહીં. એણે એ યુવાનો તરફ નજર માંડીને કહ્યું, ‘મને માફ કરજો. તમને ખ્યાલ નથી કે તમે દૃષ્ટિહીન બન્યા છો. મહિલાઓ તો અફઘાનિસ્તાનની દૃષ્ટિ છે, આથી તમને હું એ દૃષ્ટિ પ્રદાન કરવા આવી છું.' કેટલાકે રઝિયા જાનને સમજાવવાની કોશિશ કરી. કોઈએ કહ્યું કે આગમાં સામે ચાલીને હાથ નાખવો રહેવા દે. બીજાએ સલાહ આપી કે તારા દીકરાની સંભાળ લે એટલું બસ છે. આ બાળાઓની ચિંતા છોડી દે. મોં પર તેજાબ નાખશે, તો શી હાલત થશે, એનો તને અંદાજ છે ખરો ? બંદૂકની ગોળી પળવારમાં વીંધી નાખશે, તેનો ખ્યાલ છે ખરો ? પરંતુ નીડર રઝિયા સહુને કહેતી હતી, ‘તમે આવા લોકોથી ડરીને જીવી ન શકો. તમારામાં ના કહેવાની શક્તિ હોવી જોઈએ. હું એમનાથી મોટી હોવાને લીધે એ પુરુષ મારાથી ભલાઈપૂર્વક ડરી ગયા હશે, પણ તેઓ મારી સામે દલીલ કરી શક્યા નહીં. આવી ધમકી આપનાર પુરુષોને મેં ફરી વાર ક્યારેય શાળાની આસપાસ જોયા નથી.' રઝિયાએ બાળાઓ માટે શાળા ખોલી, ત્યારે એ શાળામાં પ્રવેશ મેળવવા માટે બાર-ચૌદ વર્ષની છોકરીઓ આવી હતી. આ છોકરીઓનાં નામની નોંધણી કરવામાં આવી, ત્યારે એમને એમનું નામ લખતાં-વાંચતાં આવડતું નહોતું. છોકરીઓને નાની વયે લગ્નબંધનમાં બાંધીને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી. બાર વર્ષની ખદીજાના ભાઈએ એના લગ્ન માટે સોદો ર્યો હતો. એના ભાઈએ કહ્યું, ‘મારી બહેન તારી સાથે પરણશે અને તારી બહેન મારી સાથે લગ્ન કરશે.' હવે ખદીજાનો ભાવિ પતિ અને એના ભાવિ સસરા ખદીજાની જિંદગી લોહીના લાલ રંગ વચ્ચે • 55 Page #64 -------------------------------------------------------------------------- ________________ પર શાસન કરવા લાગ્યા. વિવાહ થયા હોય, તે નિશાળે ન જઈ શકે ! અફઘાનિસ્તાનમાં લગ્નને માટેની કાયદેસર ઉમર સોળ વર્ષની છે, પરંતુ કાયદાની ઐસીતૈસી કરીને કન્યાઓને વહેલા લગ્ન માટે મજબૂર કરવામાં આવે છે. રઝિયા જાન આવી મજબૂર કન્યાઓને ઘેર જાય છે. એણે થોડો ઘણો અભ્યાસ કર્યો હોય છે, તેથી એને થોડા સમય બાદ લગ્ન કરવા સમજાવે છે. કેટલાક કિસ્સામાં રઝિયાને સફળતા મળે છે, તો કેટલાક કિસ્સામાં એ વિદ્યાર્થિની નિશાળેથી ઊઠી જવા માટે મજબૂર બની જાય છે. પુરુષો પોતાની પુત્રીઓ ભણે નહીં, તે માટે એને વહેલી પરણાવી દેતા હતા. અંધારું હોય છે, ત્યારે સમાજ બંધનોમાં બંધાઈ જાય છે અને પછી એ બંધનો જડ અને નિર્દય બની જાય છે. અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ માર ખાવાથી અને ઘરમાં ગુલામી સહન કરવાથી ટેવાઈ ગઈ હતી. એક વાર રઝિયા જાને એક વિદ્યાર્થિનીને આવો પ્રશ્ન કર્યો, ત્યારે એણે એના હાથથી એનું મુખ છુપાવી દીધું હતું. રઝિયાએ જોયું કે છોકરી અને એની બહેનના શરીર પર દાઝયાનાં ચિહ્નો અને મારની નિશાની હતી. સતત સંઘર્ષ અને યુદ્ધના માહોલને કારણે સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદની ખાઈ વધુ ને વધુ ગહેરી બનતી હતી. રઝિયા જાનને એવાં પણ કુટુંબ જોવા મળ્યાં કે જ્યાં પિતા અભિમાન લેતો જોવા મળતો હોય કે એણે એની દીકરીઓને કદી શાળાએ મોકલી નથી. જૂની પેઢીનો આ પૂર્વગ્રહ કે પક્ષપાતી વલણ રાતોરાત બદલાય, એ પણ શક્ય નથી. રઝિયાની શાળા પર ક્યારે હુમલો થાય એ કહી શકાય તેમ નથી, અને એથીય વિશેષ તો અફઘાનિસ્તાનમાં મહિલા શિક્ષિકાઓની સંખ્યા ઘણી ઓછી છે. “અફઘાન સંસ્કૃતિ પ્રમાણે પુરુષો દ્વારા બાળાઓને કેળવણી અપાય ” તે તેમના માતા-પિતાને માન્ય નથી. રઝિયાએ શાળા તો શરૂ કરી. પરંતુ ભણાવનારી શિક્ષિકાઓની અછત હતી. અફઘાનિસ્તાનમાં 100 જેટલા ગ્રામ્ય જિલ્લાઓમાંથી ૨૦૦ જિલ્લાઓમાં શિક્ષિકા નથી અથવા તો કન્યાશાળાનું નામનિશાન નથી. ક્યાંક તો અફઘાન બાળાઓ જલાલાબાદના પાદરે ખુલ્લા મેદાનની શાળામાં અભ્યાસ કરતી જોવા મળે છે. રઝિયા જાણતી હતી કે શાળામાં બાળાઓની સંખ્યા 56 * જીવી જાણનારા Page #65 -------------------------------------------------------------------------- ________________ રઝિયા જાન : વિદ્યાર્થિનીઓની વચ્ચે વધારવી હોય, તો શિક્ષકને બદલે શિક્ષિકાઓ વધારે જોઈએ. પરંતુ એ કરે શું ? એણે એની શાળા શરૂ કરી. એ જાણતી હતી કે એના વતનમાં અંદાજે ૨૪ લાખ જેટલાં બાળકો છે અને એમાંની મોટા ભાગની બાળાઓએ ક્યારેય નિશાળનું બારણું પણ જોયું નથી. શાળાએ જતી બાળાને વાંચતાં-લખતાં અને અંકગણિત શીખવા માટે ઘણું સહન કરવું પડે છે, પરંતુ રઝિયાને એક જ વાતનો આનંદ હતો કે જ્યારે એ આ બાળાઓને હોંશે હોંશે શાળામાં આવતી જોતી, વર્ગખંડમાં એકસાથે સમય પસાર કરતાં જોતી અને એમાં પણ પહેલી વાર પોતાનું નામ લખીને એને અતિ રોમાંચથી વાંચતી બાળાઓને એ જોતી ત્યારે એમ લાગતું કે ભવિષ્ય આશાવિહોણું નથી. એના દિલમાં એવી શ્રદ્ધા હતી કે એની આ મશાલની નાનકડી જ્યોત ભવિષ્યનો તેજસ્વી પ્રકાશ બનશે. રઝિયા કહે છે, “મારી શાળા નાની છે, હું કોઈ મહાન કાર્ય કરી શકતી નથી, પરંતુ અહીં તે શરૂ કરીને એક મશાલ પ્રગટાવું છું અને મને શ્રદ્ધા છે કે આ મશાલની જ્યોત ખૂબ જ પ્રકાશ ફેલાવશે. મને આશા છે કે એક દિવસ આ વિદ્યાર્થિનીઓ અહીંયાં જ શિક્ષણ આપવા માટે આવશે, કારણ કે હું અહીં જિંદગીભર ટકી શકવાની નથી. હું ઇચ્છું છું કે આ શાળા એવું કંઈક કરશે કે જે સેંકડો વર્ષો સુધી ટકી રહેશે.” લોહીના લાલ રંગ વચ્ચે • 57 Page #66 -------------------------------------------------------------------------- ________________ રઝિયા પોતાનો શક્ય તેટલો સમય શાળામાં વિતાવે છે. વર્ષમાં ત્રણેક વાર શાળામાં અભ્યાસ કરતી બાળાઓના પિતા અને દાદાની સાથે વાર્તાલાપ કરે છે. આસપાસના સમાજના વડીલોને સ્નેહભાવે મળે છે અને બાળાઓની કેળવણી માટે એમનો સાથ મેળવવા પ્રયત્ન કરે છે. શાળાના આ કામ માટે એ કોઈ વેતન લેતી નથી. એ માને છે કે “જે કેળવણી આજે ભવિષ્યની અફઘાન નારી લે છે, તે ભવિષ્યની આવનારી પેઢીને માટે અને સમગ્ર દેશને માટે લાભ કર્તા છે.’ રઝિયાએ જુબિલી એજ્યુકેશન સેન્ટર દ્વારા આ શાળાની સ્થાપના કરી. આ છોકરીઓને એ વિનામૂલ્ય કેળવણી આપે છે. એક બાળાના શિક્ષણની પાછળ ૩00 ડૉલર જેટલો ખર્ચ થાય છે, જે એ ડોનેશન દ્વારા મેળવે છે. રઝિયાની શાળામાં ગણિત, વિજ્ઞાન અને ધાર્મિક શિક્ષણ અપાય છે. અંગ્રેજી, ફારસી અને પત્ન ભાષાનું શિક્ષણ અપાય છે. એમાં વળી રઝિયાએ એક નવું કામ કર્યું. ઇન્ટરનેટ સાથે કમ્યુટર લંબનો ઉમેરો કર્યો અને પરિણામે રઝિયાની વિદ્યાર્થિનીઓ શાળાના ખંડમાં બેસીને આખી દુનિયાને સ્પર્શી શકે છે અને એમાંથી મળતા જ્ઞાનને કોઈ છીનવી શકે તેવું નથી. આજે રઝિયા વિચારે છે કે એના વતન અફઘાનિસ્તાનને માટે શિક્ષણનો પ્રસાર એ માટે વધુ જરૂરી છે, કારણ કે પાંચમા ભાગના અફઘાનો આજે ૭ થી ૧૨ વર્ષની ઉંમર ધરાવે છે. રઝિયાની નજ૨ આવતીકાલના અફઘાનિસ્તાન પર છે અને વિચારે છે કે આગામી દસ-પંદર વર્ષમાં તો આ બાળકો ઉત્તમ શિક્ષણ પામેલાં સર્વશ્રેષ્ઠ બાળકો હશે. અત્યારે રઝિયાના જુબિલી સેન્ટરમાં બાળમંદિરથી આઠમા ધોરણ સુધીની કેળવણી આપવામાં આવે છે. અફઘાનિસ્તાનમાં સાત નાનાં ગામડાંઓ બનીને એક જિલ્લો બને છે, જ્યાં એક સ્કૂલ હોય. જોકે તાલિબાન અંકુશિત જિલ્લાઓમાં લોકોને શિક્ષણ પ્રતિ આકર્ષવાનું કામ રઝિયાને વિશેષ કઠિન લાગે છે, આમ છતાં એના જેવી નીડર શિક્ષિકાને કારણે ભયાનક અને લોહિયાળ હિંસાની વચ્ચે આશાનું નાનું એવું કિરણ ઊગ્યું છે અને રઝિયા સમય મળે માનવતાનાં કાર્યો પણ કરતી રહે છે. ૨00૮ના ઑક્ટોબરમાં એ કાબુલ ગઈ, ત્યારે એણે એફઘાનિસ્તાનના 58 * જીવી જાણનારા Page #67 -------------------------------------------------------------------------- ________________ ગાલિચા બનાવનારાઓ અને તેમના કુટુંબીજનોના વિકાસ અર્થે મદદરૂપ થવાના પ્રૉજે ક્ટનું સંચાલન કર્યું હતું. રઝિયા જાન એ ‘રે ઑફ હૉપ ફાઉન્ડેશન' નામની બિનનફાલક્ષી સંસ્થા ચલાવે છે, જેનો હેતુ અફઘાનિસ્તાનની સ્ત્રીઓ અને બાળાઓને શિક્ષણ આપીને તેમની જિંદગી સુધારવાનો છે અને આને માટે એણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. અફઘાનિસ્તાનના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપેલી જુબિલી એજ્યુકેશન સેન્ટરની શાળામાં આજે અનેક અવરોધો વેઠીને ૩૫૦ કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ આપી રહી છે અને જ્ઞાનનો નવો પ્રકાશ પ્રસરાવી રહી છે, આથી તો એને વૈશ્વિક પ્રેક્ષકોની હાજરીમાં એની માનવતાવાદી પ્રવૃત્તિ માટે સી.એન.એન.ના ૨૦૧૨ના ‘ટોપ ટેન હીરોઝ’માં એક વિજેતા તરીકે સન્માનવામાં આવી અને એના કાર્યને માટે એને પચાસ હજાર ડૉલર અર્પવામાં આવ્યા. રઝિયાની આંખમાં આજની નિરક્ષર, લાચાર અને માથું નીચું ઢાળીને જીવતી અભણ સ્ત્રીને બદલે, સ્વાવલંબી, શિક્ષિત અને માથું ઊંચું રાખીને જીવનારી એફઘાન સ્ત્રી છે. અફઘાનિસ્તાનની બહાદુર અને ઈમાનપરસ્ત પ્રજા મહાસત્તાઓ અને આતંકવાદીઓના પંજામાં ફસાઈ ગઈ. એક બાજુ આકાશમાંથી સ્વયંસંચાલિત ઝોનમાંથી બૉમ્બવર્ષા થતી હોય અને બીજી બાજુ આતંકી ચહેરો ધરાવનારાઓ પોતાનો મકસદ સિદ્ધ કરવા માટે નજર સામે બંદૂક લઈને ઊભા હોય, નિર્દોષ પ્રજાને માથે બૉમ્બ વરસે અને સામે બંદૂકની ગોળી. એની ચોપાસ વેરાન અને બિસમાર જ ગત છે. વર્ષોથી મહાસત્તાઓનું સમરાંગણ બનીને તબાહી પામેલો દેશ છે. આતંકવાદ અને ધાર્મિક ઝનૂનમાં એ જકડાઈ રહ્યો છે. એક જમાનાની વીર, નીડર અને સાહસિક પ્રજા આજે પારાવાર યાતનાઓમાં જીવી રહી છે. સમાજની અવદશાનો પહેલો પ્રભાવ સ્ત્રીઓ પર પડે છે અને એનો સૌથી વધુ ભોગ બાળકો બને છે. સત્તાનો તોર દેખાડવા નીકળેલા દેશને એ ખબર હોય છે કે એના બૉમ્બમારાથી એણે દુશ્મનોના કેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા, કેટલા જખમી થયો પરંતુ યુદ્ધમાં ક્યારેય એ ગણતરી થતી નથી કે કેટલાં બાળકોને મુગ્ધ, નિર્દોષ અને મોંઘેરું બાળપણ છીનવાઈ જાય છે અને કેટલાંય બાળકો બેહાલ બની ગયાં ! લોહીના લાલ રંગ વચ્ચે • 59 Page #68 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષામાં ઉત્તીર્ણ થતી વિદ્યાર્થિનીઓને અભિનંદન આપતી રઝિયા જાન રઝિયા જાન સમૃદ્ધ એવા અમેરિકા દેશમાં વસે છે. એણે પોતાની આસપાસ સઘળી મોકળાશ જોઈ છે. નારીને મુક્તપણે મહાલતી જોઈ છે. સ્વાવલંબનથી અને પોતાની ઇચ્છા અને ભાવના પ્રમાણે જીવતી સ્ત્રીઓ એને જોવા મળી છે. આવી સ્ત્રીઓને જુએ છે, ત્યારે એના કાનમાં સતત લાચાર અફઘાન સ્ત્રીઓની ચીસો સંભળાય છે. એ સ્ત્રીઓની મજબૂરી રઝિયા જાનની રાતોની ઊંઘ હરામ કરી દે છે, આથી મનમાં એટલો મકસદ છે કે મારે અફઘાન સ્ત્રીઓમાં કેળવણીનું એક એવું કિરણ જગાવવું છે કે જેનાથી એમનું ભવિષ્ય ઉજ્વળ બને. શિક્ષણ એ માત્ર અભ્યાસ નથી. શિક્ષણ એ રોજગારી છે, સ્વાવલંબન છે, એનાથી આપબળે જીવવાનું કૌવત જાગે છે અને એને પરિણામે જિંદગીની બેહાલીમાંથી ઊગરી જવાય છે. સંસાર સ્વપ્નનો છે અને સ્વપ્નદૃષ્ટાઓનો છે. સ્વપ્ન વગર કાંઈ સર્જાતું નથી, પરંતુ સ્વપ્ન જોનારાઓને સંકટોની વચ્ચે જીવવું પડે છે. રઝિયા જાન આજે આવી સંકટો વચ્ચે જીવનારી નીડર નારીનું પ્રતીક બની ગઈ છે. 60 * જીવી જાણનારા Page #69 -------------------------------------------------------------------------- ________________ એક હાથ શ્વેત, બીજો હાથ શ્યામ ! વાતાવરણમાં હસમુખી વસંત મધુર-મીઠું હાસ્ય વેરતી હતી, પણ ફિઝિયોથેરેપી સેન્ટરમાં આવેલી માર્ગારેટ પૅટ્રિકના જીવનમાં પર્ણહીન, ઉદાસીન અને વિષાદમય પાનખર પલાંઠી લગાવી દીધી હતી. પક્ષાઘાત (પેરાલિસિસ)ના અણધાર્યા હુમલાએ આ છટાદાર, દેખાવવાળી, કસાયેલી કાયા ધરાવતી હબસી મહિલાને નિરાશ અને સાવ નિદ્માણ હોય તેવી બનાવી દીધી હતી. તરવરાટ ધરાવતી માર્ગારેટ લાચાર ચહેરે ફિઝિયોથેરેપી સેન્ટરના મુખ્ય ખંડમાં પ્રવેશી. અહીં સારવાર માટે અન્ય દર્દીઓ બેઠા હતા. કોઈનું ડાબું અંગ પક્ષાઘાતનો આકરો પ્રહાર પામ્યું હતું, તો કોઈના પગ તો, કોઈનું મોં વાંકું થઈ ગયું હતું. માર્ગારેટ મુખ્ય ખંડમાં પ્રવેશી એટલે સેન્ટરની મુખ્ય સંચાલિકા મીલી મેકહાફે માર્ગારેટનો હુંફાળો સત્કાર કર્યો અને અન્ય બેઠેલા દર્દીઓની વચ્ચે લઈ જઈને એની માર્ગારેટ પૈટ્રિક અને રૂથ ઈઝેનબર્ગ Page #70 -------------------------------------------------------------------------- ________________ ઓળખ આપી. આ સમયે માર્ગારેટની નજર એકાએક ખૂણામાં પડેલ પિયાનો પર ગઈ અને એની આંખોના ખૂણા આંસુથી ઊભરાઈ ઊડ્યા. પિયાનો માર્ગારેટ પૅટ્રિકને પોતાના પ્રાણ જેટલો પ્રિય હતો. નાની વયથી એને આ વાદ્ય વગાડવાનો શોખ હતો. જીવનની ભરતી-ઓટ વચ્ચે પિયાનોના સૂરોએ એને સાથ આપ્યો હતો. એના પતિના અવસાનનો આકરો આઘાત કે જુવાનજોધ પુત્રનું અકાળ મૃત્યુ - આ બધી વેદનાઓને પિયાનોએ હળવી કરી હતી. જિંદગીની યાતનાનો ઘણો બોજ એના સૂરોએ ઉપાડી લીધો હતો, આથી કોઈ દિવસ પિયાનો વાદન ન થાય તો માર્ગારેટ ભીતરમાં ગૂંગળાઈ જતી. એને માટે પિયાનો એ માત્ર કોઈ વાઘ નહોતું. પરંતુ પોતાનું જીવનસંગીત હતું. પિયાનો વગાડતી ત્યારે ધરતીની વ્યથા-કથા વીસરીને કોઈ સ્વર્ગીય, અવર્ણનીય આનંદમાં ગરકાવ થઈ જતી. પિયાનોના સૂર એ એના આત્માના આનંદના સૂર બની ગયા હતા. આવી પિયાનો સાથેની એની જન્મજાત પ્રીતમાં એકાએક મહાઅવરોધ આવ્યો. એના પર પેરાલિસિસનો હુમલો થયો. એનો જમણો હાથ સદાને માટે નકામો બની ગયો. એ હાથ કોઈ સ્પર્શ પણ અનુભવી શકતો નહિ. ગરમ-ઠંડાનો કોઈ ખ્યાલ આવતો નહિ. માર્ગારેટને માટે જીવન વેદનાના પર્યાયસમું બની ગયું. માર્ગારેટ એનાં આંસુ ખાળી શકી નહિ. મિલી સ્તબ્ધ બની ગઈ. એણે માર્ગારેટને કહ્યું, “કેમ તું એકાએક રડી ઊઠી ?” માર્ગારેટે કહ્યું, “આ મારો પરમ પ્રિય પિયાનો જોઈને !' માર્ગારેટ અશ્વેત મહિલા હતી અને અમેરિકાના અશ્વેતોને સંગીતનું પ્રબળ આકર્ષણ હોય છે. એ મુજબ આ હબસી યુવતીએ ઉત્કૃષ્ટ પિયાનોવાદન કરીને પૂર્વે મેળવેલાં સન્માન અને પારિતોષિકોની વાત કરી. સંગીતના કેવા કેવા મોટા જ લસાઓમાં પોતે પિયાનોવાદન કર્યું છે એની સ્મરણગાથા આપી, પરંતુ માર્ગારેટની કામયાબીની આ સઘળી વાત પર ઊછળતા ઉત્સાહને બદલે ગમગીનીનાં વાદળો ઘેરાયેલાં હોય, તેમ લોકોને લાગતું હતું, કારણ કે પિયાનો વગાડવાની અશક્તિએ એનું જીવનબળ આંચકી લીધું હતું. માર્ગારેટ એની કથની પૂરી કરી કે તરત જ મિલી મેકહાફ બોલી ઊઠયાં, 62 • જીવી જાણનારા Page #71 -------------------------------------------------------------------------- ________________ અરે ! તમે બધાં ઘડીભર અહીં જ બેસી રહેજો. હું પળવારમાં પાછી આવું છું.” આમ કહી, મિલી સેન્ટરના બીજા ખંડ ભણી દોડી ગઈ અને થોડી વારમાં વોકર સાથે ચાલતી શ્વેત વાળવાળી મહિલાને લઈને આવી. ઠીંગણા કદની એ ગોરી મહિલાની આંખો પર વધુ નંબરના કારણે ચશ્માંના જાડા ગ્લાસ હતા. મિલીએ માર્ગારેટને આ મહિલાનો પિયાનો વગાડતા માર્ગારેટ અને રૂથ પરિચય કરાવતાં કહ્યું, માર્ગારેટ પૅટ્રિક, આ રૂથ ઇઝેનબર્ગને મળો.” બંને પ્રૌઢ મહિલાઓએ હાથ મેળવ્યા. માર્ગારેટના ચહેરા ઉપરની ઉદાસી પળવારમાં અળગી થઈ. મિલી મેકહાફે કહ્યું, માર્ગારેટ, આ રૂથ પણ તમારી માફક જ પિયાનો વગાડતી હતી. પતિ અને પુત્રના અવસાનના આકરા પ્રહારને સંગીતના સથવારે સહન કર્યા છે. પેરાલિસિસના હુમલાએ એનો પિયાનો, એનો આનંદ અને એના પ્રાણ છીનવી લીધા છે ! પરિણામે એ પેરાલિસિસના વ્યાધિ પર પોતાનો પિયાનો છીનવી લેવા માટે વારંવાર એને ધિક્કારે છે. પેરાલિસિસે એના ડાબા હાથનું ચેતન હરી લીધું છે.” આ દર્દીઓ વચ્ચેની દુ:ખદ પરિસ્થિતિમાં મિલીના ચિત્તમાં એક નવીન વિચારનો ચમકાર થયો. નિગ્રો મહિલા માર્ગારેટ પૅટ્રિકનો જમણો હાથ નકામો છે અને અમેરિકન શ્વેત યુવતી રૂથનો ડાબો હાથ નકામો છે, પણ માર્ગારેટનો ડાબો અને રૂથનો જમણો હાથ ભેગા મળે તો ? જો બંનેના આ હાથ ભેગા થાય, તો તેઓ જરૂર પિયાનો વગાડી શકે. જીવનનો પરમ આનંદ પુનઃ પ્રાપ્ત એક હાથ શ્વેત, બીજો હાથ શ્યામ ! • 63 Page #72 -------------------------------------------------------------------------- ________________ કરી શકે. મિલીએ બંનેને પોતાનો આ વિચાર કહ્યો. આ વાતે માર્ગારેટ અને રૂથને ઊંડા વિચારમાં ડુબાડી દીધો. એમની નિરાશ આંખોમાં આશાનો ચમકારો જાગ્યો, માર્ગારેટ અને રૂથ વાતે વળગ્યાં, કયાં કયાં ગીતો વગાડતાં આવડે છે એની ચર્ચામાં ડૂબી ગયાં. એક એવો સોનેરી દિવસ આવ્યો કે જ્યારે પિયાનોની બૅન્ચ પર આ બે મહિલાઓ પાસે પાસે બેસીને પિયાનો વગાડવા લાગી. પિયાનો પર એક લાંબા સુદૃઢ કાળા હાથની આંગળીઓ ફરતી હતી, તો એની વચ્ચે બીજી થોડી કરચલીવાળી શ્વેત હાથની આંગળીઓ રમતી હતી. આ શ્વેત અને શ્યામ હાથ પિયાનોની ‘ઇબોની’ અને ‘આયવરી' કી પર ફરવા લાગ્યા. માર્ગારેટ અને રૂથ બંનેના હૃદયમાં ફરી એક વાર પિયાનોના સૂર ગુંજવા લાગ્યા અને તેય એકસાથે ! લાગણીભીના હૃદયમાં જાગેલા સંગીતના સૂરો એ બંને વચ્ચેનું સામ્ય બીજા ઘણા સામ્યના સંકેતો આપી ગયું. માર્ગારેટ અને રૂથ બંનેએ પતિ અને પુત્ર ગુમાવ્યા હતા. બંનેને પ્રપૌત્રીઓ હતી. બંનેના હૃદયમાં શાશ્વત સંગીતની ગુંજ હતી, પછી તો બંને દિવસોના દિવસો સુધી સાથે મળીને પિયાનો વગાડવા લાગ્યાં. માર્ગારેટ એનો પક્ષઘાતની અસર પામેલો હાથ રૂથની પીઠ પર રાખતી હતી અને રૂથ એનો ચેતનહીન ડાબો હાથ માર્ગારેટના ધૂંટણ પર ટેકવી રાખતી હતી. રૂથનો શ્વેત હાથ ‘મૅલડી’ વગાડતો હતો અને માર્ગારેટનો મજબૂત ડાબો હાથ ‘એમ્પનિશમેન્ટ' વગાડતો હતો. બંનેએ દિવસોના દિવસો સુધી આ રીતે પિયાનો વગાડવાની તાલીમ લીધી. ક્યારેક માર્ગારેટ ચૂકી જાય, તો ક્વચિત રૂથ ભૂલી જાય ! ક્યારેક ભૂતકાળની બંને હાથે વગાડવાની ટેવ થાપ ખવડાવતી તો ક્યારેક માર્ગારેટની કી-ચાવી રૂથ દબાવી દેતી ! ભૂલો થાય એટલે બંને હસી પડે. સરસ તરજ વાગે તો બેય એકબીજાને ધન્યવાદ આપે ! અથાગ પ્રયત્ન કરે અને પારાવાર ભૂલના મહાસાગરને પાર કરીને માર્ગારેટ ને રૂથની જોડી આખરે સફળતાને કિનારે આવી, પંરાલિસિસનો કારમો આઘાત પામેલી બે મહિલાઓ એમના એક એક હાથથી પિયાનો વાદન કરે છે 64 * જીવી જાણનારા Page #73 -------------------------------------------------------------------------- ________________ એ હકીકતે ચોમેર આશ્ચર્ય જમાવ્યું. સહુને એમની સાધના જોઈને કુતૂહલ થતું. થોડા જ સમયમાં માર્ગારેટ અને રૂથની જોડી જાણીતી થઈ ગઈ અને એમનું પિયાનોવાદન પ્રખ્યાત બનતું ગયું. બંનેના જીવન અને સંગીતનું સામ્યા સહુને તાજુબ કરતું હતું. વળી, પિયાનો પર તેઓ કોઈ સામાન્ય સંગીત વગાડતાં નહોતાં, પણ ચોપલીન, બાથ અને બિથોવન જેવા મહાન વાદકોની રચના બંને સાથે મળીને પ્રસ્તુત કરતાં હતાં. નિશાળો અને ચર્ચામાં આ વિશિષ્ટ બેલડીનું પિયાનોવાદન યોજાવા લાગ્યું. ટેલિવિઝન પર એમના કાર્યક્રમો પ્રસારિત થયા. સિનિયર સિટિઝન માટેની ક્લબોમાં સિનિયર સિટિઝન માર્ગારેટ અને રૂથના કાર્યક્રમો લોકપ્રિય બની ગયા. વળી અપંગો માટેનાં પુનર્વાસ કેન્દ્રોમાં આ બે પ્રૌઢ મહિલાઓના કાર્યક્રમો પ્રેરક બની ગયા. માર્ગારેટ અને રૂથની જોડી ઠેર ઠેર જાણીતી બની ગઈ. માર્ગારેટે કહ્યું, “મારું સંગીત છીનવાઈ ગયું હતું, પણ ઈશ્વરે મને રૂથના રૂપે પાછું આપ્યું.” છેલ્લાં કેટલાંય વર્ષોથી પિયાનો બૅન્ચ પર પડખોપડખ બેસીને સંગીત વગાડતી રૂથ તો કહે છે કે, “આ ઈશ્વરનો જ ચમત્કાર કે જેણે અમને બંનેને મેળવી આપ્યાં.” સંગીતમાં જેમ સૂર અને તાલ હોય, પિયાનોમાં જેમ ‘ઇબોની' અને ‘આયવરી' હોય, બસ એવાં જ છે. માર્ગારેટ પૅટ્રિક અને રૂથ ઇઝેનબર્ગ. ] એક હાથ શ્વેત, બીજો હાથ શ્યામ ! • 65 Page #74 -------------------------------------------------------------------------- ________________ સાગરના પેટાળમાંથી મોતીની ખોજ રસ્તા પર ચીંથરેહાલ રખડતાં, ભીખ માગતાં, લડતાં, ઝઘડતાં કે આળસથી કોઈ ખૂણે કણસતાં પહેલાં બાળકોની જિંદગી એ કમનસીબી અને બદનસીબીની કરુણ અને દારુણ કહાની હોય છે. એ માસૂમ, નિરાધાર અને લાચાર બાળકોને કેટલીય માનસિક અને શારીરિક પજવણીના ભોગ બનવું પડે છે. મારપીટ અને ત્રાસ સહન કરવો પડે છે અને ગુનાખોરીની દુનિયામાં ધકેલાઈ જઈને મોતથી ય બદતર જીવન જીવવું પડે છે. ફિલિપાઇન્સના એફરેન પનાફલોરિડાને એની બાલ્યાવસ્થામાં એક વાર આવી રખડુ તોફાની છોકરાઓની ટોળીએ ખૂબ પજવ્યો હતો. એને ધક્કા માર્યા, એની પાસેથી પૈસા ઝૂંટવી લીધા અને એ બધાએ ભેગા મળીને થોડો મેથીપાક પણ આપ્યો. માંડ માંડ એ ટોળીની ચુંગાલમાંથી એફન પેનાફલોરિડા Page #75 -------------------------------------------------------------------------- ________________ 2 56 46) 10 e are the CINGE! રખડુ બાળકો માટે ઠેલણગાડીમાં નિશાળ ચલાવતો એફરેન છૂટ્યો ! એફરેનને પહેલાં તો એ ઘટનાથી તીવ્ર આઘાત લાગ્યો. દિવસો સુધી ભયના ઓથાર હેઠળ જીવતો રહ્યો, પરંતુ એક દિવસ એણે નક્કી કર્યું કે આવી રખડુ ટોળી સાથે વેરની વસૂલાત કરવાનો કોઈ અર્થ નથી. એમને તો જિંદગીનો સાચો રાહ ચીંધવો જોઈએ. એમના પ્રત્યે ધૃણા કે તિરસ્કારને બદલે સભાવ અને આત્મીયતા દાખવવાં જોઈએ. આથી એણે ૧૯૯૭માં એક સંસ્થાની સ્થાપના કરી અને એનું નામ રાખ્યું ‘ડાઇનેમિક ટીન કંપની'. સોળ વર્ષના એફરનનો ઇરાદો એવો હતો કે પાંચથી પંદર વર્ષનાં રસ્તે ૨ઝળતાં ગરીબ, નિરક્ષર બાળકોને એક જગાએ એકઠાં કરવાં અને એમને ટેબલ, ખુરશી, પેન અને પુસ્તકો આપીને ભણવા બેસાડવા. એની સામે વિરાટ સમસ્યા એ ઊભી થઈ કે આવાં બાળકોને શિક્ષણ આપવું કઈ રીતે ? એમાં પણ કેવાઇટ જેવા ફિલિપાઇન્સના અતિ ગરીબ પ્રદેશમાં તો નિશાળોમાંય પૂરી સગવડ ન મળે, ત્યાં ટેબલ-ખુરશી ધરાવતી મોબાઇલ નિશાળની કલ્પના ક્યાંથી કરવી ? સામે પારાવાર મુશ્કેલીઓ હતી, પણ એની સાથે એફરેન પેનાલોરિડાનો એક હેતુ હતો કે મારે આ બાળકોના દિલમાં જ્ઞાન અને સદ્-આચારની જ્યોત જલાવવી છે. સાગરના પેટાળમાંથી મોતીની ખોજ • 67 Page #76 -------------------------------------------------------------------------- ________________ એમના ભીતરમાં ધરબાયેલા અને હૃદયના કોઈ ખૂણે ધકેલાઈ ગયેલા તેજનું શિક્ષણના માધ્યમથી પ્રાગટ્ય કરવું છે. એ વિચારવા લાગ્યો કે આ પૃથ્વી કેટલાં બધાં રત્નોથી ભરપૂર છે! ગરીબ અને તવંગર, યુવાન અને વૃદ્ધ, ભિન્ન ભિન્ન આકાર અને કદના રંગબેરંગી માનવોથી પરિપૂર્ણ છે. અરે ! આ દુનિયા તો એક સરસ મજાના ફૂલબુટ્ટા ધરાવતી નકશીદાર ચાકળા જેવી છે અને એમાં દરેક વ્યક્તિની અંદર એક મૂલ્યવાન રત્ન છુપાયેલું છે. એ રત્નનો પ્રકાશ પામવાને માટે તમારે તમારી ભીતર જોવું પડે અને હૃદયના કોઈ ખૂણામાં છુપાયેલા એ હીરાને શોધી શોધીને બહાર આણવો પડે. બસ ! મારે કોઈ પણ ભોગે આ કામ કરવું. સાગરના તળિયે જઈને મોતી ખોળી લાવું ! આ વિચાર અને ભાવના સાથે એફરેને પોતાની શિક્ષણપ્રવૃત્તિનો પ્રારંભ કર્યો. સોળ વર્ષના આ યુવાનને એક સ્વપ્ન લાધી ગયું હતું. પોતાના આ સ્વપ્નના સથવારે કમ્પ્યૂટર ટેક્નોલૉજીમાં પદવી ધરાવનાર એફરેને કામગીરી શરૂ કરી. સામે ગટરના કીડા જેવું જીવન જીવતાં બાળકોને સુધારવાની વાત હતી અને એ માટે એફરેને વીસ સભ્યોની સાથે એક ફ્રેન્ડશિપ ક્લબ શરૂ કરી. આ ક્લબમાં એફરેનને સહુ કોઈ ‘ક્યુઆ એફ’ એટલે કે ‘બ્રધર એફ’ તરીકે ઓળખતા હતા. એણે પાંચથી પંદર વર્ષનાં રખડુ બાળકો માટે એક રમણીય કલ્પના કરી. એણે એમને ગુનાખોરીની જિંદગી જીવવાના વિકલ્પમાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એ સતત કહેતો કે શાળાએ જવાની વયનાં બાળકોને માટે શાળામાં પાછા મોકલવાં છે. પોતાના સ્વપ્નની સિદ્ધિ માટે એફરેને હાથલારીઓમાં પુસ્તકો, લેખનસામગ્રી, ટેબલો અને ખુરશીઓ રાખવાનું શરૂ કર્યું. એની આ ઠેલણગાડીમાં બાળકોને અને સમય જતાં નિરક્ષર વડીલોને પણ લખવાવાંચવાની સુવિધા ઊભી કરી. આટલેથી એફરેન અટક્યો નહીં ! એનું સ્વપ્ન તો આવાં બેહાલ બાળકોના ભીતરનું તેજ પ્રગટ કરવાનું હતું. ધીરે ધીરે ઠેલણગાડીમાં ચાલતી નિશાળમાં ગરીબ બાળકોનાં કૌશલ્ય વધારવાના કાર્યક્રમો અને સ્વ-વિકાસની પ્રવૃત્તિઓનું આયોજન કરવા લાગ્યો. આ બાળકોમાં જીવનનું મહત્ત્વ, પોતાની જાતની ઓળખ અને યુવાનીમાં નૈતિકતાનાં મૂલ્યો વિશે સભાનતા કેળવવાનું કામ શરૂ કર્યું. એની આ હાથલારીમાં ચાલતી શાળામાં અથવા કહો કે ગતિશીલ વર્ગખંડમાં ગરીબ અને રખડુ બાળકોને ગણિતશાસ્ત્રથી માંડીને આરોગ્યશાસ્ત્ર સુધીના વિષયો 68 * જીવી જાણનારા Page #77 -------------------------------------------------------------------------- ________________ એફરેન અને તેની લાગાડીવાળી સ્કૂલ શીખવવાનું શરૂ કર્યું. એમના અજ્ઞાનનો અંધકાર અળગો કરવા ઉપરાંત એમનું જીવન ઊજળું બનાવવું હતું. આ જરૂરિયાતમંદ બાળકોને મૅડિકલ સારવાર અને પૌષ્ટિક આહાર પણ આપવા લાગ્યો. મજાની વાત એ છે કે ફિલિપાઇન્સની નિશાળોમાં શાળા છોડી દેતાં બાળકોનું પ્રમાણ વધુ હતું, જ્યારે એફરેનના ગતિશીલ વર્ગખંડમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ નિયમિત હાજરી આપવા લાગ્યા. એમાંથી ૮૫ થી ૯૦ ટકા જેટલાં બાળકો તો શાળાશિક્ષણ સાથે સમય જતાં જોડાઈ ગયા, તો બાકીનાં કેટલાંક નિરક્ષરમાંથી શિક્ષિત બનેલાં બાળકો એફરેનની સાથે એના ગતિશીલ વર્ગખંડનાં સભ્ય બની ગયાં. એફરેન આ બાળકો પ્રત્યે એમના વડીલબંધુ જેવું વલણ રાખે છે. એ જાણે છે કે આ બાળકોને કપરી આર્થિક પરિસ્થિતિ, અતિવિચિત્ર સંજોગો અથવા તો અસામાજિક ટોળકીના દબાણને વશ થઈને બેહાલીની જિંદગી જીવવી પડે છે. એફરેન એમને જીવનનો જુદો રાહ અપનાવવાની સમજ આપે છે અને તે માટે એમનો માર્ગદર્શક બને છે. એનો ઇરાદો આ બાળકો કે કિશોરોને માત્ર શિક્ષિત બનાવવાનો જ નથી, પરંતુ એમનામાં પર્યાવરણ, સાગરના પેટાળમાંથી મોતીની ખોજ * 69 Page #78 -------------------------------------------------------------------------- ________________ આહાર, સંસ્કૃતિ, શાંતિ અને સ્વાથ્ય માટેની જાગૃતિ જગાડવાનો છે. આ બાળકોમાં સંસ્કાર સિંચન કરવું, એ એમની વર્ષોની બૂરી આદતો અને કુટેવોને કારણે લોઢાના ચણા ચાવવા જેવું બની રહેતું. ક્યારેક રખડુ બાળકો એકાગ્ર બનીને અભ્યાસ કરતાં નહીં, તો ક્યારેક બૂરી આદતોનો શિકાર બની જતાં. આવી પરિસ્થિતિ હોવા છતાં એફરેને હકારાત્મક વલણથી કામ લીધું. નિષ્ફળતાઓ સામે નમ્યો નહીં. એની ‘ડાયનેમિક ટિન કંપની’ પાસે આજે ૨૦00 જેટલા માર્ગદર્શક સભ્યો છે, જે ઓ દૂર-દૂરના પ્રદેશોમાં જઈને વાચન અને લેખન માટેનું મૂળભૂત શિક્ષણ આપે છે. એફરેન પોનાફલોરિડાના આવા વર્ગખંડો ‘કેરિટોન ક્લાસરૂમ' તરીકે ઓળખાય છે. આ વર્ગખંડોમાં આ છોકરાઓનું શૂન્યમાંથી સર્જન કરવામાં આવે છે. પહેલાં એમને વાચન-લેખનનો મહિમા સમજાવાય છે. ઉમદા જીવન જીવવાના પાઠ શીખવાય છે. એ રખડુ વિદ્યાર્થીઓને થયેલા ઘા અને ઉઝરડાની નાની-મોટી પાટાપિંડી કરે છે અને એની સાથોસાથ એમને આરોગ્યના પાયાના સિદ્ધાંતો શીખવે છે. આ વર્ગખંડોના સમૂહમાં એક ૨મતગમતનું કેન્દ્ર પણ આવેલું હોય છે. એમાં સરસ મજાનાં રમકડાં અને બાળકો હોંશે હોંશે વાંચે એવાં પુસ્તકો હોય છે. એફરેન જાણે છે કે આ ભૂખ્યાં બાળકોને માટે સૌથી પહેલી વાત ભોજન છે, આથી એ દરે ક બેઠકને અંતે બાળકો અને કિશોરોને કૅન્ટીનમાં નાસ્તા માટે મોકલે છે. ભૂખ્યાં બાળકોને માટે આહારપ્રાપ્તિ એ પ્રાથમિક પ્રેરકબળ બની રહે છે, જ્યારે એના ૨મતગમતના કેન્દ્રમાં કયૂટર લૅબ પણ સામેલ છે અને એમાં બેસીને આ બાળકો કમ્યુટર પર શૈક્ષણિક રમત રમે છે. કયૂટરનો પરિચય સધાતાં તેમને ધીરે ધીરે ઇન્ટરનેટનો કેવી રીતે ઉપયોગ કરાય તે શીખવવામાં આવે છે અને આમ સાક્ષરતાના કાર્યક્રમનું વિસ્તરણ થતું જાય છે. રસ્તા પર, સ્ટેશન પર કે શેરીમાં ગંદી અને અશ્લીલ ગાળો બોલતો બાળક અહીં શિક્ષણ પામીને ઉમદા જીવનની વાત કરતો થાય છે. રખડવામાં જિંદગી પસાર કરનારો બાળકે અહીં કયૂટર અને ઇન્ટરનેટના ઉપયોગથી દુનિયા આખીનું જ્ઞાન મેળવે છે. મવાલીઓના હાથે મારપીટ ખાનારા બાળકને અહીં મોન્ટેસોરી પદ્ધતિએ શિક્ષણ મળે છે. અહીં બાળકનાં માતાપિતાને એક ફોર્મ ભરવું પડે છે, જેમાં એ ખાતરી આપે છે કે 70 * જીવી જાણનારા Page #79 -------------------------------------------------------------------------- ________________ AUTIO રખડુ બાળકો, પુશ કાર્ટ ક્લાસરૂમ અને પોતાની ટીમ સાથે એક્રેન એમનાં બાળકો નિયમિતપણે શાળામાં આવશે. આ ગતિશીલ વર્ગખંડ ક્યાં ચાલે છે ? એ ચોતરફ કચરાનો ઢગલો થયો હોય તેવા શહેર કે ગામના દૂરના વિસ્તારમાં કે ગામને છેડે આવેલા સ્થાનિક કબ્રસ્તાનમાં પણ ચાલે છે. સામાજિક સંસ્થાના સભાખંડોમાં અને ખીચોખીચ ભરેલા બજારમાં પણ એ ચાલતા હોય. કચરો એકત્રિત કરવાના વિસ્તારમાં સિત્તેરથી એંસી જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આખી શેરીને એ વર્ગમાં પરિવર્તન કરી દે છે. આ વર્ગમાં તમામ બાળકોને એકઠાં કરીને એકસાથે અભ્યાસ કરાવવામાં આવતો નથી. એનાં પાંચ જૂથ હોય, પહેલું જૂથ નિરક્ષર બાળકોનું, બીજું જૂથ બાલમંદિરનાં બાળકોનું, ત્રીજું જૂથ ૧ થી ૩ ધોરણ સુધીનાં બાળકોનું, ચોથું જૂથ ૪ થી ૬ ધોરણ સુધીનાં બાળકોનું અને પાંચમું જૂથ ૧૯ વર્ષ સુધીના યુવકોનું. ૧૯૯૭માં સ્થપાયેલા આ સંગઠનમાં આજે ૧૦,000 સભ્યો કાર્યરત છે. આને પરિણામે આ વિસ્તારની ગુનાખોરી ઓછી થઈ ગઈ. ઘણાં કુટુંબો એવાં હતાં કે જેમને માટે બાળકોને શાળામાં મોકલવાં પરવડે તેમ ન હતું. એમને માટે આ ગતિશીલ શાળાઓ વિકલ્પ બની ગઈ. આ વિસ્તારની તોફાની, રખડુ ટોળકીમાં ફસાયેલાં માસુમ બાળકો હવે ‘ડાયનેમિક ટિન કંપની નાં વિદ્યાર્થીઓ બની ગયાં છે ! સાગરના પેટાળમાંથી મોતીની ખોજ • 71 Page #80 -------------------------------------------------------------------------- ________________ એફરેનના સ્વપ્નની ઊંચાઈ અમાપ છે. અત્યારે એ કેવાઇટ અને મનિલા વિસ્તારમાં એવી જગા શોધી રહ્યા છે કે જ્યાં બાળકોને માટે શિક્ષણની સુવિધા સાથે વિશાળ પુસ્તકાલય હોય, રહેવા માટે છાત્રાલય હોય, ખેલવા માટે રમતનું મેદાન હોય અને પશુપંખીઓનો પરિચય કેળવવા માટે વિશાળ અભયારણ્ય હોય, એફરેન હસતાં હસતાં કહે છે કે એનું સ્વપ્ન તો શિક્ષણપ્રધાન બનવાનું છે અને એની ઇચ્છા તો શિક્ષકનાં મૂલ્યોમાં પારદર્શકતા લાવવાની છે. આજે એફરેન પેનાલોરિડાની કીર્તિ એના વતન ફિલિપાઇન્સના કેવાઇટની હદ ઓળંગીને જગતભરમાં ફેલાઈ ચૂકી છે. એક સમયે પડોશીઓ એફરેનની આ ધૂન જોઈને એની મજાક કરતા હતા. કોઈ એને પાગલ માનતા, તો કોઈ એને અશક્ય સામે બાથ ભીડનારો સમજતા, પરંતુ આજે એ સહુ એફરેનને માટે ગૌરવ અનુભવે છે, કારણ કે એની સંસ્થા દ્વારા આજ સુધીમાં દોઢ લાખ બાળકોને શિક્ષણ મેળવ્યું છે. આ શિક્ષણને પરિણામે જેમને ગુનાખોરીની અંધારી દુનિયામાં જીવવું પડે તેમ હતું, તેઓ આજે સમાજમાં સન્માનભર્યા સ્થાને પહોંચ્યા છે. એણે ‘પુશ કાર્ટ ક્લાસરૂમ' દ્વારા શિક્ષણને ગતિમાન (મોબાઇલ) કરીને ઘણું મોટું પરિવર્તન કર્યું. એણે બનાવેલી શિક્ષણની હાથલારીની પ્રતિકૃતિ બનવા લાગી છે, પરંતુ એફરેન એની કોઈ પેટન્ટ કે ફ્રેન્ચાઇઝ લેવા ચાહતો નથી, એ તો સામે ચાલીને કહે છે કે અમારી આ પદ્ધતિ અપનાવીને અમને મદદ કરો, અમારા અનુભવમાંથી પ્રેરણા લો અને બીજાને પ્રેરણા આપો. એનું એક પ્રિય સૂત્ર એ છે કે, ‘તમે જોયેલા સ્વપ્ન મુજબ તમે પરિવર્તનશીલ બનો અને દુનિયાને જેની જરૂર છે તે પ્રમાણે પરિવર્તનશીલ બનો.” આજે ૩૨ વર્ષના આ ફિલિપિનોએ અસંખ્ય બાળકો અને આધેડ વયની ઉંમરની વ્યક્તિઓના કાદવકીચડથી ભરેલા જીવનમાં વિકસિત કમળ સમાન તેજસ્વી ભવિષ્ય રચી દીધું. 72 * જીવી જાણનારા Page #81 -------------------------------------------------------------------------- ________________ ઊંચું તાક નિશાન જિંદગી અજીબો-ગરીબ છે ! કઈ ક્ષણે જિંદગી કેવો મોડ લેશે, એની કોને ખબર | ‘ન જાણ્યું જાનકી નાથે, કાલે શું થવાનું છે ?' આવતીકાલનું એ અકળ રહસ્ય માનવીને સદૈવ મૂંઝવતું રહ્યું છે. એની જિંદગીની તેજ રફતારમાં એકાએક એક એવો અણધાર્યો વળાંક આવે કે આખી જિંદગી ઉપરતળે થઈ જાય ! ખુશાલીથી લહલહાતું જીવન એકાએક ઉજ્જડ અને ગમગીન બની જાય. શક્તિના વહેતા ધોધ જેવી જિંદગી અશક્ત અને દયનીય અવસ્થામાં સરી પડે. જીવનપ્રવૃત્તિની તેજ ગતિને વેદનાજનક નિષ્ક્રિયતા અને નિરાશા ઘેરી વળે. ઓર્થોપેડિક સર્જન ડૉ. રમેલ ટેડના જીવનમાં એક આવો જ અણકલયો ડૉ. રમેલ ટેડ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઝંઝાવાત આવ્યો. એવો ધરતીકંપ આવ્યો કે જ્યાં જમીનદોસ્ત થયેલી ઇમારત ફરી ઊભી થાય એવું કદી લાગતું નહોતું. રોજના ૬૦ જેટલા દર્દીઓને તપાસનારા આ ઑર્થોપેડિક સર્જન વર્ષ દરમિયાન એક હજાર જેટલી સર્જરી કરતા હતા. વળી એમાંથી નિરાંત મળતાં થોડો સમય પત્ની કેથરીન અને પરિવાર સાથે હસી-મજાકમાં ગાળતા હતા અને રવિવારની રજાના દિવસના ઘણા કલાકો ગૉલ્ફની મનપસંદ રમતના મેદાન પર ગુજારતા હતા. જિંદગીમાં મોજ હતી, શરીરમાં શક્તિ અને વ્યવસાયમાં સારી કમાણી હતી, પણ એવામાં આજથી આશરે બે વર્ષ અગાઉ એક અણધારી બીમારી લાગુ પડી. ઑર્થોપેડિક સર્જન કરોડરજ્જુની બીમારીથી એવા ઘેરાઈ ગયા કે એનો અંત કમરથી નીચેના ભાગના પૅરાલિસિસમાં આવ્યો. સર્જન હોય, સતત દોડધામ કરતા હોય, એક પછી એક દર્દીને તપાસતા હોય, લાંબો સમય ચાલનારી કોણી, પગ, કાંડાં, ઢાંકણી અને ખભાની સર્જરી કરતા હોય અને એમને ખુદ લાચાર, બીમાર અને નિષ્ક્રિય થઈને વ્હીલચરના સહારે જીવવું પડે તે કેવું ? વળી, કમરેથી પૅરાલિસિસ થયો હોય એટલે ઘણી સંભાળ લેવાની. કમરથી નીચેનો શરીરનો કોઈ ભાગ કામ કરે નહીં. સમતોલન જાળવવા માટે પટ્ટો પહેરવો પડે અને હવે જ્યાં વ્હીલચેર પર જીવવાની વાત હતી, ત્યાં ગૉલ્ફ ખેલવાની કે ભવિષ્યમાં ઑપરેશન કરવાની કલ્પના તો ક્યાંથી થાય ? પણ ડૉ. રમેલ ટેડનો એક જીવનમંત્ર હતો, ‘જો તમારી દૃષ્ટિ નીચેની બાજુએ હશે, તો તમે જ્યાં હશો ત્યાંથી પણ ફેંકાઈ જશો.’ એમના મનમાં પ્રબળ આશાવાદ હતો. ‘ઊંચું તાક નિશાન’ એ એમનો પ્રિય આદર્શ ! પોતાની રમૂજી વૃત્તિથી મનમાં આવતાં હતાશાનાં વાદળોને ખંખેરી નાખતા હતા અને ગમે તે થાય તો પણ અડગ રહેવાનો સંકલ્પ સેવ્યો હતો. પોતાની તકલીફની એકે વાત પરિચિતોને કરે નહીં. એનાં રોદણાં રડવાં એ તો દૂરની વાત રહી, કોઈ એમની શારીરિક અવદશા જોઈને દયાભર્યાં વચનો ઉચ્ચારે, એ સહેજે પસંદ નહીં. અત્યંત ખરાબ પરિસ્થિતિ હતી, ત્યારે પણ પોતાના અંગત મિત્રને પોતાની પારાવાર શારીરિક મુશ્કેલીઓ અને 74 * જીવી જાણનારા Page #83 -------------------------------------------------------------------------- ________________ ઇલેક્ટ્રિક હીલચૅર સાથે ડૉ. રમેલ ટેડ માનસિક વિટંબણાની વાત કે વર્ણન લખવાને બદલે માત્ર એટલું જ લખ્યું, ‘હમણાં ખરાબ દિવસો જાય છે.' | જિંદગીનો વળાંક કેવો આવશે એની ડૉ. રમેલ ટેડને કલ્પના નહોતી. હવે કરવું પણ શું ? જાણે હર્યાભર્યા બાગ જેવી જિંદગી એકાએક ઉજ્જડ થઈ ગઈ ન હોય ! સતત પ્રવૃત્તિશીલ સર્જનને હવે એક ડગલું ભરવા માટે પણ વહીલચૅરનો સહારો લેવો પડતો. એમ કરવા જતાં પારાવાર શારીરિક વેદના અનુભવવી પડતી. આવી મજબૂર જિંદગી પર એક વાર તો એવી નફરત જાગી કે માથા પર રિવોલ્વર તાકીને ગોળીથી જિંદગીનો અંત આણી દઉં ! પણ એ સમયે વહાલી પત્ની કેથરીન યાદ આવી. પોતાનાં સંતાનો અને પૌત્રોની છબી મનમાં ઊભરી આવી અને સર્જને એકાએક મનમાં વીજળીની પેઠે ચમકેલા એ વિચારને સદાને માટે રુખસદ આપી. વિચાર કર્યો કે ગૉલ્ફની રમત રમવા જાઉં તો કેવું ! એના વિશાળ મેદાન પર મોટર સંચાલિત વહીલચૅરથી હરી-ફરી શકાશે. એ હરિયાળા મેદાનને જોઈને મનમાં આનંદ થશે અને મનપસંદ ગોલ્ફની રમતમાં ખેલવાથી થોડી ઊંચું તાક નિશાન • 75 Page #84 -------------------------------------------------------------------------- ________________ મજા પણ આવશે. ગૉલ્ફના મેદાન પર ગયા. મોટર સંચાલિત ગૉલ્ફચૅરનો ઉપયોગ કરીને એ બંને હાથ વડે ટટ્ટાર રહી સહેજ નીચે ઝૂકવા માટે સક્ષમ બન્યા અને ધીરે ધીરે દડાને બસ્સો વાર જેટલો દૂર ફટકારવા લાગ્યા. પોતાની પ્રિય રમતમાં ભાગ લેવાનું તો શરૂ કર્યું. હવે પ્રિય પ્રવૃત્તિનો પુનઃપ્રારંભ કરવાની ઇચ્છા જાગી. ભાની સર્જરીના આ નિષ્ણાત સર્જન ઑપરેશન ખંડમાં પાછા જઈને ઑપરેશન કરવા ચાહતા હતા. મિત્રોને તો લાગ્યું કે સર્જન બિચારા હવાઈ કલ્પનાઓમાં રાચે છે ! મનની નિર્બળતાને કારણે કદાચ આવા અશક્ય વિચારો ઘર કરી જતા હશે, પરંતુ ડૉ. રમેલ ટેડની પત્ની કૅથરીન પોતાના પતિના દિલનો ઉત્કટ જુસ્સો બરાબર જાળવતી હતી. પૅરાલિસિસને કારણે શારીરિક તકલીફોનો હસતે મુખે સામનો કરવાની એમની આશાવાદી ભાવના જોતી હતી. આવો ઉત્કટ જુસ્સો જોઈને સ્વયં કૅથરીને કહ્યું, ‘તમે જેમ ગૉલ્ફના મેદાન પર ગયા અને ગોલ્ફ રમ્યા, એ જ રીતે ઑપરેશન થિયેટરમાં જઈને દર્દીઓનાં હાડકાંનાં ઑપરેશન કરશો જ, એમાં મને કોઈ શંકા નથી.’ વળી આ ઑર્થોપેડિક સર્જનનું કામ માત્ર થોડીક દવાઓ લખી આપવાનું કે મેડિકલ ટેસ્ટની સૂચનાઓ આપવાનું નહોતું, પરંતુ ઑપરેશન ટેબલ પર દર્દીનું ઑપરેશન કરવાનું હતું. ડૉ. રમેલના મનમાં એક જ વાત હતી કે ‘જિંદગીમાં તમારી પાસે હોય તે છિનવાઈ જાય ત્યારે તેને પુનઃ મેળવવા માટે પ્રબળ પુરુષાર્થ કરો' અને એવા પ્રબળ પુરુષાર્થના પ્રારંભે એમણો પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પિટલ અને બાન્સ જ્યુઇશ હૉસ્પિટલના પ્રેસિડેન્ટ જ્હોન એન્ટનો સંપર્ક સાધ્યો. આ જહોન એન્ટે સર્જરીના પોશાકમાં ઇલેક્ટ્રિક વહીલચૅરની મદદથી ડૉ. રમેલ ટેડને ઑપરેશન થિયેટરમાં ઓપરેશન કરી શકે એવી ગોઠવણ કરી આપી. પ્રોગ્રેસ વેસ્ટ હૉસ્પિટલનું ઑપરેશન થિયેટર પર પક્ષાઘાતગ્રસ્ત સર્જનને અનુકૂળ આવે તેવું હતું. જૂની હૉસ્પિટલોમાં આવી સગવડ નહોતી, પરંતુ આ હૉસ્પિટલમાં એના જંતુરહિત ઑપરેશન થિયેટરમાં ડૉક્ટરની હીલચૅરને જંતુરહિત કપડાંથી આવરી લેવાય તેવી વ્યવસ્થા હતી. | ડૉ. ૨મેલ ટેડના જીવનમાં આશાનું નવું પ્રભાત ઊગ્યું. એમને થિયેટરમાં 76 * જીવી જાણનારા Page #85 -------------------------------------------------------------------------- ________________ ઇલેક્ટ્રિક વ્હીલચૅર સાથે ઓપરેશન કરતા ડૉ. રમેલ ટેડ ઑપરેશન કરવાની પરવાનગી મળી. હૉસ્પિટલના પ્રેસિડેન્ટ જ્હોન એન્ટ આ ડૉક્ટરને છ વર્ષથી ઓળખતા હતા અને પ્રતિકૂળતા પર સંકલ્પબળથી વિજય મેળવવાની ડૉ. રમેલ ટેડની શક્તિ પર આફરીન પોકારી ગયા હતા. સર્જન પહેલી વાર વહીલચૅરમાં બેસીને ઑપરેશન થિયેટર ભણી ગયા. એમની પત્ની કૅથરીને એમને વહાલભર્યું આલિંગન આપ્યું. ઑપરેશન થિયેટરના સ્ટાફની તાળીઓના ગડગડાટ વચ્ચે આ સર્જને ૨૦૧૨ના ડિસેમ્બરમાં ડેવ શેલ્ટનનું ઓપરેશન કરવા ગયા. મજાની વાત એ હતી કે ડેવ શેલ્ટનની પત્નીનું વર્ષો પહેલાં ડૉ. રમેલ ટેડે જ ઑપરેશન કર્યું હતું. શેલ્ટનને એમની પાસે ઑપરેશન કરાવવાની ઉત્સુકતા હતી અને તેથી એમણે એ સમયે કહ્યું, ‘મને સહેજ પણ ચિંતા થતી નથી. હું તો તમને તમારા નિયમિત ક્રમમાં જોવા માટે આતુર છું.’ આ સમયે ડૉ. રમેલ ટેડે પોતાની વ્હીલચેરમાં બેસતાં શેલ્ટન સાથે હળવી મજાક કરતાં કહ્યું, ‘તમે ઑપરેશન સમયે મારા ચહેરાને બરાબર જોજો. જો ચહેરાનો રંગ બદલાઈ ગયો હોય, તો માનજો કે કંઈક અઘટિત બન્યું છે.' ઊંચું તાક નિશાન + 77 Page #86 -------------------------------------------------------------------------- ________________ સર્જનનું આ ઑપરેશન સફળ રહ્યું અને એ દિવસ પછી એમણે આજ સુધી પાછા વળીને જોયું નથી. વળી પેરાલિસિસની સ્થિતિને લાભદાયી માનીને રમેલ કહે છે કે હવે હું સાવ બદલાઈ ગયો છું. દર્દીને વધારે સારી રીતે સાંભળું છું અને એમના પ્રત્યે વિશેષ સહાનુભૂતિ દાખવી શકું છું. એમની પરિસ્થિતિને આત્મસાત્ કરી શકું છું અને એવી પરિસ્થિતિનો એમની જિંદગી પર કેવો પ્રભાવ પડ્યો હશે, તેની પણ વધુ સારી કલ્પના કરી શકું છું. ડૉક્ટર ખુદ સેન્ટ લૂઇસ પુનર્વસન કેન્દ્રમાં રહ્યા હતા. અહીં પક્ષાઘાતથી પીડાતા અનેક લોકોને જીવનનો પડકાર ઝીલીને જીવતા, ઝઝૂમતા અને કદી હાર ન માનતા જોયા હતા, તેથી આજે એમના મનમાં આશા છે કે તે આવો પડકાર ઝીલતા લોકોને હું મદદ કરી શકીશ. દર્દીની ખૂબ કાળજી લેનારા સર્જન તરીકે રમેલને ઓળખતી એમની પેશન્ટ લિઝા કહે છે, ‘એમની પાસે મેં ડાબા કાંડાની સર્જરી કરાવી અને એના પરિણામથી હું એટલી બધી ખુશ હતી કે હું મારા જમણા કાંડાની સર્જરી કરાવવા એમની પાસે પાછી આવી, વ્હીલચેર પર રહીને ઑપરેશન કરવામાં એમને કોઈ મર્યાદા નડતી નહોતી. મારા ખ્યાલ પ્રમાણે સર્જન ઑપરેશન કરતી વખતે તેમના હાથ, જ્ઞાન અને સૂઝનો ઉપયોગ કરે છે, નહીં કે પગનો.’ આજે ડૉ. રમેલ અગાઉની જેમ જ ઑપરેશન થિયેટરમાં બધું કામ કરે છે. રોજિંદી કસરત વડે પોતાની શારીરિક તાકાત જાળવી રાખે છે, તો પત્ની કૅથરીનના પ્રોત્સાહન અને સમર્પિત કુટુંબીજનોને કારણે એમના મનોબળને ઊની આંચ આવતી નથી. હૉસ્પિટલમાં કુશળ સર્જન તરીકે ફરી રમેલની ખ્યાતિ ફેલાવા લાગી. કોણી, કાંડું, પગ અને ઢાંકણીનાં હાડકાંની હીલચૅરમાં બેઠા બેઠા સર્જરી કરી શકતા હતા, પણ મનમાં સતત એક વસવસો હતો. એમની સૌથી પ્રિય સર્જરી તો ખભાના સાંધાના હાડકાંની હતી. મનમાં એવું સ્વપ્ન હતું કે ફરી પોતાની એ કુશળતાથી દર્દીઓનું કષ્ટનિવારણ કરી શકશે ? બધું શક્ય બન્યું, પણ ખભાની સર્જરી શક્ય ન બની. આનું કારણ એટલું જ ખભાની સર્જરી માટે ઊભા રહીને ઑપરેશન કરવું પડે. વ્હીલચેર પરથી તેઓ દર્દીના ખભાના સાંધા સુધી પહોંચી શકે તેમ નહોતું. જે વ્હીલચૅરની સહાયથી હરતા ફરતા 78 * જીવી જાણનારા Page #87 -------------------------------------------------------------------------- ________________ હોય, તે વળી ઊભા રહીને કઈ રીતે ઑપરેશન કરી શકે ? મનમાં ધ્યેય અને હૃદયમાં સંકલ્પ હતો. પરિણામે એમણે સ્ટેન્ડિંગ હીલચૅરની કલ્પના કરી અને આખરે આવી વ્હીલચૅર પણ બની. હૉસ્પિટલના તંત્રે એમને પાંત્રીસ હજાર ડૉલરની આ સ્ટેન્ડિંગ વહીલચૅર ખરીદવાની સંમતિ આપી. આ સ્ટેન્ડિંગ વહીલચૅરમાં સીટ બેલ્ટ અને ચેસ્ટ બેલ્ટની એવી વ્યવસ્થા હતી કે એને કારણે એમને ઊભા રહેવા માટે પૂરતો ટેકો મળી રહેતો હતો. ખભાની સર્જરીમાં દર્દીને બેસવું પડે અને સર્જનને ઊભા રહેવું પડે. સ્ટેન્ડ અપ વહીલચૅરની મદદથી આ સર્જન ફરી પોતાના પસંદીદા ખભાના સાંધાનાં ઑપરેશન કરવા લાગ્યા. ખભાનાં હાડકાંની સર્જરી કરતી વખતે ટટ્ટાર રહેવા માટે પટ્ટો બાંધવો તો અનિવાર્ય હતો, પણ પટ્ટો બાંધવાથી ઑપરેશન કરવાની તાકાત આવી જાય તેમ હોતું નથી. આને માટે માનસિક તૈયારી અને કોઠાસૂઝની જરૂર હોય છે. આ સર્જન કહે છે કે આ તાકાત એમને એમની પત્ની, આત્મીય પરિવારજનો અને પોતાના સંકલ્પબળમાંથી મળી છે. આજે વહીલચૅરમાં બેસીને કે સ્ટેન્ડ અપ ચૅરમાં ઊભા રહીને આ સર્જન ઑપરેશન કરી રહ્યા છે ! પ્રતિકૂળતા સામે માનવીય પુરુષાર્થે મેળવેલા વિજયનું સાક્ષાત્ દૃષ્ટાંત બની ગયા છે ! ઊંચું તાક નિશાન + 79 Page #88 -------------------------------------------------------------------------- ________________ 10 રાયન રેલેક રાયન રેલેની જલયાત્રા પહેલા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના બાળકની દુનિયા કેવી હોય ? પંખીની જેમ પાંખો ફફડાવીને એનું મનડું મુગ્ધતાના આકાશમાં અહીં-તહીં ઘૂમવાની આશા રાખતું હોય, પતંગિયાની જેમ એક ફૂલ પરથી ઊડીને બીજા ફૂલ પર બેસવાની મોજ માણવા ચાહતું હોય, નાનકડી સાઇકલ લઈને ઘરના કમ્પાઉન્ડમાં આંટો લગાવીને આમતેમ ઘૂમવાનો વિચાર કરતું હોય ! આ બાળકની સૃષ્ટિમાં ભાતભાતના રંગો અને તરંગો હોય, જાતજાતની કલ્પનાઓ હોય, ખેલકૂદનો આનંદ હોય અને સાથેની મોજ હોય. ૧૯૯૧ની ૩૧મી મેએ જન્મેલો રાયન રેલેક સાવ જુદી માટીનો બાળક. એને ક્રિસ્ટમસમાં કઈ ભેટ મળશે એ અંગે Page #89 -------------------------------------------------------------------------- ________________ સહેજેય રોમાંચ નહોતો. મોબાઇલ લઈને ગેમ ખેલવાની કોઈ આતુરતા નહોતી. આનું કારણ એ કે પહેલા ધોરણમાં ભણતા રાયન રેલ કને એનાં વર્ગશિક્ષિકા પ્રેસ્ટે એવી વાત કરી કે આપણે બધા તો સુખી છીએ, સવાર પડે અને આપણી સૌથી પહેલી જરૂરિયાત પાણી આપણને આસાનીથી મળી રહે. પણ કોઈને પાણી વિના ચલાવવું પડે તો શું થાય ? ન કપડાં ધોવાય, ન સ્નાન થાય અને પાણી પીધા વિના તો જીવન કઈ રીતે જીવી શકાય ? રાયનને શિક્ષિકાની વાત બરાબર સમજાતી હતી, પરંતુ એમાં જ્યારે વર્ગશિક્ષિકાએ એને કહ્યું, ‘આ ધરતી પર આવેલા વિશાળ આફ્રિકા ખંડના કેટલાય દેશોમાં લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. દૂષિત પાણીને કારણે લાખો કુમળાં બાળકો રોગોથી ઘેરાઈ જાય છે. સાવ દુર્બળ બની જાય છે અને કેટલાંક તો કરુણ રીતે મૃત્યુ પામે છે.” વળી વર્ગશિક્ષિકાએ એમ પણ કહ્યું કે આફ્રિકામાં કેટલીક જગાએ તો કલાકો સુધી સતત પગપાળા ચાલીને દૂરના સ્થળે પાણી ભરવા જવું પડે છે અને આટલી આકરી મહેનતે મળેલું એ પાણી ચોખ્ખુંય હોતું નથી. આ સાંભળીને નાનકડા રાયનની દુનિયામાં મનોમંથનોનું વેગીલું વાવાઝોડું સર્જાયું. એણે પહેલાં પોતાની જાતને કેન્દ્રમાં રાખીને વિચાર કર્યો. એને થયું કે હું તો જ્યારે ઇચ્છું, ત્યારે મને બાજુમાં જ પાણી મળે છે અને તે પણ ચોખ્ખચણાકે, મારી આસપાસના લોકોને પણ આસાનીથી ચોખ્ખું પાણી મળી રહે છે. જો મને આવું ચોખ્ખું પાણી મળે, મારી આસપાસના લોકોને પણ ચોખ્ખું પાણી મળે, તો આફ્રિકાના લોકોને કેમ ચોખ્ખું પાણી ન મળે ? રાયનના મનમાં આ વિચાર ઘૂમી રહ્યો. જ્યારે જ્યારે એ પાણી પીએ, ત્યારે એને આફ્રિકાનું સ્મરણ થતું. મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય, પણ આફ્રિકાના કોઈ એક ગામમાં મારે કૂવો ખોદાવવો છે. કૂવો ખોદાવવા માટેની રકમ એકઠી કરવાની શરૂઆત એણે પોતાની જાતથી કરી. એ ખિસ્સા-ખર્ચી બચાવવા લાગ્યો, એક એક કરીને થોડા ડૉલર ભેગા થયા. એણે એનાં મમ્મીપપ્પાને કહ્યું કે મારે ન સાઇકલ જોઈએ, ન મોબાઇલ જોઈએ, મારી તો એક કૂવો ખોદાવવાની ઇચ્છા છે અને તે પણ આફ્રિકાના કોઈ તરસ્યા ગામમાં. એણે પપ્પા-મમ્મીને પૂછયું કે આ કામ માટે કેટલા પૈસા જોઈએ ? એમણે રાયન રેલેકની જલયાત્રા ... 81 Page #90 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે ઓછામાં ઓછા સિત્તેર ડૉલર હોય, તો આ કામ પાર પડે. રાયન આ વાત નિશાળમાં પોતાના ગોઠિયાઓને ક૨વા લાગ્યો. એ કહેતો કે જે પાણી આપણું જીવન છે, એવું પાણી દુનિયામાં સહુ કોઈને મળવું જોઈએ. આપણને મળે અને બીજાને ન મળે અથવા તો દૂષિત પાણી મળે, તે કેમ ચાલે ? આખી વાત સમજાવીને એ કહેતો કે મારે આફ્રિકાના કોઈ ગામમાં કૂવો બનાવવો છે. આશરે સિત્તેર ડૉલરનો ખર્ચ છે. તમે મને આમાં સહાય કરો. અને આખરે બાળક રાયનના જીવનમાં સોનેરી દિવસ ઊગ્યો. એણે બચાવેલી ખિસ્સાખર્ચી અને ગોઠિયાઓ અને પડોશીઓએ આપેલી નાની નાની ૨કમ ભેગી કરતાં સિત્તેર ડૉલર એકત્ર થયા. સાત વર્ષના આ બાળકનું હૃદય નાચી ઊઠ્યું. ભારે ઉમંગથી એણે આફ્રિકામાં પાણી માટે કૂવો ગાળવાનું કામ કરતી વૉટર કેન નામની એજન્સીનો સંપર્ક સાધ્યો. એણે પોતાના મનોરથની વાત લખી. કહ્યું કે સિત્તેર ડૉલર ભેગા કરી ચૂક્યો છે. કૂવો ખોદાવવા માટે ક્યાં મોકલવા તે જણાવશો. વૉટર કેને રાયનને ઉત્તર આપ્યો કે સિત્તેર ડૉલરથી તો કશું ન વળે! આને માટે ઓછામાં ઓછા બે હજાર ડૉલર જોઈએ. રાયન રેલેકનું સ્વપ્ન સિદ્ધ થવાની ઘડી આવી અને એકાએક અદૃશ્ય થઈ ગયું ! ક્યાં સિત્તેર ડૉલર અને ક્યાં બે હજાર ડૉલર ! ઘણી મહેનત પછી સિત્તેર ડૉલર ભેગા કર્યા હતા, હવે બે હજાર ડૉલર ભેગા કરવા એ કોઈ આસાન કામ નહોતું. રાયનના મનમાં એક વાત પાકી હતી કે ગમે તે થાય, તોપણ આફ્રિકાના કોઈ એક ગામમાં કૂવો તો ખોદાવવો છે જ. આથી એણે એની કૂચ આગળ વધારી. ફાળો ઉઘરાવવાનું કામ વેગીલું કર્યું. જે કોઈ મળે, એને આ બાળક એની કાલી ભાષામાં વાત કરે અને છેલ્લે મદદ માટે અપીલ કરે. આખરે એક-દોઢ વર્ષે એણે બે હજાર ડૉલર ભેગા કર્યા. રાયન પાસે દૃઢ સંકલ્પ હતો. પહેલા ધોરણમાં ભણતા સાત વર્ષની ઉંમરના બાળકને આ દુનિયાનાં દીન-દુ:ખિયાંઓનાં આંસુ લૂછવાની પ્રબળ ઇચ્છા જાગી હતી. બે હજાર ડૉલર એકઠા કરવા માટે એણે મિત્રોને વાત કરી. આફ્રિકાનાં બાળકોની દુઃખદ દશાનો ચિતાર આપ્યો. સમાચારપત્રોમાં સ્વ-હસ્તાક્ષરમાં પોતાની 82 * જીવી જાણનારા Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જુલાઈએ પ્રથમ કૂવો ગળાવ્યો ત્યારે આનંદિત રાયન રેલેક ભાવના વ્યક્ત કરતા લેખો લખ્યા. નાના બાળકની ઇચ્છાને કોઈ અખબારે પહેલે પાને સ્થાન આપ્યું. એ કહેતો કે એને એની શાળાના વિસ્તારમાં આવેલા ફુવારા સુધી જવા માટે માત્ર દસેક પગલાં જ ભરવાં પડતાં હતાં, જ્યારે આફ્રિકામાં તો પીવાના પાણી માટે માઈલો સુધી ચાલવું પડે છે. રાયનની વાત વાયુવેગે ચોતરફ ફેલાઈ ગઈ. બધા એને શાબાશી આપવા લાગ્યા. કોઈએ કહ્યું કે દુનિયાના ત્રીજા ભાગના દેશો પાણીની સમસ્યાથી પીડિત છે. એની વિગતો અને આંકડાઓ સહુ કોઈ જાણે છે, પરંતુ એ લોકોની પીડા ઓછી કરવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનનાં કાર્યોમાં એટલી બધી ગરકાવ થઈ ગઈ કે એ માનવા લાગ્યો છે કે પોતાના સિવાય આખી દુનિયા બરાબર ચાલી રહી છે. એ અંગે એને કશું કરવાનું નથી. આવે સમયે રાયને એક પડકાર ઝીલી લીધો અને અંતે ૧૯૯૯ના જાન્યુઆરીમાં ઉત્તર યુગાન્ડાની એન્ગોલો પ્રાઇમરી સ્કૂલની બાજુમાં રાયન રેલેકની સહાયથી પહેલો કૂવો ગાળવામાં આવ્યો. પ્રાથમિક શાળાનાં આ બાળકો આ કૂવો જોવા આવ્યાં અને એમના આનંદનો પાર ન રહ્યો. આ ગરીબ આફ્રિકન બાળકોને થયું કે આવા ઉમદા ઉપહાર અને અનોખી ભાવના માટે હમદર્દ રાયનનું ઋણ ચૂકવવું જોઈએ. આ રાયન રેલેકની જલયાત્રા * 83 Page #92 -------------------------------------------------------------------------- ________________ ગરીબ બાળકો કઈ રીતે ઋણ ચૂકવી શકે ? એમણે સહુએ મળીને નક્કી કર્યું કે પશ્ચિમની દુનિયામાં દૂર દૂર વસતા બાળક રાયન રેલેકે દાખવેલા સદ્ભાવ અને પરોપકારના બદલામાં હવે દર ૨૭મી જુલાઈએ ‘રાયન્સ ડે' ઊજવીશું અને આ બાળકની ઉમદા ભાવના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીશું. આ પ્રથમ કૂવો ગાળવામાં આવ્યો, ત્યારે રાયને બાળકોની આંખોના આનંદને જોઈને નક્કી કર્યું કે હવે તો બસ, ચોખું તાજું પાણી પૂરું પાડી અન્યની જિંદગીને બચાવવી છે. આફ્રિકામાં વધુ ને વધુ કૂવા-બોરવેલ ખોદવાના પ્રયાસો શરૂ કર્યા. રાયનની મદદથી બંધાયેલા કૂવાઓ આશા, સંકલ્પ અને જિંદગીના નવા પ્રારંભનું પ્રતીક બની રહ્યા. આ જટિલ દુનિયામાં પાણી લાવીને એણે સંકલ્પપૂર્વક એક આશાનું બીજ રોપ્યું. નિશાળમાં રાયનનો જેમ જેમ અભ્યાસ ચાલતો ગયો, તેમ તેમ આ સાત વર્ષના બાળકે આરંભેલો પ્રયાસ વધુ રંગ લાવતો ગયો. દસમા વર્ષે એણે ‘રાયન્સ વૅલ ફાઉન્ડેશન' નામની સંસ્થાની સ્થાપના કરી. ધીરે ધીરે એ સહુને સમજાવવા લાગ્યો, ‘જો આપણે એ કબીજાને મદદરૂપ થઈશું, તો આ દુનિયા વધુ સારી બનશે. મારા દાદાના સમયમાં લોકો એકબીજાને મદદરૂપ થતા હતા. તેઓ જે પડોશીઓ સાથે ઊછર્યા હતા, તેમને માટે ખાવાનું પણ લાવતા અને આજુબાજુમાં આગ લાગે તો મકાનને આગથી બચાવવા દોડી જતા. આજની દુનિયામાં બદલાવ આવ્યો છે, પણ માનવતા દર્શાવવા પોતાની જાતને સામેલ કરવાની બાબતમાં બદલાવ આવ્યો નથી.’ આફ્રિકાના જુદા જુદા ૧૬ જેટલા દેશોમાં ‘રાયન્સ વેલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ વિસ્તરતા ગયા. કોઈ એને આ કાર્ય પાછળના પ્રેરકબળ વિશે પૂછે તો રાયન કહે છે કે ‘કરેલા કાર્યનો સંતોષ અમારે માટે પ્રેરકબળ છે, અર્થાત્ વધુ જરૂરિયાતમંદ લોકોને ચોખ્ખું પાણી મળી રહે તે અમારે માટે સંતોષની બાબત છે કારણ કે એને પરિણામે રોગચાળા ઘટ્યા છે, બાળકને શાળાએ જવા વધુ સમય મળે છે અને સારા જીવન માટે આશાનું કિરણ સાંપડે છે. કમનસીબીથી ઘેરાયેલી પ્રજાને માટે આથી વિશેષ શું હોઈ શકે ?” 84 • જીવી જાણનારા Page #93 -------------------------------------------------------------------------- ________________ યુવાન રાયન રેલેક આ રીતે કોઈ રાયનને એના કાર્ય વિશે પૂછે તો એ તર્કપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે કહે છે : ‘હંમેશાં વિચારું છું કે વિશ્વ એક કોયડો છે અને તેમાંથી આપણે એ શોધવાનું છે કે કયા કોયડાના ઉકેલ માટે આપણી સૌથી વધુ જરૂરિયાત છે. મારા માટે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવો અત્યંત અનિવાર્ય છે. જિંદગી માટે પાણી એ જીવાદોરી છે. માણસ ક્યાં રહે છે એ અગત્યનું નથી, પણ એને સૌથી પાયાની જરૂરિયાત મળી રહેવી જોઈએ તે મહત્ત્વની છે. આજે વિશ્વમાં લગભગ એક અબજથી પણ વધારે સંખ્યામાં લોકો પાણીની અછત અનુભવી રહ્યા છે. આવનારા વર્ષોમાં પ્રકૃતિને આધારે જીવી રહેલા આપણને સહુને ઘટતા વરસાદના કારણે અને વધતી જતી વસતીને લીધે ઊભા થનારા પાણીના પ્રશ્ન માટે ગંભીર ચિંતા કરી ઉકેલ લાવવો જ ઘટે.’ સાત વર્ષે શરૂ થયેલી રેલેકની આ જલયાત્રાને કારણે આજે ત્રીસ દેશોમાં લોકોને ચોખ્ખું પાણી મળે તેવા પ્રયત્નો થયા. એણે ૮૭૮ પાણીની યોજનાઓમાં યોગદાન આપ્યું છે. જલ ઉપરાંત સ્વચ્છતાના ક્ષેત્રે પણ સક્રિય રાયન રેલેકની જલયાત્રા * 85 Page #94 -------------------------------------------------------------------------- ________________ એવા આ છોકરાએ ૧૧૨૦ શૌચાલયો બંધાવ્યાં છે અને આઠ લાખ, ત્રેવીસ હજાર, બસો ને આડત્રીસ લોકોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી પહોંચાડ્યું છે. આવી સફળતા મેળવનાર એવા આજના યુવાન રાયન રેલેકને કોઈએ પૂછ્યું, કે આવતી કાલની દુનિયા તમને કઈ રીતે યાદ રાખે, તેમ તમે ઇચ્છો છો ? રાયને કહ્યું, ‘હું હજી માંડ વીસ વર્ષનો થયો છું એટલે આવી વાત અંગે ખરેખર કંઈ વિચારતો નથી. હું ઇચ્છતો નથી કે લોકો મારાં આ નાનાં પગલાંને કારણે મને મળેલા મારા સુખને યાદ કરે. આજે તો મારે માટે દુનિયામાં વધારેમાં વધારે લોકોની જીવનજરૂરિયાતો સંતોષાય એવી ચીજવસ્તુઓ મળી રહે તેવા પ્રયત્નો જ ઇચ્છનીય છે.’ રાયનના આ પ્રોજેક્ટમાં ઓપ્રાહ વિનફ્રે અને ડેવિડ સુઝુકિ જેવી ખ્યાતનામ વ્યક્તિઓએ પણ રસ દાખવ્યો. યુનિસેફ દ્વારા ગ્લોબલ યૂથ લીડર તરીકે માન્યતા મેળવનારા રાયનને ઓપ્રાહ વિનફ્રેએ પોતાના શોમાં નિમંત્રણ આપ્યું અને એનું સ્વાગત કરતાં કહ્યું કે, ‘તું એ વાતનો જીવતો જાગતો પુરાવો છે કે એક વ્યક્તિ, પછી ભલે તે ગમે તે વયની હોય, પણ એ ધારે તો પરિવર્તન લાવી શકે છે.' યુવાન રાયનને આજે એ વેદના સતાવે છે કે આ પૃથ્વીના ગ્રહ પર લગભગ ૨.૪ અબજ લોકો પાસે બાથરૂમ કે ટૉયલેટ માટે સલામત જગા નથી અને તેમાં પાણીનો પ્રશ્ન સૌથી મોખરે છે ! આ કોયડાને ઉકેલવાનો એનો જંગ ચાલુ છે ! 86 * જીવી જાણનારા Page #95 -------------------------------------------------------------------------- ________________ હું એનો હાથ, એ મારી આંખ નાહિંમત માનવી મુશ્કેલીને સામે જોતાં જ એની શરણાગતિ સ્વીકારી લે છે. આફતને જોઈને એનું હૈયું ભાંગી જાય છે. એમાંથી બહાર નીકળવાના માર્ગની ખોજ કરવાને બદલે મજબૂરીથી એને શરણે જાય છે. હિંમતવાન માનવીમાં અદમ્ય ખમીર હોય છે. આફતો એના પર પણ એકધારી વરસતી હોય છે, પરંતુ એ આફતોથી પરાસ્ત થવાને બદલે એની સામે ઝૂઝવાનું, ઝઝૂમવાનું પસંદ કરે છે. હાથપગ જોડીને અને માથું નમાવીને એનો સ્વીકાર કરવાને બદલે એનો મક્કમ મુકાબલો કરવામાં આનંદ માને છે. કોઈ યોદ્ધો જંગ ખેલતો હોય અને પોતાના હરીફને હરાવવા અથાગ પ્રયત્ન કરતો હોય, તે જ રીતે આ જીવનજંગના યોદ્ધાઓ પોતાની જિઆ હેક્સીઆ જિંદગીમાં આવતા આપત્તિઓના ડુંગરને જિઆ વેન્ડવી અદમ્ય પુરુષાર્થથી હટાવવાની કોશિશ કરતા Page #96 -------------------------------------------------------------------------- ________________ હોય છે. ચીનનું યેલી ગામ મોટાં મોટાં કારખાનાંઓથી ધમધમે છે. ઉદ્યોગોના આ શહેરમાં જેટલું ઉત્પાદન થાય છે, એટલું પ્રદૂષણ પણ થાય છે. આ પ્રદેશમાં કોલસો બાળવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાં એ ‘કોલસો બાળતા પ્રદેશ’ તરીકે સવિશેષ જાણીતો છે. આ ગામમાં ડાબી આંખે આવેલા મોતિયાને કારણે જન્મથી ડાબી આંખે અંધત્વ ધરાવતા જિઆ હૈક્સીઆની જમણી આંખ જગતને જોતી બંધ થઈ ગઈ. આસપાસનાં કારખાનાંઓમાં એ કામ કરીને પેટિયું રળતો હતો, પરંતુ આજથી સોળ વર્ષ પહેલાં પથ્થરની એક ક્વોરીમાં કામ કરતાં તીક્ષ્ણ પથ્થરની અણી એની જમણી આંખમાં ખૂંપી ગઈ. એક આંખ જન્મથી નહોતી અને એમાં બીજી આંખ પણ ચાલી ગઈ. જિઆ હેક્સી આડત્રીસમા વર્ષે પ્રજ્ઞાચક્ષુ થઈ ગયો. ઘરમાં એ સમયે એને ચાર વર્ષનો દીકરો હતો. માથે એના ઉછેરની ઘણી મોટી જવાબદારી હતી. બીજી બાજુ એની પત્ની બીમારીને કારણે કશું કામ કરી શકતી નહોતી. વળી હૈક્સીઆ અંધ થતાં એને ફૅક્ટરીમાં કોઈ કામ મળે તેમ નહોતું. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા અને ગરીબી ધીરે ધીરે ગળે ટૂંપો દેવા લાગી. આ ગામમાં રહેતા એના ગોઠિયા જિ આ વેન્કવીની કહાની પણ એવી જ દર્દભરી છે. એ ત્રણ વર્ષનો હતો ત્યારે ખુલ્લા પડેલા હાઇવોલ્ટેજ જીવંત ઇલેક્ટ્રિક વાયરને એના હાથ અડી ગયા અને બંને હાથ કપાવવા પડ્યા. જિઆ વેન્કવીને ત્રણ વર્ષની ઉંમરે તો બંને હાથ કાપવા પડ્યા હતા. ગામના છોકરાઓ સાથે રમતાં રમતાં એ મોટો થયો. પોતાના ગોઠિયાઓ જે કંઈ કરે, એને અનુસરતો હતો. એમની સાથે તરવા જતો, એમની સાથે દોડવા જતો, પણ હાથ વગરની જિંદગી એને ડગલે ને પગલે આડે આવતી હતી. બંને જાણે પોતાનું નસીબ બે ડગલાં પાછળ હોય, તેમ જીવન ગુજારવા લાગ્યા. પરિસ્થિતિ સામે લાચાર થઈને આંસુ સારવાને બદલે એ પરિસ્થિતિનો હસતે મુખે સ્વીકાર કરીને એ મર્યાદાઓને ઓળંગવાનો પ્રયાસ કર્યો. કોઈ પર્વતારોહક એક એક પગથિયું કાપતો જાય, રચતો જાય અને પછી બરાબર પગ ખોડીને ઊંચો પર્વત ચડતો જાય, તેમ તેમ હાથ વિનાનો જિઆ વેન્કવી 88 * જીવી જાણનારા Page #97 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષ વાવવા માટે ખાડો ખોદતો બે હાથ વગરનો જિઆ વેન્કિયા અને માટી કાઢતો અંધ જિઆ હેક્સીઆ એક પછી એક મુશ્કેલીને ઓળંગીને આગળ વધવા લાગ્યો. એ કામ કરતી વખતે અને ખાસ કરીને હળ ઉપાડતી વખતે એની ડોક અને ખભાનો ઉપયોગ કરવા લાગ્યો. ધીરે ધીરે પગ વડે ભરતકામ કરવા લાગ્યો. આવા બાળકની ગામના વડીલોએ સંભાળ લીધી. સાત વર્ષનો થયો ત્યારે એને શાળાએ મોકલ્યો. ધીરે ધીરે પોતાના પગ વડે વેન્કવી સુલેખન કરવા લાગ્યો અને એ પછી તો એ અપંગ લોકોની મંડળીઓ સાથે પ્રવાસ કરતો રહ્યો અને પગ વડે અપંગ લોકોને સુલેખનનું શિક્ષણ આપવા લાગ્યો. વેન્ડવી ૧૯૭૬માં સ્નાતક થયો. ગામના વડીલોને આ વેન્કવી ઘણો વહાલો હતો. એમણે સ્થાનિક વનવિભાગ દ્વારા કામ શોધી આપ્યું. એ ફળઝાડનું ધ્યાન રાખતો, પાણી પાતો અને વાડી સિવાયની જગાએ રોપાઓ કેવી રીતે ઉછેરવા એનો અનુભવ લેવા લાગ્યો. હૈક્સીઓ અને વેન્ડવી યેલી ગામની નિશાળમાં ગોઠિયા તરીકે સાથે ભણ્યા, ગામમાં સાથે ઊછર્યા. બંને વચ્ચે માત્ર એક જ વર્ષનો તફાવત, એક બીજા તરફ ખૂબ પ્રેમ રાખે. પોતાના અંધ મિત્ર હૈક્સીઆને ક્યાંય જવું હોય તો વેન્કવી એને લઈ જતો. બંને જંગલને પાર જતા, નદી કિનારો આવે ત્યારે અંધ હૈક્સી વેન્ડવીની પીઠ પર ચડી જતો, તેથી બંને નદીના ધસમસતા હું એનો હાથ, એ મારી આંખ • 89. Page #98 -------------------------------------------------------------------------- ________________ પાણી વચ્ચેથી પસાર થઈને સામે કિનારે પહોંચી જતા. અંધ શૈક્સી વેન્ડવીને માટે હંમેશાં કહેતો કે ‘હું એના હાથ છું અને તે મારી આંખો છે.' આજ થી સોળ વર્ષ પહેલાં આવેલા એક નવા વિચારથી આ બે મિત્રોની દોસ્તી વિશેષ ગા થઈ. બંનેને ગરીબીમાં જીવવું પડતું હતું. શારીરિક મર્યાદાઓને કારણે કોઈ નોકરી રાખવા તૈયાર થતું ન હતું. વળી વિકલાંગોને નોકરીમાં રાખવા જોઈએ એવો ચીનમાં કોઈ કાયદો નહોતો, આથી કરવું શું ? બંનેને એક અજનબી વિચાર આવ્યો. એમને થયું કે આપણે સાથે મળીને જંગલમાંથી પસાર થઈ શકીએ છીએ અને નદી-નાળાં પાર કરી શકીએ છીએ. મારી પાસે આંખ નથી પણ તારી પાસે પગ છે. તારી પાસે હાથ નથી, પણ મારી પાસે ખભો છે. આપણે ભલે અર્ધી ક્ષમતા ધરાવનારા મનાતા હોઈએ, પણ હકીકતમાં તો આપણે બંને એક છીએ અને સવગે સ્વસ્થ મજબૂત માનવી છીએ. જે એકલાથી થઈ શકતું નહોતું, તે કામ બંનેએ ભેગા મળીને કરવાનો નિર્ધાર કર્યો. એમણે વિચાર્યું કે તેઓ રોપાઓ ઉછેરવાનું કામ સાથે મળીને જરૂર કરી શકે અને સ્વમાનભેર કુટુંબનું ભરણપોષણ કરવા જેટલું કમાઈ શકે. આ કામમાં સ્થાનિક તંત્રની પણ સહાય મળી અને ધીરે ધીરે આવક થવા લાગી. વેન્કવી પોતાના દોસ્ત હૈક્સીઆના ખભા પર ચડતો અને વૃક્ષ પર ઊંચાઈ સુધી પહોંચીને સારામાં સારા “કટિંગ” મેળવતો. આ કામ સરળ નહોતું, પણ બંનેને સફળતાની પાકી શ્રદ્ધા હતી, કારણ કે એ રોપા યોગ્ય હતા કે નહીં એનો ખ્યાલ તો વાવણી કર્યા પછી વરસાદ આવે ત્યારે જ મળતો. વળી પાસે પૈસા પણ નહોતા, આથી રોપા મેળવવાનું કાર્ય મુશ્કેલ હતું, તેથી વૃક્ષોની ડાળીઓને ‘કટિંગ” કરીને એને વાવવી પડતી. આ માટે વિશાળ અને ઘટાદાર વૃક્ષો શોધીને બૅક્સીઓને એ કાપવા માટે વૃક્ષો પર ચડાવવો પડતો. વેન્કવી એની આંખ પર વિશ્વાસ રાખીને વૃક્ષની પસંદગી કરતો હતો. એ પછી હૈક્સીઓને પોતાની પસંદગીના વૃક્ષ પર ખભાનો ટેકો આપીને ચડાવતો હતો. હક્સીઓ ઊંચે ચડતો હતો, પરંતુ અંધ હોવાને કારણે એ કશું જોઈ શકતો નહોતો, આથી નીચેથી બૂમો પાડીને વેન્કવી એને કઈ ડાળ ક્યાં છે અને એને કઈ રીતે કાપવાથી ઉપયોગમાં આવે તેવી છે એ બતાવવું પડતું. 90 * જીવી જાણનારા Page #99 -------------------------------------------------------------------------- ________________ અંધ-અપંગની જોડી જેમ જેમ એ વૃક્ષની વધુ ઊંચે જતો એમ એમ વધુ મોટા અવાજે દિશા અને ડાળ સૂચવવી પડતી, હૈક્સીઓ માટે તો એનો હાથ એ જ એની આંખો હતી અને હાથના સ્પર્શથી પોતાના જોડીદાર વેન્કવીની સૂચના મુજબની ડાળને એ કાપતો હતો. એ પછી નીચે આવી એ ડાળને કાપીને બંને સાથે મળી, ખાડો ખોદીને તેને રોપતા હતા. આ રોપાઓને પાણી પાવાનું કામ શૈક્સીઆ વગર શક્ય નહોતું, કારણ કે પાણીની ડોલ ઉઠાવી શકનારા સાબૂત હાથ તેની પાસે હતા. ડગલે ને પગલે ખૂબ ધીરજથી કામ કરવું પડતું. કોઈ ભૂલ થાય, તો જમીન પર પછડાવાનું પણ બનતું. પણ બંને પાસે બૈર્યથી બાંધેલી મૈત્રીની મજબૂત ગાંઠ હતી. અને બંને કહેતા, ‘અમે બંને સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે અમે બંને એક બની જઈએ છીએ.” કામ તો શ્રદ્ધા અને ખંતથી કર્યું, પુરુષાર્થથી સફળતા પણ મળી, આ રોપાઓ દસ વર્ષમાં ઊછરી જશે પછી સારી એવી કમાણી થશે એવી આશા હતી. બંને મિત્રો રોજ કુહાડી, કોદાળી અને કોસ લઈને નીકળી પડતા. સરકાર પાસેથી લીઝ પર લીધેલા આઠ હેક્ટર જમીનના પ્લોટ પર કામ કરવા લાગી જતા, કામે જવાનો રસ્તો પણ પરિચિત થઈ ચૂક્યો હતો. છેલ્લાં તેર હું એનો હાથ, એ મારી આંખ • 91 Page #100 -------------------------------------------------------------------------- ________________ તેર વર્ષથી તેઓ આ રસ્તે આવન-જાવન કરતા હતા. એમના મનમાં એક નવું ધ્યેય જાગ્યું કે આ વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો વાવીએ, જે થી પૂરના સમયે ટકી શકાય અને પર્યાવરણને સુધારી શકાય. છ હેક્ટર જે ટલી જ ગામાં બંનેએ વૃક્ષો વાવ્યાં. ગામલોકો આ જોડીની મજાક ઉડાવતા હતા, કારણ કે આ નદીનો આખોય કિનારો વર્ષોથી સાવ સૂકો હતો. ભાગ્યે જ કોઈ વૃક્ષ હતું. આ બે મિત્રોએ ઉજ્જડ જમીન પર વૃક્ષો વાવીને એને હરિયાળી બનાવવાનો હેતુ રાખ્યો. આપબળે કમાણી કરવા લાગ્યા. પોતાની મહેનતથી મળેલાં ફળોનો સ્વાદ બહુ મીઠો લાગ્યો. આને માટે પારાવાર મુશ્કેલીઓ ઉઠાવી હતી, પણ એ મુશ્કેલીઓ અને યાતનાઓ ભુલાઈ ગઈ. દિલમાં અનેરી ટાઢકનો અનુભવ થયો. બન્યું એવું કે ધીરે ધીરે વૃક્ષો ઊગવા લાગ્યાં. પંખીઓને આશરો મળ્યો. ગ્રામજનોનો અભિગમ પણ બદલાઈ ગયો. પહેલાં જે ટીકા કરતા હતા, તે આ મિત્રોને ઓજારો માટે મદદ કરવા લાગ્યા. એમણે રોપેલા છોડને પાણી પાવાની અને નકામી ઊગેલી વનસ્પતિને ઉખાડવામાં મદદરૂપ થવા લાગ્યા. યેલી ગામની સિકલ બદલાઈ ગઈ. ખડકો અને આડેધડ ઊગેલા ઘાસવાળો વિસ્તાર વૃક્ષોથી હરિયાળો બની ગયો. કામની શરૂઆતમાં તો ગુજરાન ચાલે અને આજીવિકા મળે તેટલી કમાણી કરવાનો વિચાર હતો, પણ જેમ જેમ વૃક્ષો ઉછેરતા ગયાં, તેમ તેમ આ બંને મિત્રોને વૃક્ષોનો મહિમા આત્મસાત્ થવા લાગ્યો. વૃક્ષોથી હવામાં શુદ્ધતા આવે છે. પર્યાવરણ બદલાય છે અને આજે ભલે કોઈ લાભ ન હોય, પરંતુ આવતી પેઢીને માટે હરિયાળું વાતાવરણ સર્જી ગયું. બંને મિત્રોના મનમાં પર્યાવરણના વિચારો ઊગવા લાગ્યા. હૅક્સીઓ કહે છે, ‘અમે શારીરિક રીતે વિકલાંગ છીએ, પણ માનસિક રીતે સ્વસ્થ છીએ. અમારા હૈયામાં અમારાં બાળકો માટે હરિયાળી દુનિયા છોડી જવાનું સ્વપ્ન | તેર વર્ષથી યેલી ગામની આજુબાજુ દેવદારનાં વૃક્ષો વાવ્યાં, સ્થાનિક સત્તાધીશોએ સહયોગ આપ્યો. ભારે ઉદ્યોગોને કારણે અત્યંત પ્રદૂષિત અને ગૂંગળાવી નાખે તેવી હવાના વાતાવરણને શુદ્ધ કરવાના ધ્યેયને સિદ્ધ કરવા 92 • જીવી જાણનારા Page #101 -------------------------------------------------------------------------- ________________ અતૂટ મૈત્રી પ્રયત્ન કરવા લાગ્યા. હાથ વગરનો જિઆ વેન્ડવી અને ચપન વર્ષનો પ્રજ્ઞાચક્ષુ જિ આ હક્સીઓએ આફતો સામે ઝઝૂમવાની શક્તિ બતાવી. વિકલાંગો માટે આજીવિકાનો રસ્તો ચીંધ્યો. પરિશ્રમથી પોતાની કેડી કંડારી અને પર્યાવરણને જાગૃતિનું સર્જન કરી દેશમાં એક નવી દૃષ્ટિ સર્જી. વેરાન જગામાં કેટલાં વૃક્ષ વાવી શકાય. વળી વાવેલાં વૃક્ષમાંથી કેટલાં બચી જાય, દસ વર્ષમાં ભેગા મળીને રૂખી-સુખી ઉજ્જડ ભૂમિ પર અને ઉદ્યોગોના ધુમાડાઓથી ઘેરાયેલા વાતાવરણમાં હજાર કે બે હજાર વૃક્ષો વાવી શકાય, જ્યારે આ બે મિત્રોએ દસ વર્ષમાં દસ હજાર વૃક્ષો વાવીને રણ જેવી ભૂમિ પર વન ઉગાડી દીધું. એક મિત્ર બીજા મિત્રની આંખ બન્યો અને આંખ વગરનો મિત્ર પેલા મિત્રનો હાથ બન્યો, કારણ કે બંને દિવ્યાંગ હતા પણ એકબીજાનો આધાર બનીને આ મિત્રોએ એવું કામ કર્યું કે કદી કોઈને કલ્પના પણ ન આવે. વેન્કવી કહે છે, ‘આ સૂકી નદીના કિનારા પર વર્ષો સુધી બળબળતી રેતી અને પગમાં ભોંકાતા કાંકરાઓ સિવાય કોઈએ બીજું કશું જોયું નહોતું. સામાન્ય માનવીને માટે પણ આવી ભૂમિ પર એક વૃક્ષ ઉગાડવું અશક્ય લાગતું. હું એનો હાથ, એ મારી આંખ * 93 Page #102 -------------------------------------------------------------------------- ________________ પણ અદમ્ય ઉત્સાહ ધરાવતા માનવીને માટે કશું અશક્ય નથી, કોઈ વ્યક્તિની હાથ વડે આંખો બંધ રાખી હૈક્સીઆની જેમ કામ કરવાનું કહો તો જુઓ કે તે શું કરી શકે છે ? અમારા જેવા વિકલાંગ લોકોએ જે સહનશક્તિ કેળવી હોય છે, તે સામાન્ય માણસ કેળવી શકતો નથી. રોજ હૈક્સીઆની હાથ વગરની આમતેમ ફંગોળાતી બાંયને પકડી છીછરી નદી પાર કરતી વખતે અમારો એક જ ઉદ્દેશ રહેતો કે કઈ જગાએ છોડ કે રોપા વાવવા કે જેથી ઊગવાની શક્યતા વધુ રહે. એક વર્ષમાં આઠસો વૃક્ષો વાવવાનું ધ્યેય રાખ્યું પણ દુષ્કાળ પડતાં પ્રથમ વાવણી સુકાઈ ગઈ તેમ છતાં અમે અમારા ધ્યેયને વળગી રહ્યા અને એનું પરિણામ આજે અમે જોઈએ છીએ.’ એક શુભ સમાચાર એ છે કે હૅક્સીમાનો અંધાપો દૂર થઈ શકે તેમ છે. જો ચક્ષુદાન મળે તો એને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેમ છે. એને દૃષ્ટિ મળે કે ન મળે, તો પણ રોપા વાવવાનું કાર્ય તો એ જિંદગીના અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખવા માગે છે. 94 - જીવી જાણનારા Page #103 -------------------------------------------------------------------------- ________________ શૂરાને પહેલી સલામ 12 ગામડા ગામની માતા. થોડું ભણેલી. કામકાજથી પરવારી માતા રામાયણ વાંચે. સામે એક દમિયલ બાળક માતાનું મોં જોઈ ઓશિયાળું બની બેસી રહે. માનું આ ત્રીજું બાળક હતું. બે બાળક તો મોતીના દાણા જેવા પાક્યા. એમનાં શરીર મજબૂત. વળી કમાતા પણ ખરા. કમભાગ્યે આ ત્રીજું બાળક બહુ કમજોર હતું. વારંવાર તાવના ઝપાટે ચડી જાય. શરદી તો એની સદાની સાથી. ફેફસાં તો કફથી ભરેલાં જ રહે. બાકી હતું તે નાની ઉંમરમાં જ દમનો રોગ લાગુ પડ્યો. સાથે ભણવામાં પણ પૂરો ‘ઢ' ! આ છોકરો લાંબું. જીવશે એવી માને આશા નહીં. આખું ઘર એની દયા ખાય. જાણે મરવાને વાંકે જીવતો ન હોય. રામમૂર્તિ Page #104 -------------------------------------------------------------------------- ________________ ઘરમાં એની સ્થિતિ અણમાનીતા જેવી હતી. માયકાંગલા, રખડેલ અને રોગિષ્ઠ છોકરા પર કોને પ્રેમ હોય ? પણ મા તે મા ! આ નબળા બાળક પર એનો અધિક પ્યાર વરસે! આવા બાળકને મા ઉપરાઉપરી કપડાં પહેરાવી નિશાળે મોકલે, પણ ખોં ખોં કરવામાંથી નવરું પડે તો ભણે ને ! કોઈ વાર તો આ બાળક અડધે રસ્તે રહી જાય. રસ્તામાં કોઈ પુરાણી કથા કરતા હોય તો બેસી જાય સાંભળવા ! એને રામાયણ સાંભળવું બહુ ગમે. મહાભારત સાંભળતાં તો થાકે જ નહિ; પણ એને જોઈ સહુ મજાકમાં કહે, આ ખોં ખોં શું સાંભળવા બેઠું હશે ! બાળકના પિતા પોલીસ જમાદાર હતા. એવા ખડતલ જીવન જીવતા માણસને આ બાળક પર રહેમ આવે. ઊછર્યું ત્યારે સાચું, એમ કહે, કેટલાંક રોગિયાં-સોગિયાં બાળકોમાં અમુક ખાસ ખાસિયત હોય છે. આ બાળકમાં પણ એવી ખાસિયત હતી. ક્યાંય ઝઘડો હોય તો જઈને ઊભો રહે. આંધ્રના વેલોર શહેરમાં અંગ્રેજોની લશ્કરી છાવણી હતી. અંગ્રેજ સોલ્જરો આડે દિવસે વીરઘટ્ટમ* (*આનો અર્થ છે ‘વીરોની નગરી') ગામમાં ચઢી આવે, રસ્તે મળે એ સ્ત્રીની છેડતી કરે, નિર્દોષ બાળકોને માર મારે, વિના કારણે સહુને હેરાન કરે. આને કારણે ગામમાં તોફાન જામે ! આવાં તોફાન થાય ત્યારે ટીટોડીનાં બચ્ચાં જેવું આ બાળક ત્યાં હાજર જ હોય ! ઊભું ઊભું એકીટશે જોયા કરે. નિશાળે જવાને બદલે આ ઝઘડો જોવાની અને ભારે મજા પડે. કોઈ ઓળખીતું હોય તો એને સમજાવીને ઘેર પહોંચાડે. ક્યારેક પલટણની કવાયત કે દેશી સિપાઈઓના અખાડામાં પહોંચી જાય. શરીર સાવ માયકાંગલું. પણ બીજાની જોરાવરી જોવી ખૂબ ગમે. એની માતા કહે, “મારા રામમૂર્તિને બે શોખ છે. એક તો પારકા કજિયા જોવાનો અને બીજો રામાયણ-મહાભારત સાંભળવાનો, ” એક દિવસ બીજાના બાહુબળે રાજી થતું આ દમિયલ બાળક માતાને કહેવા લાગ્યું, “મા, મા, મને તો રામાયણ-મહાભારતમાંથી ચાર જણ બહુ ગમે.” કોણ કોણ બેટા ?” 96 * જીવી જાણનારા Page #105 -------------------------------------------------------------------------- ________________ “એક તો કીચક ને દુર્યોધનને મારનાર ભીમસેન, બીજાં સીતા માતા કાજે આખી લંકા બાળનાર હનુમાન, ત્રીજા બાણશય્યા પર સૂતેલા અખંડ બ્રહ્મચારી ભીષ્મ અને ચોથા ઇંદ્રજિતનો વધ કરનાર વીર લક્ષ્મણ !” મા આ દમિયેલ બાળકના ડહાપણને જોઈ રહી. એને પાસે ખેંચી વાળ સૂંઘતાં કહ્યું, “બેટા, એ ચાર જણા તને શા માટે ગમે છે ?” “કારણ કે તેમણે સ્ત્રીના શીલ ખાતર, સ્ત્રી-સન્માનની જાળવણી માટે પરાક્ર્મ કર્યાં હતાં. મા, જોજેને હું પણ આવો થઈશ. ને આપણા ગામની બહેન-દીકરીઓની આબરૂ લૂંટતા એકેએક ગોરા સોલ્જરોની ખબર લઈ નાખીશ. મારા ભીષ્મ, ભીમ, હનુમાન અને લક્ષ્મણને અંગ્રેજ સિપાઈઓ સામે મોકલીશ અને એમનો કચ્ચરઘાણ કાઢી નાખીશ.” આટલું બોલતાં તો જાણે અડગ નિશ્ચય બતાવતો હોય તેમ બાળકે પોતાનો મુક્કો ઉગામ્યો. મા ખૂબ જોરથી હસી પડી. એણે બાળકને કલાવતાં કલાવતાં કહ્યું, “બેટા, આમાં તો શરીર બળવાન બનાવવું જોઈએ, ટીટોડીના માથા જેવા તારાથી કંઈ ન થાય. તને તો મચ્છરની જેમ મસળી નાખે.” “નહીં મા, હું જરૂર બળવાન બનીશ. હું રામાયણનો હનુમાન બનીશ. હું મહાભારતનો ભીમ થઈશ.” માએ બોલવાના જોશથી ખાંસી ખાતા બાળકના મુખને પ્યારથી ચૂમી લીધું. એ દિવસે જમતી વખતે માએ નાના રામમૂર્તિના ભીષ્મનિર્ણયની સહુને વાત કરી. બધા ખૂબ હસ્યા. પણ એ દિવસથી પેલો દમિયલ રામમૂર્તિ ગંભીર અને ઠાવકો બની ગયો. કદીક સાગરિકનારે એ ફરવા નીકળતો અને એને હનુમાનનો મેળાપ થતો. હનુમાને જેમ સીતા માતાને બચાવ્યાં એમ ભારતમાતાને ઉગારવા પ્રાર્થના કરતો. શરીર નિર્બળ, પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોનાં ચરિત્રોથી એનું આંતર ધબકતું હતું. વીરપુરુષોનાં ભવ્ય પરાક્રમોની ગાથાથી એનામાં અડગ મનોબળ કેળવાતું હતું. એક દિવસ એ કચ્છ લગાવીને સિપાઈઓના અખાડામાં પહોંચી ગયો. મજબૂત મનોબળ સાથે બળવાન બનવાનો નિશ્ચય કર્યો. એણે કસરત કરવી શરૂ કરી. શરૂઆતમાં શરીર સાથ ન આપે. ખાંસી શૂરાને પહેલી સલામ + 97 Page #106 -------------------------------------------------------------------------- ________________ મોં જ બંધ થવા ન દે. કસરત આકરી લાગવા માંડી. ક્યારેક થાકને લીધે અધવચ્ચે જ કસરત છોડી દેવાનો વિચાર કર્યો. ક્યારેક શરીર સાથ ન આપતાં ૨ડી પડવા લાગ્યો, એક વાર તો આ છોકરાએ વિચાર કર્યો કે આના કરતાં તો મરવું બહેતર છે, એ આપઘાત કરવા ગયો પણ ખરો. પણ અંતરમાંથી અવાજ આવ્યો, અરે, ભીમ અને ભીષ્મનો ભાઈબંધ આટલો બધો ભીરુ ? હનુમાન અને લક્ષ્મણનો દોસ્ત આટલો બધો નિર્બળ ? હારે એ તો માનવી જ નહીં.” આવી નિરાશા અને નિર્બળતા ઉપર મનની મક્કમતાથી વિજય મેળવ્યો. રોજ સવારે વહેલા ઊઠીને નવ કિલોમીટરની દોડ લગાવે અને લશ્કરી છાવણી સુધી પહોંચી જાય. અહીં સિપાઈઓ સાથે કુસ્તીના અવનવા દાવપેચ શીખે અને વળી પાછી નવ કિલોમીટરની દોડ લગાવીને ઘેર પાછો આવે. - ઘેર આવીને કશો આરામ કરવાનો નહીં. ઘેર પણ અખાડો બનાવ્યો. એમાં દોઢસો જેટલા જુવાનિયા કુસ્તી ખેલવા આવે. એ બધાની સાથે બરાબર કુસ્તી ચાલે અને પછી તરવા નીકળી પડે. તરીને બહાર નીકળે ત્યારે તો એટલો થાક લાગે કે પોતાના પગ પર ઊભો પણ ન રહી શકે. એના સાથીઓ એને ઉપાડીને ઘેર લઈ જતા. થોડો થાક ખાઈને સાંજ થતાં પાછી એની કસરત ચાલુ થતી. પંદરસોથી ત્રણ હજાર દંડ અને પાંચ હજારથી દસ હજાર બેઠક કરે. બસ, રાતદિવસ એક જ રટણ. શરીર કેમ વધુ બળવાન બને એની જ લગની. રાત્રે સ્વપ્નાં પણ કુસ્તીનાં જ આવતાં. એક વાર સ્વપ્નમાં કુસ્તી ચાલતી હતી અને તેમાં એવી બગલી લીધી કે કૂદીને પોતાના ખાટલામાંથી બીજાના ખાટલામાં ! ચારે કોર બુમરાણ મચી ગઈ. ઘરના માણસોને લાગ્યું કે રામમૂર્તિને કંઈ વળગાડ લાગુ પડ્યો છે. ભૂવાને પણ બોલાવ્યો. આખરે રામમૂર્તિએ પોતાને લાગેલા શરીરવિકાસના વળગાડની વાત કરી, ત્યારે સહુનાં મન હેઠાં બેઠાં, એ પછી તો આ જુવાન અખાડામાં જ રહેવા અને સૂવા લાગ્યો. ટૂંક સમયમાં તો એ દમિયલ છોકરાએ, કાચંડો રંગ બદલે એમ, શરીરનો રંગ બદલી નાખ્યો. ક્યારેક હનુમાનજીની સામે ઊભો રહી કૂદકા મારે, ક્યારેક 98 * જીવી જાણનારા Page #107 -------------------------------------------------------------------------- ________________ ભીમની જેમ હોંકારા કરતો ગદા ફેરવે. મા બાળકનું આ પરિવર્તન જોઈ રહી. એની ખાંસી ચાલી ગઈ. શરદી ભુલાઈ ગઈ. કફ કે તાવ તો બિચારા એની પાસે ફરકતા જ નહીં. હવે તો એની ચાલે, પૃથ્વી ધમધમે. નાળિયેરીના ઝાડને પીઠથી ધક્કો મારી નાળિયેર પાડતા રામમૂર્તિ સહુનો અળખામણો દમિય રામમૂર્તિ પાંચ વર્ષમાં તો વીર રામમૂર્તિ તરીકે ઓળખાવા લાગ્યો. ક્યાં પેલો દમિયલ બાળક અને ક્યાં અજબ શરીરબળ ધરાવતો રામમૂર્તિ ! પાંચ વર્ષના સખત પરિશ્રમ પછી સોળ જ વર્ષની ઉંમરે એ એટલો જોરાવર બન્યો કે નાળિયેરના ઝાડને એ જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ બે-ત્રણ નાળિયેર તૂટી પડે. તમન્ના અને પરિશ્રમ કેવો જાદુ કરી શકે છે એના ઉદાહરણ રૂપે સહુ રામમૂર્તિની વાત કરતા. આ સમયે એમનો ખોરાક પણ અજબ હતો. એમને સૌથી વધુ દહીં ભાવે. સવારની કુસ્તી અને કસરત પૂરી થયા પછી બપોરે બદામની ઠંડાઈ પીતા. પછી બશેર ત્રણ શેર દહીં, શાક, ભાત અને અડધો શેર થી ખાતા. રાત્રે માત્ર થોડો ભાત કે ભાખરી અને દહીં લેતા. આખા દિવસમાં દોઢશેરથી બશેર બદામ અને ઘણી વાર એકાદ શેર માખણ સોના-ચાંદીના વરખ સાથે ખાઈ જતા. બરાબર સોળ વર્ષની ઉંમરે જ એક એવો બનાવ બન્યો કે આખા શૂરાને પહેલી સલામ • 99 Page #108 -------------------------------------------------------------------------- ________________ વીરઘટ્ટમ ગામમાં રામમૂર્તિના બળનો ડંકો વાગી ગયો. એક વખત ગામની ગટરના ઉઘાડા ખાળિયામાં એક મોટી-જાડી ભેંસ ભરાઈ ગઈ. વીસ-ત્રીસ માણસો એકઠા થઈને મહેનત કરવા લાગ્યા. પણ નીકળે જ નહીં. રામમૂર્તિને એમના ભાણેજે આની ખબર આપી. રામમૂર્તિ ત્યાં આવ્યા, એમણે લોકોને દૂર ખસેડ્યા અને નીચા વળીને ભેંસનાં બે શિંગડાં પકડવાં, એક આંચકાથી ભેંસને ઉઠાવીને એવી તો ખેંચી કાઢી કે બે-ત્રણ ગોમડાં ખાતી ભેંસ દૂર જઈને પડી. રામમૂર્તિ તો જાણે કંઈ જ બન્યું ન હોય એમ પોતાને રસ્તે ચાલતા થયા ! આ સમયે બળવાન રામમૂર્તિના મનમાં ભારે મનોમંથન ચાલતું હતું. એ સમયના વિચારોને આલેખતાં તેઓએ કહ્યું છે, “હવે જ મારા જીવનની ખરેખરી શરૂઆત હતી. ભીષણ પ્રયત્નોથી મેં અપ્રતિમ બળ મેળવ્યું હતું. ઘણા મને પૂછતા કે આ અમાનુષી શક્તિનો ઉપયોગ શો ? ત્યારે હું હતાશ થઈ જતો. આમ છતાં મને એવો દૃઢ વિશ્વાસ હતો કે મારું ભાવિ કંઈક અપૂર્વ છે. નિયતિ મારી વિશેષ ગતિ કરશે જ.” શરીર અને મનના વિકાસ માટે રામમૂર્તિની રખડપટ્ટી ચાલુ જ હતી. હિમાલયમાં ઘૂમી વળ્યા. સમાધિનો અભ્યાસ કર્યો. તેઓએ બીજી સિદ્ધિ તો ન મેળવી પણ એકાગ્રતાનું જબરું બળ જમાવી શક્યા. સંકલ્પશક્તિને સહારે પોતાના શરીરના કોઈ એક સ્થાનમાં - એક જ સ્નાયુમાં - પળવારમાં મહાભારત બળનો સંચાર કરી શકતા. આથી એ સ્નાયુ અપરાજેય બની જતો. આ જ એમની વજસમી ગણાતી શરીરશક્તિનું રહસ્ય હતું. શરીરશાસ્ત્રીઓ કહે છે કે માનવીનાં હાડકાં ગમે તેટલાં મજબૂત હોય તેમ છતાં જો એના પર એક હજાર રતલનું વજન આવે તો તે ચૂરેચૂરા થઈ જાય. જ્યારે રામમૂર્તિ તો દિવસમાં એક વાર અને ક્યારેક તો બે વાર છ હજાર રતલનો હાથી પોતાના શરીર પર ઊભો રાખતા હતા. તેઓ વારંવાર કહેતા કે એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે. ઈ. સ. ૧૯૦પના મે મહિનામાં આખા યુરોપમાં પોતાના શરીરબળથી ડંકો વગાડનારો મલ્લ યુજિન સેન્ડો ચેન્નઇમાં ખેલ કરવા ખાવ્યો. આ સેન્ડોની નામના આખી દુનિયામાં ફેલાયેલી હતી અને એની કીર્તિ એટલી હતી કે આજે પણ કોઈ જબરો બળવાન પાકે તો એને ‘સેન્ડો'નું ઉપનામ અપાય છે. 100 • જીવી જાણનારા Page #109 -------------------------------------------------------------------------- ________________ રામમૂર્તિને લાગ્યું કે આ સેન્ડોની સાથે બળની પરીક્ષામાં પોતે જીતી જાય, તો જગતભરમાં નામના થઈ જાય ! ભારતમાં ગોરાનું રાજ , આથી આ ગોરા પહેલવાનનો જયજયકાર થઈ રહ્યો. છાપાં તો એના બળનાં વખાણ કરતાં મરી પડે. એના બળની વાત સાંભળીને ભલભલાની હિંમત ભાંગી જાય. રામમૂર્તિ વિચારવા લાગ્યા કે આ ગોરા મલ્લને જો બળની બાબતમાં હરાવી દઉં તો મોટું કામ થઈ જાય. સેડોની નામના ખૂબ હતી એટલે પહેલાં તો હિંમત ન ચાલી. ચિંતા કરે કે એને પડકાર આપવો કે નહીં. આખરે એણે એક યુક્તિ કરી, સેન્ડોના નોકર સાથે દોસ્તી કરી. એક વખત એને માદક પદાર્થ ખવડાવીને, તેના ખિસ્સામાંથી ચાવીઓ કાઢી સેન્ડોના તંબુમાં જઈને એના ડંબેલ્સ તપાસી લીધા. એમને ખાતરી થઈ કે સેન્ડો જરૂ૨ બળવાન છે, પણ એનાં વખાણ થાય છે તેટલો બળવાન નથી. પા શેર બળ છે, પણ એની સાત પા શેરની જાહેરાત થાય છે ! એમણે સેન્ડોને એના બળની તાકાત બતાવવા પડકાર ફેંક્યો. કોણ નીકળ્યો આ માથાનો ? સેન્ડોને તો પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. એણે રામમૂર્તિને માટે ખાનગી તપાસ ચલાવી, ખબર પડી કે એના કરતાં તો રામમૂર્તિ બમણું-ત્રણગણું વજન ઉઠાવે છે. સેન્ડો છાતી ઉપર ચાર હજાર રતલ વજન ઊંચકી શકતો, જ્યારે રામમૂર્તિ તો છ હજાર રતલ વજન આસાનીથી ઊંચકી શકતા. હવે થાય શું ? સેન્ડોની ખરી વિશેષતા જ વજન ઊંચકવાની એની તાકાત ગણાતી હતી. એને થયું કે રામમૂર્તિની સામે હરીફાઈ કરવી એટલે સામે ચાલીને હાર મેળવવા જેવું જ ગણાય. આથી એણે જાહેર કર્યું, “ કાળા માનવી સાથે હું હરીફાઈ કરતો નથી.” રામમૂર્તિ નિરાશ થયા. એમને આશા હતી કે સેન્ડો જેવો વિખ્યાત ગોરા મલ્લને હરાવવાથી એમના બળની કિંમત થશે. પરંતુ સેન્ડોના ઇન્કાર રામમૂર્તિના હૈયાને વલોવી નાખ્યું. રંગના બહાને તાકાતના મેદાનમાંથી એ છટકી જાય, એ માટે તેમને ખૂબ લાગી આવ્યું. આ સમયે દુનિયામાં સૌથી વધુ વજન ઊંચકનાર રામમૂર્તિ હતા. એકાદ વર્ષ સુધી ‘સાઉથ ઇન્ડિયન એશ્લેટક ઍસોસિયેશન'ના આશ્રય શુરાને પહેલી સલામ • 101 Page #110 -------------------------------------------------------------------------- ________________ નીચે એમણે ચેન્નઈમાં અંગબળના પ્રયોગો બતાવ્યા. આ સમયે લોકમાન્ય ટિળકની નજર એમના પર પડી. એ મહાન રાષ્ટ્રપ્રેમીની આંખમાં આ બળવાન જુવાન વસી ગયો. નિરાશ રામમૂર્તિને બોલાવીને જ બરું પ્રોત્સાહન આપ્યું. એમણે કહ્યું, “તમે સ્વતંત્ર સરકસ જમાવો. હિન્દુસ્તાન અને હિન્દુસ્તાન બહાર જાઓ. બધે ભારતની કીર્તિ પ્રસરાવો. ગોરા સમાજ માં જાઓ અને એમને તમારી શક્તિનો પરચો આપીને બતાવો કે આપણા રામાયણ અને મહાભારતમાં છે એવા વીરો હજી પાકી શકે છે.” પ્રતાપી દેશનાયકની પ્રેરણા સાથે રામમૂર્તિએ દેશવિદેશમાં ઠેર ઠેર ઘૂમવા માંડ્યું. એમના ખેલોથી દેશપરદેશની જનતા દંગ બની ગઈ. છ હજાર રતલનો હાથી છાતી પર ઊભો રાખવો, પચીસ હોર્સ પાવરની બે મોટરને સામસામી જતી રોકી રાખવી, છાતી પર ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર મુકાવી એના પર ઘણના ઘા કરાવવા અને પછી એક જ આંચકાથી ત્રણ-ચાર ગોઠીમડાં ખવડાવીને પથ્થરને દૂર ફેંકી દેવો, બે ગાડામાં ચાળીસ માણસોને બેસાડી છાતી, પેટ કે સાથળ પરથી ગાડું ખેંચાવવું. છાતી પર સાંકળ વીંટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે. પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના ટુકડા થઈ જાય, યુવાવસ્થામાં એમની છાતીનો ઘેરાવો ૪૮ ઈંચ હતો. જ્યારે એમની ફુલાવેલી છાતી છપ્પન ઈંચ થતી. અર્ધા ઇંચ જાડી ગજવેલ એક જ આંચકાથી તોડવી એ તો એમનો આસાન ખેલ હતો. ઘોડાને ત્રાજવામાં રાખી, પોતે ઊંચે ચડીને માત્ર દાંતથી જ આખું ત્રાજવું ઊંચકી લેતા, રામમૂર્તિના પ્રયોગોએ લોકોને હેરત પમાડી દીધા. એની ખરી ખૂબી તો નજરે જોઈએ ત્યારે જ સમજાય, રામમૂર્તિ બધે જ જાણીતા થયા. પંજાબમાં તો નવરાત્રમાં લત્તે લત્તે એમનાં ગીત ગવાતાં. રામમૂર્તિ પોતાનું બળ બતાવવા દેશ-વિદેશમાં ફરવા લાગ્યા. ભારતીય સામર્થ્યનો જયજયકાર બોલાવ્યો. અંગ્રેજ સરકારને આ ગમતું ન હતું. એણે ડગલે ને પગલે એમના માર્ગમાં અવરોધ ઊભા કરવા માંડ્યા. અંગ્રેજ સરકારને એમ હતું કે કાળી ચામડીવાળા ગોરી ચામડીવાળા કરતાં દરેક રીતે ઊતરતા 102 • જીવી જાણનારા Page #111 -------------------------------------------------------------------------- ________________ છ હજાર રતલનો હાથી છાતી પર રાખતા રામમૂર્તિ હોય છે અને તેમણે ઊતરતા રહેવું જોઈએ. રામમૂર્તિ નિર્ભય વીર હતા. એમની નસેનસમાં ભારતભૂમિનું ગૌરવ વહેતું હતું. એ સમયે દેશાભિમાન એ અપરાધ માનવામાં આવતો. આથી અંગ્રેજ સરકાર એમને અવારનવાર નજીવા કારણસર ખૂબ પજવતી રહેતી. એક વાર લાહોરમાં એમના ખેલ ચાલુ હતા અને સરકારે માત્ર ચોવીસ કલાકમાં જ પંજાબ છોડી જવાનો હુકમ કર્યો. ભારે મોટી મુશ્કેલી થઈ. આ સમયે ૫. માલવીયજી અને લાલા હંસરાજ જેવા નેતાઓએ વિરોધ કર્યો. એમના પ્રયત્નોને પરિણામે લોર્ડ મિન્ટોએ એ હુકમનો અમલ અટકાવ્યો હતો. રામમૂર્તિ સરકારની વિરુદ્ધ લોકોને ઉશ્કેરે છે એમ કહીને એમને સરહદના પ્રદેશમાં જતા અટકાવવામાં આવ્યા હતા. ઇંગ્લેન્ડમાં અંગબળના અદ્ભુત પ્રયોગો બતાવ્યા પછી રામમૂર્તિએ ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી માગી. અંગ્રેજ સરકારે સો માણસોને બદલે પચીસ માણસોની જ પરવાનગી આપી. આથી વિશેષ તો રામમૂર્તિ જ્યાં જ્યાં ખેલ કરવા જતા, ત્યાંના મુસલમાનોને છૂપી પોલીસખાતું એમની વિરુદ્ધમાં ઉશ્કેર્યા જ કરતું. પરંતુ શૂરાને પહેલી સલામ • 103 Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉશ્કેરાયેલા મુસલમાનોને જ્યારે ખબર પડતી કે રામમૂર્તિના શિષ્યોમાં તો જેમ હિંદુ છે તેમ મુસલમાન પણ છે ત્યારે તેમનો ઊભરો શમી જતો. રામમૂર્તિના વિખ્યાત પહેલવાનમાં ગામા અને ઇમામબક્ષ જેવાનો સમાવેશ થતો હતો. ખુદ નિઝામ સરકારે રામમૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એમને સોનાનો ચાંદ આપ્યો હતો. રામમૂર્તિએ જીવન સાથે યુદ્ધ આદર્યું હતું એટલે તેઓ કદી મૂંઝાયા નહીં. જેમ એમની શક્તિ અપૂર્વ હતી એમ એમના પર આવેલી આફતો પણ અનોખી જ હતી. વિદેશની ધરતી પર તો ડગલે ને પગલે જીવ જોખમમાં મૂકવો પડતો. ઈ. સ. ૧૯૧૦માં મલાકામાં એમને બબ્બે વાર છાની રીતે સોમલ (ઝેર) આપવામાં આવ્યું. પહેલી વખતનું ઝેર તો આ ભીમસેનને પચી ગયું, પણ બીજી વખત તો એક ઘોડો મરી જાય એટલું ઝેર આપવામાં આવ્યું હતું. બચવાની આશા ન હતી, છતાં રામમૂર્તિ નિરાશ થવાનું જાણતા ન હતા. તરત જ લંગોટ મારી પાંચ હજાર દંડ ખેંચી કાઢ્યા અને પરસેવામાં ઘણુંખરું ઝેર બહાર ખેંચી કાઢ્યું. પરંતુ આ પછી દસ મહિના પથારીવશ રહેવું પડ્યું. તેઓ ફ્રાંસ ગયા. ફ્રેન્ચ પ્રજાએ હિંદના વીરપુરુષનો પ્રેમથી સત્કાર કર્યો. અહીં એમના યુરોપિયન મૅનેજરે દગો કર્યો. રામમૂર્તિ છાતી પર પાટિયું મૂકીને એના પર હાથી ઊભો રખાવતા. એ પાટિયું જ કોઈએ અડધું કાપી નાખેલું. ખેલ શરૂ થયો. હાથીએ પાટિયા પર ચઢીને જેવો એનો પગ મૂક્યો કે તરત જ પાટિયાના બે ટુકડા થઈ ગયા. હાથીનો પગ રામમૂર્તિની છાતી પર પડ્યો. એમની ત્રણ પાંસળીઓ ભાંગી ગઈ અને એ બેભાન બની ગયા. ફ્રાંસના કુશળ ડૉક્ટરોની સારવારને કારણે રામમૂર્તિ મોતના મુખમાંથી ઊગરી ગયા, પરંતુ એમને છ અઠવાડિયાં દવાખાનામાં રહેવું પડ્યું. એક વાર બહેરામપુરમાં રામમૂર્તિ પોતાનું સરકસ લઈને ગયા હતા. ગામને પાદર સરકસના ડેરાતંબુ તણાયા હતા. નિત્યકાર્યોમાં સહુ મશગૂલ હતા. રામમૂર્તિ સંધ્યા કરી રહ્યા હતા. એવામાં એક લોખંડનું પાંજરું વાઘની ભયંકર ગર્જના સાથે ધણધણી ઊઠ્યું. સરકસનો સૌથી ભયંકર વાઘ કોઈની ભૂલથી પાંજરામાંથી બહાર નીકળી ગયો. છલાંગ મારીને એ સરકસના મેદાન પર આવ્યો. 104 * જીવી જાણનારા Page #113 -------------------------------------------------------------------------- ________________ મોટરકારના વકીલની નીચે રામમૂર્તિ ચોતરફ હોહા થઈ ગઈ. વાઘ આસપાસનાં પશુઓ પર તૂટી પડ્યો. રોજ આપેલો ખોરાક ખાવો પડતો. આજ એને નિરાંતે શિકારની મોજ મળી. થોડી વારમાં તો ચારપાંચ બે કરાંને મારી નાખ્યાં. આખાય સરકસમાં કાગારોળ મચી ગઈ. ઠેર ઠેરથી કારમી ચીસ ઊઠવા લાગી. વીજળીની ચાબુક, તીક્ષ્ણ ભાલા કે બંદૂક શોધવાનો સમય નહોતો. સહુ કોઈ મોતના ભયથી બેબાકળા બનીને નાસતા હતા. રામમૂર્તિ જાનવરો તરફ ભારે દયાળુ હતા. જંગલી પ્રાણીઓને કદી ભૂખે મારતા નહીં. એમને પેટ ભરીને ખવડાવતા. સંધ્યા કરી રહેલા રામમૂર્તિને મોતના તાંડવના સમાચાર મળ્યા. હથિયાર શોધવાનો તો સમય ન હતો. પ્રત્યેક પળ એક એક પ્રાણી કે પશુને મોતને ઘાટ ઉતારનારી હતી. આવે સમયે હથિયાર ક્યાં શોધવા જાય ? રામમૂર્તિની નજીકમાં જ એક જાડો દંડો પડ્યો હતો. દંડો ઉઠાવીને એ દોડ્યા. સરકસના મેદાન વચ્ચે અને શિકાર કરેલાં બકરાંની આસપાસ ઘૂમતો વાઘ ઘૂરકી રહ્યો હતો. રામમૂર્તિ એની સામે આવ્યા. ખૂંખાર વાધ અને વીર રામમૂર્તિની આંખો મળી, આ ભયાનક જાનવર પણ ‘શેર ને માથે સવા શેર' શૂરાને પહેલી સલામ * 105 Page #114 -------------------------------------------------------------------------- ________________ જેવા રામમૂર્તિને પારખી ગયું. તરત જ વાઘ તબેલા તરફ નાઠો. ભલભલાની હિંમત ભાંગી જાય તેવો આ પ્રસંગ હતો. મોતને સામે ચાલીને તાલી આપવાની હતી, પણ રામમૂર્તિ તો બીક કે મોતને ક્યાં ઓળખતા હતા ? વાઘ તબેલા ભણી દોડ્યો અને રામમૂર્તિ પૂરા જોશથી એની પાછળ દોડ્યા. વાઘ તબેલામાં ઘૂસ્યો તો પોતે પણ તબેલામાં દાખલ થયા અને વાઘની પીઠ પર પાંચ-છ દંડા લગાવી દીધા. પોતાનો શિકાર છીનવી લેનારા અને આ રીતે દંડો લગાવનારા રામમૂર્તિ પર હુમલો કરવા માટે વાઘ ઝનૂને ભરાઈને પાછો ફર્યો. રામમૂર્તિ એમ ગાંજ્યા જાય તેવા નહોતા. વાઘનો સામનો કરવા સામી છાતીએ એની તરફ ચાલ્યા. સામેથી ધસી આવતા વાઘને એમણે તરત જ પોતાની બાથમાં પકડી લીધો અને જમીન પર દબાવી દીધો. વનવીર પર નરવીરે વિજય મેળવ્યો. ભયાનક વાઘ ફરી વાર પાંજરાનું નિયમપાલક પ્રાણી બની ગયો. એક પછી એક આફતો આવતી જતી હતી. અકસ્માતોનો પાર નહોતો, પરદેશી સરકારની પરેશાનીનો કોઈ અંત નહોતો. આમ છતાં જીવસટોસટનાં સંકટો વેઠીને રામમૂર્તિ હિંદની શક્તિનો પરચો બતાવે જતા હતા. હિંદુસ્તાનીઓના નિર્બળ અને નાજુક શરીરની વાતો કરનારાઓને રામમૂર્તિએ પોતાના કાર્યથી ચૂપ કરી દીધા. રામમૂર્તિના પહેલવાનોએ યુરોપમાં અણનમ ગણાતા પહેલવાનોને હરાવી દીધા. પહેલવાન ગામા અને ઇમામબક્ષ તો અજેય બનીને યુરોપથી પાછા ફર્યા. રામમૂર્તિ કહેતા કે નિષ્ફળતાને જીવનમાં જોઈ જ નથી. કોઈ કામ એક વાર પાર ન પડે, તો બીજી વાર કરવું, પણ એને પાર પાડ્યે જ છૂટકો. ‘કાર્ય સાધયામિ વા દે... પાતયામિ' એ એમનું સૂત્ર હતું. તેઓ કહેતા : ‘ભલે મરી જવાય, પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં.’ એક વાર ધ્રાંગધ્રામાં ૧૧૨ કિલોમીટરની ઝડપે જતી ૨૫ હોર્સપાવરની મોટર રોકવા પ્રયત્ન કર્યો. રામમૂર્તિ પેંતરો જમાવીને બરાબર ઊભા રહે એ પહેલાં તો હાંકનારે મોટર હાંકી દીધી. મોટરનો આંચકો આવતાં એમના પગની પિંડી ઊતરી ગઈ. તેઓ બેભાન થઈ ગયા. તરત દાક્તરને 106 * જીવી જાણનારા Page #115 -------------------------------------------------------------------------- ________________ બોલાવવામાં આવ્યા. એમણે રામમૂર્તિને શુદ્ધિમાં આણ્યા. એમનો પગ બરાબર કર્યો. પગમાં અસહ્ય વેદના થતી હતી, છતાં પાટો બાંધીને લંગડાતા લંગડાતા રામમૂર્તિ મેદાન પર આવ્યા. લોકો તો નિરાશ થઈને વીખરાઈ રહ્યા હતા. એવામાં રામમૂર્તિને મેદાન પર આવેલા જોઈને બધા આભા જ બની ગયા. બધાએ એમને ના પાડી પણ તેઓએ કહ્યું, “ભલે અહીં મારું મોત થાય, પણ પાછો નહિ પડું.” અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સ પાવરની એકસો ને બાર કિલોમીટરની ઝડપે જતી મોટરને એક વાર નહિ, બે વાર નહીં, પરંતુ તેર વાર રોકી. ઈ. સ. ૧૯૦૭માં મુંબઈમાં દાંતથી ત્રાજવામાં મૂકેલા ઘોડાને ઉઠાવવાના પ્રયોગમાં તેમણે બે દાંત ગુમાવી દીધા. ત્રાજવામાં ઘોડાને ઊભો રખાવી રામમૂર્તિ ઊંચે ઊભા રહેતા. આખું ત્રાજવું દાંતથી પકડીને જમીનથી બે ફૂટ અધ્ધર કરતા. મુંબઈના આ પ્રયોગ વખતે એમનો માનીતો ઑસ્ટ્રેલિયન ઘોડો બીમાર પડ્યો હતો. એની જગ્યાએ એક નવા ઘોડાને લાવવામાં આવ્યો. વીજળીનો પ્રકાશ, બૅન્ડનો મોટો અવાજ અને તાલીઓના ગડગડાટથી ત્રાજવામાં ઊભેલો ઘોડો ભડકી ગયો. એણે સમતોલન ગુમાવતાં રામમૂર્તિના બે દાંત પડી ગયા. રામમૂર્તિ હિંદવાસીઓ માટે શરીરબળનો સર્વોચ્ચ જીવંત આદર્શ બની રહ્યા. દેશી અને વિદેશી દરેક પ્રકારના વ્યાયામમાં તેઓ પારંગત હતા. પ્રાચીન અને અર્વાચીન પ્રણાલિકાની દૃષ્ટિએ એમણે વ્યાયામનાં વિવિધ સાધનો ચકાસી જોયાં હતાં. એમને આપણા દેશની પુરાણી પદ્ધતિ જ શ્રેષ્ઠ લાગી હતી. તેઓ કહેતા કે આપણા વ્યાયામનું સુધરેલું સ્વરૂપ જ પશ્ચિમના વ્યાયામમાં જોવા મળે છે. યુરોપ કરતાં આપણા દેશની કળા કોઈ રીતે ઊતરતી નથી. એટલું જ નહીં, પણ કેટલીક બાબતોમાં તો આપણી વ્યાયામપ્રણાલી વધુ ચડિયાતી છે. રામમૂર્તિ મજબૂત શરીર કરતાં નીરોગી શરીરને વધુ મહત્ત્વ આપતા. એમને યોગનાં આસનોમાં તો અપાર શ્રદ્ધા હતી. દંડ, બેઠક, દોડવાની અને તરવાની કસરત તો સહુ કોઈને માટે જરૂરી લેખતા. સ્વાસ્થ્ય જાળવવા માટે શૂરાને પહેલી સલામ * 107 Page #116 -------------------------------------------------------------------------- ________________ એમણે કેટલીક ખાસ કસરતોની હિમાયત કરી હતી. આહારમાં તેઓ રોજના ભોજન ઉપરાંત ખૂબ ચાલવાનું કહેતા હતા. રામમૂર્તિ બ્રાહ્મણેતર જાતિના હોવાથી રિવાજ મુજબ માંસ ખાવાની છૂટ હતી. પહેલવાન તરીકે પણ તેવી છૂટ લઈ શકતા હતા. પરંતુ જીવનભર રામમૂર્તિ માંસ, મચ્છી કે દારૂને અડ્યા નહીં. માંસ ખાવાથી બળ વધે છે તેવું કંઈ નથી, એમ તેઓ માનતા. પીવાના પાણીનો છૂટથી ઉપયોગ કરવા પર અને એકાદશી જેવા ઉપવાસ કરવા પર એમણે ભાર મૂક્યો. તેઓ કહેતા કે મિતાહાર, સરળ અને સાદું જીવન, પાકો લંગોટ, નિયમિત મહેનત અને અંતઃ કરણની પવિત્રતા એ જ જીવનના ઉત્કર્ષની ચાવી છે. મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાનો આદર્શ ખોળવા પરદેશ ભણી મીટ માંડવાની જરૂર નથી. આપણા જ દેશમાં એનાં જ્વલંત દૃષ્ટાંતો ક્યાં ઓછાં છે ? તમે હનુમાન બનો, ભીખ બનો, લમણ બનો. હસમુખો ચહેરો હજાર ઔષધિઓ કરતાં સાર છે એમ કહીને તેઓ આજના ચિંતા અને વિષાદથી ઘેરાયેલા યુવકોને ચીમકી આપતા. નાનાં-મોટાં અનેક સંકટો રામમૂર્તિ પર આવતાં હતાં. અજોડ મનોબળ અને શરીરબળને સહારે એ તમામને પાર કરી જતા, પરંતુ આખરે આવા જ એક સંકટને કારણે રામમૂર્તિને પોતાનું ક્ષેત્ર છોડવું પડ્યું. ઈ. સ. ૧૯૨પમાં સિમલામાં તેઓ પોતાના અંગબળના પ્રયોગો બતાવી રહ્યા હતા. છાતી પર હાથી ઊભો રાખવાનો એ પ્રયોગ હતો. તેમાં હાથીનો પગ એમના ડાબા પગ પર પડ્યો. એટલો ભાગ છુંદાઈ ગયો, પરિણામે ઘૂંટી આગળથી ડાબો પગ કપાવી નાખવો પડ્યો. આ અકસ્માત થતાં રામમૂર્તિ હવે પોતાના અંગબળના પ્રયોગો દર્શાવી શકે તેમ નહોતા, પરંતુ આ સમયે કંઠીરવ તિલક કોડી રામમૂર્તિ નાયડુ ત્રીજા રૂપમાં દેખાયા. ‘ભારતવર્ષના યુવકોનો ઉદ્ધાર' એ એમનું જીવનસૂત્ર બન્યું. આવા જુવાનોને દેશના ખૂણેખાંચરેથી શોધીને એમણે તન, મન અને ધનથી સહાય કરી. યુવાશક્તિને અજેય બનાવવાનો એમનો સંદેશ ચોતરફ ગુંજી રહ્યો. એમણે શરીર અને મનની એકાગ્રતા માટે યુવકોને હાકલ કરી. શરીર અને મન 108 • જીવી જાણનારા Page #117 -------------------------------------------------------------------------- ________________ બંનેથી નમાલાં અને કમજોર યુવક-યુવતીઓને જોઈને એમનું અંતર કકળી ઊઠતું હતું. એમના જીવનનો એક જ અભિલાષ હતો અને તે ભારતનાં કુમાર અને કુમારિકાઓનો ઉત્કર્ષ. દેશના જુવાનોનું જીવન પ્રફુલ્લ બને, એમની યુવાની તમન્ના, તાકાત અને તંદુરસ્તીથી ખીલી ઊઠે તેવી રામમૂર્તિની ઝંખના હતી. નીરોગી અને મજબૂત શરીરમાં જ તેઓ બળ, દ્રવ્ય અને બુદ્ધિની સાર્થકતા જોતા હતા. એમના દિગ્વિજયની ચાવી હતી અડગ આત્મબળમાં. તેઓ કહેતા કે ભારતમાં કે વિદેશમાં, આજે અથવા તો ભૂતકાળમાં જે જે મહારથીઓ થયા અને જગતભરમાં એમનાં શક્તિ અને સામર્થ્યની જે નામના થઈ, એ બધાના મૂળમાં એમનું દૃઢ અને અપરાજેય મનોબળ હતું. રામમૂર્તિ પોતે પણ એ જ આત્મબળને પોતાના વિજયની ચાવીરૂપ માનતા હતા. આવા આત્મબળને સહારે રામમૂર્તિએ અંગ્રેજ સરકાર દ્વારા વારંવાર કરવામાં આવતાં વિઘ્નોનો સામનો કર્યો, એ જ આત્મબળથી ખૂંખાર વાઘને વશ કર્યો. પરાધીન ભારતવાસીઓના હૃદયને રામમૂર્તિએ ઘેલું કર્યું. એ સમયના યુવાનોના તો એ આદર્શ બની ગયા. જેવી રીતે પશ્ચિમના દેશોમાં સેન્ડોની ઉપાસના થતી હતી, એવી રીતે ભારતમાં રામમૂર્તિ પૂજાવા લાગ્યા. પૃથ્વીરાજ, પ્રતાપ કે શિવાજીના શૌર્યથી રોમાંચ અનુભવનારા ભારતના કિશોરો રામમૂર્તિમાં એવી તાકાતનું પ્રતિબિંબ જોતા હતા. બખ્તરવાળા પઠાણને એના ઘોડાની સાથે ભાલાથી વીંધી નાખી ઝાડમાં ખીલાની માફક ખોડી દેનાર પૃથ્વીરાજ કે એક જ ઝાટકાથી બખ્તરધારી સવાર કે એના ઘોડાના જનોઈવાઢથી બે ટુકડા કરનાર પ્રતાપની કિંગ કરનારી તાકાત એક કવિકલ્પના નહિ પણ હકીકત છે તે રામમૂર્તિએ પોતાના જીવનના પ્રત્યક્ષ પ્રમાણથી બતાવી આપ્યું. ભારતવાસીઓના અંતરમાં એમણે અનેરું સ્થાન મેળવ્યું અને તાકાતની પોતાની ઇજારાશાહીનાં ગુણગાન કરતા અંગ્રેજોનાં પાણી ઉતારી દીધાં. રામમૂર્તિએ જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું. યુવાનોને સંયમનો ઉપદેશ આપતાં તેઓ કદી થાકતા નહીં. તેઓ કહેતા : “એક બળવાન યુવકસેના આ શૂરાને પહેલી સલામ * 109 Page #118 -------------------------------------------------------------------------- ________________ દેશમાં ઉત્પન્ન થાય એ મારું મનોરાજ્ય છે. આ દેશના ખૂણેખાંચરેથી મેં વિદ્યાર્થીઓને યુવકોને શોધી કાઢી પ્રોત્સાહન આપ્યું છે. મન, વાણી, શરીર અને ધનથી રામમૂર્તિ હિંદુસ્તાનના યુવાનોનો સેવક બન્યો છે. રામમૂર્તિ જ શેઘણાય ગયા છે-પણ હું મરતાં મરતાં સાંત્વન લઈશ કે મારાથી બનતી સેવા ભારતમાતાના પાલવમાં નાખી છે. તરુણો ! મારો એટલો સંદેશ છે કે ભારતની ખરી સેવા તો બ્રહ્મવીર-બ્રહ્મચારી બનવાથી થશે, મન, વચન અને શરીરનું ઐક્ય સાધવાથી જ થશે. આપણા જ દેશમાં આનાં જ્વલંત દૃષ્ટાંતો ક્યાં ઓછાં છે ?” રામમૂર્તિનો જે સંદેશ હતો, એવું જ એમનું જીવન હતું. એમના શબ્દોમાં અનુભવની તાકાત હતી. ખોટા આડંબરને તેમાં સ્થાન નહોતું. આથી જ રામમૂર્તિ ‘એકાગ્રતા'ના ઉપાસક તરીકે આજે પણ યાદ કરાય છે. ૧૯૩૮ની ૨૦મી જાન્યુઆરીએ બપોરના ૨-૫૦ કલાકે બાલનગીરની જનરલ હૉસ્પિટલમાં રામમૂર્તિનું અવસાન થયું, પરંતુ અજોડ આત્મબળ મેળવનારા રામમૂર્તિ હિંદના જુવાનોના આદર્શ બની ગયા. બળની વાત થાય અને રામમૂર્તિનું નામ આવ્યા વગર રહે નહિ. દમિયલ શરીરમાં દૈવી શક્તિ પ્રગટાવનારા રામમૂર્તિએ ભારતના સપૂતોમાં ઊજળું સ્થાન પ્રાપ્ત કર્યું. 110 • જીવી જાણનારા Page #119 -------------------------------------------------------------------------- ________________ માયકાંગલામાંથી મર્દ અમેરિકાના નબળા બાંધાના રે એવરીએ એનું અડધું બાળપણ બીમારીમાં વિતાવ્યું. બીજાં બાળકો રમે-નાચે-કૂદે, ત્યારે એવરી પથારીમાં બીમાર બનીને પડ્યો હોય. હાથ જુઓ તો દોરડી જેવા, પગ જુઓ તો સળેકડી જેવા. દાક્તરોએ નબળો બાંધો સુધારવા અને કસરત કરવાની સલાહ આપી. કહ્યું કે કસરત કરશે તો જ એનું નબળું શરીર કંઈક સબળું થશે. ધીરે ધીરે એ કસરત કરવા લાગ્યો, શરીરને મજબૂત બનાવવા લાગ્યો. એના સળેકડી જેવા પગને તો એટલા બધા તાકાતવાન બનાવ્યા કે જાણે લોખંડની સ્પ્રિંગ ન હોય ! આ પછી રે એવરી રમતગમતમાં ભાગ લેવા માંડ્યો. એમાં એને કૂદવાની રમત તો બહુ જ ફાવે ! એ ત્રણ પ્રકારના કુદકામાં ભાગ લેવા માંડ્યો. એ ઊંચો કૂદકો લગાવે, લાંબો કૂદકો લગાવે અને લંગડી-ફાળ-કૂદકામાં ભાગ લે. આ રમતમાં એવરીએ એવી સિદ્ધિ મેળવી કે એના જમાનામાં રે એવરી Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૪માં સેંટ લૂઈ ખાતે ખેલાયેલી ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક એને કોઈ હરાવી ન શકે. રમતગમતની દૃષ્ટિએ ૨૮ વર્ષની મોટી વયે એણે ઑલિમ્પિકમાં ઝુકાવ્યું. ઈ. સ. ૧૯૦૦માં ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં એ ત્રણે કુદકામાં વિજેતા બન્યો. ૧૯૦૪માં સેન્ટ લૂઈ ખાતે ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં વળી એવરીએ ત્રણ સુવર્ણચંદ્રકો મેળવ્યો, એ પછી બે વર્ષ બાદ એથેન્સમાં આ સ્પર્ધા રમાઈ, ત્યારે એવરી માત્ર બે જ સુવર્ણચંદ્રક મેળવી શક્યો. આનું કારણ એ હતું કે આ સ્પર્ધાના કાર્યક્રમમાં લંગડી-ફાળ-કૂદકા (સ્ટેન્ડિંગ હૉપ-સ્ટેપ અને જંપ)ની હરીફાઈ રાખવામાં આવી ન હતી. આવી જ રીતે ૧૯૦૮માં લંડનમાં ખેલાયેલી ઓલિમ્પિકમાં એવરીએ લાંબા કૂદકામાં અને ઊંચા કૂદકામાં ન મેળવી. આ સમયે એની ઉમર ૩૫ વર્ષની હતી. હવે તેણે નિવૃત્ત થવાનો વિચાર કર્યો. આઠ વર્ષ સુધી એ વિવિધ સ્પર્ધાઓમાં અણનમ વિશ્વવિજેતા બની રહ્યો. એ વિવિધ સ્પર્ધાઓમાં દસ સુવર્ણચંદ્રકો મેળવનાર રે એવરી જેટલા સુવર્ણચંદ્રકો આજ સુધી જૂજ ખેલાડી મેળવી શક્યા છે. ક્યાં પાતળો, નબળો ને બીમાર રે એવરી અને ક્યાં મહાન રમતવીર રે એવરી ! 112 * જીવી જાણનારા Page #121 -------------------------------------------------------------------------- ________________ 14 શિક્ષણની નવી તરાહ માથે બૉમ્બ વીંઝાતા હોય, સામે ધડાધડ બંદૂકની ગોળીઓ છૂટતી હોય, ત્યારે નિશાળમાં બેસીને અભ્યાસ કઈ રીતે થઈ શકે? માથે જીવનું જોખમ તોળાતું હોય, ત્યારે શાળાએ જઈને પલાંઠી વાળીને ભણવાની વાત શી રીતે થઈ શકે ? ખૂંખાર દુશ્મની ધરાવતા ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલતા અવિરત જંગને કારણે પોતાની જ માતૃભૂમિમાં પેલેસ્ટાઇનવાસીઓ પરાયા બન્યા. માદરે વતનને જાળવવા માટે જાનનું જોખમ હોવા છતાં મોતના ઓથાર હેઠળ જીવતા છતાં અડગ રહ્યા હતાં. ૧૯૪૮માં આરબોના નાનકડા હાનન અલ હૉરૂબ વિસ્તારને વિખૂટો પાડીને અમેરિકા અને બ્રિટનની રહેમનજરને કારણે ઇઝરાઇલ Page #122 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વમાં આવ્યું. ગાઝા અને વેસ્ટ બેંક જેવા વિસ્તાર પર પ્રભુત્વ જમાવવા માટે ઇઝરાઇલે ભીષણ આક્રમણોનો દોર સતત ચાલુ રાખ્યો. સામે પેલેસ્ટાઇને એની સામે ઝીંક ઝીલવામાં કશું બાકી રાખ્યું નહીં. આરબ દેશોએ ઇઝરાઇલના વિનાશ માટે સઘળા પ્રયત્નો અજમાવી જોયા, પરંતુ ઇઝરાઇલના મક્કમ મનોબળની સામે આરબ દેશોના હાથ પણ હેઠા પડ્યા. પેલેસ્ટાઇનવાસીઓની વસ્તીથી ગીચોગીચ ભરેલા ગાઝા વિસ્તારના આરબોને ઇઝરાઇલની મનસૂફી પ્રમાણે જીવવું પડે છે. ઇઝરાઇલ આરબોના ભયને કારણે અસલામતી અનુભવે છે, તો ગાઝાના હજારો નિર્દોષ પેલેસ્ટાઇનવાસીઓ પર બૉમ્બમારો કરીને ઇઝરાઇલ આતંક મચાવે છે. બંને દેશો વચ્ચે અવિરતપણે યુદ્ધ ચાલે છે. ઇઝરાઇલે ગાઝાન કારાવાસની કોટડીમાં ફેરવી નાખ્યું છે. આવા પેલેસ્ટાઇનના નિર્વાસિતો માટેના બેથલેહેમમાં આવેલી છાવણીમાં હાનન અલ હૉરૂબનો જન્મ થયો. મોત અને હિંસાના ભય વચ્ચે એ શ્વાસ લેતી હતી. હાનને નિશાળનો અભ્યાસ શરૂ કર્યો. શિક્ષિકા તરીકે કામગીરી પણ મળી. એની ઇચ્છા તો વધુ અભ્યાસ કરીને આગળ વધવાની હતી, પરંતુ પોતાની યોજનાને તિલાંજલિ આપવી પડી. કારણ કે ૧૯૮૭થી ૧૯૯૩ના વર્ષ દરમિયાન પેલેસ્ટાઇનની યુનિવર્સિટીઓને તાળાં મારવામાં આવ્યાં. એ દરમિયાન હાનનનાં લગ્ન થયાં અને એ પાંચ બાળકોની માતા બની. - ઈ. સ. 2000માં એનું સૌથી નાનું સંતાન શાળાએ જવા લાગ્યું, ત્યારે હાનને ફરી યુનિવર્સિટીમાં ખંડસમયનું શિક્ષણ લેવાનું શરૂ કર્યું. એના પતિ હૉર્બ એમની બે દીકરીઓ બેથલેહામ નજીકના ચેકપૉઇન્ટ પરથી પસાર થતા હતા, ત્યારે ઇઝરાઇલી સૈનિકોની આડેધડ આવેલી ગોળીઓથી ગંભીર રીતે ઘવાયા. હૉરૂ બના ખભા પર ગોળી વાગી હતી અને આ પરિસ્થિતિને કારણે હાનનની બંને દીકરીઓ ડઘાઈ ગઈ હતી. આ ઘટનાએ એ દીકરીઓના ચહેરા પરનું નૂર હરી લીધું. એમની કીકીઓમાં ભય હતો. મનમાં અજાણ્યો ડર રહેતો અને એમને જિવાતા જીવનમાં કોઈ રસ રહ્યો નહીં. આવાં બાળકોને શિક્ષણમાં તો ક્યાંથી રસ જાગે ? હાનને જોયું કે પેલેસ્ટાઇનમાં છાશવારે આવી ઘટના બનતી રહે છે, પણ Il4 • જીવી જાણનારા Page #123 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધગ્રસ્ત પેલેસ્ટાઇની બાળકોને રમત સાથે શિક્ષણ આપતી હાનન આવા આઘાતનો અનુભવ કરનારાં બાળકોને શિક્ષણ આપવા માટે કેળવાયેલા શિક્ષકો નથી. એમને ભયમુક્ત કરીને વિદ્યામગ્ન કરી દેવાનો કોઈ કીમિયો એમની પાસે નથી. જીવન પ્રત્યે રસ જગાડીને અભ્યાસમાં ડુબાડવાની કોઈ પતિ એમની પાસે નથી. આથી હાનને ખુદ આવા કટોકટીભર્યા સમયે શિક્ષિકા બનવાનો નિર્ધાર કર્યો. એક બાજુ વિશાળ કુટુંબની મોટી જવાબદારી હતી, માથે ઝળુંબતી હિંસક ચળવળો હતી. આ બધાની સાથે હાનન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પાંચ વર્ષ બાદ સ્નાતક થઈ અને શિક્ષક તરીકેની યોગ્યતા હાંસલ કરી. હાનનનો હેતુ જે રીતે પોતાનાં બાળકોને ભયના ઓથારમાંથી બહાર કાઢવાનાં હતાં, એ જ રીતે બીજાં બાળકોને પણ આવી પરિસ્થિતિમાંથી ઉગારવાનાં હતાં. એણે પોતાનાં બાળકોના ભયભીત ચહેરાને હસતા કરવા માટે જે અથાગ પુરુષાર્થ કર્યો હતો, એ મહેનત હવે એ અન્યનાં બાળકોને માટે કરતી હતી. એણે જોયું કે આ બાળકોને પુસ્તકોના ઢગમાં દાટી દેવાથી કશું નહીં વળે ! એમને વર્ગખંડમાં કેદ કરવાથી પણ કશું નહીં થાય. સ્વસ્થ એવી નવી પેઢીનું નિર્માણ કરવા માટે હાનને શિક્ષણની નવી તરાહની શોધ કરી. એણે આ ભયગ્રસ્ત બાળકોને અભ્યાસમાં એકાગ્ર થવાની કલા શીખવી. બોલાચાલી, મારામારી કે સામેના બાળકને નાની નાની વાતમાં પછાડીને માર મારવાની વૃત્તિમાંથી એમને કલા, સંગીત, હુન્નર અને રમતગમત જેવી શિક્ષણની નવી તરાહ - 115 Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓમાં વાળવા લાગી. શિક્ષણ પ્રત્યેની એમની અભિરુચિ કેળવાય એને માટે સતત મહેનત કરવા લાગી અને શિક્ષણના માધ્યમથી આ બાળકોના માનસ પરિવર્તનનો રાહ અપનાવ્યો, આજ સુધી એવું બનતું કે ચોતરફ હિંસા જોનારાં બાળકો નાની નજીવી વાતમાં પણ હિંસા પર ઊતરી આવતાં હતાં. વર્ગખંડનું વાતાવરણ હંમેશાં તંગ રહેતું હતું. નિશાળનાં રમતનાં મેદાનો તોફાન અને મારામારીનાં રણમેદાનો બની ગયાં હતાં. આવે સમયે આ બાળકોને વર્ગખંડની બહાર લઈ જઈને હાનને એમનું આગવી રીતે ઘડતર કર્યું. એણે જોયું કે પ્રાથમિક શાળામાં પહેલાં બારાક્ષરી શીખવવામાં આવતી, ગણિત શીખવવામાં આવતું, આ શીખવવાની પદ્ધતિને હાનને રમત રમવાની પદ્ધતિમાં ફેરવી દીધી. એણે કહ્યું કે ‘રમત રમો અને આપોઆપ શિક્ષણ પામો.’ એ વિદ્યાર્થીઓની વ્યક્તિગત જરૂરિયાતો પર ભાર આપવા લાગી અને સાથોસાથ એમના પૉઝિટિવ વર્તનની સદા પ્રશંસા કરવા લાગી. બાળકો સાથેની એની હળવા-મળવાની રીતથી બાળકોના હિંસક વર્તનમાં ઉત્તરોત્તરી ઘટાડો થવા લાગ્યો. એણે વિશ્વાસ, સન્માન, પ્રમાણિકતા અને સંવેદનાસભર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એક વિદ્યાર્થી એકલો કોઈ કાર્ય કરે તેમ નહીં, પરંતુ એણે સહિયારા કામનો આનંદ સમજાવ્યો. બાળકોમાં સહકાર અને સદ્ભાવનાની ભાવના જગાડી. જુદા જુદા પરિસંવાદોમાં એણે પોતાનું દૃષ્ટિબિંદુ પ્રગટ કર્યું અને કહ્યું કે બૉમ્બ કે બંદૂકથી નહીં, પરંતુ શિક્ષણથી એની પ્રજા પોતાના વતનને પાછું મેળવી શકશે. હાનન પોતાની કેફિયત આપતાં કહે છે, “મારા માટે વર્ગખંડ એ જ મારું ઘર છે. મારા કુટુંબીજનો ઉપરાંત આ વર્ગખંડનાં બાળકો એ મારું કુટુંબ છે. મારું માનવું છે કે બધાં જ બાળકો હિંસક વાતાવરણમાંથી બચવાં જોઈએ. મારું બાળપણ અનેક મુશ્કેલીઓ સહન કરતાં વીત્યું હતું. હું ઇચ્છું છું કે આ બાળકોને તેવા અનુભવમાંથી પસાર થવું ન પડે. એક વખત હિંસાનું ચક્ર સર્જાય, પછી તેને તોડવું અતિમુશ્કેલ હોય છે. બાળકો પર પર્યાવરણની ગાઢ અસર થાય છે. કેટલાંક પેલેસ્ટાઇનનાં બાળકો જે હિંસા આચરે છે, તે તેની ચોપાસ થતી હિંસાનો જ પ્રત્યાઘાત છે. મારે બાળકોને શિક્ષણ મેળવવા માટે T16 • જીવી જાણનારા Page #125 -------------------------------------------------------------------------- ________________ gettyimages ગ્લોબલ ટીચર્સ ટ્રૉફી સમયે અભિવાદન સ્વીકારતી હાનન અલ હૉરૂબ સલામત પર્યાવરણ બક્ષવું છે. હું બહુ વિશાળ પર્યાવરણની અસરકારક ભૂમિકા ન સર્જી શકું, પણ બાળક પર તો અસર ઊભી કરી શકું. આ મારી વિચારધારા છે.' હિંસાપ્રેરિત વાતાવરણ અને અસલામતીને કારણે વિદ્યાર્થીઓમાં ઘોર હતાશા આવતી હતી. મનમાં ગુસ્સાની ગાંઠ સતત વાળતા રહેતા હતા. વેરની વસુલાતની તક સતત શોધતા હતા, અને સાવ નાની કે સામાન્ય બાબતોમાં આક્રમક બની જતા હતા. ક્યારેક હત્યા પણ કરી બેસતા. આવાં બાળકોને માટે અને પોતાની ભયભીત દીકરીઓને માટે એવી રમત શોધી કે જેને પરિણામે રમતાં રમતાં જ એમનામાં સામાજિક કૌશલ્યનો વિકાસ થવા લાગ્યો. એમનો આત્મવિશ્વાસ પુનઃ પ્રગટવા લાગ્યો. એમના ‘ગ્રેડ’ પણ સુધરવા લાગ્યા અને આમ વિદ્યાનું આખું વાતાવરણ હાનને બદલી નાખ્યું. આજે હાનન રામલ્લાહાની સમિહા ખલીલ સેકન્ડરી સ્કૂલમાં શિક્ષણ આપે છે. પોતાના અનુભવનો નિચોડ વ્યક્ત કરતાં હાનન કહે છે, ‘સત્યના આધારે એના શિક્ષણની ભૂમિકા શરૂ થાય છે. કેળવણીકાર, શિક્ષણની નવી તરાહ • 117 Page #126 -------------------------------------------------------------------------- ________________ કલાકાર અને પર્યાવરણનું સર્જન કરનાર તરીકે એક શિક્ષકની જવાબદારી પ્રાથમિક શાળાથી શરૂ થાય છે. એમના પ્રયત્નોથી જ બાળક હિંસામુક્ત થઈ શકે છે. એમના કલ્પનાલોકમાં મુક્તપણે વિહરી શકે છે. તેમજ એમના જીવનમાં પ્રેમ અને સુંદરતાનો સંવાદ સધાય છે. દુનિયાનાં બાળકોની જેમ આપણાં બાળકો શાંતિપૂર્વક જીવન ગાળી શકે છે.' આ હાનનને ૨૦૧૬નું ‘વાર્ક ફાઉન્ડેશન ગ્લોબલ ટીચર પ્રાઇઝ' મળ્યું. સ્વયં નામદાર પોપે એની જાહેરાત કરી. એક મિલિયન ડૉલરના આ પારિતોષિક વિશે જાહેરાત કરતાં પોર્પે કહ્યું, પેલેસ્ટાઇનનાં એક શિક્ષિકા એવા હાનન અલ હૉરૂબને બાળકોના શિક્ષણમાં ‘રમતના એક ભાગને અગત્યતા આપવાનો અભિગમ અપનાવવા બદલ તેમજ આ પ્રતિષ્ઠિત પારિતોષિક ‘ગ્લોબલ ટીચર પ્રાઇઝ-૨૦૧૬’ મેળવવાને માટે હકદાર બનવા બદલ હું અભિનંદન આપું છું. બાળકને રમવાનો અધિકાર છે. બાળકને રમતાં શિખવાડવું એ પણ શિક્ષણનો એક ભાગ જ છે, કારણ કે તે રમત દ્વારા કેવી રીતે સામાજિક બની શકાય તેનું શિક્ષણ મેળવે છે અને જિંદગીનો આનંદ મેળવતાં પણ શીખે છે. યુદ્ધના લીધે અહીંયાંની પ્રજા સુશિક્ષિત નથી કે બીજા કોઈ કારણસર તેને શિક્ષણ મળ્યું નથી, તે કારણે તે પ્રજાની કમશઃ પડતી થતી જાય છે. તે હેતુથી એક શિક્ષકના ઉમદા વ્યવસાયને પ્રકાશિત કરવાનું કાર્ય મને પસંદ પડ્યું છે !’ તેંતાલીસ વર્ષની હાનને આ પારિતોષિક મેળવ્યા પછી કહ્યું, ‘આના સાચા વિજેતાઓ તો મારા વિદ્યાર્થીઓ છે. મારા માટે કોઈ પ્રેરણાસ્રોત હોય તો તે આ બાળકો છે.’ આ રીતે હાનને બાળકોને આ વિશ્વમાં સંશોધન ક૨વા અને આસપાસના વિશ્વને સમજવા માટે મદદરૂપ થવા અવિરત પ્રયત્ન કર્યો. એ બાળકને એની ભીતરમાં નજર કરીને સંપૂર્ણ બનવા માટે સમર્થ બનાવવા ચાહે છે. મનોરંજન, ચિત્રકલા અને ચેષ્ટાઓ દ્વારા એ બાળકને વિવિધ સંદર્ભો આપે છે અને પરિણામે એ બાળકોને પ્રશ્ન કરતાં, સંવાદ કરતાં, જાતે વિચારતાં અને પોતાના ભાવોને લાગણીભરી રીતે અભિવ્યક્ત કરતાં શીખવે છે. આ બાળકોમાં મૂલ્ય અને નીતિમત્તાનું ઘડતર કરનારી હાનન એમને આ 118 * જીવી જાણનારા Page #127 -------------------------------------------------------------------------- ________________ વહાલા બાળકોની વચ્ચે હાનન અલ હૉરૂબ દુનિયાની સુંદરતા, સચ્ચાઈ અને સ્વતંત્રતાનો અનુભવ કરાવીને તેની ખાતરી આપવા માગે છે. એ માને છે કે બાળકના ઘડતરમાં શિક્ષક રસ લેશે, ત્યારે એ બાળકોને આખું વિશ્વ પ્રકાશમાન દેખાશે. આજીવન વિદ્યાપિપાસુ તરીકે જીવવા માટેના અવરોધરૂપ બંધનને દૂર કરવાની ચાવી હંમેશાં શિક્ષક પાસે જ છે. હાનનની વિશેષતા એ છે કે એ રોજબરોજના વપરાશની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને ‘રમો અને શીખો ' પદ્ધતિ દ્વારા બાળકોને પાઠ ભણાવે છે. રામલ્લાહમાં આવેલી એની શાળામાં એ છથી દસ વર્ષના હિંસક, વિસ્થાપિત, નૅગેટિવ મનોવલણ ધરાવનારા, તોડફોડ અને વિનાશ માટે ઉત્સુક એવા વિદ્યાર્થીઓને જુદી જુદી રમતોમાં મગ્ન બનાવીને એમને શાંતિ અને સંવાદિતા તરફ દોરી જાય છે. ઘણીવાર તો વિદૂષકની વિગ પહેરીને કે પછી લાલ ચટાક નાક કરી બાળકો સાથે બાળક બનીને એ ખેલતી હોય છે. અરે ! ગ્લોબલ ટીચર પ્રાઇઝ મેળવીને એક અઠવાડિયાની ગેરહાજરી પછી હાનન પોતાના વર્ગખંડમાં પાછી ફરી, ત્યારે એના હાથમાં કઠપૂતળીઓ, મોજાં, કપડાં સૂકવવાની લાકડાની પિનો, રમકડાંની મોટર અને વિદૂષકની વિગ લઈને આવી હતી, આ છે એનાં શૈક્ષણિક સાધનો. શિક્ષણની નવી તરાઈ • 119 Page #128 -------------------------------------------------------------------------- ________________ પાંચ સંતાનોની માતા હાનને પોતાનાં સંતાનોને ભણાવવા માટે અથાગ જહેમત ઉઠાવી છે. એની બે જોડિયા દીકરીમાંથી એક વકીલ બની છે અને બીજી એકાઉન્ટન્ટ, એનો એક પુત્ર શેફ છે અને એનો નાનો દીકરો આર્કિટેક્ટ તરીકે કેળવણી લઈ રહ્યો છે. એના પતિ હૉરૂ બ એડવૉકેટ છે. હાનનને મળેલી ગ્લોબલ ટીચર્સ ટ્રોફી સાથે દસ વર્ષ દરમિયાન ક્રમિક રીતે મળનારા એક મિલિયન ડૉલરનો ઉપયોગ હાનન શિક્ષક બનવા માટે અભ્યાસ કરતા યુવકોને મદદ કરવા માટે અને સવિશેષ તો એની આગવી પદ્ધતિ મુજબ શિક્ષણ આપે તેવા શિક્ષકો તૈયાર કરવાની યોજના માટે ખર્ચવાની છે. ચારે બાજુ ફેલાયેલી હિંસાની ખાખમાંથી હાનન જેવાં કોઈ પોયણાં પણ ખીલતાં હોય છે. 120 * જીવી જાણનારા Page #129 -------------------------------------------------------------------------- ________________ મુઠ્ઠમાં લીધું મોત મોતને મુઠ્ઠીમાં લઈને દુનિયાને દંગ કરનારા સાહસવીર ચાર્લ્સ બ્લોન્ડીનની સિદ્ધનું આજેય સ્મરણ કરવામાં આવે છે. ૧૮૫૯ની ૩૦મી જૂને અભુત કૌશલ્ય અને અપ્રતિમ નિર્ભયતા દાખવનાર બ્લોન્ડીનનું માનવીય ખમીર આજેય આશ્ચર્યજનક લાગે 15 કેટલીક માનવીય સિદ્ધિઓને કાળ પણ ક્યારેય વિસ્તૃત કરી શકતો નથી અને સમયનો પ્રવાહ ગમે તેટલો ઝડપી પરિવર્તન પામે, છતાં જગત એને વીસરી શકતું નથી. પાંત્રીસ વર્ષના ચાર્લ્સ બ્લોન્ડીને ઈ. સ. ૧૮૫૯માં જ્યારે જાહેર કર્યું કે એ એક મિનિટમાં અગિયાર કરોડ અને ચાલીસ લાખ ગેલન પાણીનો પ્રવાહ ધરાવતા અને કેનેડા અને અમેરિકાને અલગ પાડતા અગિયારસ ફૂટની પહોળાઈવાળા નાયગરા ધોધની પહોળી ચાર્લ્સ બ્લોખીન Page #130 -------------------------------------------------------------------------- ________________ ખાઈ પર ઊંચે દોરડું બાંધીને ચાલવા માગે છે, ત્યારે દુનિયા આખીને ફ્રાંસમાં જન્મેલા આ આદમીને પાગલમાં ખપાવ્યો. એ જમાનો બહાદુરીભર્યા સાહસોની ગાથાઓથી ગુંજતો હતો, આમ છતાં કોઈ આ આદમીના સાહસના વિચારનેય સ્વીકારવા તૈયાર નહોતું. એ સમયે એક સમકાલીન લેખકે નોંધ્યું છે કે “નાયગરાનો ધોધ જો અમેરિકાને બદલે ઇંગ્લેન્ડમાં આવ્યો હોત, તો સરકારે બ્લોન્ડીનના ખેલ પર સખ્ત પ્રતિબંધ મૂકી દીધો હોત. આવા આત્મહત્યાપૂર્ણ કૃત્યને મંજૂરી આપી ન હોત અને આમ છતાં જો એણે આવો ખેલ કરવાનો આગ્રહ સેવ્યો હોત તો એના પર પાગલ હોવાનો આરોપ મૂકીને એને પાગલખાનામાં સાંકળોથી કેદ કરી દીધો હોત.'' એ પણ હકીકત હતી કે માનવ ઇતિહાસમાં કોઈ વ્યક્તિએ આવી રીતે નાયગરાના ધોધ પર દોરડું બાંધીને ચાલવાની કલ્પના કરી નહોતી, ત્યારે બ્લોન્ડીને નાયગરાના પાણીથી ૧૬૦ ફૂટ (૫૦ મીટર) ઊંચે દોરડું બાંધીને અગિયારસો ફૂટ (૩૩૫ મીટર) ચાલવાનું નક્કી કર્યું. આવી સિદ્ધિ દર્શાવવા માટે એણે પહેલાં ‘નાયગરા ફોલ્સ ગેઝેટ’ નામના અખબારને પોતાનો આ વિચાર કહ્યો, ત્યારે એ અખબારને પહેલાં તો એમાં મશ્કરી કે છેતરપિંડીની ગંધ આવી. પછી એમ લાગ્યું કે આ બજાણિયો એની વિચિત્ર ધૂનની પાછળ સાવ પાગલ બની ગયો લાગે છે. સઘળી સૂઝબૂઝ ગુમાવીને આ ખ્યાલ પાછળ ઘેલો બની ગયો છે, આમ છતાં એ અખબારે એને સાથ આપવાનું નક્કી કર્યું અને ચાર્લ્સ બ્લોન્ડીનની ‘કલ્પના’ વિશે સમાચાર પ્રગટ કર્યા અને ચારેતરફ ખળભળાટ વ્યાપી ગયો. આ સમાચારને કારણે દેશભરમાં જિજ્ઞાસાનો જુવાળ જાગ્યો. વિરોધી અખબાર ‘નાયગરા મૅઇલે’ તો આ બનાવની તૈયારીના સમાચારો વ્યંગભરી શૈલીમાં આલેખ્યા અને બ્લોન્ડીનને ચિત્રવિચિત્ર તુક્ક લડાવતા બેવકૂફ તરીકે ચીતર્યો. અમેરિકાના પ્રસિદ્ધ અખબાર ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ તો બેવકૂફ હોવાની ધારણાને મંજૂરીની મહોર મારી અને જાહેર કર્યું કે બ્લોન્ડીન હકીકતમાં મહામૂર્ખ છે અને એને આવી રીતે નાયગરા ધોધ પર આવો જોખમી ખેલ કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં, તેમ છતાં એ જો આવો કોઈ પ્રયત્ન કરે તો એની ધરપકડ કરવી જોઈએ. 122 • જીવી જાણનારા Page #131 -------------------------------------------------------------------------- ________________ નાયગરાના પાણીમાં ૧૬૦ ફૂટ ઊંચું દોરડું બાંધી ૧૧૦૦ ફૂટ ચાલતો બ્લોન્ડીન બીજી બાજુ બ્લોન્ડીનનાં પોસ્ટર અને પૅલેટ ઠેર ઠેર વહેંચાવા લાગ્યાં અને એને પરિણામે આસપાસના જનસમૂહમાં અતિ ઉત્તેજના ફેલાઈ ગઈ. સાહસનો સમય નજીક આવતાં અહીં લોકો ઉત્કંઠાભેર એકત્રિત થવા લાગ્યા. ઘણા વેપારીઓને માટે આ ઘટનાની પ્રસિદ્ધિ એ કમાણીની સુવર્ણતક હતી, તેથી એમણે સામે ચાલીને પ્રબળ લોકજિજ્ઞાસા જાગ્રત કરી. રેલવે કંપનીએ આ ઘટના જોવા માગતા મુસાફરો માટે ‘સ્પેશિયલ’ ટ્રેનો દોડાવી અને હજારો લોકો આ સાહસ જોવા માટે નાયગરા ધોધની બંને બાજુ એકઠા થયા. કેટલાકે વળી આની સામે એવો વિરોધ કર્યો કે બ્લોન્ડ્રીનનો આ ‘સ્ટંટ’ નાયગરાના ધોધની ગરિમા ઘટાડી નાખશે અને ભવિષ્યમાં એની પશ્ચાદ્ભૂમાં સર્કસના ખેલો પણ ભજવાશે અને તેથી બ્લોન્ડીનને આ ખેલ કરવાની પરવાનગી આપવી જોઈએ નહીં. બ્લોન્ડીનની ઇચ્છા તો ગોટ આઇલૅન્ડ પર દોરડાના એક છેડાને બાંધવાની હતી, પરંતુ આવા વિરોધને કારણે એક માઈલ નીચે એને આ દોરડું મુઠ્ઠીમાં લીધું મોત * 123 Page #132 -------------------------------------------------------------------------- ________________ બાંધવું પડ્યું. આ અભૂતપૂર્વ ઘટનાને જોવા માટે એક લાખ જેટલી જનમેદની એકઠી થઈ હતી. ચોતરફ ઉત્સાહ અને આતુરતાનો મહાસાગર ઊછળતો હતો, બધાના મુખમાં બ્લોન્ડીનની વાતો જ ચર્ચાતી હતી. કોઈ કહેતું કે આજે જીવનમાં અવિસ્મરણીય બને તેવી ઘટના નજરોનજ ૨ નિહાળવા મળશે, તો કોઈ ધારતું હતું કે દોરડા પરથી નાયગરાના ધોધને જોઈને જ બ્લોન્ડીન સાહસ માંડી વાળશે અને બ્રિટન ભેગો થઈ જશે. | બ્લોન્ડીન આવ્યો, ગગનભેદી ચિચિયારીઓથી એનું સ્વાગત થયું. એણે દોરડાના ટેકાઓ બરાબર તપાસ્યા અને ચુસ્ત દોરડા પર ચાલતી વખતે સમતોલન માટેનો વાંસ ઊંચકીને બ્રિટિશ સામ્રાજ્યના પ્રભુત્વ હેઠળના કેનેડાના બ્રિટિશ પ્રોવિન્સ તરફથી ધીમા પગલે મુસાફરી શરૂ કરી. લગભગ અડધા રસ્તે પહોંચ્યા બાદ ત્રણ ઇંચ જાડા દોરડા પર થોડી વાર ઊભો રહ્યો. વળી થોડી વાર એક પગે ઊભો રહ્યો. આ દોરડું થોડુંક ઢાળવાળું બનાવ્યું હોવાથી વચ્ચે એની ઊંચાઈ માત્ર સાઈઠ ફૂટ હતી, જાણે કોઈ ઢોળાવ પરથી ઊતરતો હોય એ રીતે વાંસ લઈને દોરડા પરથી ઊતરવા લાગ્યો. અડધે રસ્તે આવ્યા બાદ એણે નાયગરાના ધોધના રમણીય પ્રકૃતિ દૃશ્યને નિહાળ્યું અને પછી સામેના કિનારા તરફ વળીને એ ઊંધે માથે થઈ ગયો. દોરડા પર અનેક પ્રકારના ખેલ બતાવીને એ કિનારે ઊતર્યો, ત્યારે બૅન્ડની ટુકડીએ લા મર્સિલીઝ ગીતથી એની સિદ્ધિનું અભિવાદન કર્યું. દર્શકોની મેદની નાયગરા ધોધ પર ચાલનાર આ સૌપ્રથમ સાહસવીરને નજીકથી નીરખવા માટે દોડી, કારણ કે એ તરત જ આ સાહસનું પુનરાવર્તન કરવાનો હતો. જનમેદનીએ આકાશમાં છવાઈ જાય એટલો હર્ષધ્વનિ કર્યો. એણે જનમેદનીને કહ્યું હતું કે કોઈ સ્વયંસેવક તૈયાર થાય તો એને ખભા પર લઈને આ નાયગરા પાર કરવા માગે છે, પરંતુ મોતના મુખમાં હાથ નાખવા માટે કોઈ આગળ આવ્યું નહીં. ફરી ચુસ્ત દોરડા પર બ્લોન્ડીન દેખાયો. આ સમયે એણે એની પીઠ પર ત્રણ પગવાળા સ્ટેન્ડ સાથે એક કૅમેરો બાંધ્યો હતો. કિનારાથી બસો વારના અંતરે એ અટક્યો. હાથના વાંસને દોરડા સાથે સજ્જડ રીતે બાંધીને કેમેરા ખુલ્લો કર્યો અને કેનેડા તરફના કિનારે હાથ ઊંચા કરીને 124 * જીવી જાણનારા Page #133 -------------------------------------------------------------------------- ________________ આનંદભેર બૂમો પાડતા લોકોની તસવીર ઝડપી. જોકે દોરડું એટલું બધું ઝુલતું હતું કે પોતાની નૅગેટિવ પર લીધેલો ફોટો નકામો ગયો. ત્યારપછી શાંતિથી ફરી કૅમેરાને પીઠ પર બાંધ્યો. તેના વાંસને છોડ્યો અને કૅનેડાના કિનારા તરફ જવાનું ચાલુ રાખ્યું. એ અમેરિકા તરફ જેટલી ઝડપે ગયો હતો, એના કરતાં ઘણી વધુ ઝડપે એ કૅનેડા તરફ પાછો ફર્યો. આ સમયે કૅનેડાના ઓન્ટોરિયો પ્રાંતના ઑન્ટોરિયો સરોવરની બરાબર વચ્ચે આવેલા આ ધોધ પર ચુસ્ત દોરડા પર ચાલીને બ્લોન્ડીન કૅનેડાના કિનારા પર પહોંચ્યો. વિશાળ જનમેદનીએ એને તાલીઓના ગગનભેદી હર્ષનાદોથી વધાવી લીધો અને એથીય વધુ છેક દૂર દૂરથી આવેલા લોકોએ વિશ્વમાં પહેલી વાર સર્જાયેલી આ સિદ્ધિને પુનઃ નીરખવા માટે વન્સ મોર’ની માગણી કરી. પર કૅનેડાના કિનારા પર ખુરશીને દોરડા સમતોલ રાખીને ચાલતો બ્લોન્ડીન બ્લોન્ડીને હવે વળી એક નવા સાહસનું ઉમેરણ કર્યું. એણે પોતાની સાથે એક ખુરશી લીધી અને એ ખુરશીને દોરડા પર સમતોલ રાખીને એના પર બેઠો. નીચે પાણીનો ભયાવહ ધસમસતો પ્રવાહ વહેતો હોય, એનાં ઊછળતાં મોજાંઓની ગર્જના સંભળાતી હોય, જલપ્રપાતની ઝડપ આંખોને આંજી દેતી હોય એવે સમયે આ ધોધ પર ઊંચે બાંધેલા દોરડા પર બ્લોનીને પોતાની ખુરશી બરાબર સમતોલ રાખી, એથીય વધુ આશ્ચર્યની ઘટના એ બની કે બ્લોન્ડીન ખુરશી પર બિરાજમાન થયો અને નાયગરાના ધોધનું મનભર દૃશ્ય આંખોથી પીવા લાગ્યો. મુઠ્ઠીમાં લીધું મોત + 125 Page #134 -------------------------------------------------------------------------- ________________ ઓહ ! આ તો કેવું અપ્રતિમ સાહસ. ખુરશી સહેજ ડગમગે તો શું થશે? દોરડા પર ચાલવું એ જ સામે ચાલીને મોતને નિમંત્રણા, એમાં વળી આવી રીતે દોરડા પર ખુરશી મૂકીને બેસવાનું દુઃસાહસ શા માટે ? અરે ! સહેજ ખુરશી આમતેમ ડગી ગઈ, તો બ્લોન્ડીનને માટે જલસમાધિ સિવાય બીજું કશું નહોતું. આ દૃશ્ય નિહાળીને કેટલીય સ્ત્રીઓ મૂચ્છ પામી ગઈ. જનમેદની સ્તબ્ધ આંખે આ જોઈ રહી અને આ બજાણિયાના એક પછી એક ખેલોથી મંત્રમુગ્ધ થતી રહી. આ અભુત ખેલો જોવા માટે હજારો મુલાકાતીઓ અને અમેરિકન સહેલાણીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂયૉર્કના એક હોટલમાલિકે એના ઘણા નિયમિત ગ્રાહકો ગુમાવ્યા, કારણ કે એ બધા એની હોટલમાં આવવાને બદલે નાયગરાના કિનારે પહોંચી ગયા હતા. આ હોટલમાલિકે બ્લોન્ડીન અને એનાં કરતબોને જાહેરમાં વખોડતાં કહ્યું, આ બ્લોન્ડીન તો એક તરકટી અને છેતરપિંડી કરનાર માનવી છે. એ કાલ્પનિક વ્યક્તિ છે , હકીકતમાં નાયગરાનો ધોધ ઓળંગાયો નથી અને એને ઓળંગવા એણે કશો પ્રયત્ન કર્યો નથી. આ બધું તો એણે રચેલી માયાજાળ હોટલમાલિકના આક્ષેપનો એણે પોતાની રીતે લાક્ષણિક જવાબ આપ્યો અને ચોથી જુલાઈએ ફરી નાયગરા પાર કરવાની જાહેરાત કરી. ચોથી જુલાઈ એ અમેરિકાનો સ્વાતંત્રદિન હોવાથી એને વળી અદકેરું મહત્ત્વ મળ્યું. આ દિવસે ત્રીસ હજારની જનમેદની સમક્ષ એણે નાયગરાનો ધોધ પસાર કર્યો. વળતાં વળી એ કે એણે નવું સાહસ આદર્યું. એ બંધ હાથે પાછો ફર્યો, એટલું જ નહીં પણ એણે એના કાંડા પર અને માથા પર ભારે વજનની કોથળીઓ બાંધી હતી. આ સિદ્ધિને બારેક દિવસ વીતી ગયા એટલે એણે એક પૈડાંવાળી ગાડી ગબડાવતાં ગબડાવતાં નાયગરા ધોધને પાર કર્યો. બસ, પછી તો એણે એક પછી એક આશ્ચર્યજનક ખેલો કરી બતાવ્યા. દોરડા પર ઊંધે માથે રહેવાનો, વાંકા વળીને ઊભા રહેવાનો, હાથ સ્થિર રાખવાનો, અધવચ્ચે ઊભા રહીને 126 * જીવી જાણનારા Page #135 -------------------------------------------------------------------------- ________________ વાનગી રાંધવાનો અને આરોગવાનો પણ ખેલ કરી બતાવ્યો. - ૧૯મી ઓગસ્ટે એણે એની એક કલ્પના પૂર્ણ કરી. એની ઇચ્છા હતી કે પોતે દોરડા પર ચાલતો હોય, ત્યારે ખભા પર કોઈ માણસને બેસાડીને ચાલે. આને માટે કોણ તૈયાર થાય ? આખરે એણે એના મેનેજર હેરી કોલકોર્ડને તૈયાર પોતાના મૅનેજર હૅરી કોલકોને ખભા પર બેસાડી કર્યો. એને એણે દોરડા પર નાયગરા પાર કરતો બ્લોડિન પોતાના ખભા પર બેસાડ્યો. વિશાળ જનમેદની બ્લોન્ડીનની આ સિદ્ધિ જોતી હતી, ત્યારે બ્લોન્ડીને વળી નવો એક ખેલ રચ્યો. જાણે પોતે પડી જતો હોય એવો દેખાવ કર્યો. જનમેદનીમાં મોટો રોમાંચ જગાડ્યો અને એ સમયે નાયગરા ધોધની બંને બાજુએ રહેલા પાદરીઓએ ખેલ પૂર્ણ થતાં આ સાહસવીરની પ્રશસ્તિ ગાઈ. અમેરિકન નગરજનોએ એને એક સુવર્ણચંદ્રક આપ્યો અને આ રોમાંચકારી ઘટનાઓનું આલેખન કરતાં પત્રકારોએ એને સુવર્ણની છડી ધરાવતી ચાલવાની લાકડી ભેટ આપી. બ્લોન્ડીનના સાહસોની ઘટનાઓ બ્રિટન અને યુરોપનાં સમાચારપત્રોમાં પ્રકાશિત થવા લાગી. બ્લોન્ડીનની મુઠ્ઠીમાં લીધું મોત • 127 Page #136 -------------------------------------------------------------------------- ________________ સાહસિકતાનાં ગીતો ગવાવા લાગ્યાં અને મ્યુઝિક હૉલમાં એનાં પ્રશસ્તિગીતો, લોકપ્રિય તરજો ગુંજવા લાગી. એમાં પણ ફ્રાંસના સેન્ટ ઓમર પાસ ડી ક્લેઝમાં જન્મેલા અને મૂળ જેન ફ્રાનકૉસ ગ્રાવેલેટ નામ ધરાવતા આ ચાર્લ્સ બ્લોન્ડીને ઇંગ્લેન્ડને એવું તો ઘેલું લગાડ્યું કે એકસો જેટલી તરજો ધરાવતું બ્લોન્ડીનનું એક નવું ‘ધ બ્લોન્ડીન માર્ચ’ ગીત બ્રિટનમાં સર્વત્ર પ્રચલિત બન્યું. સ્વયે ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વૅલ્સને આ સાહસ નજરોનજર જોવાની તીવ્ર ઉત્કંઠા થઈ એટલે બ્લોન્ડીનનાં નૂતન સાહસનાં સ્વપ્નાં જાગી ઊઠ્યાં. નાયગરા ધોધના પ્રચંડ જલપ્રપાત પર ૧૬૦ ફૂટ ઊંચે મજબૂત રીતે બાંધેલા દોરડા પર ચાલવાના ચાર્લ્સ બ્લોન્ડીનના આશ્ચર્યજનક કારનામાએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું. જેની વાતને લોકોએ વાહિયાત માની હતી, કોઈએ એને બેવકૂફ, તો કોઈએ પાગલ અને મૂર્ખ કહ્યો હતો, એ ત્રણ સંતાનોના પિતા ચાર્લ્સ બ્લોન્ડીને પોતાની કલાથી એક નવી સિદ્ધિ હાંસલ કરી. મનિલામાં તૈયાર થયેલા દોરડાને ખેલ માટે વાપરનાર બ્લોન્ડીન ‘પ્રિન્સ ઑફ મનિલા' તરીકે ઓળખાવા લાગ્યો. ૧૮૬૧માં લંડનમાં એણે ક્રિસ્ટલ પેલેસમાં પોતાના ખેલો બતાવીને લાખો લોકોને રોમાંચિત કર્યા. બ્રિટનમાં એવો છવાઈ ગયો હતો કે સ્ટિલ પેલેસમાં એના ખેલ જોવાની એક પતિએ એની પત્નીને ધરાર ના પાડી, તો એ સ્ત્રીએ કૅમ્સ નદીમાં ઝંપલાવ્યું હતું. એણે ઉત્કૃષ્ટ સાહસ તો ઇંગ્લેન્ડના લિવર પુલમાં સાહસની પરાકાષ્ઠા બતાવી. આ ખેલ સમયે સ્ટિલ પૅલેસમાં નાયગરા ધોધનું પશ્ચાદ્દશ્ય ખડું કરવામાં આવ્યું. વળી આ સમયે પોતાની પુત્રી એડેલને સાથે લઈને દોરડા પર દિલધડક ખેલો બતાવ્યા હતા. આ કુશળ કલાબાજ પોતાના ખેલમાં નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જીને રોમાંચ સર્જવામાં અતિ નિપુણ હતો. એ પછી જમીનથી ૧૭૦ ફૂટ ઊંચે એક કદાવર સિંહને ખુરશી પર. બેસાડીને દોરડા પર પાંચસો ફૂટ અંતર કાપવાની એણે જાહેરાત કરી. ત્રણસો રતલ વજન ધરાવતા ટૉમ સોયર નામના કદાવર સિંહને ખુરશી પર. બેસાડવામાં આવ્યો. એ ખુરશી ઊંચકીને બ્લોન્ડીન દોરડા પર આગળ વધતો 128 • જીવી જાણનારા Page #137 -------------------------------------------------------------------------- ________________ રહ્યો. બ્લોન્ડીન પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. આનું કારણ એ હતું કે આટલું બધું વજન ઊંચકીને ચાલવું ઘણું મુશ્કેલ હતું. ત્રણસો રતલ વજનના સિંહને માથા પરની ખુરશીમાં બેસાડીને અડધે સુધી તો પહોંચ્યા, પણ પછી એક એક ડગલું એક પહાડ ઓળંગવા જેવું હતું. દોરડું પણ વીસ ફૂટ જેટલું નીચે નમી ગયું હતું. આ ખેલ જોઈ રહેલા દર્શકોનો શ્વાસ અધ્ધર પોતાની પુત્રી એડેલને સાથે દિલધડક ખેલ બતાવતો થઈ ગયો. બ્લોન્ડીન બ્લોન્ડીનની ઊંચાઈ પાંચ ફૂટ અને આઠ ઇંચની હતી અને આથી આટલું વજન ઊંચકીને ચાલતા એના પગે મોટો ગોટલો ચડી ગયો અને એને કબૂલવું પડ્યું કે હવે એ વધુ આગળ ચાલી શકશે નહીં. બ્લોન્ડીન એ જમાનામાં ફૅશન મનાતી નીચે ઝૂકેલી મુછો રાખતો હતો અને એનો દેખાવ નવપરિણીત વરરાજા જેવો હતો. એના પિતા નેપોલિયન બોનાપાર્ટના ગ્રાન્ડ આર્મીમાં સૈનિક હતા અને તેઓ નેપોલિયનની ફોજ માં છેક રશિયાના મોસ્કો નગરના દરવાજા સુધી ગયા હતા. મુઠ્ઠીમાં લીધું મોત • 129. Page #138 -------------------------------------------------------------------------- ________________ | બ્લોન્ડીને પાંચ વર્ષનો હતો, ત્યારે એના ગામમાં આવેલી નૃત્યકાર અને બજાણિયાની મંડળી જોઈને એને દોરડા પર ચાલવાની પ્રેરણા થઈ. એક વર્ષમાં તો એ સંપૂર્ણ સમતોલન રાખતાં શીખી ગયો અને ત્યાર પછી એના ખમીરમાં એક એવી નિર્ભયતા ઉમરાઈ કે એ કશાય ડર વિના દોરડા પર ચાલનારો ખેલાડી બની ગયો. સમગ્ર યુરોપમાં એ “ધ લિટલ વન્ડર' તરીકે ઓળખાવા લાગ્યો અને પછી નિયન્સમાં ઇકો ડી જિગ્નેઝ નામની મંડળીમાં જોડાયો, કારણ કે એને એમ લાગ્યું કે અહીં એ વિશેષ તાલીમ મેળવી શકશે. દોરડા પર ચાલવામાં તો એણે કશું શીખવાનું નહોતું, પણ અહીં દોરડા ફરતા પગ વીંટળીને જીવન બચાવવાની કળા શીખ્યો. કોઈ કપરી પરિસ્થિતિ આવે, એકાએક અધવચ્ચે લથડી પડે અથવા તો પડવાની પરિસ્થિતિ પેદા થાય, ત્યારે એમાંથી બચાવ કઈ રીતે કરવો એની કળા શીખ્યો. પગની અતિ ત્વરિત પ્રતિક્રિયાત્મક કલામાં એ માહિર બની ગયો. આ કલાનિપુણતાને કારણે જ એક વખત લંડનના સ્ટિલ પૅલેસમાં ઊંચા વાયર પર બ્લોન્ડીન પગ મૂકવાનું ચૂકી ગયો, ત્યારે એણે એના ઘૂંટણને દોરડા સાથે એવી રીતે ચોંટાડી રાખ્યા કે જમીનથી ૧૭૦ ફૂટ ઊંચે એનું જીવન ઊગરી ગયું. એ જ્યારે સાહસ કરવા જતો, ત્યારે પોતે કેટલી ઊંચાઈએ દોરડા પર ચાલી રહ્યો છે એનો વિચાર કરતો નહીં. એનું સાહસ જોવા માટે પ્રેક્ષકો ક્યાં બેઠા છે એના તરફ ક્યારેય નજર પણ માંડતો નહીં. બસ, એના મનમાં સતત એક જ વિચાર રહેતો કે મારી આ કલા જોવા માટે પ્રેક્ષકોએ જેટલા પૈસા હોડમાં મૂક્યા છે અને એમાં તેઓ જે નીરખવાના છે, તે સરસ મજાનાં સ્વપ્નો લઈને આવ્યા છે, એનાથી વધુ એમને આપવું અને પુષ્કળ રોમાંચિત કરવા. કલાકારનું કર્તવ્ય છે પ્રેક્ષકોનું દિલ નિચોવીને મનોરંજન કરવાનું. બ્લોન્ડીન સદૈવ આ ભાવનાનું ચિંતન કરતો અને દર્શકોને થોડા વધુ આશ્ચર્યજનક ખેલો દર્શાવીને સ્વયં આનંદ પામતો. આને માટે અવનવાં સાહસો કરતાં કદી પાછી પાની કરતો નહીં ! નાયગરાનો ધોધ હોય કે બ્રિટનનો કોઈ ભવ્ય મહેલ હોય, પ્રત્યેક જગાએ એણે એવી યુક્તિ-પ્રયુક્તિઓ કરી કે લોકો એના પર ખુશખુશાલ થઈ જાય. બ્રિટનનું શાહી કટુંબ ફ્રાંસમાં જન્મેલા આ લોકપ્રિય સાહસવીરની કલાને 130 • જીવી જાણનારા Page #139 -------------------------------------------------------------------------- ________________ જોવા માટે ૧૮૬૦ના સપ્ટેમ્બરમાં કૅનેડાના દૂરના એક નાનકડા ગામડામાં આવ્યા. બ્રિટનનો શાહી પરિવાર એમના આધિપત્ય હેઠળના કૅનેડા દેશમાં પધારે, એ સ્વયં એક ઐતિહાસિક ઘટના બની રહી. આ સમયે બ્લોન્ડીનનું અભિવાદન કરતા તિરંગા ધ્વજ ફરકી રહ્યા હતા. બીજી બાજુ હજારો પ્રેક્ષકો આ જોવા માટે હેમિલ્ટન આવી પહોંચ્યા. અહીંથી એકસો માઈલ દૂર આવેલા લેક એન્ટોરિયાના કિનારેથી બ્લોન્ડીન ખેલનો પ્રારંભ કરવાનો હતો. અમેરિકાના ડેટ્રોઇટ, ન્યૂયૉર્ક અને બફેલો શહેરથી ડઝનબંધ ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ સમગ્ર વિસ્તારનાં કારખાનાંઓ એ દિવસે બંધ રહ્યાં. જાહેર રજાનો આનંદ માણતા લોકો પણ આ સાહસવીરના કૌશલ્યને જોવા માટે એકત્રિત થયા. નાયગરાના ધોધની આજુબાજુની સુંદર વનરાઈઓમાં અનેક કુટુંબો જાણે ઉજાણીએ આવ્યાં હોય તેમ ઊભરાઈ રહ્યાં હતાં. ચતુર સેલ્સમેનો નાયગરાના પાણીની બૉટલો લઈ એમાં રહસ્યમય શક્તિ છે' એવો પ્રચાર કરતા અહીં-તહીં એ બૉટલો વેચી રહ્યા હતા. - ઇંગ્લેન્ડની સત્તાનો સુર્ય કૅનેડાની ધરતી પર ચમકતો હતો. આજે પ્રિન્સ આવુ વેલ્સની હાજરીથી રાષ્ટ્રમાં એક નવીન ઉત્સાહનો સંચાર થયો. લાલ, સફેદ અને વાદળી રંગનો યુનિયન જેક ઠેર ઠેર ફરકતો હતો અને પ્રત્યેક આવાસો મહારાણી વિક્ટોરિયાનાં ચિત્રોથી સુશોભિત અને શણગારેલા હતા. અમેરિકાની સરકારે પણ પ્રિન્સ ઑવ્ વેલ્સના આગમનને વધાવી લીધું હતું. ૧૮૮૨ના યુદ્ધની સ્મૃતિ હજી તાજી હતી, તેમ છતાં અમેરિકાએ પ્રિન્સને આદર આપવામાં કશી ઊણપ રાખી નહીં. કેનેડાનાં પ્રત્યેક રાજ્યોમાં લહેરાતા યુનિયન જેક સાથે પ્રિન્સ ઑવ્ વેલ્સ આ સ્થળે આવ્યા, ત્યારે બ્લોન્ડીને આનંદ સાથે સાહસનો શુભારંભ કર્યો. રોમન માઉન્ટન નામના પોતાના મૅનેજરને ખભા પર બેસાડ્યો. અધવચ્ચે પહોંચીને એ હાથ ઊંચા કરીને ઊભો રહ્યો, ત્યારે વિરાટ જનસમૂહે એને તાલીઓથી વધાવી લીધો. નીચે ધોધનું પાણી ધસમસતું વહેતું હતું અને એ એકસો સાઈઠ ફૂટની ઊંચાઈએ આ ખેલ બતાવતો હતો. એણે બ્રિટનના મુઠ્ઠીમાં લીધું મોત • 131 Page #140 -------------------------------------------------------------------------- ________________ રાજકુંવરને વિનંતી પણ કરી હતી કે “આપ નામદારને મસ્તક પર ઊંચકીને હું ધોધ પસાર કરાવી શકું છું.” ત્યારે રાજકુંવરે જવાબ આપ્યો હતો, “બ્લોન્ડીન, મને તમારી આવડત અને સાહસથી ખૂબ સંતોષ છે.” એ પછી બ્લોન્ડીને એના પ્રશંસકોનાં ટોળાંને પ્રશ્ન કર્યો કે કોઈ સ્વેચ્છાએ એના ખભા પર બેસીને આ ધોધ પાર કરવા તૈયાર છે ખરા ? બાર જેટલા હિંમતવાન આગળ આવ્યા અને બ્લોન્ડીને એમાં સૌથી વધુ વજન ધરાવતા સ્થૂળકાય માનવીને પસંદ કર્યો અને એને ખભા પર બેસાડીને દોરડા પર ચાલવાનું શરૂ કર્યું. એની આ શક્તિ જોઈને પ્રિન્સ ઑવુ વેલ્સ બ્લોન્ડીનને પૂછ્યું, ‘તમારા સાહસની કોઈ મર્યાદા છે ખરી ?' બ્લોન્ડીને પોતાના રહસ્યને પ્રિન્સ સમક્ષ પ્રગટ કરતાં કહ્યું, ‘હું કોઈ પણ સંજોગોમાં નીચે જોતો નથી. માત્ર જે ત૨ફ જવાનું હોય, તે તરફ આંખ સ્થિર રાખું છું. ધ્યેય જોઉં છું. અન્ય કશું દેખાતું નથી.’ આ પછી બ્લોન્ડીને કાખલાકડીથી અસાધારણ ખેલ શરૂ કર્યા. ધીરે ધીરે અંધારું ઊતરી રહ્યું હતું, પરંતુ એ આખુંય સ્થળ લાઇટથી પ્રકાશિત કરવામાં આવ્યું. અગિયારસો ફૂટ લાંબા દોરડા પર બ્લોન્ડીન ઝૂલવા લાગ્યો. એ પાતળી કાખલાકડી પર એક પગ હવામાં વીંઝતો સમતોલનના ખેલ કરવા લાગ્યો. એના આ ખેલ જોઈને કેટલાયના શ્વાસ ઊંચા થઈ ગયા હતા. કેટલીય મહિલાઓ મૂર્છા પામી હતી અને બાળકો ચીસાચીસ કરવા લાગ્યાં હતાં. આ બધા અવાજોની વચ્ચે નાયગરાના ધોધનો પ્રચંડ અવાજ કશી વિસાતમાં નહોતો. એના એક પછી એક રોમહર્ષક ખેલો જોતાં પ્રિન્સ વ્ વેલ્સ પણ આશ્ચર્ય, ઉશ્કેરાટ અને આતુરતા અનુભવતા રહ્યા. એમના હોઠ આશ્ચર્યથી પહોળા થઈ ગયા હતા. બ્લોન્ડ્રીન ધીરે ધીરે આગળ વધતો ગયો અને એ જ્યારે નાયગરા ધોધ પાર કરીને નીચે ઊતર્યો, ત્યારે પ્રિન્સ વ્ વેલ્સ ચહેરા પરનો પરસેવો લૂછતાં ગણગણ્યા, “હાશ, ભગવાનનો આભાર. ફરી આવો ખેલ ન કરતો.” 132 * જીવી જાણનારા Page #141 -------------------------------------------------------------------------- ________________ બ્લોન્ડીન એક પછી એક અવનવાં સાહસો કરતો ગયો. ગોરીલાનો વેશ પહેરીને કે આંખે પાટા બાંધીને દોરડા પર ચાલવાના ખેલ કર્યા, છે કે ૬૮ વર્ષ સુધી આવા આશ્ચર્યજનક ખેલ કર્યા ! ૧૮૮૯માં લંડનના ઇલિંગ પરગણામાં એણે ઘર બાંધ્યું અને નામાભિધાન કર્યું ‘નાયગ્રા વીલા'. પોતાના ૭૩મા જન્મદિવસ પૂર્વેની ૨૨મી ફેબ્રુઆરીએ મધુપ્રમેહને કારણે મોતને મુઠ્ઠીમાં લઈને જીવનારો આ માનવી સદાને માટે પોઢી ગયો. આજે ઇલિગ વિસ્તારમાં ‘બ્લોન્ડીન એવન્યુ’ અને ‘નાયગરા એવન્યુ' તથા બોઉમાં આવેલી ‘બ્લોન્ડીન સ્ટ્રીટ' આ સાહસવીરની યાદ ફરી જીવંત કરાવે છે. મુઠ્ઠીમાં લીધું મોત • 133 Page #142 -------------------------------------------------------------------------- ________________ અંતિમ વ્યાખ્યાન 16 એકાએક ભયાવહ, પ્રાણઘાતક રોગથી ઘેરાઈ ગયેલા માનવી પાસે અતિશય અલ્પ આયુષ્ય બચ્યું હોય, ત્યારે એ શું કરે ? સુખ અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચેલી જિંદગી પર એકાએક મોતનો કાસદ બારણે ટકોરા મારે, ત્યારે એ શું કરે ? સંપત્તિ અને પ્રસિદ્ધિ પામ્યા પછી જીવનમાં જાહોજલાલીભર્યો સમય ઘરમાં પ્રવેશ કરતો હોય અને એની સાથોસાથ જીવનનો અંત સમય પણ ચોરીછૂપીથી ઘરમાં પ્રવેશતો હોય, ત્યારે શું થાય ? ૪૭ વર્ષના અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટીના કમ્યુટર સાયન્સ અને હ્યુમન કયૂટર ઇન્ટરેશન જેવાં ક્ષેત્રોના નિષ્ણાત પીએચ.ડી. પદવીધારી રેન્ડી પાઉશને એની કામગીરી માટે કેળવણી અને કમ્યુટર સાયન્સના કેટલાય રાષ્ટ્રીય એવોર્ડો પ્રાપ્ત થયા હતા. ‘કાર્લ રી કાર્લસ્ટ્રોમ રેડી પાઉશ Page #143 -------------------------------------------------------------------------- ________________ આઉટર્સ્ટેન્ડિંગ : એજ્યુકેશન ઍવૉર્ડ' અને ‘ઍવૉર્ડ ફોર આઉટસ્ટૅન્ડિંગ કૉન્ટ્રિબ્યૂશન ટુ કમ્પ્યૂટર સાયન્સ એજ્યુકેશન' અને ‘ફેલો ઑફ ધી એ.સી.એમ.' જેવાં સન્માનો રેન્ડીને પ્રાપ્ત થયાં હતાં. કમ્પ્યૂટર સાયન્સના આ અધ્યાપકે એલિસ સૉફ્ટવેર પ્રોજેક્ટનું સર્જન કર્યું, તો એની સાથોસાથ ડિઝની ઇમેજિન્સ સાથે વર્ચ્યુઅલ રિયાલિટી રિસર્ચનો પ્રોજેક્ટ કર્યો. આ વર્ચ્યુઅલ રિયાલિટીની નવી ટેક્નોલૉજી ઉપર કરેલા સંશોધનથી પ્રસિદ્ધિ પામનાર રેન્ડી પાઉશે વોલ્ટ ડિઝની જેવી અનેક કંપનીઓના રોમાંચક અને આધુનિક જગતને મંત્રમુગ્ધ કરતા કાર્યક્ર્મો શક્ય બનાવ્યા હતા. રેન્ડી પાઉશની એનાં સંશોધનો માટે સર્વત્ર ખ્યાતિ હતી અને એવે સમયે ૪૭ વર્ષના રેન્ડી પાઉશને ૨૦૦૭ના સપ્ટેમ્બરમાં જાણ થઈ કે તેઓને પૅન્ધ્યિાસનું કૅન્સર થયું છે. આને માટે એણે સારવાર લીધી, પરંતુ બીમારી વધતી ચાલી. ૨૦૦૭ના ઑગસ્ટમાં તો આ કુશળ અધ્યાપકને ડૉક્ટરોએ કહ્યું કે તમારા લિવરમાં દસ જેટલી જીવલેણ ગાંઠ છે અને તમારી આયુષ્યમર્યાદા ત્રણથી છ મહિના સુધીની છે. આવી આઘાતજનક હકીકત રેન્ડી પાઉશે જાણી, તોપણ એ લાચારીથી ઝૂકી ગયો નહીં. જીવલેણ બીમારીના ભયથી ઘેરાઈ ગયો નહીં. કારકિર્દીની ટોચે થયેલા વજ્રાઘાતથી નાસીપાસ થવાને બદલે એણે એક જવાંમર્દની માફક સીમિત આયુષ્યમર્યાદા સ્વીકારતાં કહ્યું, “અરે, હું કેટલો બધો ભાગ્યશાળી છું. મને ખ્યાલ છે કે હું કેટલું જીવવાનો છું અને આથી જ મને મારા શેષ આયુષ્યનાં આયોજન કરવાની અણમોલ તક મળી છે. હવે હું મારા જીવનની પ્રત્યેક પળનો પૂરેપૂરો, યથાર્થ ઉપયોગ કરી શકીશ.” જિંદગીની જીવલેણ ઘટનાને આ સંશોધક-અધ્યાપકે આનંદભર્યા પડકાર રૂપે સ્વીકારી અને વિચારવા લાગ્યો કે દીર્ઘ આયુષ્ય ભોગવવા કરતાં તમે તમારા આયુષ્યકાળમાં અન્યને માટે કેટલું ઉપયોગી અને લાભદાયી જ્વન જીવ્યા છો, તે મહત્ત્વનું છે. રેન્ડી પાઉશે ક્ષણનાય વિલંબ વિના પોતાના જીવનનું આયોજન કરવા માંડ્યું. ત્રણ બાળકોના પિતા એવા રેન્ડી પાઉશે જિંદગીની આ અગ્નિપરીક્ષા અંતિમ વ્યાખ્યાન * 135 Page #144 -------------------------------------------------------------------------- ________________ સમયે ચાર કઠોર નિર્ણયો ક્ય. એક તો અત્યારે પોતે જે કાર્નેગી મેલન યુનિવર્સિટીમાં અધ્યાપન-કાર્ય કરે છે, તેમાંથી હવે નિવૃત્તિ લેશે. આ જ યુનિવર્સિટીમાંથી રેન્ડી પાઉશે ૧૯૮૮ના ઑગસ્ટમાં કયૂટર સાયન્સમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. એ પછી લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય કર્યું અને હવે એને અલવિદા કરવાનો વિચાર કર્યો. એણે બીજો નિર્ણય એ કર્યો કે નૉરફોકની નજીક વર્જિનિયાના ચેસપિકમાં એની પત્નીના સગાંઓ વસતાં હતાં, એમની નજીક વસવાનું વિચાર્યું. એણે આ બે નિર્ણયો એની જીવનવ્યવસ્થા ગોઠવવા માટે કર્યા અને બાકીના બે નિર્ણયો જગતને કશુંક આપવા માટે કર્યા. એનો ત્રીજો નિર્ણય એ હતો કે ઑક્સિાસના કૅન્સરનું સંશોધન કરતી કોઈ પ્રયોગશાળા કે હૉસ્પિટલને પોતાના પર પ્રયોગો કરવાની છૂટ આપવી. એના આ નિર્ણય સામે એનાં સ્વજનોએ જ નહીં, બલ્ક ડૉક્ટરોએ પણ અસંમતિ દાખવી. આનું કારણ એ હતું કે કૅન્સરને માટે લેવાતી કૅમોથેરાપીની સારવાર ખૂબ પીડાજનક હતી. એની આડઅસર એટલી બધી થતી કે દર્દી હતાશ કે નાસીપાસ થઈ જાય અને જિંદગીથી સાવ કંટાળી પણ જાય. આવે સમયે પોતાના શરીર પર કોઈ નવી શોધ, ઔષધ કે સારવાર માટે પ્રયોગો કરવા, એ તો વળી સામે ચાલીને નવી ઉપાધિ વહોરનારું પાગલપન જ કહેવાય ! સાથોસાથ ડૉક્ટરોએ એવી ચેતવણી પણ આપી હતી કે આવા પ્રયોગો કોઈ ગંભીર પરિણામ લાવી શકે અને કદાચ એમ કરવા જતાં તત્કાળ મૃત્યુ પણ થાય. એનું કૅન્સર વધતું જતું હતું અને છતાં એ પોતાના નિશ્ચયમાંથી સહેજે ડગ્યો નહીં. એણે પોતાના રોગની કોઈ ફિકર કર્યા વગર બીજાને મદદરૂપ થવા માટે આ નિર્ણય કર્યો હતો. જિંદગીના આખરી તબક્કામાં સમાજને ઉપયોગી થવાનો સંતોષ મેળવવા એ ચાહતો હતો, આથી બેફિકર બનીને એણે કૅન્સરના રોગ પરના સંશોધકોને પ્રયોગ કરવા માટે પોતાની જાત સોંપી દીધી. પોતે જે સંસ્થામાં વિદ્યાર્થી તરીકે ભણ્યો અને અધ્યાપક તરીકે કાર્ય કર્યું એ સંસ્થાને કઈ રીતે અલવિદા કરવી ? સંસ્થાનો એ શિરસ્તો હતો કે અધ્યાપક આ યુનિવર્સિટીમાંથી વિદાય લેતા હોય, ત્યારે પોતાના અનુભવના નિચોડ સમું પ્રવચન આપે, એ અધ્યાપક પોતાના જીવનમાંથી મળેલી મહત્ત્વની બાબતોની 136 * જીવી જાણનારા Page #145 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપક રેન્ડી પાઉશ વાત કરે અને સાથોસાથ જાણે ‘કાલ્પનિક રીતે’ પોતાનું છેલ્લું પ્રવચન હોય એ રીતે તમે આ જગતને કર્યો અનુભવ, ડહાપણ કે વિચાર તમે આપવા માગો છો, તેની વિગતે વાત કરે. આજ સુધી બીજા અધ્યાપકો તો ‘કાલ્પનિક રીતે’ અંતિમ પ્રવચન માનીને પ્રવચન આપતા હતા, પણ રેન્ડી પાઉશને માટે આ કલ્પના કરતાં સત્ય વધુ હતું. બાયોપ્સીના અહેવાલો કહેતા હતા કે એમનો રોગ ખૂબ ઝડપે વધી રહ્યો છે અને હવે એમના જીવનનો દીપ બુઝાવાની તૈયારીમાં છે. રેન્ડી પાઉશની પત્ની જેઇ પણ રેન્ડી આવું પ્રવચન આપે તેમ ઇચ્છતી ન હતી. આનું કારણ એ હતું કે રેન્ડીનું શરીર હવે વિશેષ શ્રમ સહન કરી શકે તેમ નહોતું. કૅમોથેરાપી, અન્ય સારવાર, હૉસ્પિટલના ધક્કા અને તબિયતની સતત રાખવી પડતી તકેદારી આ બધી દોડાદોડમાં રેન્ડીને પ્રવચનની તૈયારી કરવાનો સમય ક્યાંથી મળશે ? વળી, રેન્ડીનું શરીર પણ ધીરે ધીરે અશક્ત થતું હતું. આ પ્રવચનની તૈયારી માટે એને ખૂબ જહેમત ઉઠાવવી પડે તેમ હતી, કારણ કે એમાં એને અંતિમ વ્યાખ્યાન * 137 Page #146 -------------------------------------------------------------------------- ________________ એના જીવન-અનુભવ અને જીવન-સંદેશનું નવનીત અપવાનું હતું. વળી, હવે એ વર્જિનિયામાં વસવા આવ્યો હતો અને એને આ પ્રવચન માટે પિટ્સબર્ગમાં આવેલી પોતાની યુનિવર્સિટીમાં જવું પડે તેમ હતું. વર્જિનિયાથી પિટ્સબર્ગની મુસાફરીનો શ્રેમ એનું શરીર સહન કરી શકશે કે નહીં, એ પણ મૂંઝવતો સવાલ હતો. એની પત્ની જે ઇ ઇચ્છતી હતી કે હવે રેન્ડી પોતાનો આ અંતિમ સમય એની સાથે અને ડિલન, લોગન અને ચોઇ-એ ત્રણ સંતાનો સાથે વ્યતીત કરે. ‘લાસ્ટ લૅક્ટર' આપવાના પોતાના નિર્ણયમાં રેડી પાઉશ મક્કમ હતા. એમની પત્ની જેઇની ભાવના સમજતા હતા. એ પણ જાણતા હતા કે કુટુંબ સાથે ગાળેલી પ્રત્યેક ક્ષણ એને માટે અત્યંત મૂલ્યવાન હતી, પરંતુ બીજી બાજુ રેડી પાઉશ પોતાના મિત્રો, સાથીઓ અને વિદ્યાર્થીઓને મળીને ઋણમુક્ત થવા ચાહતા હતા. પોતાનાં કુટુંબીજનોની જેમ એ સહુએ રેડીને આજ સુધી હૂંફાળો સાથ આપ્યો હતો. એમનેય વિસરાય કઈ રીતે ? અધ્યાપકે રેન્ડીના મનમાં વિચારોનો જુવાળ ચાલતો હતો. પોતાની સમગ્ર જિંદગી પર નજર ઠેરવીને બેઠેલો રેડી આવતી પેઢીને જીવન-પાથેય આપવા અતિ આતુર હતા. પોતાના આ ચૂંટાયેલા અનુભવો જ આપી શકશે નહીં, તો પોતે મિત્રો, વિદ્યાર્થીઓ અને સમાજ પ્રત્યે કૃતઘ્ની ગણાય, પોતાનાં કુટુંબીજનો સમક્ષ એમની લાગણીના સ્વીકારની સાથે રેન્ડીએ એક એવી દલીલ કરી કે જેનો કુટુંબીજનોને સહર્ષ સ્વીકાર કરવો પડે. રેન્ડીએ જેઇ અને સ્વજનોને કહ્યું, “અત્યારે મારાં આ બાળકો નાનાં છે. એ મોટાં થશે ત્યારે એમની પાસે પિતાની કેવી યાદગીરી હશે ? તેઓ બીજા પાસેથી જે કંઈ સાંભળશે, તેના આધારે જ મને ઓળખશે. મારા આ અંતિમ પ્રવચનની સીડી અને મારી જીવનયાત્રાના સમગ્ર અર્કસમું પ્રવચન એમને મારે વિશે સ્પષ્ટ, પ્રત્યક્ષ અને સચોટ ખ્યાલ આપશે. હું મારે વિશે એમને કંઈક કહીશ, તેના કરતાં વધારે ઊંડી અસર આ સીડી પરના પ્રવચન દ્વારા થશે. મારાં આ બાળકો પોતાના પિતા કેવા હતા, તેનો નિર્ણય પોતાની જાતે જ કરી શકશે, આ કેટલી મોટી વાત ગણાય !” રેન્ડી પાઉશના આ લાગણીભીના તર્ક અંગે પરિવારજનો સંમત થયા 138 * જીવી જાણનારા Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન આપતો રેન્ડી પાઉશ અને પત્ની જેઇએ હસતે મુખે પિટ્સબર્ગ જવાની વાતમાં સંમતિ આપી. યુનિવર્સિટીએ રેન્ડી પાઉશના ‘લાસ્ટ લૅક્ચર’ માટેની તૈયારી આરંભી દીધી. ૨૦૦૭ની ૧૮મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો. આને માટે રેન્ડી પાઉશના સ્વાસ્થ્યને જોતાં અને સમારંભમાં પહોંચવાની અનુકૂળતાને જોતાં ૧૭મી સપ્ટેમ્બરે પિટ્સબર્ગ પહોંચી જવું જરૂરી હતું. પરંતુ આ ૧૭મી સપ્ટેમ્બર એ તો રેન્ડી પાઉશની પ્રિય પત્ની અને એનાં ત્રણ સંતાનોની વહાલસોયી જનની જેઇનો જન્મદિવસ હતો. પોતાનાં બાળકો વિના આ જન્મદિવસની ઉજવણી થાય તે કેવું ? વળી, પતિ-પત્ની બંને જાણતાં હતાં કે જન્મદિવસ સાથે ઊજવવાનો એમને માટેનો અંતિમ અવસર હતો. આવે સમયે રેન્ડી પાઉશ કુટુંબથી દૂર હોય તે કેમ ચાલે ? આવે દિવસે પોતાનાં સંતાનોને એકલાં મૂકીને જેઇ રેન્ડીની સાથે પિટ્સબર્ગ જાય, તે પણ સંભવ નહોતું. હવે કરવું શું ? અંતિમ પ્રવચનમાં આવેલા આ અવરોધનું નિવારણ કરવા માટે રેન્ડી અને જેઇએ ભારે મથામણ કરી અને છેવટે એવું નક્કી કર્યું કે ૧૭મી તારીખે સહુએ સાથે મળીને જેઇના જન્મદિવસની ઉજવણી કરવી અને ૧૮મી તારીખે વર્જિનિયાથી નીકળી પિટ્સબર્ગ સીધા પ્રવચનના સ્થળે જ પહોંચી જવું અને એ જ દિવસે પાછા ફરવું. રેન્ડી પાઉશે મુશ્કેલીમાંથી માર્ગ શોધી કાઢ્યો, કારણ એટલું જ હતું કે અંતિમ વ્યાખ્યાન * 139 Page #148 -------------------------------------------------------------------------- ________________ સાથીઓ, મિત્રો અને વિદ્યાર્થીઓ વચ્ચે ‘લાસ્ટ લંક્સર' આપીને સહુની સ્નેહભરી અલવિદા લેવી હતી. બીજા અધ્યાપકોને માટે આ નિવૃત્તિ સંદેશ બનતો, કિંતુ રેન્ડીને માટે આ અંતિમસંદેશ હતો. રેન્ડીની તબિયત અત્યંત ક્ષીણ થઈ જતી હતી અને પરિવારજનો પણ એ વર્જિનિયાથી પિટ્સબર્ગની કાર્નેગી મેંલન યુનિવર્સિટીમાં જઈને પોતાનાં સ્વજનો, સાથીઓ અને વિદ્યાર્થીઓ સમક્ષ અંતિમ વ્યાખ્યાન આપવાનો શ્રમ લે નહીં તો સારું એમ માનતાં હતાં. પરંતુ આ અધ્યાપકે તો પોતાના ‘અંતિમ વ્યાખ્યાન' લાસ્ટ લૅક્ટર)ની તૈયારી આરંભી દીધી. ૨૦૦૭ની ૧૮મી ડિસેમ્બરે જેની પાઉશ ‘અંતિમ વ્યાખ્યાન' આપવા આવ્યો અને વ્યાખ્યાનનો વિષય હતો ‘બાળપણનાં સ્વપ્નની સાચેસાચી સિદ્ધિ'. જિંદગીના અંતે એ બાળપણના સ્વપ્નની વાતો કહેવા ચાહતો હતો ! બાળપણમાં આંખોમાં આંજેલાં સ્વપ્નો સાર્થક કરવામાં કેવાં કેવાં વિઘ્નો અને અવરોધો આવ્યાં અને તેને કઈ રીતે પાર કર્યો તેની આપવીતી પોતાના અંતરંગ માણસો સમક્ષ વ્યક્ત કરવી હતી અને એ રીતે એ સ્વપ્નસર્જનની સાથોસાથ જીવનસાફલ્યની કેડી બતાવવા ચાહતા હતા. રેન્ડી પાઉશને બાળપણમાં ફૂટબૉલના ખેલાડી થવાની ભારે હોંશ હતી. માત્ર નવ વર્ષની વયે ફૂટબૉલ ખેલવાની તાલીમ આપતી સંસ્થામાં એ જોડાયા હતા. પોતાની પ્રિય રમત ફૂટબૉલ શીખવા માટે એ મેદાન પર ગયો, ત્યારે એને પારાવાર આશ્ચર્ય એ વાતનું થયું કે ફૂટબૉલના કૉચ પાસે જ ફૂટબૉલ નહોતો. આ જોઈને એક બાળકે કૉચને પ્રશ્ન કર્યો, “અમારે ફૂટબૉલની રમત શીખવી છે, પણ ફૂટબૉલ છે ક્યાં ? એના વિના અમે કઈ રીતે ફૂટબૉલ ખેલતાં શીખીશું ?** કૉચ માથાફરેલો હતો. એણે એ બાળકને વળતો પ્રશ્ન કર્યો, “ફૂટબૉલના મેદાનમાં કેટલા ખેલાડીઓ ખેલતા હોય છે ?” સહુ બાળકોએ ઉત્સાહભેર જવાબ આપ્યો, “બાવીસ.” તો મને કહો કે આ બાવીસમાંથી કેટલી વ્યક્તિઓ પાસે ફૂટબૉલ હોય “એક જ ખેલાડી પાસે.” બધાં બાળકોએ ભેગા મળીને ઉત્તર આપ્યો. 140 • જીવી જાણનારા Page #149 -------------------------------------------------------------------------- ________________ પુત્ર અને ડૉલ્ફિન સાથે જો એક જ ખેલાડી પાસે ફૂટબૉલ હોય, તો બાકીના બધા ખેલાડીઓ ત્યારે શું કરે છે ?” કૉચે પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું. “જુઓ, જે એક ખેલાડી પાસે ફૂટબૉલ છે એની નહીં, પરંતુ જે એકવીસ ખેલાડીઓ પાસે ફૂટબૉલ નથી, એમની મારે તમને વાત કરવી છે. એકવીસ ખેલાડીઓ કેવી રીતે રમે છે એ હું તમને પહેલાં શીખવીશ.” રેન્ડી પાઉશે એના પ્રવચનમાં કહ્યું કે ફૂટબૉલ ખેલાડી બનવાનું એનું બાળપણનું સ્વપ્ન સાકાર થયું નહીં, પરંતુ એને પરિણામે એ કોઈ હતાશા અનુભવતો નથી કે એને એની નિષ્ફળતા ગણતો નથી. આ વિચિત્ર કૉચ પાસેથી એને એ જાણવા મળ્યું કે કોઈ પણ વિષય કે પ્રશ્નના મૂળ સુધી આપણે પહોંચવું જોઈએ. વળી, કોઈ એક સમયે ફૂટબૉલ કોઈ એક જ ખેલાડી પાસે હોય છે અને તેમ છતાં બાકીના ૨૧ ખેલાડીઓ રમત રમી રહ્યા હોય છે. આ બાવીસ ખેલાડીઓમાંથી કોઈ એક ખેલાડીની કુશળતા ઓછી હોય તો ટીમ પિરાજિત થાય, કૉચ પાસેથી એમને સંઘભાવના, ખેલદિલી, ખંત, ધીરજ અને વ્યાપક દૃષ્ટિએ વિચાર કરવાની ક્ષમતા સાંપડી. આ સમયના પોતાના એક અનુભવનો ઉલ્લેખ કરતાં રેન્ડી પાઉશે કહ્યું કે એની રમતથી કૉચ નારાજ થાય, ત્યારે એ રેન્ડી પાઉશને સખત સજા અંતિમ વ્યાખ્યાન * 141 Page #150 -------------------------------------------------------------------------- ________________ ફટકારતા હતા. આને પરિણામે રેન્ડી પાઉશ ઉદાસ થઈ જતો, ત્યારે કૉચ એને એક સોનેરી શિખામણ આપતા. એ કહેતા, “જ્યારે તારું પરિણામ ખરેખર ખરાબ હોય અને કોઈ વ્યક્તિ એની સહેજેય ટીકા કરે નહીં, ત્યારે સમજવું કે કોઈને તારામાં સહેજેય રસ નથી અને તારે માટે કોઈ આશા પણ નથી. કોઈ આપણા તરફ સહેજ ધ્યાન પણ ન આપે, એ અવગણના એ સખતમાં સખત ટીકા કરતાં વધુ ખરાબ છે.” બાળપણની આ ઘટનાને કારણે રેન્ડી પાઉશના હૃદયમાં એક સૂત્ર જડાઈ ગયું ‘આપણા ટીકાકાર આપણા સૌથી મોટા હિતેચ્છુ છે. ફૂટબૉલના મેદાનનો અનુભવ એમને એમના શિક્ષણમાં ઉપયોગમાં આવ્યો. એમને પોતાના સાથીઓ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવાનો કીમિયો ફૂટબૉલની રમતે આપ્યો. આઠ વર્ષના રેન્ડી પાઉશ ડિઝનીલૅન્ડમાં ફરવા ગયા, ત્યારે ત્યાંના અત્યંત આશ્ચર્યજનક કાર્યક્રમો જોઈને આ નાની ઉંમરે એમનામાં આવા કાર્યક્ર્મો ઘડવાના મનોરથ જાગ્યા. આવા કાર્યક્ર્મ ઘડનારને "Imagineer' કહે છે. ‘ઇમેજિનેશન’ અને ‘એન્જિનિયર' એ બંને શબ્દનું સંયોજન કરીને આ નવો શબ્દ સર્જવામાં આવ્યો છે. વિખ્યાત યુનિવર્સિટીના પીએચ.ડી. ધારક રેન્ડી પાઉશે. ડિઝનીલૅન્ડમાં આવા "Imagineer' ની જગા માટે અરજી કરી અને મનમાં મુસ્તાક હતા કે એમને તો ચપટીમાં નોકરી મળી જવી જોઈએ. પરંતુ એમાં જાકારો મળતાં વાસ્તવિક ધરતી પર આવી ગયા. એ પછી એમણે વર્જિનિયા યુનિવર્સિટી અને ત્યાર બાદ કાર્નેગી મૅલન યુનિવર્સિટીમાં ‘વર્ચ્યુઅલ રિયાલિટી'માં સંશોધન ચાલુ રાખ્યું અને ડિઝનીલૅન્ડ સાથે જોડાયેલા જોન સ્નોડી સાથે કામ કરવાની તક ઝડપી લીધી. એમની સાથે કામ કરવા માટેના એમના પ્રસ્તાવને યુનિવર્સિટીમાં માંડ માંડ પસાર કરાવી શક્યા, પરંતુ આ ઘટનાએ એમના જીવનમાં સહકાર અને પ્રોત્સાહનનું મહત્ત્વ શીખવ્યું. એક સમય એવો આવ્યો કે સ્વયં ડિઝનીલેન્ડે રેન્ડી પાઉશને કાયમી ધોરણે કામ કરવાની દરખાસ્ત આપી, ત્યારે રેન્ડી પાઉશે એનો અસ્વીકાર કર્યો, કારણ કે તેઓ યુનિવર્સિટીમાં રહેવા ઇચ્છતા હતા. આ અંગે અતિ આગ્રહ થતાં એમણે અઠવાડિયામાં એક દિવસ ડિઝનીલૅન્ડમાં સલાહકાર 142 * જીવી જાણનારા Page #151 -------------------------------------------------------------------------- ________________ તરીકેની કામગીરી બજાવવાની જવાબદારી સ્વીકારી. આમ અનેક વિનો પાર કરીને રેન્ડીએ એનું બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું. જોન સ્નોડી પાસેથી રેન્ડી પાઉશને મહત્ત્વની સમજ એ મળી કે જ્યારે કોઈ વિન આવે, મુશ્કેલી ઊભી થાય, કામ અટકતું લાગે ત્યારે કોઈ વ્યક્તિ ઉપર રોષ કે દ્વેષભાવ રાખવાને બદલે ધીરજ થી રેન્ડી પાઉશ કામ લેવું જોઈએ. જોન સ્નોડીએ કહ્યું કે સામી વ્યક્તિ તમને સમજી શકે તે માટે એને પૂરતો સમય આપવો જોઈએ. એને જો સમય આપશો તો લાંબે ગાળે એ તમને જરૂર ન્યાય આપશે. આપણો હેતુ શુદ્ધ અને પ્રમાણિક હોય તો પૂર્વગ્રહ, ઈર્ષા, અહમ્ અને ગેરસમજૂતીથી ઊભા થયેલા અવરોધો આપણી નિષ્ઠાથી લાંબા ગાળે દૂર થશે જ. આમાંથી રેન્ડી પાઉશે તારણ કાઢ્યું કે કોઈ પણ માણસ સદંતર દુષ્ટ નથી. એનામાં કંઈક સારું તત્ત્વ તો હોય જ છે, માત્ર તમારે એને માટે રાહ જોવી પડે, જેથી એના હૃદયમાં પડેલાં શુભતત્ત્વો પ્રગટ થાય. રેન્ડી પાઉશમાં પ્રત્યેક વ્યક્તિમાં નિહિત નિપુણતાને ખોળી કાઢવાની અદ્ભુત સૂઝ હતી. રેન્ડી પાઉશ માનતા કે પોતાના માર્ગમાં કોઈ ભીંત આડી આવે તો તે પણ કામની છે. આ ભીંત એક મોટી પરીક્ષા છે. જેનામાં પ્રગતિની અદમ્ય તમન્ના છે એને ભીંત પાર કરવાનો ઉપાય મળશે જ અને જેની નિષ્ઠા થોડીક અંતિમ વ્યાખ્યાન + 143 Page #152 -------------------------------------------------------------------------- ________________ પણ ઓછી હશે, તે ભીંત પાસેથી પાછો ફરશે. રેન્ડી પાઉશને એક વ્યક્તિએ એમણે મેળવેલી સફળતાનું રહસ્ય પૂછ્યું, ત્યારે એમણે કહ્યું કે તેઓ શુક્રવારે મોડી રાત સુધી ઑફિસમાં કામ કરે છે. અમેરિકામાં શનિવાર અને રવિવારના વીકએન્ડની ૨જાને કારણે મોટાભાગના માણસો શુક્રવારે સાંજે જ ઑફિસમાંથી નીકળી જતા હતા, ત્યારે રેન્ડી પાઉશ મોડે સુધી કામ કરતા અને માનતા કે તક અને તૈયારીનો સંગમ થાય છે , ત્યારે જ નસીબ ખૂલે છે. એમણે એમના “અંતિમ વ્યાખ્યાનમાં ભાર દઈને કહ્યું કે તમારા કામમાં તમારી પૂરેપૂરી શક્તિ રેડો અને તેનું પરિણામ તમારા કર્મ પર છોડી દો. અધ્યાપક તરીકે રેન્ડી પાઉશ કાર્યક્ષમતા, સમયપાલન અને શ્રેષ્ઠતાના આગ્રહી હતા, પરંતુ આ બધી બાબતો પ્રત્યે એમનું વલણ માનવતાથી ભરેલું હતું. તેઓ માનતા કે જીવનમાં જ્ઞાનની સાથે લાગણીની ભીનાશ પણ જરૂરી છે. આને કારણે અનેક વિદ્યાર્થીઓએ એમના પ્રયાસથી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. રેન્ડી પાઉશને એ વાતનો સંતોષ હતો કે એમણે જે વિદ્યાર્થીઓને સહાય કરી તે ઘણા સફળ પુરવાર થયા હતા. કોઈના સ્વપ્નની સિદ્ધિમાં પોતે નિમિત્ત થતા ત્યારે પારાવાર આનંદનો અનુભવ કરતા. પોતાના ‘અંતિમ વ્યાખ્યાનમાં રેન્ડી પાઉશે યુવાનો પરની અગાધ શ્રદ્ધા પ્રગટ કરી. એમણે કહ્યું કે એમણે જીવનભર એ વાતમાં વિશ્વાસ રાખ્યો છે કે યુવાનોને એમનું સ્વપ્ન સિદ્ધ કરવાની તક આપશો, તો તેમની શક્તિ જરૂર ખીલી ઊઠશે. આથી એમણે એમના વિભાગનાં દ્વાર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ માટે ખોલી નાખ્યાં. પચાસ વિધાર્થીઓને પોતાની કલ્પના પ્રમાણે બે અઠવાડિયાં સુધી ‘વર્ચ્યુઅલ રિયાલિટી’ પર કામ કરવાની તક આપી અને જે વિદ્યાર્થીઓ આ વિષયથી સાવ અજ્ઞાત હતા, એમણે પણ આમાં અવનવા પ્રયોગો કર્યા અને એનું અત્યંત પ્રોત્સાહજનક પરિણામ આવ્યું. પોતાની જીવન ફિલસૂફી પ્રગટ કરતાં રેન્ડી પાઉશે કહ્યું કે કોઈને તેનાં સ્વપ્ન પૂર્ણ કરવાનો અવસર આપવાથી વધુ સંતોષકારક અને પ્રસન્નતાભર્યું બીજું કોઈ સત્કાર્ય નથી. ‘પ્રસન્નતાથી જીવો અને બીજાને મદદ કરો’ એ રેન્ડી પાઉશનો જીવનમંત્ર હતો. વળી એના આ વિશિષ્ટ કાર્યક્રમની સફળતાથી 144 * જીવી જાણનારા Page #153 -------------------------------------------------------------------------- ________________ પ્રેરાઈને કાર્નેગી મેંલન યુનિવર્સિટીએ વિશ્વમાં પ્રથમ એવા ‘એન્ટરટેઇનમેન્ટ ટૅક્નોલૉજી સેન્ટર'ની સ્થાપના કરી, જેને રેન્ડી પાઉશે જીવનભર દોરવણી આપી. આધુનિક જ્ઞાનના વિસ્તારને સહાયરૂપ થવા માટે રેન્ડી પાઉશે ‘એલિસ' નામનો કેપ્યુટર પ્રોગ્રામ તૈયાર કર્યો, જેમાં વ્યક્તિ જાતે એને સહેલાઈથી વિનામૂલ્ય શીખી શકે, આનો લાખો યુવકોએ લાભ લીધો અને પોતાની શક્તિ અને સૂઝનો ક્વિાત્મક ઉપયોગ કર્યો. આનો એક પરોક્ષ લાભ એ થતો કે ‘એલિસ’ શીખતાં શીખતાં કમ્યુટરની જાવા ભાષા પણ આવડી જાય છે. પોતાના ‘અંતિમ વ્યાખ્યાનને અંતે એણે જાહેરાત કરી, “હવે હું તમારે માટે આશ્ચર્ય રજૂ કરું છું.” અને રેડી પાઉશના મિત્રો એક હાથગાડીમાં વિશાળ કેક લઈને સભાગૃહમાં આવ્યા. રેન્ડી પાઉશની પત્ની જેઇને આ જોઈને આશ્ચર્ય થયું. રેન્ડી પાઉશે જાહેર કર્યું, “ગઈ કાલે મારી પત્નીનો જન્મદિવસ હતો, તેનો જન્મદિવસ ઊજવવાનો મારે માટે આ અંતિમ અવસર હતો એટલે તે એકલા ન ઊજવતાં તમને સહુને હું સામેલ કરી રહ્યો છું.” રેન્ડી આ શબ્દો બોલી રહે તે પહેલાં તો જે ઈ સ્ટેજ પર દોડી ગઈ. રેન્ડી પાઉશે કેકનો એક ટુકડો જ્યારે જે ઇના મુખમાં મૂક્યો, ત્યારે આખો સભાખંડ લાગણીના પૂરમાં ખેંચાઈ ગયો અને દરેકની આંખમાં આંસુ આવી ગયાં. રેન્ડી પાઉશે એમના ‘અંતિમ વ્યાખ્યાનનું અંતિમ વાક્ય બોલતાં કહ્યું, “મારું આ પ્રવચન હકીકતમાં મારાં ત્રણ બાળકો માટે છે.” સભાખંડમાં બેઠેલા સહુ કોઈએ ઊભા થઈને સતત તાળીઓના ગડગડાટથી રેન્ડીનું અભિવાદન કર્યું. ડૉક્ટરોએ છ મહિનાની આયુષ્ય મર્યાદા આપી હતી, પરંતુ રેન્ડી પાઉશ બાર મહિના સુધી જીવ્યા અને ૨00૪ની ૨૫મી જુલાઈએ એક વીર યોદ્ધાની માફક હોય એમ આ દુનિયાની વિદાય લીધી. અંતિમ વ્યાખ્યાન 145 Page #154 -------------------------------------------------------------------------- ________________ TWEE 17 ચાર્લ્સ સ્ટીનપેટ્ઝ જ્ઞાનજ્યોતિના જવાને જર્મનીના બોસ્લો નામના શહેરમાં એક ગરીબ ખેડૂત વસતો હતો. ખેતી કરે, પણ આવક ઓછી, ધરતીમાંથી અનાજ ઉગાડે, પણ ખુદ ભૂખ્યો રહે. બિચારો માંડ માંડ કુટુંબનું પૂરું કરે. જિંદગી આખી આજીવિકાની મથામણમાં જતી હતી. આવી સ્થિતિમાં ગ્રહણ ટાણે સાપ નીકળે તેમ એને ત્યાં એક બેડોળ અને અપંગ બાળકનો જન્મ થયો. જન્મથી જ આ બાળકની પીઠ પર ખૂંધ નીકળી હતી. શરીરના બધા અવયવો પણ સાવ કદરૂપા. ‘ઊંટના અઢારે વાંકાં' જેવી એની દશા. આવો બેડોળ અને લગભગ અપંગ દીકરો જમેલો જોઈને વૃદ્ધ અને ગરીબ પિતાને પારાવાર દુ:ખ થયું. એક તો ગરીબાઈ અને એમાં આવો અપંગ-વિરૂપ બાળક. વિચારવા લાગ્યો કે આ બાળક બિચારો મોટો થઈને કરશે શું ? જીવશે અને Page #155 -------------------------------------------------------------------------- ________________ કમાશે કઈ રીતે ? અને પછી લાચાર અને અસહાય જીવન અને એવું જ મૃત્યુ એ જ એનું ભાવિ છે. આ ચિંતામાં એના પિતાની ઊંઘ હરામ થઈ ગઈ. પિતા ગરીબ હતા, પણ હૃદયમાં ભારે હિંમત ધરાવતા હતા. જીવનની મુશ્કેલીથી મૂંઝાઈને હારી જનારા ન હતા. એમનામાં જીવનની વિપત્તિ સામે ઝઝૂમવાનું ખમીર હતું. પરિસ્થિતિને સ્વીકારીને પલાંઠી મારીને બેસી રહેવામાં એ માનતા ન હતા. એમણે વિચાર્યું કે હવે કરવું શું ? બાળકનું જીવન ઘડવું કઈ રીતે ? એની ખોડ-ખાંપણ ઢાંકવા માટે અને સ્વાવલંબી જીવન જીવવા માટે એને ખૂબ ભણાવવો જોઈએ. ભગવાને ભલે એને બેડોળ અંગવાળો બનાવ્યો. પણ ભણશે તો આવી વિકલાંગ દશામાં પણ રોટલો રળી લેશે. બાળક મોટો થતો ગયો, તેમ તેમ એના પિતાએ એના અભ્યાસ પાછળ વધુ ને વધુ કાળજી લેવા માંડી. ગરીબ હોવા છતાં ભણાવવામાં પાછું વાળીને જોયું નહીં. વિકલાંક હંમેશાં વિશેષ શક્તિશાળી હોય છે. ભગવાન આવાં બાળકોને વિશિષ્ટ બુદ્ધિશક્તિ આપીને એમની ખોડને ઢાંકી દે છે અને મર્યાદાને પાર કરવાની આંતરિક શક્તિ આપે છે. એમની એક શક્તિ છીનવી લીધી હોય, તે બીજી શક્તિ આપી સરભર કરે છે. આ બેડોળ બાળક ભણવામાં અત્યંત હોશિયાર નીવડ્યો. શિક્ષકો એને પ્રેમથી ભણાવે. દીકરાની હોશિયારી જોઈ પિતા તો રાજીરાજી થઈ ગયા. જોતજોતામાં બાળકે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને વિજ્ઞાનનો અભ્યાસ કરવા શહેરની કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. કૉલેજમાં એની બુદ્ધિ ખરેખરી ખીલી ઊઠી. આ બેડોળ અને અપંગ વિદ્યાર્થીએ પોતાની તેજસ્વી બુદ્ધિથી અધ્યાપકોને પણ આશ્ચર્યમાં નાખી દીધા. ગણિત અને ભૌતિક વિજ્ઞાનના વિષયોમાં એની તેજસ્વિતા ઝળહળવા લાગી. આખી કૉલેજમાં એનું નામ હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતું થયું. એની પંગુતા ભુલાઈ ગઈ અને પાણીદાર વિદ્વત્તાની પ્રશંસા થવા લાગી. જ્ઞાનની સુંદરતાએ દેહની કુરૂપતાને ઢાંકી દીધી. બરાબર આ સમયે અમેરિકાના એક સમર્થ વિજ્ઞાની ટૉમસ આલ્વા એડિસને એક પછી એક નવાં સંશોધનો કરીને જગતને આશ્ચર્યમાં ડુબાડી દીધું. આ એડિસને વિદ્યુત અને કરેલી શોધોએ એને અમેરિકામાં જ નહિ પણ જ્ઞાનજ્યોતિના અજવાળે * 147 Page #156 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ અપાવી હતી. ટૉમસ આલ્વા એડિસનની ઇચ્છા વ્યાપક જનસમૂહને ઉપયોગમાં આવે તેવી વિદ્યુતનો ઉપયોગ કરતી વિવિધ પ્રયુક્તિઓ વિકસાવવાનો હતો. એણે વીજળીના દીવાની શોધ પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું અને કાચના બલ્બમાં પ્રથમ પ્લેટિનમ તારમાંથી વીજળી પસાર કરીને પ્રકાશ મેળવ્યો પછી સંશોધનોની પરંપરા જાળવી રાખી. ૧૮૭૯ની ૨૧મી ઑક્ટોબરે આ મહાન વિજ્ઞાનીએ વીજળીના દીવાનું સૌપ્રથમ નિદર્શન કર્યું. ચાલીસ કલાક સુધી આ દીવાએ પ્રકાશ આપ્યો અને વિદ્યુતપ્રદીપન યુગનો પ્રારંભ થયો. એણે સ્વયં ઇલેક્ટ્રિક લાઇટ કંપનીની સ્થાપના કરી. Blubis Peiberinmaly જ્ઞાનની લગની અમેરિકા લઈ આવી આ અપંગ અને બેડોળ જર્મન વિદ્યાર્થીને પણ વિદ્યુત ને આનુષંગિક શોધમાં અત્યંત રસ હતો. જ્યારથી એણે મહાન વિજ્ઞાન એડિસનનું નામ સાંભળ્યું ત્યારથી એણે અમેરિકા જઈ એડિસન પાસે અભ્યાસ કરવાનું મન થઈ ગયું. પણ અમેરિકા જવું શી રીતે ? ક્યાં જર્મની અને ક્યાં અમેરિકા ! વિચાર ઉમદા, પણ વાસ્તવિકતા આગળ લાચાર. વળી, પોતે અપંગ અને બેડોળ હતો અને બુદ્ધિ સિવાય પાસે બીજું કશું નહોતું. પણ એને જ્ઞાન મેળવવાની ખરેખરી લગની લાગી હતી. સાથે એને કોઈ મુશ્કેલી મોટી લાગતી નહોતી. આજ સુધી મુશ્કેલીનાં અઘરાં પગથિયાં ચડીને જ પ્રગતિ કરી હતી. દરેક મુશ્કેલી એને માટે સફળતાનો પડકાર બનતી હતી. 148 * જીવી જાણનારા Page #157 -------------------------------------------------------------------------- ________________ આ વિકલાંગ વિઘાર્થીએ અમેરિકા જવાનો દૃઢ નિશ્ચય કર્યો અને એક દિવસ એ અમેરિકા જવા નીકળ્યો પણ ખરો ! એને પંથ અપાર આફતો પડી હતી. એણે અનેક કષ્ટ વેઠયાં, પણ જ્ઞાન મેળવવા માટે ઉત્સાહી આ જર્મન વિદ્યાર્થીએ બધાં કષ્ટો હસતાં હસતાં વેઠી લીધાં. એના દિલમાં તો એક જ વાતનું રટણ હતું કે ક્યારે અમેરિકા પહોંચે અને ક્યારે એ મહાન વિજ્ઞાનીને જોઉં ! એની વિધા અને સંશોધનવૃત્તિ પાસેથી પ્રેરણા પામું ! એના અથાગ પરિશ્રમ અને મૌલિક ચિંતનમાંથી કંઈ ભવિષ્યનું ભાથું મેળવું, એમાંય વળી આવા મહાન વિજ્ઞાનીના વિદ્યાર્થી બનવાનું મળે, તો તો જીવનનું પરમ સદ્ભાગ્ય ! આ જર્મન યુવાનના દિલમાં અપાર તાલાવેલી હતી. જ્યારે વિજ્ઞાનના આદર્શને મળું અને મારા જીવનની ઇચ્છા પૂર્ણ કરું. વિધિના પણ કેવા ખેલ ? એ મુસીબતો વેઠતો વેઠતો આખરે અમેરિકાના કિનારે પહોંચ્યો, ત્યારે એની સઘળી આશા પર પાણી ફરી વળ્યું. - ફાટેલાં અને ગંદાં કપડાં પહેરેલા આ અપંગ, બેડોળ અને મુફલિસ જર્મન વિદ્યાર્થીને અમેરિકાના અમલદારોએ અમેરિકામાં પ્રવેશવાનો ઇન્કાર કર્યો. પર્વતનું શિખર સામે હોય અને છતાં પહોંચી ન શકાય તેવી સ્થિતિ થઈ. એણે ઘણી આજીજી કરી, પોતાની જીવનની પરમ ઇચ્છાની વાત કરી, ગદ્ગદ્ કંઠે ઘણી કાકલૂદી કરી. પણ અમલદારોએ એની એક વાત ન માની. એની આંખમાં આંસુ આવી ગયાં. એણે જર્મનીના એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો એડિસનના મુખ્ય એન્જિનિયર પરનો ઓળખાણ પત્ર બતાવ્યો, પણ અમલદારો એકના બે ન થયા. આ વિકલાંગ વિદ્યાર્થી તદ્દન નિરાશ થઈ ગયો. પણ સદનસીબે એની કરુણ હાલત જોઈને એની જ સાથે પ્રવાસ કરતા એક માયાળુ અમેરિકનને દયા આવી. આ દયાળુ અમેરિકને બંદર પરના અમલદારોને ખૂબ સમજાવ્યા. અમલદારો આખરે પીગળ્યા અને આ વિકલાંગ વિદ્યાર્થીને અમેરિકામાં પ્રવેશ કરવાની પરવાનગી મળી. આ વિકલાંગ અને કદરૂપો વિદ્યાર્થી અમેરિકા પહોંચ્યો. અહીં વિજ્ઞાનનાં નવાં નવાં દ્વાર ખૂલતાં હતાં. વળી અમેરિકામાં સંશોધનની અપાર અનુકૂળતા સાંપડી. આ બાળક તે વિદ્યુત વિજ્ઞાનમાં ચમત્કારિક શોધો કરી માનવજાતનું જ્ઞાનજ્યોતિના અજવાળે • 149 Page #158 -------------------------------------------------------------------------- ________________ મહાકલ્યાણ કરનાર મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ સ્ટીનપેટ્ઝ. ચાર્લ્સ અમેરિકામાં પગ તો મૂક્યો, પણ એની મુશ્કેલીઓનો અંત ન આવ્યો. વર્ષો સુધી મેલાં ફાટેલાં વસ્ત્રોમાં છુપાયેલું એનું હીરા કોઈ પારખી ન શક્યું. ખાવાના પણ એને સાંસા પડવા લાગ્યા. વળી વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટે પ્રયોગશાળા જોઈએ. સંશોધન માટે ઘણો ખર્ચ કરવો પડે. જ્યારે આની મુકેલી છે એક મજાક ! પાસે તો પોતાનુંય માંડ પૂરું થાય, એટલી રકમ હતી, ત્યાં બીજું વિચારે કઈ રીતે ? આખરે એ એક કારખાનામાં મામૂલી પગારે મજૂરી કરવા રહ્યો. મોટા ભાગનો સમય મજૂરી કરવામાં જતો. છતાં અભ્યાસની એની ધગશ જરા પણ ઓછી થઈ નહીં, કારખાનામાં કાળી મજૂરી કરી ઘેર આવી એ ટૉમસ આલ્વા એડિસને કરેલી શોધોનો અભ્યાસ કરતો. વિચાર કરતો કે આ મહાન વિજ્ઞાનીએ આટલી બધી વિફળતા મળવા છતાં પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને સિદ્ધિ મેળવીને જ જંપ્યો. તો પોતે કેમ સિદ્ધિ નહીં પામે ? ધીમે ધીમે કારખાનાના માલિકને ચાર્લ્સની બુદ્ધિની જાણ થતી ગઈ. એનો ઉત્સાહ અને એના ખમીરને પારખ્યાં જોયું કે આ યુવકને તક મળે તો, નવી દુનિયાનું સર્જન કરી શકે તેમ છે. માલિકનું નામ હતું ઇકમેયર. એણે દીર્ઘદૃષ્ટિ દોડાવી અને ચાર્લ્સની બુદ્ધિનો ઉપયોગ કરવાનું વિચાર્યું. કારખાનાના કામના કલાકોમાં જ એણે ચાર્લ્સને પ્રયોગો કરવાની છૂટ આપી. પ્રયોગો પાછળ જે કંઈ ખર્ચ થયું એ પણ એણે આપવાનું સ્વીકાર્યું. પોતાની આ દૂરંદેશીના કારણે કારખાનાના માલિકને થોડા જ દિવસમાં અપાર લાભ થયો, જીવનમાં ચાર્લ્સ કેટલીય તડકી-છાંયડી જોઈ. ક્યારેક ઘોર 150 • જીવી જાણનારા Page #159 -------------------------------------------------------------------------- ________________ મહાન વૈજ્ઞાનિક ટૉમસ આલ્વા એડિસન સાથે નિરાશા આવી તો ક્યારેક કાળા આકાશમાં વીજળી ચમકે તેમ આનંદનો નવો ચમત્કાર થયો પણ એણે રાતદિવસ થાક્યા વિના પ્રયોગો કરવા માંડ્યા. વિજ્ઞાનના જગતમાં એની શોધોની ખ્યાતિ પ્રસરાવા લાગી. ચોમેર એનું નામ સંભળાવા માંડ્યું. હવે તો જાણીતા વૈજ્ઞાનિકો પણ એની શોધમાં રસ લેવા માંડ્યી. જ્ઞાનજ્યોતિના અજવાળે - 15 Page #160 -------------------------------------------------------------------------- ________________ બરાબર આ સમયે અમેરિકાના મોટા મોટા ઉદ્યોગપતિઓએ કરોડો રૂપિયાના ખર્ચે વીજળીનાં યંત્રો તૈયાર કરવાનું એક જંગી કારખાનું નાખ્યું. ચાર્લ્સ નાના કારખાનામાં કામ કરતો હતો. પણ એના કારખાનાના માલિકને આ નવા જંગી કારખાનાનો ઉપરી બનાવ્યો. આમ કરવા પાછળનું કારણ એ કે ચાર્લ્સ સ્ટીનમેઝ આ નવી કંપનીનો મુખ્ય એન્જિનિયર બની શકે. ચાર્લ્સને હવે ખરેખર પોતાની કુશાગ્ર બુદ્ધિ બતાવવાની સોનેરી તક મળી ગઈ. થોડાં જ વર્ષોમાં એણે પોતાના પ્રસંગો દ્વારા વિદ્યુત વિજ્ઞાનના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું. આખી દુનિયા એની શોધો જોઈ દંગ થઈ ગઈ. આજનો વૈજ્ઞાનિક વીજળી અંગે જે કોઈ નવી નવી શોધો કરે છે એ બધી એડિસન અને ચાર્લ્સ કરેલી શોધોને જ આભારી છે. ચાર્લ્સ કીર્તિના સર્વોચ્ચ શિખરે પહોંચ્યો અને ધનના તો એની આગળ ઢગલા થયા, છતાં એના જીવનની સાદાઈમાં, નમ્રતા અને સરળતામાં જરા જેટલો પણ ફેર ન પડ્યો. એણે પોતાના શરૂઆતના જીવનમાં અનેક કષ્ટો વેઠડ્યાં હતાં. ભારે નિરાશાઓ પણ સહન કરી હતી. છતાં એનો સ્વભાવ તો એવો ને એવો આનંદી અને ઉદાર રહ્યો હતો. ગમે તેવી મુશ્કેલીઓને હસી કાઢતો અને હંમેશાં કહેતો, | ‘હું ઈશ્વરની કૃપાથી દુનિયાની સૌથી મૂલ્યવાન સંપત્તિ સંતોષ ધનનો માલિક છું, આથી જીવનની નાની-મોટી ચડતી-પડતી મને ક્યારેય પણ મારા માર્ગેથી ચળાવી શકતી નથી.' વિજ્ઞાનના જગતને નવી શોધો આપનાર આ કદરૂપા દેખાવના માનવીએ જગતને નવી સુંદરતા આપી ! પોતાની શારીરિક મર્યાદાને પાર કરીને જીવનમાં સિદ્ધિનાં ઊંચાં નિશાન સર કરતો રહ્યો. 152 * જીવી જાણનારા