________________
કહ્યું કે ઓછામાં ઓછા સિત્તેર ડૉલર હોય, તો આ કામ પાર પડે.
રાયન આ વાત નિશાળમાં પોતાના ગોઠિયાઓને ક૨વા લાગ્યો. એ
કહેતો કે જે પાણી આપણું જીવન છે, એવું પાણી દુનિયામાં સહુ કોઈને મળવું જોઈએ. આપણને મળે અને બીજાને ન મળે અથવા તો દૂષિત પાણી મળે, તે કેમ ચાલે ? આખી વાત સમજાવીને એ કહેતો કે મારે આફ્રિકાના કોઈ ગામમાં કૂવો બનાવવો છે. આશરે સિત્તેર ડૉલરનો ખર્ચ છે. તમે મને આમાં સહાય કરો.
અને આખરે બાળક રાયનના જીવનમાં સોનેરી દિવસ ઊગ્યો. એણે બચાવેલી ખિસ્સાખર્ચી અને ગોઠિયાઓ અને પડોશીઓએ આપેલી નાની નાની ૨કમ ભેગી કરતાં સિત્તેર ડૉલર એકત્ર થયા. સાત વર્ષના આ બાળકનું હૃદય નાચી ઊઠ્યું. ભારે ઉમંગથી એણે આફ્રિકામાં પાણી માટે કૂવો ગાળવાનું કામ કરતી વૉટર કેન નામની એજન્સીનો સંપર્ક સાધ્યો. એણે પોતાના મનોરથની વાત લખી. કહ્યું કે સિત્તેર ડૉલર ભેગા કરી ચૂક્યો છે. કૂવો ખોદાવવા માટે ક્યાં મોકલવા તે જણાવશો.
વૉટર કેને રાયનને ઉત્તર આપ્યો કે સિત્તેર ડૉલરથી તો કશું ન વળે! આને માટે ઓછામાં ઓછા બે હજાર ડૉલર જોઈએ. રાયન રેલેકનું સ્વપ્ન સિદ્ધ થવાની ઘડી આવી અને એકાએક અદૃશ્ય થઈ ગયું ! ક્યાં સિત્તેર ડૉલર અને ક્યાં બે હજાર ડૉલર ! ઘણી મહેનત પછી સિત્તેર ડૉલર ભેગા કર્યા હતા, હવે બે હજાર ડૉલર ભેગા કરવા એ કોઈ આસાન કામ નહોતું.
રાયનના મનમાં એક વાત પાકી હતી કે ગમે તે થાય, તોપણ આફ્રિકાના કોઈ એક ગામમાં કૂવો તો ખોદાવવો છે જ. આથી એણે એની કૂચ આગળ વધારી. ફાળો ઉઘરાવવાનું કામ વેગીલું કર્યું. જે કોઈ મળે, એને આ બાળક એની કાલી ભાષામાં વાત કરે અને છેલ્લે મદદ માટે અપીલ કરે.
આખરે એક-દોઢ વર્ષે એણે બે હજાર ડૉલર ભેગા કર્યા. રાયન પાસે દૃઢ સંકલ્પ હતો. પહેલા ધોરણમાં ભણતા સાત વર્ષની ઉંમરના બાળકને આ દુનિયાનાં દીન-દુ:ખિયાંઓનાં આંસુ લૂછવાની પ્રબળ ઇચ્છા જાગી હતી. બે હજાર ડૉલર એકઠા કરવા માટે એણે મિત્રોને વાત કરી. આફ્રિકાનાં બાળકોની દુઃખદ દશાનો ચિતાર આપ્યો. સમાચારપત્રોમાં સ્વ-હસ્તાક્ષરમાં પોતાની 82 * જીવી જાણનારા