________________
હોય છે.
ચીનનું યેલી ગામ મોટાં મોટાં કારખાનાંઓથી ધમધમે છે. ઉદ્યોગોના આ શહેરમાં જેટલું ઉત્પાદન થાય છે, એટલું પ્રદૂષણ પણ થાય છે. આ પ્રદેશમાં
કોલસો બાળવામાં આવે છે અને આસપાસના વિસ્તારોમાં એ ‘કોલસો બાળતા પ્રદેશ’ તરીકે સવિશેષ જાણીતો છે.
આ ગામમાં ડાબી આંખે આવેલા મોતિયાને કારણે જન્મથી ડાબી આંખે અંધત્વ ધરાવતા જિઆ હૈક્સીઆની જમણી આંખ જગતને જોતી બંધ થઈ ગઈ. આસપાસનાં કારખાનાંઓમાં એ કામ કરીને પેટિયું રળતો હતો, પરંતુ આજથી સોળ વર્ષ પહેલાં પથ્થરની એક ક્વોરીમાં કામ કરતાં તીક્ષ્ણ પથ્થરની અણી એની જમણી આંખમાં ખૂંપી ગઈ. એક આંખ જન્મથી નહોતી અને એમાં બીજી આંખ પણ ચાલી ગઈ. જિઆ હેક્સી આડત્રીસમા વર્ષે પ્રજ્ઞાચક્ષુ થઈ ગયો. ઘરમાં એ સમયે એને ચાર વર્ષનો દીકરો હતો. માથે એના ઉછેરની ઘણી મોટી જવાબદારી હતી. બીજી બાજુ એની પત્ની બીમારીને કારણે કશું કામ કરી શકતી નહોતી. વળી હૈક્સીઆ અંધ થતાં એને ફૅક્ટરીમાં કોઈ કામ મળે તેમ નહોતું. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા અને ગરીબી ધીરે ધીરે ગળે ટૂંપો દેવા લાગી.
આ ગામમાં રહેતા એના ગોઠિયા જિ આ વેન્કવીની કહાની પણ એવી જ દર્દભરી છે. એ ત્રણ વર્ષનો હતો ત્યારે ખુલ્લા પડેલા હાઇવોલ્ટેજ જીવંત ઇલેક્ટ્રિક વાયરને એના હાથ અડી ગયા અને બંને હાથ કપાવવા પડ્યા. જિઆ વેન્કવીને ત્રણ વર્ષની ઉંમરે તો બંને હાથ કાપવા પડ્યા હતા. ગામના છોકરાઓ સાથે રમતાં રમતાં એ મોટો થયો. પોતાના ગોઠિયાઓ જે કંઈ કરે, એને અનુસરતો હતો. એમની સાથે તરવા જતો, એમની સાથે દોડવા જતો, પણ હાથ વગરની જિંદગી એને ડગલે ને પગલે આડે આવતી હતી. બંને જાણે પોતાનું નસીબ બે ડગલાં પાછળ હોય, તેમ જીવન ગુજારવા લાગ્યા.
પરિસ્થિતિ સામે લાચાર થઈને આંસુ સારવાને બદલે એ પરિસ્થિતિનો હસતે મુખે સ્વીકાર કરીને એ મર્યાદાઓને ઓળંગવાનો પ્રયાસ કર્યો. કોઈ પર્વતારોહક એક એક પગથિયું કાપતો જાય, રચતો જાય અને પછી બરાબર પગ ખોડીને ઊંચો પર્વત ચડતો જાય, તેમ તેમ હાથ વિનાનો જિઆ વેન્કવી
88 * જીવી જાણનારા