________________
માયકાંગલામાંથી મર્દ
અમેરિકાના નબળા બાંધાના રે એવરીએ એનું અડધું બાળપણ બીમારીમાં વિતાવ્યું. બીજાં બાળકો રમે-નાચે-કૂદે, ત્યારે એવરી પથારીમાં બીમાર બનીને પડ્યો હોય. હાથ જુઓ તો દોરડી જેવા, પગ જુઓ તો સળેકડી જેવા. દાક્તરોએ નબળો બાંધો સુધારવા અને કસરત કરવાની સલાહ આપી. કહ્યું કે કસરત કરશે તો જ એનું નબળું શરીર કંઈક સબળું થશે.
ધીરે ધીરે એ કસરત કરવા લાગ્યો, શરીરને મજબૂત બનાવવા લાગ્યો. એના સળેકડી જેવા પગને તો એટલા બધા તાકાતવાન બનાવ્યા કે જાણે લોખંડની સ્પ્રિંગ ન હોય ! આ પછી રે એવરી રમતગમતમાં ભાગ લેવા માંડ્યો. એમાં એને કૂદવાની રમત તો બહુ જ ફાવે ! એ ત્રણ પ્રકારના કુદકામાં ભાગ લેવા માંડ્યો. એ ઊંચો કૂદકો લગાવે, લાંબો કૂદકો લગાવે અને લંગડી-ફાળ-કૂદકામાં ભાગ લે. આ રમતમાં એવરીએ એવી સિદ્ધિ મેળવી કે એના જમાનામાં
રે એવરી