________________
સહેજેય રોમાંચ નહોતો. મોબાઇલ લઈને ગેમ ખેલવાની કોઈ આતુરતા નહોતી. આનું કારણ એ કે પહેલા ધોરણમાં ભણતા રાયન રેલ કને એનાં વર્ગશિક્ષિકા પ્રેસ્ટે એવી વાત કરી કે આપણે બધા તો સુખી છીએ, સવાર પડે અને આપણી સૌથી પહેલી જરૂરિયાત પાણી આપણને આસાનીથી મળી રહે. પણ કોઈને પાણી વિના ચલાવવું પડે તો શું થાય ? ન કપડાં ધોવાય, ન સ્નાન થાય અને પાણી પીધા વિના તો જીવન કઈ રીતે જીવી શકાય ?
રાયનને શિક્ષિકાની વાત બરાબર સમજાતી હતી, પરંતુ એમાં જ્યારે વર્ગશિક્ષિકાએ એને કહ્યું, ‘આ ધરતી પર આવેલા વિશાળ આફ્રિકા ખંડના કેટલાય દેશોમાં લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળતું નથી. દૂષિત પાણીને કારણે લાખો કુમળાં બાળકો રોગોથી ઘેરાઈ જાય છે. સાવ દુર્બળ બની જાય છે અને કેટલાંક તો કરુણ રીતે મૃત્યુ પામે છે.”
વળી વર્ગશિક્ષિકાએ એમ પણ કહ્યું કે આફ્રિકામાં કેટલીક જગાએ તો કલાકો સુધી સતત પગપાળા ચાલીને દૂરના સ્થળે પાણી ભરવા જવું પડે છે અને આટલી આકરી મહેનતે મળેલું એ પાણી ચોખ્ખુંય હોતું નથી.
આ સાંભળીને નાનકડા રાયનની દુનિયામાં મનોમંથનોનું વેગીલું વાવાઝોડું સર્જાયું. એણે પહેલાં પોતાની જાતને કેન્દ્રમાં રાખીને વિચાર કર્યો. એને થયું કે હું તો જ્યારે ઇચ્છું, ત્યારે મને બાજુમાં જ પાણી મળે છે અને તે પણ ચોખ્ખચણાકે, મારી આસપાસના લોકોને પણ આસાનીથી ચોખ્ખું પાણી મળી રહે છે. જો મને આવું ચોખ્ખું પાણી મળે, મારી આસપાસના લોકોને પણ ચોખ્ખું પાણી મળે, તો આફ્રિકાના લોકોને કેમ ચોખ્ખું પાણી ન મળે ?
રાયનના મનમાં આ વિચાર ઘૂમી રહ્યો. જ્યારે જ્યારે એ પાણી પીએ, ત્યારે એને આફ્રિકાનું સ્મરણ થતું. મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય, પણ આફ્રિકાના કોઈ એક ગામમાં મારે કૂવો ખોદાવવો છે. કૂવો ખોદાવવા માટેની રકમ એકઠી કરવાની શરૂઆત એણે પોતાની જાતથી કરી. એ ખિસ્સા-ખર્ચી બચાવવા લાગ્યો, એક એક કરીને થોડા ડૉલર ભેગા થયા. એણે એનાં મમ્મીપપ્પાને કહ્યું કે મારે ન સાઇકલ જોઈએ, ન મોબાઇલ જોઈએ, મારી તો એક કૂવો ખોદાવવાની ઇચ્છા છે અને તે પણ આફ્રિકાના કોઈ તરસ્યા ગામમાં. એણે પપ્પા-મમ્મીને પૂછયું કે આ કામ માટે કેટલા પૈસા જોઈએ ? એમણે
રાયન રેલેકની જલયાત્રા ... 81