________________
10
રાયન રેલેક
રાયન રેલેની
જલયાત્રા
પહેલા ધોરણમાં અભ્યાસ કરતા સાત વર્ષના બાળકની દુનિયા કેવી હોય ? પંખીની જેમ પાંખો ફફડાવીને એનું મનડું મુગ્ધતાના આકાશમાં અહીં-તહીં ઘૂમવાની આશા રાખતું હોય, પતંગિયાની જેમ એક ફૂલ પરથી ઊડીને બીજા ફૂલ પર બેસવાની મોજ માણવા ચાહતું હોય, નાનકડી સાઇકલ લઈને ઘરના કમ્પાઉન્ડમાં આંટો લગાવીને આમતેમ ઘૂમવાનો વિચાર કરતું હોય !
આ બાળકની સૃષ્ટિમાં ભાતભાતના રંગો અને તરંગો હોય, જાતજાતની કલ્પનાઓ હોય, ખેલકૂદનો આનંદ હોય અને સાથેની મોજ હોય.
૧૯૯૧ની ૩૧મી મેએ જન્મેલો રાયન રેલેક સાવ જુદી માટીનો બાળક. એને ક્રિસ્ટમસમાં કઈ ભેટ મળશે એ અંગે