________________
યુવાન રાયન રેલેક આ રીતે કોઈ રાયનને એના કાર્ય વિશે પૂછે તો એ તર્કપૂર્ણ અને હૃદયસ્પર્શી રીતે કહે છે : ‘હંમેશાં વિચારું છું કે વિશ્વ એક કોયડો છે અને તેમાંથી આપણે એ શોધવાનું છે કે કયા કોયડાના ઉકેલ માટે આપણી સૌથી વધુ જરૂરિયાત છે. મારા માટે પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવો અત્યંત અનિવાર્ય છે. જિંદગી માટે પાણી એ જીવાદોરી છે. માણસ ક્યાં રહે છે એ અગત્યનું નથી, પણ એને સૌથી પાયાની જરૂરિયાત મળી રહેવી જોઈએ તે મહત્ત્વની છે. આજે વિશ્વમાં લગભગ એક અબજથી પણ વધારે સંખ્યામાં લોકો પાણીની અછત અનુભવી રહ્યા છે. આવનારા વર્ષોમાં પ્રકૃતિને આધારે જીવી રહેલા આપણને સહુને ઘટતા વરસાદના કારણે અને વધતી જતી વસતીને લીધે ઊભા થનારા પાણીના પ્રશ્ન માટે ગંભીર ચિંતા કરી ઉકેલ લાવવો જ ઘટે.’
સાત વર્ષે શરૂ થયેલી રેલેકની આ જલયાત્રાને કારણે આજે ત્રીસ દેશોમાં લોકોને ચોખ્ખું પાણી મળે તેવા પ્રયત્નો થયા. એણે ૮૭૮ પાણીની યોજનાઓમાં યોગદાન આપ્યું છે. જલ ઉપરાંત સ્વચ્છતાના ક્ષેત્રે પણ સક્રિય
રાયન રેલેકની જલયાત્રા * 85