________________
૧૯૦૪માં સેંટ લૂઈ ખાતે ખેલાયેલી ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક એને કોઈ હરાવી ન શકે. રમતગમતની દૃષ્ટિએ ૨૮ વર્ષની મોટી વયે એણે ઑલિમ્પિકમાં ઝુકાવ્યું. ઈ. સ. ૧૯૦૦માં ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં એ ત્રણે કુદકામાં વિજેતા બન્યો. ૧૯૦૪માં સેન્ટ લૂઈ ખાતે ખેલાયેલી ઑલિમ્પિક સ્પર્ધામાં વળી એવરીએ ત્રણ સુવર્ણચંદ્રકો મેળવ્યો, એ પછી બે વર્ષ બાદ એથેન્સમાં આ સ્પર્ધા રમાઈ, ત્યારે એવરી માત્ર બે જ સુવર્ણચંદ્રક મેળવી શક્યો. આનું કારણ એ હતું કે આ સ્પર્ધાના કાર્યક્રમમાં લંગડી-ફાળ-કૂદકા (સ્ટેન્ડિંગ હૉપ-સ્ટેપ અને જંપ)ની હરીફાઈ રાખવામાં આવી ન હતી. આવી જ રીતે ૧૯૦૮માં લંડનમાં ખેલાયેલી ઓલિમ્પિકમાં એવરીએ લાંબા કૂદકામાં અને ઊંચા કૂદકામાં ન મેળવી. આ સમયે એની ઉમર ૩૫ વર્ષની હતી.
હવે તેણે નિવૃત્ત થવાનો વિચાર કર્યો. આઠ વર્ષ સુધી એ વિવિધ સ્પર્ધાઓમાં અણનમ વિશ્વવિજેતા બની રહ્યો. એ વિવિધ સ્પર્ધાઓમાં દસ સુવર્ણચંદ્રકો મેળવનાર રે એવરી જેટલા સુવર્ણચંદ્રકો આજ સુધી જૂજ ખેલાડી મેળવી શક્યા છે. ક્યાં પાતળો, નબળો ને બીમાર રે એવરી અને ક્યાં મહાન રમતવીર રે એવરી !
112 * જીવી જાણનારા